નવનિર્માણ વિદ્યામંદિર, રાધનપુર

  • Home
  • India
  • Radhanpur
  • નવનિર્માણ વિદ્યામંદિર, રાધનપુર

નવનિર્માણ વિદ્યામંદિર, રાધનપુર નર્સરી +કે.જી-1/2 and પ્રાઈમરી વિભાગ std 1 to 8 and માધ્યમિ વિભાગ ૯ થી ૧૨ +B. A & DHSI COLLEGE

📢 કુંડા તથા ચકલીઘર વિતરણ કાર્યક્રમ 🐦💧ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ગોતરકા મુકામે ઉનાળાની કલાઝલ ગરમીમાં અબોલ જ...
19/04/2026

📢 કુંડા તથા ચકલીઘર વિતરણ કાર્યક્રમ 🐦💧
ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ગોતરકા મુકામે ઉનાળાની કલાઝલ ગરમીમાં અબોલ જીવ પ્રત્યે દયાભાવ વ્યક્ત કરતાં એક સુંદર કાર્યક્રમ યોજાયો.
રોટરી ક્લબ ઓફ રાધનપુર, ભારત વિકાસ પરિષદ, ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર માધ્યમિક શાળા – ગોતરકા તેમજ શ્રી વઢિયાર પરગણા લોહાણા મહાજનના સંયુક્ત સહયોગથી “જીવદયા અનુકંપા પ્રોજેક્ટ” અંતર્ગત પર્યાવરણ પ્રેમી પ્રહલાદભાઈ તન્નાની પ્રેરણાથી અબોલ પક્ષીઓ માટે કુંડા અને ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે
રોટરી ક્લબ ઓફ રાધનપુરના સેક્રેટરી કાંતિભાઈ નાઈ,
જોઈન્ટ સેક્રેટરી તથા ભારત વિકાસ પરિષદના કારોબારી સભ્ય જયરાજસિંહ નાડોદા,
કારોબારી સભ્ય મહેશ રાઠોડ,
શાળા પ્રિન્સિપાલ મુકેશભાઈ પટેલ,
પ્રશાંતભાઈ ત્રિવેદી, રણછોડભાઈ રબારી,
હેતલબેન, મીનાક્ષીબેન, મીનાબેન, નબુબેન તેમજ વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા.
જયરાજસિંહ નાડોદાએ ખૂબ જ હળવી અને રસપ્રદ શૈલીમાં બાળકોને પર્યાવરણ જાગૃતિ, પક્ષી બચાવો અભિયાન અને જીવદયા અંગે પ્રેરણાત્મક સંદેશ આપ્યો.
આ સમગ્ર કાર્યક્રમ શાળા આચાર્ય, સ્ટાફ અને તમામ સંસ્થાઓના સહયોગથી સફળ રહ્યો.
🙏 “પક્ષીઓને બચાવો – પ્રકૃતિને બચાવો” 🙏

18/04/2026

Jay ma kuldevi

18/04/2026

આજની પ્રવૃત્તિ
આંધળો પોપટ

14/04/2026

સંક્ષિપ્ત પરંતુ હૃદયસ્પર્શી સંદેશ:
આજે મનીષભાઈ વઘાસીયા સાહેબ નો પ્રોગ્રામ ખરેખર મનને સ્પર્શી ગયો. પારવરિશનો સિદ્ધાંત ખૂબ સુંદર રીતે સમજાવ્યો—બાળકોને મીઠી ટકોર સાથે સાચી દિશા આપવી જરૂરી છે.
માં અને શિક્ષક બાળકોને સપના દેખાડી શકે છે, પરંતુ એ સપનાઓને પૂરાં કરવાની શક્તિ માટે માં-બાપનો વિશ્વાસ અને ધૈર્ય બહુ જરૂરી છે. વારંવાર કહો તું કરી જ શકે છે!! ભારપૂર્વક અને બાળક સો ટકા સપનું પૂરા કરશે.
આવો સંદેશ આપનારને હૃદયથી વંદન 🙏

11/04/2026

ચૌધરી નિવા દશરથભાઈ 🎂 | બાલવાટિકા વિદ્યાર્થીનો જન્મદિવસ ઉજવણી.

વિરલ વ્યક્તિત્વ : શ્રી સોઢા સાહેબ ચાણક્યનાએ શાશ્વત શબ્દો કે, “શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી, પ્રલય અને નિર્માણ તેની ગોદ...
01/04/2026

વિરલ વ્યક્તિત્વ : શ્રી સોઢા સાહેબ
ચાણક્યનાએ શાશ્વત શબ્દો કે, “શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી, પ્રલય અને નિર્માણ તેની ગોદમાં ઉછરે છે,” અને આઈન્સ્ટાઈનનો એ દાર્શનિક અભિગમ કે, “હું કદી શીખવતો નથી, હું માત્ર એવા વાતાવરણનું સર્જન કરુ છું જેમાં જ્ઞાન આપમેળે પ્રગટ થાય છે ,” આ સૂત્રોને પોતાના જીવનમાં સાર્થક કરનાર વ્યક્તિત્વ માત્ર વર્ગખંડના શિક્ષક નથી, પરંતુ નવસર્જનના સાચા હિમાયતી છે.
પાટણની ઐતિહાસિક ધરા પર આવેલી ‘એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ’ના કાર્યકારી આચાર્ય તરીકે કાર્યરત શ્રી સોઢા સાહેબના વ્યક્તિત્વમાં આ ઉમદા વિચારોનો જીવંત પ્રતિધ્વનિ સંભળાય છે. તેમની કાર્યશૈલીમાં આ સિદ્ધાંતો સાક્ષાત દ્રશ્યમાન થાય છે; જેવોએ કર્મના સિદ્ધાંતને સંપૂર્ણ સાર્થક કર્યો છે. તેઓ વિદ્યાર્થીઓ પર જ્ઞાન થોપવાને બદલે તેમની ભીતર રહેલી જિજ્ઞાસાના દીવાને અત્યંત સ્નેહથી પ્રજ્વલિત કરે છે. એમ કહેવાય કે શીખવાની ભૂખ જગાવે છે. સ્વામી વિવેકાનંદના મતે શિક્ષણ એ મનુષ્યને તેના ઉત્તરદાયિત્વ અને વિશેષાધિકારો પ્રત્યે સજાગ કરવાની સાધના છે. સોઢા સાહેબ બરાબર આ જ સંસ્કારોનું સિંચન કરી નવી પેઢીના ઘડતરમાં ભગીરથ કાર્ય કરી રહ્યા છે. તેમના પાવન સાનિધ્યમાં શિક્ષણ એ કેવળ અક્ષરજ્ઞાન મટીને જીવન જીવવાની એક ઉદાત્ત કળા બની જાય છે. અને શિક્ષક હંમેશા શીખતો ભલો એ દ્રશ્યમાન થાય છે.કેમ શીખવું એ શીખવતો કેળવણીકાર ..
આ વિરલ વ્યક્તિત્વ શૈક્ષણિક જગતનો એક તેજસ્વી અજવાસ છે. વ્યવસાયે તેઓ ભૌતિક વિજ્ઞાનના પ્રકાંડ પંડિત હોવા છતાં, તેમનું અંતર સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિના મનમોહક રંગોથી છલોછલ છે. તેમના મતે ફિઝિક્સ એ માત્ર નિર્જીવ સૂત્રોની માયાજાળ નથી, પરંતુ પ્રકૃતિના હૃદયમાં ધબકતી એક મધુર કવિતા છે. વિજ્ઞાનના જટિલ સિદ્ધાંતો સમજાવતી વખતે જ્યારે તેઓ કવિતાની સંવેદના અને ભાવાભિવ્યક્તિ કરે છે, ત્યારે વિદ્યાર્થીઓને કેવળ પુસ્તકીયું જ્ઞાન જ નહીં, પણ ભારતીય સંસ્કારોનો અમૂલ્ય વારસો પણ સાંપડે છે. તેમની બહુમુખી પ્રતિભા ખરેખર વિરલ છે; એક તરફ પ્રયોગશાળામાં વિજ્ઞાનના તર્ક સાથેનું અનુસંધાન અને બીજી તરફ શબ્દોની સરવાણીમાં ગૂંથાતી ગઝલો તથા કવિતાઓનું સર્જન! એટલું જ નહીં, ભજન સંધ્યામાં પણ પોતાના મધુર કંઠથી શ્રોતાઓને ભક્તિભાવમાં રસતરબોળ કરી દેવાની તેમની કલા, તેમની અખૂટ સર્જનશીલતાનું જીવંત પ્રતિબિંબ પાડે છે. વિજ્ઞાનની શુષ્કતા અને કલાની આદ્રતાનો આવો અદભૂત સમન્વય તેમને એક આદર્શ અને પ્રેરણાદાયી કેળવણીકાર તરીકે પ્રસ્થાપિત કરે છે.
તેઓ માત્ર એક શિક્ષક નથી, પરંતુ સંસ્કારોના સમર્થ શિલ્પી છે. તેમની નિશ્રામાં ઘડાયેલા વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષાના પરિણામો પૂરતા જ નહીં, પણ જીવનના પ્રત્યેક કઠિન તબક્કે વિજયી થવાની અનોખી પ્રેરણા પ્રાપ્ત કરે છે. તેમની કાર્યદક્ષતા એટલી વિલક્ષણ છે કે તેઓ કોઈપણ જવાબદારી કે ભૂમિકામાં સહજતાથી ઓતપ્રોત થઈ જાય છે અને તેને ગૌરવપૂર્વક પૂર્ણ કરે છે. આયોજનની ચોકસાઈ, સંચાલનની કુશળતા કે માર્ગદર્શનની દીર્ઘદ્રષ્ટિ દરેક ક્ષેત્રમાં તેમની આગવી કાર્યશૈલી ઊડીને આંખે વળગે તેવી હોય છે.
સાંપ્રત પેઢી માટે તેઓ એક ‘મૂર્તિમંત પથદર્શક’ અને ‘જ્ઞાનના જીવંત સ્ત્રોત’ સમાન છે, જેમના અંતરમાં જ્ઞાનનો અખૂટ ખજાનો અને ભીતર અવિરત ઉત્સાહ તથા અદમ્ય ઊર્જાનો અસ્ખલિત ધોધ વહે છે. ગમે તેવી વિષમ પરિસ્થિતિઓ હોય, છતાં તેમના સ્મિતસભર વદન પર ક્યારેય ગ્લાનિ કે ઉદાસીનતાની લકીર સુધ્ધાં અંકિત થતી નથી; તેઓ પ્રત્યેક પડકારને સહજ સ્મિત સાથે આવકારે છે, તેને ઝીલે છે અને પોતાના મક્કમ મનોબળથી સફળતાપૂર્વક પાર પાડે છે.
સામાજિક, શૈક્ષણિક કે ધાર્મિક ક્ષેત્રે તેમનો એક જ મંત્ર રહ્યો છે: “સારા કાર્ય માટે પૂછવાનું ન હોય.” આ મંત્રને જીવનમાં ઉતારી તેમણે સમાજસેવાના અનેક કાર્યોમાં પોતાનું યોગદાન આપ્યું છે. તન, મન અને ધનથી તેઓ હંમેશા સમાજહિત માટે તત્પર રહે છે. તેમની આ સફળતા અને સેવાયાત્રામાં તેમના પરિવારનો પણ અત્યંત મહત્ત્વનો ફાળો રહ્યો છે. તેમના ધર્મપત્ની અને સંતાનોના સહયોગ તથા સમર્પણથી તેમની જીવનયાત્રા વધુ સશક્ત બની છે.
તેમના કુશળ નેતૃત્વમાં શાળાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. શાળાને ‘શ્રેષ્ઠ શાળા’નો એવોર્ડ મળ્યો છે અને તાજેતરમાં જ ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક’નું સન્માન પ્રાપ્ત કરી તેમણે સમગ્ર ગુજરાત અને પાટણ પંથકનું ગૌરવ વધાર્યું છે.(પાટણ તેમની કર્મભૂમિ જયારે જન્મભૂમિ રામસણ) છતાં, સાચી મહાનતા એ છે કે આટલા પદ અને પ્રતિષ્ઠા મળ્યા પછી પણ તેમના સ્વભાવમાં અહમની છાંટ વર્તાતી નથી; તેમની સહજતા, નમ્રતા અને મૈત્રીભાવ આજે પણ યથાવત્ છે.
“કદાવર કાયા ભલે કુદરતી હોય, પણ આવું કદાવર વ્યક્તિત્વ હંમેશા સાધના અને સંસ્કારોનું જ ફળ હોય છે.”
ધન ઉછીનું લઇ શકાય પણ સંસ્કારો ઉછીના ન લેવાય કારણ તો સંસ્કૃતિ સાથે વણાયેલા પૂર્વજો ની ભેટ હોય .તેઓ સુહૃદ મિત્રો માટે કૃષ્ણ સમાન સ્નેહળ છે, શિષ્યો માટે ચાણક્ય જેવી પ્રજ્ઞા ધરાવતા સમર્થ ગુરુ છે અને પરોપકારના પંથે વિનોબા ભાવે જેવા નિઃસ્વાર્થ મૂકસેવક છે. જે રીતે એક ઘટાદાર વડલો પોતાના આશ્રયે આવનારા પ્રત્યેક જીવને શીતળ છાંયો આપે છે, બરાબર તેમ તેઓ પણ પોતાના સંપર્કમાં આવનાર દરેક વિદ્યાર્થી અને સ્નેહીજનને પ્રેમ, માર્ગદર્શન તથા પ્રેરણાનું અમૃત પિરસતા રહે છે. તેમના જીવનમાં જ્ઞાનની ગંગા, સંસ્કારની યમુના અને સેવાભાવની સરસ્વતીનો અદભૂત ત્રિવેણી સંગમ રચાયો છે. સોઢા સાહેબ શિક્ષણ જગતના એક એવા દેદીપ્યમાન કોહિનૂર છે, જેમનું તેજ મધ્યાહ્નના સૂર્ય જેવું પ્રખર છે, તો હૃદયની શીતળતા શરદ પૂનમના ચંદ્ર જેવી સૌમ્ય છે. શિક્ષણથી સંસ્કાર અને સેવાથી સંવેદના સુધીની તેમની આ અવિરત જીવનયાત્રા આવનારી અનેક પેઢીઓ માટે સદૈવ એક ‘દીપસ્તંભ’ બનીને પથ પ્રકાશિત કરતી રહેશે.
જીવનના અનેક વહેણો વચ્ચે અમુક માણસો સાચા અર્થમાં 'જીવનસ્ત્રોત' બનીને વહેતા હોય છે. “બાબા આદમ” મારો એક મિત્ર પણ એવો જ—જાણે ચાલતું-ફરતું દર્પણ! એની ખાસિયત તો જુઓ, એ માત્ર મુખારવિંદ જોઈને જ આખા અસ્તિત્વને સ્કેન કરી લે છે. હું ક્યારેક મનનો ભાર છુપાવવા મથું અને મારા ચહેરાના ભાવો જરા અમથા બદલાય, ત્યાં જ એનો સાદ સંભળાય: "મુંઝાતો નહીં ભાઈ, હું બેઠો છું ને! "આવા મિત્રની હાજરી એટલે એક એવું સરનામું, જ્યાં તમે નિસંકોચ મન મૂકીને વરસી શકો. અમારું મિત્ર મંડળ એટલે પાટણની શાન અને વટ, જેને અમે લાડથી "બાબા આદમ" ના હુલામણા નામથી ઓળખીએ છીએ. જો એમના જીવન પર લખવા બેસીએ તો એક આખી નવલકથા પણ ઓછી પડે. આ કોઈ સામાન્ય વ્યક્તિનું ચરિત્ર નથી, પણ વર્ષોના સાથ, સહકાર અને વડીલોના આશીર્વાદથી ગૂંથાયેલું એક સ્નેહ-કાવ્ય છે. "મિત્રતા એટલે માત્ર સાથે હોવું નહીં, પણ એકબીજાના મૌનને વાંચવાની કળા." આ તો મારા મનમાં ચાલતી વિચારોની મથામણનો એક નાનકડો અંશ માત્ર છે, બાકી એમનું વ્યક્તિત્વ તો સાગર જેવું વિશાળ છે. આજની પેઢી માટે તેઓ એક જીવંત પાઠ્યપુસ્તક છે. અસ્તુ જય જ્ઞાન જય સંસ્કાર જય માં ભારતી ..
જયરાજસિંહ નાડોદા
સંચાલક શ્રી
નવનિર્માણ વિદ્યામંદિર રાધનપુર
982447891


17/03/2026

અખંડ મોજ બાળ દેવો..

17/03/2026

બળદેવો ની રમત..
#બાળગીત

16/03/2026

ભાઈબંધો સાથે બેસીએ તો સમય ક્યાં ઉડી જાય,
હાસ્યના ઠહાકા પડે ને દિલ ખુશીથી ભરાઈ જાય…
દુનિયાની ચિંતા પછી કરીએ,
હાલ તો મિત્રતા માં જિંદગીની મજા આવી જાય… 😎🍻

13/03/2026

ડિસ્કો કાના ડિસ્કો | કનાયો ટના ટન | મસ્ત ગુજરાતી બાળગીત | Kids Gujarati સોન્ગ #બાળગીત

Address

Radhanpur
385340

Opening Hours

Monday 6am - 6pm
Tuesday 6am - 6pm
Wednesday 6am - 6pm
Thursday 7am - 7pm
Friday 7am - 6pm
Saturday 6am - 1pm
Sunday 7am - 12pm

Website

Alerts

Be the first to know and let us send you an email when નવનિર્માણ વિદ્યામંદિર, રાધનપુર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category