Sarojini Naydu Girls High School Rajkot

Sarojini Naydu Girls High School Rajkot Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sarojini Naydu Girls High School Rajkot, School, Rajkot.

30/08/2022

આજે અમારી સ્કૂલ ની ધોરણ 11 ની બધીજ વિદ્યાર્થીની ઓ ને SHARE WITH SMILE (NGO) દ્વારા માલવીયા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી ત્યાં દીકરીઓને પોલીસની કામગીરી તેમજ અલગ અલગ વિભાગ ની મુલાકાત લેવડાવી ને ત્યાં અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી હતી તેમજ ત્યાંના PI ભૂકણ સર દ્વારા ખુબજ સુંદર રીતે દીકરીઓને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી તેમજ પોલીસ ફિલ્ડમાં કેવી રીતે કામગીરી થાય છે તેમજ ત્યાં પોહચવામાં માટે કેવા પ્રકારની પરીક્ષાની તૈયારીઓ કરવી તેની માહિતી પૂરી પાડવામાં આવી .. આ બદલ અમારો શાળાના આચાર્યા ડો.સોનલબેન ફળદુ તેમજ સ્ટાફ દ્વારા દરેકનો હૃદયપૂર્વક આભાર માન્યો

તિરંગા યાત્રા 🇮🇳
13/08/2022

તિરંગા યાત્રા 🇮🇳

શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ  રાજકોટની ધોરણ 12 ની વિદ્યાર્થીની સોલગામા શીતલ બની 1 દિવસ ની ધારાસભ્ય!(MLA)ગુજરાત ...
11/07/2022

શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ રાજકોટની ધોરણ 12 ની વિદ્યાર્થીની સોલગામા શીતલ બની 1 દિવસ ની ધારાસભ્ય!(MLA)

ગુજરાત સરકારશ્રી દ્વારા આયોજિત મોક વિધાનસભામાં રાજકોટની જૂની અને ખ્યાતનામ સરકારી શાળા શ્રીમતી સરોજીની નાયડુની વિદ્યાર્થીની સોલગામા શીતલબેન 1 દિવસ માટે ધારાસભ્ય શ્રી (MLA) તરીકે પસંદગી પામેલ છે તેમની આ પસંદગી બદલ આચાર્યશ્રી તથા સમગ્ર શિક્ષકો એ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવેલ છે અને તેઓ હકીકતે ભવિષ્યમાં ધારાસભ્ય શ્રી બની અને સેવાના કાર્ય કરે તેવી ઉમદા શુભેચ્છા સાથે બિરદાવામાં આવેલ છે

10/07/2022
રાજકોટ નાં સેવાભાવી ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ નવીનભાઈ બરછા નું જાજરમાન સન્માનશ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલ માં ભવ્યાતિભ...
03/07/2022

રાજકોટ નાં સેવાભાવી ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ નવીનભાઈ બરછા નું જાજરમાન સન્માન

શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલ માં ભવ્યાતિભવ્ય સન્માન સમારોહ યોજ્યો : દાતાઓનું સન્માન કરાયું : વિદ્યાર્થીનીઓ ને શૈક્ષણિક કીટ નું વિતરણ કરાયું

રાજકોટ : રાજકોટના જાણીતા અને સેવાભાવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નવીનભાઈ બરછા ના સન્માનનો ભવ્ય સમારોહ શહેરની જાણીતી શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં દાતા શ્રી નવીનભાઈ બરછા નું ઉપસ્થિત અગ્રણીઓ અને માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન ભાવેશભાઈ દેથરીયા દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, રાજકોટના સહકારી ક્ષેત્રના અગ્રણી ડોક્ટર પરષોત્તમ પીપરીયા,રાજકોટ ઇનર વ્હીલ ક્લબ નાં મહિલા અગ્રણી મીનાબેન અને ભારતીબેન સંઘવી, પરસોતમભાઈ અગ્રવાલ, ઋષિકેશ પંડ્યા, કિશોર ચંદારાણા, મનુભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટ એવા નવીનભાઈ બરછા દ્વારા સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલની તેજસ્વી વિદ્યાર્થીનીઓને આગળ સી.એ.ના અભ્યાસ માટે આર્થિક જવાબદારી વહન કરવામાં આવે છે જેની નોંધ લઈને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને શિક્ષણ જગતના અગ્રણીઓ દ્વારા દાતા શ્રી નવીનભાઈ બરછાનું આ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે નવીનભાઇ બરછા દ્રારા સ્કૂલ ની 400 થી વધુ દીકરીઓને શૈક્ષિણક કીટ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલના પ્રાર્થના ખંડમાં યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ડોક્ટર સોનલ ફળદુ અને સ્ટાફ પરિવાર દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી.

રામકૃષ્ણ આશ્રમ દ્વારા જીવનના મૂલ્યો ને સમજી શકે તેવા 10,000 ના પુસ્તકોની શાળાના વિદ્યાર્થીઓ ને ભેટ આપવમાં આવી
03/07/2022

રામકૃષ્ણ આશ્રમ દ્વારા જીવનના મૂલ્યો ને સમજી શકે તેવા 10,000 ના પુસ્તકોની શાળાના વિદ્યાર્થીઓ ને ભેટ આપવમાં આવી

કલાસરૂમ
03/07/2022

કલાસરૂમ

Address

Rajkot
360004

Telephone

+919228274695

Website

Alerts

Be the first to know and let us send you an email when Sarojini Naydu Girls High School Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category