Jivanshala Aambardi

Jivanshala Aambardi M.A. JANI JEEVANSHALA-AMBARDI
TA. JASDAN
DIST. RAJKOT

Income Rax Returnનાણાકીય વર્ષ 2024-2025 ના ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઇલ કરવાનાં બાકી હોય તો નીચે પ્રમાણે ના ડોક્યુમેન્ટ અમારા...
07/06/2025

Income Rax Return

નાણાકીય વર્ષ 2024-2025 ના ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઇલ કરવાનાં બાકી હોય તો નીચે પ્રમાણે ના ડોક્યુમેન્ટ અમારા ઓફિસના મેઇલ ID પર મોકલી આપવાં.

1. આધારકાર્ડ
2. પાનકાર્ડ
3. પગારદાર કરદાતા હોય તો ફોર્મ નં.૧૬/૧૬A
4. બેન્ક પાસબુક 1-4-2024 To 31-3-2025 સુધી ની એન્ટ્રી વાળી (બધી બેન્કની)
5. લાઇફ ઇન્સ્યોરન્સ / બાળકોની સ્કૂલ ફી /હોમ લોન ની વિગત (જો કોઈ હોય તો)

Mail- [email protected]

અમે‎ છેલ્લા‎ 13 વર્ષ‎ થી ઈનકમ ટેક્ષ‎ રિટર્ન (ITR)‎ ફાઈલ કરીએ‎ છીએ.

ITR સાથે આપને‎ નીચેના બધા‎ પેપર‎ મળશે‎ જેથી‎ તમારું‎ કામ‎ ક્યારે પણ અટકશે‎ નહિ.

1. Acknowledgement
2. Computation‎ Of‎ Income
3.‎ Capital Account
4.‎ Profit &‎ Loss‎ A\C
5. Balance‎ Sheet

VNV ASSOCIATES
Rajkot|| Ahemdabad|| Gondal||

મો. 88660 49544 / 99092 82095

સરળ સ્વભાવ બહોળું મિત્ર વર્તળ ધરાવતાં, કામ પ્રત્યની નિષ્ઠાથી અધિકારીઓ માં સારી છાપ ધરાવતાં, જીવનશાળા આંબરડી ના વિધાર્થી ...
31/07/2023

સરળ સ્વભાવ બહોળું મિત્ર વર્તળ ધરાવતાં, કામ પ્રત્યની નિષ્ઠાથી અધિકારીઓ માં સારી છાપ ધરાવતાં, જીવનશાળા આંબરડી ના વિધાર્થી મારા શાળા સમય ના સાથી મિત્ર કલેકટર કચેરી રાજકોટ માં ફરજ બજાવતા Chhagan Kukadiya ને નાયબ મામલતદાર તરીકે બઢતી મળતાં ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. આવનારાં દિવસોમાં વધુમાં વધુ આગળ બઢતી મેળવતાં રહે તેવી શભેચ્છાઓ..💐💐🌹💐💐

જીવનનાં અમૂલ્ય વર્ષોમાં અભ્યાસની સાથે સાથે જીવન જીવવાના પાઠ અને ઉન્નત જીવન જીવવાની હંમેશા પ્રેરણા મળતી રહી છે એવા જીવન શ...
03/07/2023

જીવનનાં અમૂલ્ય વર્ષોમાં અભ્યાસની સાથે સાથે જીવન જીવવાના પાઠ અને ઉન્નત જીવન જીવવાની હંમેશા પ્રેરણા મળતી રહી છે એવા જીવન શાળા આંબરડી ના ભૂતપૂર્વ ગૃહપતિ આદરણીય Himatbhai Solanki (શ્રી હિંમતભાઈ સોલંકી)ને ગુરુ પૂર્ણિમા ના પાવન અવસરે વંદન.🙏🙏

ખરા દિલથી કામ કરતા શિક્ષકને વંદન. 🙏જીવન શાળા આંબરડી ના વંદનીય ગુરુજી.. અવિરત સેવાઓ...ટંકારા તાલુકાની મિતાણા ગામ પાસે આવે...
16/07/2021

ખરા દિલથી કામ કરતા શિક્ષકને વંદન. 🙏
જીવન શાળા આંબરડી ના વંદનીય ગુરુજી.. અવિરત સેવાઓ...

ટંકારા તાલુકાની મિતાણા ગામ પાસે આવેલી બહુચર વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી પ્રવિણચંદ્ર વાટકીયાની આજે વાત કરવાની છે.

થોડા સમય પહેલા જ બદલીથી બહુચર વિદ્યાલયમાં આચાર્ય તરીકે પ્રવિણભાઈએ કાર્યભાર સાંભળ્યો. અને તરત જ શાળા વિકાસ માટેના પગલાં ચાલુ કર્યા. શાળાના વિશાળ મેદાનને વ્યવસ્થિત ફેંસિંગ કરીને વૃક્ષારોપણ કર્યું તેમજ બધા વૃક્ષોને પાણી પાવા માટે ડ્રીપ ઇરીગેશનની વ્યવસ્થા કરી. શાળાના મકાનને પોતે અને સાથી શિક્ષકોએ મળીને સ્વ ખર્ચે કલરકામ કરાવ્યું.

શિક્ષણકાર્યમાં પણ પ્રવિણભાઇ અને શિક્ષકોએ ખૂબ મહેનતથી શાળાના પરિણામમાં ઘણો સારો સુધારો કર્યો. કોરોના સમયમાં બાળકોને સતત વર્ચ્યુઅલ કલાસ દ્વારા શિક્ષણ ચાલુ રાખ્યું. વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં પણ બહુચર વિદ્યાલયની કૃતિ રાજયકક્ષા સુધી પસંદગી પામી તેમજ વાટકીયા પ્રવિનભાઈએ ઇનોવેશન ફેસ્ટિવલમાં પણ 2 વખત રાજયકક્ષા સુધી ભાગ લઈ શાળા પરિવારને ઊંચું સ્થાન અપાવ્યું.

પર્યાવરણ જાળવણી અંતર્ગત પણ હાલમાં જ બહુચર વિદ્યાલયમાં જ આશરે 15000 રોપા જાતે તૈયાર કરીને નર્સરી બનાવી છે. જેમાં છાંયાવાળા વૃક્ષોથી લઇ ફૂલ-છોડના રોપા તૈયાર કર્યા છે. જેનું વિતરણ આજુબાજુની શાળાઓમાં કર્યું તેમજ જે કોઈને પણ રોપા જોઈતા હોય તેમને વિના મૂલ્યે રોપા આપવામાં આવે છે.

પવિત્ર ભાવથી ફરજ બજાવતા પ્રવિણભાઈને આ તકે સ્કૂલ ઇન્સ્પેક્ટર કૌશિકભાઈ પટેલ દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

કલ્પેશકુમાર પી. ફેફર
બી.આર.સી.કો-ઓર્ડિનેટર
ટંકારા

25/08/2020

"जीवन का कड़वा सच........संघर्ष के समय कोई नज़दीक नहीं आता, और......
सफलता के बाद किसी को आमंत्रित नहीं करना पड़ता !"

કુદરતી ખોડખાપણને અવગણીને પણ માણસ ધારે ત્યાં પહોંચી શકે છે. અને એનું ઉત્તમ ઉદાહરણ છે આરતી ડોગરા.હા, ફક્ત સાડા 3.5 ફૂટની હ...
26/07/2020

કુદરતી ખોડખાપણને અવગણીને પણ માણસ ધારે ત્યાં પહોંચી શકે છે. અને એનું ઉત્તમ ઉદાહરણ છે આરતી ડોગરા.

હા, ફક્ત સાડા 3.5 ફૂટની હાઈટ ધરાવનાર આરતી રાજસ્થાન કેડરની એક સફળ IAS અધિકારી છે.

હોંસલા બૂલંદ હોય તો તમે ઉંચામાં ઉંચી ઉડાન પણ ભરી શકો છો. એ સાબિત કરી દીધું છે આરતી ડોગરાએ.

દેહરાદૂનમાં જન્મેલી આરતીના પિતા રાજેન્દ્ર ડોગરા કર્નલ છે અને માતા કુમકુમ પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા છે. આ દંપતી નું તે એકમાત્ર સંતાન છે. જન્મતાની સાથે જ તેના શારીરિક આકાર અને વિકાસને લઈને અનેક લોકો પ્રશ્નો કરવા લાગ્યા. કેટલાક લોકોએ તેના માટે વિશેષ સ્કૂલનું સૂચન કર્યું પરંતુ માતા-પિતાએ તેને સામાન્ય બાળકોની સ્કૂલમાં જ ભણાવી. લોકો તેના મા-બાપને બીજા બાળક વિશે સૂચન કરતા ત્યારે પણ માતા-પિતા ચોખ્ખું સંભળાવી દેતા કે અમે એક જ સંતાન ઇચ્છીએ છીએ. આમ શારીરિક અલ્પ વિકસિત આરતીને માતા-પિતા તરફથી ભરપૂર સપોર્ટ મળ્યો.

તેનો શાળકીય અભ્યાસ બ્રાઈટલેન્ડ સ્કૂલમાં થયો. દિલ્હી યુનિવર્સિટીમાં તેણે ગ્રેજ્યુએશન કર્યું. દેહરાદુનમાં તેને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.

દહેરાદુનના અભ્યાસ દરમિયાન આરતીનો પરિચય IAS મનીષા પવાર સાથે થયો. તેમની પ્રેરણા અને પ્રોત્સાહન થી જ આરતીને UPSC ની પરીક્ષા આપવાનું સુજ્યું. ત્યારબાદ કઠોર પરિશ્રમ કરી પ્રથમ પ્રયત્નમાં જ તેણે UPSCની પરીક્ષા પાસ કરી અને 2006ની બેચની IAS અધિકારી બની ગઈ.

તેને રાજસ્થાન કેડર ફાળવવામાં આવી. બિકાનેક કલેકટર તરીકે તેમની કામગીરીની ખૂબ સરાહના થઈ.

ખુલ્લામાં 'શૌચ મુક્ત ભારત' અભિયાન અંતર્ગત તેમણે 'બંકો બિકાણો' અભિયાન શરૂ કર્યું, જેની વડાપ્રધાને પણ સરાહના કરી.

ત્યારબાદ જોધપુર ડિસ્કોમના MD અને
અજમેર કલેકટર સહિતની અનેક જગ્યાઓ પર તેમણે સુંદર પ્રજાલક્ષી કામગીરી બજાવી.

2019માં રાજસ્થાનમાં ગેહલોત સરકાર આવતા જ તેમની સંયુક્ત સચિવ જેવા મહત્વના હોદ્દા ઉપર નિમણૂક કરવામાં આવી છે.

આમ, મહિલાઓ માટે મિસાલ બનેલી આરતી ડોગરા કુદરતી ખોડખાપણવાળા લોકો માટે પણ પ્રેરણા પુરી પાડે છે.

-ડૉ.સુનીલ જાદવ

14/06/2020

Address

M. A. Jani Jivanshala-Ambaradi
Rajkot
GUJARAT360050

Website

Alerts

Be the first to know and let us send you an email when Jivanshala Aambardi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category