24/12/2022
*આમંત્રણ*
🏢*”ગુરુ-શિષ્ય સ્નેહમિલન-૨૦૨૩"*🏢
વ્હાલા વિરાણી મિત્રો, છેલ્લા બે વર્ષથી કોવિડ મહામારીને લીધે આપણે ગુરુ-શિષ્ય સ્નેહમિલનનું આયોજન કરી શક્યા નથી. તો ચાલો આ વર્ષે ગુરુજનોના આશિર્વચન અને આશીર્વાદ નો લાભ લઈએ, લાગણીઓનો ઉન્માદ ઠાલવીએ અને કંઈક સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરીએ.
મિત્રો આ વર્ષે ૮ જાન્યુઆરી ૨૦૨૩ ને રવિવારના રોજ આપણે સ્નેહમિલનનું આયોજન કરી રહ્યા છીએ , આ સાથે જ આપણી શાળા *શ્રી શા.વે.વિરાણી વિવિધલક્ષી વિદ્યાલય* ની હિરક જયંતી( ૭૫ વર્ષ પૂર્ણ) નીમીતે ત્થા સામાજિક અને સેવાકીય કાર્ય હેતુસર બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરેલ છે.
*કાર્યક્રમની રૂપરેખા*
*બ્લડ ડોનેશન કેમ્પ*: તા. ૦૮/૦૧/૨૦૨૩ ને રવિવારે સાંજે ૪:૦૦ વાગ્યાથી શાળાના પટાંગણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવા સક્ષમ કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે, તો આ સેવાકીય કાર્યમાં મહતમ સાથ સહકાર મળી રહે એવા આશય થી સર્વે મિત્રોને નમ્ર વિનંતી કે પોતાના સગા-વ્હાલા, મિત્રો, કુટુંબીજનો અને પાડોશીઓને રક્તદાન કરવા આમંત્રીત કરીએ અને આ ભગીરથ કાર્યમાં સહભાગી બનીએ.
*સ્નેહમિલન*: રવિવારે સાંજે ૫:૦૦ વાગ્યાથી શાળાના મધ્યસ્થખંડમાં પૂજનીય શિક્ષકોના આશિર્વચનથી ગુરુ-શિષ્ય કાર્યક્રમનું આરંભ કરીશું.
અત્રે જણાવવાનું કે, આપણી શાળાનાં ભૂતપુર્વ (નિવૃત્ત થયેલા) તથા હાલ ફરજ બજાવી રહેલાં શિક્ષકો હાજરી આપશે. આ કાર્યક્રમમાં શાળામાં કોઈપણ વર્ષમાં કોઈપણ વર્ગમાં અભ્યાસ કરેલ તમામ મિત્રો સહકુટુંબ પધારી શકે છે.
*સ્વરુચિ ભોજન* : કાર્યક્રમ બાદ સર્વે ગુરુજન ત્થા મીત્રગણ સ્વરુચિ ભોજન સાથે લઈશું.
*ખાસ નોંધ * : આ સંપૂર્ણ કાર્યક્રમ વિધાર્થીઓ દ્વારા આયોજીત છે. જેમાં આમંત્રિત ગુરુજનો અને મહેમાનો માટે ભેટ ત્થા સ્વરુચિ ભોજનની વ્યવસ્થા પણ વિધાર્થીઓ દ્વારા કરેલ છે.
આથી ભોજન માટેના પાસ વિધાર્થીમીત્રો ત્થા પરીવારજનોએ આયોજકો પાસેથી લેવાના રહેશે.આ માટે ૧૦ વર્ષથી મોટાઓએ *વ્યક્તિદીઠ રૂ. ૨૫૦* આપીને તારીખ ૭ જાન્યુઆરી પહેલા પાસ મેળવી લઈ વ્યવસ્થામાં સહકાર આપવા નમ્ર નિવેદન.
આપના વ્યવસાયની જાહેરાત માટે શાળાનાં પટાંગણમાં બેનર પણ લગાવી શકો છો. જેના માટે પ્રતિ બેનર રૂ.300 ચાર્જ રાખેલ છે. મહત્તમ ૬*૨ ની સાઈઝનુ બેનર સ્વિકારાશે.(બેનર બનાવવા માટે કો.જાદવ રાહુલ: ૯૯૨૪૪ ૪૧૪૧૩)
* સ્વૈચ્છિક અનુદાન*: મિત્રો, છેલ્લા આઠેક વર્ષથી યોજાતા સ્નેહમિલનમાં આયોજકો પોતાનો સમય અને શક્તિ તો આપે જ છે સાથે ઘણીવાર કાર્યક્રમના અંતે પડતી નાણાકીય ઘટ ની પૂર્તિ પણ કરે છે. તો તમામ વિરાણીયન્સને આગ્રહભરી વિનંતી કે ફૂલની પાંખડી જેટલું આર્થિક યોગદાન આપી આયોજનમાં પડતી નાણાકીય ઘટ પૂર્તિ કરવામાં આગળ આવે.
સ્નેહમિલનની વિગત ફરી નોંધી લેશો.
*સ્થળ*: શા.વે.વિરાણી વિવિધલક્ષી
વિદ્યાલય, ટાગોર રોડ, રાજકોટ.
*તારીખ*: ૦૮/૦૧/૨૦૨૩,રવિવાર
*સમય*: સાંજે ૪:૦૦ વાગ્યાથી
આ સંદેશને આયોજકો તરફથી મળેલું ભાવભીનું આમંત્રણ સમજી સ્નેહમિલનમાં પધારી કાર્યક્રમની શોભા વધારશોજી!
વધુ માહિતી માટે સંપર્ક…..
*અનીલ ટાંક* : 94267 85339
*દિપક મોદી* : 99241 13086
*ભાવીન દેસાઈ* : 90333 21845
*દિપક લાઠીયા* : 94264 83160
*ઘર્મેશ પરસાણા* : 85650 41111
*સંજય તંતી* : 99253 72611
*સીયાણી હાર્દીક: 97129 01294*
*સોહીલ લીંબાસીયા:99789 18711*
*જાદવ રાહુલ: 99244 41413*