Ra. Shayar Shree Zaverchand Meghani Pri. school no- 8 Rmc

  • Home
  • India
  • Rajkot
  • Ra. Shayar Shree Zaverchand Meghani Pri. school no- 8 Rmc

Ra. Shayar Shree Zaverchand Meghani Pri. school no- 8 Rmc 1st to 8th std.Goverment school..where zaverchand meghani studied 1st std...

ગુરુ ગોવિંદ દોનો ખડે ,કાકો લાગુ પાઈ,?બલિહારી ઉસ ગુરુ આપકી,  જિસને ગોવિંદ દિયો બતાય.....જીવન જીવવાનો સાચો પથ બતાવનાર ગુરુ...
30/07/2026

ગુરુ ગોવિંદ દોનો ખડે ,કાકો લાગુ પાઈ,?બલિહારી ઉસ ગુરુ આપકી, જિસને ગોવિંદ દિયો બતાય.....

જીવન જીવવાનો સાચો પથ બતાવનાર ગુરુનું સ્થાન દરેક વ્યક્તિ માત્રના જીવનમાં ખૂબ મહત્વનું હોય છે.
આજરોજ શાળામાં ગુરુપૂર્ણિમા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી . સૌપ્રથમ સરસ્વતી વંદના અને પૂજન ત્યારબાદ દરેક ગુરૂજનોનું વિદ્યાર્થીઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું .. દરેક વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમા નિમિત્તે બધા ગુરુજનોને જાતે કાર્ડ બનાવીને ભેટ આપી હતી....
તેમજ ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ વચ્ચે ગુરુપૂર્ણિમા વિશે વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલી હતી. આ દરેક પ્રવૃત્તિમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પાઉચની ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

તેમજ ભારત વિકાસ પરિષદ, રામકૃષ્ણ નગર શાખા દ્વારા બાલવાટિકા થી ધોરણ આઠમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા..


આજરોજ તારીખ 14/7 /2026 ના રોજ દાતાશ્રી નિસર્ગભાઈ ભટ્ટ દ્વારા બાલવાટિકામાં અને શાળામાં નવા પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થી...
18/07/2026

આજરોજ તારીખ 14/7 /2026 ના રોજ દાતાશ્રી નિસર્ગભાઈ ભટ્ટ દ્વારા બાલવાટિકામાં અને શાળામાં નવા પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવામાં આવ્યા...
શાળા પરિવાર તરફથી દાતાશ્રી નો ખુબ ખુબ આભાર..

08/07/2026

સ્વ. કીર્તિકુમાર કેશવલાલ રવાણી ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ અરિહંત ઇન્વેસ્ટમેન્ટ, મેહુલ મહેન્દ્રભાઈ રવાણી દ્વારા આજરોજ

તારીખ - 03 જુલાઈ 2026, શુક્રવાર ના દિવસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાયમરી સ્કુલ નં 08 માં બાલવાટિકા થી ધોરણ 8 સુધીના બધા વિદ્યાર્થીઓને લંચ બોક્સ તથા કંપાસ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું.
તેમજ બધા વિદ્યાર્થીઓને પાંવભાજી તેમજ જાંબુનો નાસ્તો કરાવવામાં આવ્યો...

"યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ" રાજ રાજેશ્વરી આદ્યશક્તિ કુળદેવી માં અંબ...
08/07/2026

"યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ" રાજ રાજેશ્વરી આદ્યશક્તિ કુળદેવી માં અંબેમાં ના ચરણોમાં વંદન, સદગુરુદેવ પૂજ્ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબ ના ચરણોમાં કોટી કોટી વંદન..
સ્વ. કીર્તિકુમાર કેશવલાલ રવાણી ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ અરિહંત ઇન્વેસ્ટમેન્ટ, મેહુલ મહેન્દ્રભાઈ રવાણી, દ્વારા આજરોજ.
તારીખ - 03 જુલાઈ 2026, શુક્રવાર ના દિવસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાયમરી સ્કુલ નં 08 માં બાલવાટિકા થી ધોરણ 8 સુધીના બધા વિદ્યાર્થીઓને લંચ બોક્સ તથા કંપાસ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું.
તેમજ બધા વિદ્યાર્થીઓને પાંવભાજી તેમજ જાંબુનો નાસ્તો કરાવવામાં આવ્યો...

આ શુભ કાર્યમાં ઉપસ્થિત રહેલ સર્વનો ખુબ ખુબ આભાર....

સ્વામી વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર...
02/07/2026

સ્વામી વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય ક્રમ મેળવેલા તેજસ્વી તારલાઓનો છાત્ર સત્કાર સમારંભ યોજવામાં આવ્યો..

જેમાં સ્વામી વિવેકાનંદ યુથ ક્લબના સેક્રેટરી અનુપમભાઈ દોશી ,જયેન્દ્રભાઈ મહેતા, વિપુલભાઈ ભટ્ટ, જીતુભાઈ ગાંધી, મહેશભાઈ સાગઠીયા, પંકજભાઈ રૂપારેલીયા, મહેશભાઈ જીવરાજાની હસુભાઈ શાહ ,કિર્તીભાઈ મહેતા, નિવૃત શિક્ષક શ્રી રમેશભાઈ માંગરોલીયા, સી.આર.સી કોર્ડીનેટર શ્રી મનિષાબેન ચાવડા તેમજ પ્રિન્સિપાલ શ્રી હેતલબેન ખૂંટ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ધોરણ 1 થી 8 માં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલા વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા..

આજરોજ તારીખ 1/ 7 /2026 બુધવારના રોજ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ તરફથી અમારી શાળા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણ...
02/07/2026

આજરોજ તારીખ 1/ 7 /2026 બુધવારના રોજ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ તરફથી અમારી શાળા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં બાલવાટિકા થી ધોરણ 8 સુધીના બધા વિદ્યાર્થીઓને રાઇટીંગ પેડ અને પાઉચ ગીફ્ટ આપવામાં આવ્યા..

26/06/2026

#કન્યા_કેળવણી_મહોત્સવ_2026
#પ્રગતિનો_પ્રવેશોત્સવ
શ્રી ઝવેરચંદમેઘાણી પ્રાથમિક શાળા

 #પ્રગતિનો_પ્રવેશોત્સવ તથા  #કન્યા_કેળવણી_મહોત્સવ_2026 અંતર્ગત રાજકોટ મહાનગરમાં, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ...
26/06/2026

#પ્રગતિનો_પ્રવેશોત્સવ તથા #કન્યા_કેળવણી_મહોત્સવ_2026 અંતર્ગત રાજકોટ મહાનગરમાં, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા શ્રી #રાષ્ટ્રીય_શાયર_ઝવેરચંદ_મેઘાણી_પ્રાથમિક_શાળા, શાળા નંબર 8 #પે_સેન્ટર_શાળા માં #આંગણવાડી તથા #બાલવાટિકા માં બાળકોને હોંશભેર પ્રવેશ અપાવવામાં આવ્યો તેમજ શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યુ.
આ તકે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યુ તેમજ મહાનુભાવોના પ્રેરક ઉદબોધન દ્વારા શિક્ષણના આ મંદિરમાં પાપા પગલી માંડતા બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા સહ શુભકામનાઓ પાઠવી જીવનમાં દરેક ક્ષેત્રોમાં ખૂબ આગળ વધી સફળતાના શિખરો સર કરે એવી લાગણી વ્યકત કરી સાથે સાથે પર્યાવરણની જાળવણીના ભાગ રૂપે #વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.


education

શાળા સલામતી સપ્તાહ અંતર્ગત રેડ ક્રોસ સોસાયટી ના ડોક્ટર દ્વારા અલગ અલગ આકસ્મિક પરિસ્થિતિઓમાં પ્રાથમિક સારવાર કઈ રીતે કરી ...
28/01/2026

શાળા સલામતી સપ્તાહ અંતર્ગત રેડ ક્રોસ સોસાયટી ના ડોક્ટર દ્વારા અલગ અલગ આકસ્મિક પરિસ્થિતિઓમાં પ્રાથમિક સારવાર કઈ રીતે કરી શકાય તે વિશેની માહિતી બધા વિદ્યાર્થીઓને આપવામાં આવી..
#શ્રી ઝવેરચંદમેઘાણી પ્રાથમિક શાળા

Address

Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Ra. Shayar Shree Zaverchand Meghani Pri. school no- 8 Rmc posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Ra. Shayar Shree Zaverchand Meghani Pri. school no- 8 Rmc:

Shortcuts

Share

Category