vardayinee_english_academy

vardayinee_english_academy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from vardayinee_english_academy, Education, 206-Backbone Shopping Center, Mayani Chowk, Rajkot.

IELTS , Pre-IELTS and all other new batches are starting. Choose your Offline OR Online course !!!
18/02/2021

IELTS , Pre-IELTS and all other new batches are starting. Choose your Offline OR Online course !!!

Offline or Online.Choice is yours.
16/02/2021

Offline or Online.
Choice is yours.

24/10/2020

VARDAYINEE(R) ENGLISH ACADEMY
20 Years of Passionate English Language Teaching !!!
(24/10/2001-24/10/2020)

કોઈપણ વ્યવસાય માટે બે દશકા એ મોટો સમય ગણાય. આ સમય દરમ્યાન વ્યવસાયનાં લગભગ ખાટાં- મીઠાં એવા તમામ પ્રકારના અનુભવો થઈ જતા હોય છે. હું પણ આજે જ્યારે વરદાયિની ઈંગ્લિશ એકેડેમી ૧૯ વર્ષ પુરા કરીને ૨૦ માં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે તેની સ્થાપનાથી માંડીને અત્યાર સુધીનાં સંસ્મરણો વાગોળવા બેઠો છું. પેનબાઈ(પાનબાઈ નહીં) પણ વીજળીના ચમકારાની જેમ પસાર થઈ ગયેલા વર્ષો રૂપી મોતીને આપના મસ્તિષ્કમાં પોરવવા માટે સજ્જ છે. ચાલો, ૧૯ વર્ષોના અમુક ખાટાં- મીઠાં પ્રસંગોનો થોડો આસ્વાદ કરાવું.

શરૂઆતનો સમય. નવાં વ્યવસાયમાં સફળતા મેળવવાનું જોશ. ૨૩ની ભરજુવાની. એમ.એ. માં યુનિવર્સિટી પ્રથમ આવ્યાનો થોડો ઉન્માદ પણ ખરો. જાહેરાતના મર્યાદિત માધ્યમો. સવારના છાપામાં બે કોલમ અને પાંચ સેમીની એડનો ભાવ રૂપિયા ૫૦૦/- (બીલ સાચવેલા છે) પણ કમ્મરતોડ લાગતો ! ક્યારેક ક્યારેક ન છૂટકે છાપામાં જાહેરાતો આપવી પડતી પણ મારા નાના ભાઈ સમાન અને સુખ-દુ:ખના સાથી એવા Viking Advertising વાળા ભાઈ સંદીપ ગોહેલ જ્યારે મહીનાના અંતે છાપાની જાહેરાતનુ બીલ આપે ત્યારે ડીસ્કાઉન્ટ કાપ્યા પછીનો ગ્રાન્ડ ટોટલ જોયા પછી થોડીકવાર શરીરની કાર્ડીયાક એક્ટીવિટીમા નાને પાયે ઉથલ પાથલ મચી જતી. "આપણે ક્લાસીઝ ફકત છાપાંના બીલ ભરવા માટે જ નથી ચલાવતાં." - એ પરમ સત્યને નિષ્ઠાપૂર્વક યાદ કરી લેતો. પછી શરૂ થતો સસ્તામાં પતે તેવી જાહેરાતોના માધ્યમો શોધવાનો (નિષ્ફળ) સિલસિલો !
કઈ રીતે જાહેરાત કરીએ તો ફાયદો થાય ?- એ શોધવામા 'સર્વેક્ષણ' પ્રકારનુ સંશોધન હાથ ધરવામાં આવતુ. શાળા-કોલેજની આસપાસની દીવાલો ઉપર પોસ્ટર્સ ચોટાડવા માટેનું એસ્ટિમેટ સસ્તું દેખાતું. (ખરેખર હતું નહીં) અડધી રાત્રે સેકન્ડ હેડ બજાજ સુપર સ્કૂટર ઉપર પોસ્ટર્સ અને લય નું ડબલું લઈને પોસ્ટર ચોટાડનાર 'કારીગર'ને ઘરે તેડવા જવાનો. વ્યસન પ્રત્યે જન્મજાત તિવ્ર અણગમો હોવા છતાં તેનો કાંટો ચઢાવવાં એક કાચી-૩૫ મને-કમને ગળચાવવાની. માંડ અડધી કલાક કામ કર્યા પછી તેના હાથના વળાંકોમાં તિવ્ર ભૂખના દર્શન થતાં. 'અડધી રાત્રે બીચારા નાના માણસને ભૂખ્યાં પેટે કામ ન કરાવાય.' - એવા અંતરાત્માના અવાજને ભારે હ્રદયે માન આપીને (અને ચા-નાસ્તાના ખર્ચનો મનોમન અંદાજ બાંધીને) કારીગરને સૂર્યકાંત હોટલનુ પફ અને અડધી ચા સુલભ કરાવતો. જેમ તેમ કરીને એકાદ કલાક કામ કરીને કારીગરને ઘરે હેમખેમ પહોચાડી ને રસ્તામાં ક્યાય પોલીસની PCR વાન સામી ન મળે તેની ખાસ તકેદારી રાખતાં- રાખતાં ઘરે જવાનું. બીજે દીવસે બધો હીસાબ કરતા પરમ સત્ય પ્રકાશિત થતું કે, "આ તો મોંઘુ પડ્યું !!!". અને વળી પાછા જાહેરાતનાં અન્ય સસ્તા રસ્તા શોધવા મંડી પડવાનું.
પ્રથમવાર પિતા બનવાનો હોય તેવો વ્યક્તિ જે ઉત્કંઠા સાથે લેબરરૂમની બહાર બેઠો હોય લગભગ તેવી જ ઉત્કંઠા સાથે બીજે દીવસે ઓફીસે આગંતુકની રાહ જોતા બેસવાનું. જેમ તુકારામને પ્રત્યેક વસ્તુમાં ઈશ્વરના દર્શન થતાં તેમ તે દીવસે કોઈપણ કારણોસર ક્લાસીઝે આવનાર પ્રત્યેક વ્યક્તિમાં મને મારા સંભવિત વિદ્યાર્થીના જ દર્શન થતાં. તે દીવસે બપોરે ઘરેથી ટિફિન ઓફીસે જ મંગાવવાનુ. કદાચ રીશેષના સમયમાં કોઈની ઈન્ક્વાયરી આવે તો ? જો ઈન્ક્વાયરી પાછી જાય તો આગલી રાત્રે બજેટ બહાર કરેલો ખર્ચ ફેઈલ જ જાયને !
ઈન્ક્વાયરી માટે આવતાં બધા વિદ્યાર્થીઓ અને વાલીઓમાથી અમુકને "તમે અંગ્રેજી શીખી શકો છો." - એ બાબત ગળે ઉતારવામાં શરીરનું ઇંધણ ખતમ થઈ જતું. અંગ્રેજી શીખવવામાં જેટલો શ્રમ પડતો તેનાથી દશ ગણો શ્રમ "અંગ્રેજી શીખી શકાય છે" - એ ઉત્કલ્પનાને સાબિત કરવામાં પડતો. પણ It's a part of the business એવુ વિચારી આપમેળે પોતાની જ પીઠ ઉપર થાપલી મારી દેવાની. જો કે આ ૧૯ વર્ષમાં જેટલા વિદ્યાર્થીઓ મળ્યા તેમાં લગભગ ૯૫% વિદ્યાર્થીઓ ખુબ સારા મળ્યા. મને ખુબ આદર આપ્યો. ઊજળો કરી બતાવ્યો. આજેપણ તેમાંના મોટાભાગના સંપર્કમાં છે. છેલ્લા અમુક વર્ષોથી આ વિદ્યાર્થીઓની બીજી પેઢીએ પણ અંગ્રેજી શીખવા માટે વરદાયિનીમા આવવાનું શરૂ કરી દીધું છે. આજે વર્ગમાં કોઈ અમુક વિદ્યાર્થી ‌જે ખુરશી ઉપર બેસે છે તે જ ખુરશી ઉપર અમુક વર્ષો પહેલા તેની મમ્મી કે તેના પપ્પા બેસતાં હતાં તે બાબત એક શિક્ષક તરીકે મને રોમાંચિત કરી દે છે. આજેપણ જ્યારે ક્લાસમાં પગ મુકુ છું ત્યારે સમગ્ર શરીરમાંથી ચેતનાની એક લહેરખી પસાર થઈ જાય છે. મારા વિદ્યાર્થીઓ એ મારા જીવનની સાર્થકતા છે. દેશ-વિદેશમાં સ્થાયી થયેલા સફળ વિદ્યાર્થીઓને ફેસબુક કે વોટ્સએપ જેવા માધ્યમો દ્વારા મળવાનું થાય ત્યારે તેમની સફળતા જોઈને પરમ સંતોષ સાથે ગર્વ અનુભવું છું.

ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજા સાહેબ, ડૉ. રંગનાયકી શ્રીનિવાસ મેડમ (વલ્લભ વિદ્યાનગર) અને પ્રો. એચ.એલ.દવે સાહેબ જેવા ગુરુજનોએ મને સફળ બનાવવાં માટે અથાગ મહેનત કરેલી છે. તો આદરણીય શ્રી ગીજુભાઈ ભરાડ, શ્રી ચીમનભાઈ જોશી (રૂપાયતન-અમરેલી) અને શ્રી રાજુભાઈ પરીખ(ગાંધી સ્કૂલ)સાહેબે સફળતા માટે જરૂરી એવા માર્ગદર્શન અને મદદ હંમેશાં અસ્ખલિત રીતે પુરા પાડ્યા છે.

શ્રી ડી.કે.વાડોદરીયા સાહેબ(પંચશીલ), શ્રી અરૂણભાઇ સુરાણી સાહેબ (યુનિવર્સલ), શ્રી પુષ્કરભાઈ રાવલ સાહેબ (તપોવન), શ્રી જતિનભાઈ ભરાડ સાહેબ, શ્રી ભરતભાઈ ગાજીપરા સાહેબ (સર્વોદય), શ્રી વસંતભાઈ પાઠક સાહેબ (પાઠક સ્કૂલ્સ), શ્રી અજયભાઈ પટેલ સાહેબ (ન્યુ એરા), શ્રી હાર્દિકભાઈ અજુડીયા અને નિલેશભાઈ વેકરીયા (હરિદર્શન) અને આ બધા જેવા (જેના નામનો ઉલ્લેખ અહીંયા નથી થઈ શક્યો તેવા) બીજા અનેક આચાર્યશ્રીઓ એ હંમેશા મારી અંગ્રેજી શીખવવાની અવનવી યોજનાઓને નિઃસ્વાર્થભાવે પ્રોત્સાહન પુરું પાડેલું છે.

મારા પૂજ્ય માતા-પિતાએ હરહંમેશ તેના આશિર્વાદરૂપી શિતળ છાયા મારી ઉપર કવચની માફક વીંટાળી રાખેલી છે. હું મારો વ્યવસાય સરસ રીતે કરી શકું તે માટે મને લગભગ મોટાભાગની જવાબદારીઓમાથી મુક્ત રાખ્યો છે. મારી પત્ની નિશાએ આ ૧૯ વર્ષોમાં તેની અસાધારણ ધીરજનો પરીચય કરાવ્યો છે.

મારા બાળકો પૃથ્વી, માહી અને શૌર્ય એ પણ પોતાનાં રેસકોર્સ જવાના સમયમાં બાંધછોડ કરીને મને સાંજે મોડે સુધી ઓફીસે કામ કરવાની અનેક રવિવારે પરવાનગી આપેલી છે.

મોટી બહેન માધવી (શિક્ષિકા, નવકાર પબ્લિક સ્કૂલ, અમદાવાદ) અને હજી હમણાં બે મહીના પહેલા જ અમારી વચ્ચેથી જેમના શરીર માત્રએ વિદાય લીધી તેવા પરમ મિત્ર જેવા બનેવી સાહેબ રાજેન્દ્રકુમારના મારા પ્રત્યેના સ્નેહનું મૂલ્ય કોઈપણ જાતના આંકલનથી પર છે.

વરદાયિની ઈંગ્લિશ એકેડેમીના સંસ્થાપક-સંચાલક તરીકે હું તેના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા તમામ નામી-અનામી શુભેચ્છકો પ્રત્યે આજના દીવસે અંત:કરણપૂર્વક કૃતજ્ઞતા વ્યકત કરુ છુ.🙏🏻🙏🏻🙏🏻

લી. આપનો સ્વતંત્રમિજાજી, નિજાનંદી અને થોડોક જીદ્દી એવો
- ડૉ. જયેશ રાવલ

તા.ક. : ફરીવાર ક્યારેય પેનબાઈને ચાનક ચઢશે તો આ મહાલેખનો બીજો હપ્તો પણ ઠપકારી દઈશ.

A no-nonsense course to get your desired bands !!!
02/07/2020

A no-nonsense course to get your desired bands !!!

New Batch ()
15/06/2020

New Batch ()

અધ્યાપન ક્ષેત્રે, (શિક્ષણ વિભાગ) તાલીમબદ્ધ શિક્ષક બની કારકિર્દી બનાવવા માંગતા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ...
10/06/2020

અધ્યાપન ક્ષેત્રે, (શિક્ષણ વિભાગ) તાલીમબદ્ધ શિક્ષક બની કારકિર્દી બનાવવા માંગતા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પોમાથી એક વિકલ્પ આ પણ છે.

08/06/2020

શું આપ જાણો છો ?

*ધોરણ ૧૦ પછી ફક્ત સાયન્સ કે કોમર્સ એમ બે જ બ્રાંચ નથી.*

*ધોરણ ૧૧-૧૨ આર્ટસ કર્યા બાદ પણ કારકિર્દી માટેના અઢળક વિકલ્પો એકદમ નહીંવત ખર્ચમા ખુલ્લા છે.*

-કેટલા અને કયા-કયા વિકલ્પો છે ?

-શા માટે GPSC, UPSC કે અન્ય COMPETITIVE EXAM પાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ૧૧-૧૨ આર્ટસ શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે ?

-આર્થિક ખર્ચ કેટલો થાય ?

-સાયન્સ કે કોમર્સ કરતા કેટલું સસ્તું પડે ?

-આર્થિક વળતર કેટલું મળે ?

આ બધા પ્રશ્નોની વિસ્તૃત માહિતી માટે *તમારુ નામ 9408887411 ઉપર What's App કરો.*

14/03/2020
Experience the joy of a Foreign Language Learning !!!Starting from todayA Certificate Course in General English.It cover...
18/11/2019

Experience the joy of a Foreign Language Learning !!!
Starting from today
A Certificate Course in General English.
It covers Listening, Speaking, Reading, Writing, Communicative Grammar and Communicative Vocabulary.
What's App GE_Your Name to 9408887411 for FREE TRIAL.

New Winter Batches !!!
14/11/2019

New Winter Batches !!!

Address

206-Backbone Shopping Center, Mayani Chowk
Rajkot
360004

Website

Alerts

Be the first to know and let us send you an email when vardayinee_english_academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category