20/07/2026
દોઢ વર્ષ પૂર્વે અન્યત્ર ક્લિનિક પર રૂટ કેનાલ કરાવ્યા બાદ આજે એક ૩૦ વર્ષના નેપાળી ભાઈને અમારી પાસે આવવાનું થયું. અત્યંત પીડા અને તેના કારણે અનિંદ્રા. ચેહરા પર સોજેલો હોઠ, જાણે હોઠ અલગથી ફિટ કર્યો હોય. અને, ખાસ તો એક આશા કે - અહીંયાથી મને સારું થઇજ જશે(આપ સહુની જેમ, બીજા દર્દીઓના અનુભવ page અને ગૂગલ પર વાંચ્યા હતા).
ભાઈને સમજાવ્યું કે ઉંમર નાની છે તો, ફરી રૂટ કેનાલ કરવી લો, પણ એમનો જૂનો અનુભવ એમને ડરાવતો અને રોકતો હતો. એમની આંખો પણ એમના ટૂંકા બજેટની કહાણી રજૂ કરતી હતી. અને, મેં પણ એમની વ્યથા સમજતા, એમને દાંત પાડી આપ્યાં.
દાંત પડ્યા બાદ તો, તેઓ રીતસર રડી પડ્યાં, કે - "હાશ! હવે મને સારું થઈ જશે!". દર્દ જ્યારે તેનું સર્વોચ્ચ સ્વરૂપ ધરે છે ત્યારે ભાઈઓ બહેનો બધાને સરખોજ અહેસાસ કરાવે છે.
સમગ્ર પ્રક્રિયા માત્ર ૧૫ મિનિટ માં થઈ જતા તેમના ડરનો અનુભવ પણ ટૂંક સમયજ રહ્યો...
આવા અનુભવો થાય ત્યારે આપણાં પ્રોફેશન પર ગર્વ થયા વગર રહેતું જ નથી...
પરમકૃપાળુ ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર...
Akshar dental care and implant centre
Dr-Meet Bapodara
Dr. Rachna Thanki