Krishnavadan Chandrani

Krishnavadan Chandrani અનીતિનાં માર્ગે ચાલવા પર સફળતાં મળે તોયે માનવું કે નિષ્ફળતા છે,
નીતિનાં માર્ગે ચાલવા પર નિષ્ફળતા મળે તોયે માનવું કે સફળતાં છે.

30/09/2020

દૂરથી સોનું જે લાગે છે 'નિનાદ',
જાવ પાસે તો બગસરા હોય છે.

~ નિનાદ અધ્યારુ

સાઈકલમાં પંચર કરનાર વ્યક્તિ છે અત્યારે ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી (DDO)સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય...આ કહેવત પ...
08/07/2020

સાઈકલમાં પંચર કરનાર વ્યક્તિ છે અત્યારે ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી (DDO)

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય...

આ કહેવત પોતાના જીવન સંઘર્ષ દ્વારા ખરી સાબિત કરી દીધી છે વરુણકુમાર બર્નવાલે.

હા, મહારાષ્ટ્રના પાલઘર તાબેના બોયસર ગામના વરુણકુમારે અભાવો વચ્ચે પણ કઠોર પરિશ્રમ દ્વારા ઉચ્ચ કારકિર્દીના અરમાનો કેમ પુરા કરવા તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વરુણના પિતા સાઈકલના પંચરની નાની દુકાન ચલાવતા. માતા અભણ ગૃહિણી. ઘરમાં પાંચ ભાઈ-બહેનોમાં વરુણ સૌથી મોટો. એક બહેનના લગ્ન થઈ ગયા અને એક બહેન ટ્યુશન કરી ઘરમાં મદદરૂપ થાય.

2006ની સાલ હતી. વરુણ ધોરણ-10 માં હતો. 21મી માર્ચે પરીક્ષા પુરી થઈ અને 24મી માર્ચે તેના પિતાનું હાર્ટએટેકથી દુઃખદ અવસાન થયું. કુટુંબ ઉપર આવી પડેલી આ વિકટ પરિસ્થિતિમાં વરુણની પણ જિંદગીની કપરી પરીક્ષા જાણે કે શરૂ થઈ.sj

વરુણ સૌથી મોટો હોઈ ઘર ચલાવવાની જવાબદારી તેના ઉપર આવી પડી. બારમું-તેરમું વગેરે વિધિ પતાવી બીજા જ દિવસથી વરુણ પિતાની જગ્યાએ પંચરની દુકાને કામે લાગ્યો.

દોઢ-બે મહિના થયા ત્યાં ધોરણ-10નું રિઝલ્ટ આવ્યું, જેમાં 89% સાથે વરુણ સમગ્ર સ્કૂલમાં પ્રથમ અને ગામમાં દ્વિતીય નંબરે પાસ થયો.

પણ શું કામનું..!?
કુટુંબની જવાબદારીને લીધે આગળ અભ્યાસ તો કરવાનો નહોતો.

સગા-સંબંઘીઓ અને ગામલોકો શુભેચ્છાઓ આપી રહ્યા હતા. વરુણ રિઝલ્ટ લઈ ઘરે આવી સૂનમૂન થઈને બેસી ગયો. માતાએ તેની ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે વરુણે કહ્યું કે મારે આગળ ભણવું છે.😢

સૌ પરિવારજનો સાથે બેઠા અને સર્વાનુમતે નક્કી કર્યું કે અરુણનો આગળનો અભ્યાસ કોઈપણ ભોગે ચાલુ રાખવો. માતાએ દુકાન સંભાળી. નાની બહેને પણ ટ્યુશન કરી ઘરમાં મદદરૂપ બનવાની ખાતરી આપી. અને એમ વરુણને આગળ અભ્યાસ માટે લીલી ઝંડી મળી ગઈ.sj

પરંતુ ખરી સમસ્યા જ હવે શરૂ થવાની હતી. તારાપુર વિદ્યાલયમાં એડમિશન ફોર્મ તો ભરી દીધું હતું પરંતુ ફી ભરવાના દસ હજાર રૂપિયા ક્યાંથી કાઢવા..?

નિરાશ વદને મા-દીકરો દુકાને બેઠા હતા ત્યાં જ દુકાન પાસેથી પિતાની સારવાર કરનારા ડૉક્ટરસાહેબ પસાર થયા. તેમણે વરુણને હાલચાલ પૂછ્યા. વરૂણે બધી પરિસ્થિતિ જણાવી. ડૉક્ટરસાહેબે તરત જ ખિસ્સામાંથી 10,000 રૂપિયા કાઢી વરુણના હાથમાં મૂક્યા અને કહ્યું કે, 'જા અત્યારે જ ફી ભરી આવ.'

અને એમ વરુણનો 11-12નો અભ્યાસ અને સાથે જ જીવન સંઘર્ષ પણ શરૂ થયો. સવારે 6.00 વાગ્યે ઉઠવાનું. 7.00 થી 1.00 સ્કૂલ જવાનું અને ત્યાંથી ઘરે આવી જમીને તરત 2.00 થી 9.00 ટ્યુશન કરવા જવાનું અને ત્યાંથી દુકાને જઈ 9.00 થી 10.00 દુકાનનો બધો હિસાબ અને વહીવટી પતાવી ઘરે જવાનું. ઘરે આવી જમીને તરત રાત્રે 1.00 વાગ્યા સુધી વાંચવાનું. આવું ટાઈટ સેડ્યુલ હતું વરુણનું.sj

વરુણ પહેલાંથી જ જિજ્ઞાસુ હતો. નાનપણથી જ તે શિક્ષકોને પ્રશ્નો પૂછ્યે રાખતો. 11માં ધોરણમાં પણ આ સિલસિલો યથાવત રહ્યો. સ્કૂલમાં એક મેડમ હતા જે વરુણને ભાઈ માની રાખડી બાંધતા. વરુણે તેમને પોતાની આખી પરિસ્થિતિ સમજાવી.

એ મેડમે આચાર્ય અને આખા સ્ટાફને વરુણની સ્થિતિ કહી સંભળાવી. પછી તો વરુણને ક્યારેય ફી ભરવી જ ન પડી. શિક્ષકો જ તેની ફી ભરી આપતા. પ્રથમ પરીક્ષામાં જ વરુણ સ્કૂલમાં ટોપર બન્યો.

ધોરણ-12 પછી વરુણે પુણે જઈ એન્જીનીયરીંગ કરવાનું નક્કી કર્યું. CETની પરીક્ષા આપી જેમાં 79% આવ્યા. પૂણે જઈને રહેવા-જમવા તથા ફી ભરવા એકાદ લાખ રૂપિયા જોઈએ..!

માતાએ રોજના સો-સો રૂપિયા બચાવી 60,000 જેવી રકમ ભેગી કરેલી. બહેને પણ ટ્યુશન કરી બચાવેલા દસ-પંદર હજાર રૂપિયા આપી દીધા. વરુણ પણ ટ્યુશન કરી બચત કરતો જે કામ આવી. થોડી સાગા-સંબંઘીઓએ પણ મદદ કરી.

આમ, એક લાખ રૂપિયાનો મેળ કરી વરુણ પૂના એન્જીનીયરીંગ કરવા ગયો. પછીના સત્રની ફી માટે ત્યાંના એક લેક્ચરરે મદદ કરી. તેમણે ડીન અને પ્રિન્સિપાલ સુધી વાત પહોંચાડી. પણ પછી મિત્રો જ ફી ભરી દેતા.

વરુણ પૂણેમાં એન્જિનિયરીંગમાં 86% મેળવી યુનિવર્સિટી ટોપર બન્યો. પછી એન્જીનીયરીંગ સર્વિસીસની તૈયારી કરવાનું વિચાર્યું તો કેટલાક લોકોએ કહ્યું કે તો પછી સિવિલ સર્વિસીસની જ તૈયારી કરાયને...!

અને વરુણે દેશની સૌથી મોટી પરીક્ષા UPSC આપવાનું નક્કી કર્યું.

એન્જીનીયરીંગ પૂરું કર્યા પછી નોકરી તૈયાર હતી. એપોઇન્ટમેન્ટ ઓર્ડર ઘરે આવી ગયેલો. ઘરની આર્થિક વીક પરિસ્થિતિ મુજબ મમ્મી પણ ઈચ્છતી'તી કે વરુણ હવે કમાતો થાય. પણ વરુણે IAS બનવાનું નક્કી જ કરી લીધું હતું.sj

'મારે હજુ એક વર્ષ ભણવું છે...'

એમ કહી તેણે માતાને મનાવવા પ્રયત્ન કર્યા. સતત છ વર્ષના સંઘર્ષ થી થકી ગયેલી માતા થોડા દિવસ નારાજ રહી, પરંતુ પછી માની ગઈ અને પુત્રને મદદ કરવા લાગી.

13 જાન્યુઆરીએ આ નિર્ણય લીધો એના પછી પ્રિલીમની તૈયારી માટે ફક્ત ચાર મહિના જ બચ્યા હતા. વરુણે ઉત્તમ આયોજન કર્યું. ઓછું જરૂરી હતું તેમાં તેણે ટાઈમ ન બગાડ્યો. ખૂબ જરૂરી અને અગત્યનું હતું તે વાંચ્યું. આમ 80% અભ્યાસક્રમ પૂરો થઈ ગયો.

વરુણ કહે છે કે,

"તમે તમારી જાતને એક્સ્ટ્રા ઓર્ડિનરી સમજો તો તમે ધારો તે કરી શકો છો. હું મારી જાતને ક્યારેય નબળી ન ગણતો. હું મારી જાતને તીસમારખાં સમજતો હતો. ભૂષણ કાંબલે નામના મારા એક મિત્રની મદદ મળી. તેના દ્વારા ચાણક્યમંડલ કોચિંગ ક્લાસમાં એડમિશન લીધું. ત્યાં ધર્માધિકારીસરનો ખૂબ સારી સપોર્ટ મળ્યો. તેમણે મને ફ્રીમાં ભણવ્યો. મેં સરને કહ્યું કે, 'તમે મને એડમિશન આપો, મને મારી જાત ઉપર પૂરો વિશ્વાસ છે અને હું કરી બતાવીશ... અને મેં કરી બતાવ્યું."sj

અને વરુણે 26 મેના રોજ પ્રિલીમ આપી, પ્રથમ પ્રયત્નમાં જ પાસ કરી બતાવી. પછી તો રાજ્યશાસ્ત્ર ઓપ્સનલ વિષય લઈ મેઇન્સ આપી અને એમાં પણ પાસ થયો. અને પછી મૌખિક ઇન્ટરવ્યૂ આપી આખા દેશમાં 32માં રેન્ક સાથે 2015માં UPSC પાસ કરી.

આમ સાઈકલના પંચર કરનારો એક સામાન્ય ઘરનો છોકરો આપબળે આગળ આવી IAS અધિકારી બની દેશના મીડિયામાં છવાઈ ગયો.

TV અને ન્યુઝ પેપરમાં તેના ઇન્ટરવ્યૂ છપાયા. સોશિયલ મીડિયામાં તે છવાઈ ગયો. તેના સન્માન સમારંભો અને મોટીવેશનલ વ્યાખ્યાનો ગોઠવાયા. અને એમ વરૂણ માંથી એ છોકરો વરુણકુમાર IAS બન્યો.

મસૂરીની ટ્રેનીંગ પુરી થઈ અને વરુણકુમારને ગુજરાત રેન્ક ફાળવવામાં આવી. હિંમતનગર, ઝઘડીયામાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે પ્રારંભિક પ્રોબેસનલ પિરિયડની ફરજ બજાવી વરુણકુમાર હાલ ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે સુંદર કામગીરી બજાવી રહ્યા છે.

સાહેબ, ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ...

-ડૉ. સુનીલ જાદવ (94287 24881)

અગત્યની નોંધ:
મિત્રો,
💐મારા આવા વધુ મોટીવેશનલ લેખ મેળવવા તમે મને ઉપર જણાવેલ નંબરમાં વ્હોટ્સ અપમાં મેસેજ કરી શકો છો.
💐મારા આ લેખ તમે જેમ છે તેમ યથાવત રાખી ફોરવર્ડ પણ કરી શકો છો.
બ્લોગમાં ચડાવવા કે અન્ય ક્યાંય પ્રસિદ્ધ કરવા કે ક્યાંય પણ છાપવા મંજૂરી લેવી જરૂરી છે.
💐ખૂબ અગત્યનું કામ હોય તો જ સાંજે 5.00 થી 7.00 વાગ્યે કોલ કરી શકો. 💐લેખ વિશેનો અભિપ્રાય વ્હોટ્સ અપમાં જ આપવો. ફોન કરીને નહીં જ.
💐ઈચ્છા થાય ત્યારે.. કોઈ અગત્યના કામ વગર કોલ કરનારને બ્લોક કરવામાં આવે છે.
💐સવારના સયમમાં હું ક્યારેય ફ્રી ન હોઉં. જેથી સાંજે જ અગત્યની વાત માટે કોલ કરવા વિનંતી.
💐વ્હોટ્સ અપમાં પણ મારી અનુકૂળતા હશે ત્યારે જવાબ આપીશ. નકામા મેસેજ કરી મને પરેશાન ન કરવા વિનંતી.
💐મારા કોઈ લેખમાં કોઈ ફેરફાર ન કરવો. મને પૂછ્યા વગર કોઈ મારા લેખમાં કશો ફેરફાર કરશે કે લેખકનું નામ કાઢી તેનો પોતાની પ્રસિદ્ધિ માટે દુરુપયોગી કરશે તેની સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. SJ.

03/06/2020
વડોદરામાં રહેતા ધારાબેન ઠાકર 108 એમ્બ્યુલન્સ સેવામાં EMT ( ઇમરજન્સી મેડિકલ ટેક્નિશયન ) તરીકે ફરજ બજાવે છે. કોરોના સામે ચ...
18/04/2020

વડોદરામાં રહેતા ધારાબેન ઠાકર 108 એમ્બ્યુલન્સ સેવામાં EMT ( ઇમરજન્સી મેડિકલ ટેક્નિશયન ) તરીકે ફરજ બજાવે છે. કોરોના સામે ચાલી રહેલી લડાઈમાં 108 પણ રાત-દિવસ દોડ્યા કરે છે જે આપણે સૌ જાણીએ છીએ.

EMT તરીકે સેવા આપતા ધારાબેન ઠાકર અત્યારે પ્રેગ્નન્ટ છે. તે ઈચ્છે તો પગાર સાથે અત્યારે પ્રસુતિ રજા પર જઇ શકે પણ એમ કરવાને બદલે 6 માસના ગર્ભ સાથે ધારાબેન પોતાની ફરજ પર હાજર છે. આવી પરિસ્થિતિમાં કોઈપણ માને પોતાના આવનારા બાળકની ચિંતા થાય તે સ્વાભાવિક છે આમ છતાં પોતાની ફરજથી વિચલિત થયા વગર એ કામ કરે છે.

ધારાબેનને પૂછ્યું કે આવી પરિસ્થિતિમાં રજા પર ઉતરી જવાના બદલે કામ કેમ કરો છો ત્યારે આ બહાદુર દીકરીએ જવાબ આપ્યો કે 'હું મારા આવનારા બાળકને સ્વસ્થ ભારતની ભેટ આપવા માંગુ છું અને એટલે હું મારી પ્રેગ્નનસી છતાં ફરજ બજાવું છું.'

ધારાબેન જેવા કોરોના વોરિયર્સ આપણને સૌને વિશ્વાસ અપાવે છે કે આ જંગ આપણે જરૂર જીતીશુ.

મન મેં હૈ વિશ્વાસ,
પુરા હૈ વિશ્વાસ,
હમ હોંગે કામિયાબ એક દિન.

રાજકોટના રતન એવા પરાક્રમસિંહ જાડેજાએ એક એવું પરાક્રમ કર્યું છે કે જેનાથી દરેક ગુજરાતી અને ભારતવાસીની છાતી ગજ ગજ ફૂલે.કોર...
04/04/2020

રાજકોટના રતન એવા પરાક્રમસિંહ જાડેજાએ એક એવું પરાક્રમ કર્યું છે કે જેનાથી દરેક ગુજરાતી અને ભારતવાસીની છાતી ગજ ગજ ફૂલે.

કોરોના પીડિત દર્દીને જો વેન્ટીલેટર પર રાખવા પડે એવી પરિસ્થિતિ પેદા થાય અને દર્દીઓની સંખ્યા વધે તો આપણી પાસે દેશની જનસંખ્યાના પ્રમાણમાં ખૂબ ઓછા વેન્ટીલેટર છે. અત્યારે આખા વિશ્વમાં વેન્ટીલેટરની અછત છે અને વેન્ટીલેટર મળતા જ નથી. રાજકોટના ઉધોગપતિ શ્રી પરાક્રમસિંહ જાડેજા સીએનસી મશીન બનાવે છે પણ દેશ પર આવી પડેલ આ આફતમાં દેશ માટે કંઈક કરવાના ઈરાદા સાથે એમની જ કંપનીમાં વેન્ટીલેટર બનાવવાનું બીડું ઝડપ્યું.

છેલ્લા 10 દિવસથી અનેક માણસોએ દિવસ રાત કામ કર્યું અને વેન્ટીલેટર તૈયાર કર્યું. આજે આ વેન્ટીલેટરનું સફળતાપૂર્વક મેડિકલ પરીક્ષણ થયું જેની મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ સત્તાવાર જાહેરાત પણ કરી. માત્ર 1 લાખમાં જ તૈયાર થતા આ વેન્ટીલેટરને ગુજરાતી નામ આપવામાં આવ્યું "ધમણ-1". ધમણ-1નું ઉત્પાદન કાર્ય હવે દિવસ રાત ચાલશે અને ગુજરાતને વેન્ટીલેટરની કોઈ કમી નહીં સર્જાય.

અવલ્લ દરજ્જાના એન્જીનીયર એવા પરાક્રમસિંહ જાડેજાએ જાહેર કર્યું છે કે પ્રથમ 1000 વેન્ટીલેટર તેઓ ગુજરાત સરકારને દાનમાં આપીને રાષ્ટ્રઋણ અદા કરશે.

પરાક્રમસિંહજી આપની રાષ્ટ્રસેવાની ભાવનાને વંદન અને આપે પ્રાપ્ત કરેલી સફળતા બદલ આપની સમગ્ર ટીમને અભિનંદન.

પ્રધાનમંત્રી થી પંચાયત, કલેક્ટર થી ક્લાર્ક, પ્રેસિડેન્ટ થી પ્રજા...સહુ કોઈ "કોરોના" થી ચિંતિત છે.સાથે મારે એક એવા એક સનદ...
27/03/2020

પ્રધાનમંત્રી થી પંચાયત, કલેક્ટર થી ક્લાર્ક, પ્રેસિડેન્ટ થી પ્રજા...
સહુ કોઈ "કોરોના" થી ચિંતિત છે.
સાથે મારે એક એવા એક સનદી અધીકારીની વાત કરવી છે,જે છેલ્લા ઘણાં દિવસોથી વીસ વીસ કલાક કામ કરી રહ્યા છે.
હા, એ અધિકારી એટલે ગુજરાતના આરોગ્ય સચિવ "જયંતિ રવિ મેડમ" (IAS), સ્વભાવે સરળ સહજ, ભ્રષ્ટાચારનો એકપણ દાગ નહીં, કડક વહીવટ કરતા જયંતિ રવિજી...
મદ્રાસ યુનિવર્સિટીથી અભ્યાસ લઈ હાવર્ડ યુનિવર્સિટીમાં Ph.D કર્યું છે. IAS માં ગુજરાત કેડરના અધિકારી, હંમેશા ગુજરાતમાં ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ કામ કરેલ છે, 2002 ના સમયે પંચમહાલમાં કલેક્ટર હતા. એ સિવાય શિક્ષણ, ગ્રામવિકાસ, શ્રમ અને રોજગાર જેવા અનેક મહત્વના વિભાગોમાં તેમનું જબરજસ્ત યોગદાન છે. જયંતિ રવિબહેેન ખૂબ સારા વહીવટ કરતાંની સાથે સાથે કડક અધીકારીની છાપ ધરાવે છે પરંતુ હૃદયના એટલા જ કોમળ અને પ્રેમાળ છે. જયંતિ રવિ બહેન ઘણી ભાષાઓ જાણે છે. સંસ્કૃત માં ઘણા પુસ્તકો લખ્યા છે. નવાઈ લાગે તેવી વાત મેમ ખૂબ સારા ગુજરાતી ભજન ગાય છે. "મેરુ તો ડગે પણ મન ન ડગે..." ખૂબ સરસ રીતે ગાય છે, જયંતિ રવિ બહેને મોટેરા સૂર્ય મંદિર ખાતે કથક નૃત્ય પણ કરેલ છે. સતત સંવેદનશીલ સાથે તેમનો પરિવાર તેમના જીવન સાથી રામ ગોપાલજી, દીકરી કૃપા, દીકરો રામ પણ એટલા જ સરળ છે. આવા કુશળ મહિલા હાલ વીસ - વીસ કલાક આપણા સૌ દેશવાસીઓ માટે કામ કરી રહ્યા છે... બહેનશ્રી ને નત મસ્તકે વંદન - કમલેશ ઠક્કર.

પહોંચો સ્વયંની રીતે મજા એ જ છે ખરી,સ્પર્ધા થતી નથી કદી એની તરફ જવા.                                        - હિરેન ગઢવી ...
12/03/2020

પહોંચો સ્વયંની રીતે મજા એ જ છે ખરી,
સ્પર્ધા થતી નથી કદી એની તરફ જવા.
- હિરેન ગઢવી

N.C.E.R.T. દિલ્હીના ઉપક્રમે આયોજિત નિષ્ઠા તાલીમ(પાંચ દિવસ)માં તજજ્ઞ તરીકે ત્રીજા તબક્કામાં #સુઈગામ તાલુકાની #કુંભારખા #પ્રાથમિક #શાળામાં જવાનું થયું. શાળા અંતરિયાળ વિસ્તારમાં આવેલી હતી. જતા હતા ત્યારે મનમાં એક વિચાર આવ્યો આટલી દૂર શાળામાં તાલીમ. પરંતુ જ્યારે શાળાના આંગણા ની અંદર પ્રવેશ કર્યો, ત્યારે આંખોને ઠંડક મળી. શાળાના વખાણ કરો એટલા ઓછા, ખરા અર્થમાં આ શાળાના શિક્ષકોએ #રણમાં #ગુલાબ #ઉગાડયું... મનમાં વિચાર આવ્યો ધન્ય છે આ શાળાના આચાર્ય અને શિક્ષકોને. સાહેબ નત મસ્તક પ્રણામ કરવાનો વિચાર થાય.

दमक तो सकते है हम भी गैरों की चमक चुराके,मगर उधार की रोशनी का चाँद बनना हमे मंजूर नहीं !!                   આજે નિષ્ઠા ત...
06/03/2020

दमक तो सकते है हम भी गैरों की चमक चुराके,
मगर उधार की रोशनी का चाँद बनना हमे मंजूर नहीं !! આજે નિષ્ઠા તાલીમ (કુંભારખા પ્રાથમિક શાળા તા.સુઈગામ)ના અંતિમ દિને અમારી તજજ્ઞ ટીમ, C.R.C. (વર્ગ સંચાલક) તેમજ તાલીમાર્થીઓ દ્વારા શાળાને M.I. નું 42 ઈંચ નું સ્માર્ટ LED સપ્રેમ ભેટ આપવામાં આવ્યું. તેમજ શાળા માં સેવક તરીકે ફરજ બજાવતા વડીલનું રૂ.501 તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તેમજ શાળાના તમામ બાળકો માટે પૌષ્ટીક અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું.

Address

Radhanpur
385340

Telephone

9925603446

Website

Alerts

Be the first to know and let us send you an email when Krishnavadan Chandrani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category