Shree miyani prathmik shala

Shree miyani prathmik shala શાળા સ્થાપના : 01/08/1890

સરકારી શાળા, શ્રેષ્ઠ શાળા.

19/07/2026
આજ તા. 24/06/2026 ના રોજ શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. કાર્યક્રમમાં પોરબંદર તાલુકા પંચાયત પ્...
24/06/2026

આજ તા. 24/06/2026 ના રોજ શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. કાર્યક્રમમાં પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રતાપભાઇ કેશવાલા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ચાવડા સાહેબ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. સાથે પોરબંદર જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જેઠાભાઈ ચાવડા, પોરબંદર B.R C. કો.ઑ. શ્રી પરેશભાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. લાઈઝન અધિકારી તરીકે ટુકડા મિયાણી ક્લસ્ટરના CRC. CO. શ્રી ચાર્મીબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા. ગામના ઉપસરપંચ શ્રી ભોજાભાઈ વાઘેલા તેમજ બહોળી સંખ્યામાં વાલીગણ અને ગ્રામજનો બાળકોને પ્રોત્સાહિત કરવા હાજરી આપી.
શાળામાં બાલવાટિકામાં કુલ 44 બાળકો અને ધો . 1 માં કુલ 57 બાળકોએ પ્રવેશ મેળવ્યો. પ્રવેશ મેળવનાર બાળકોને કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે સાથે ગત વર્ષ દરમિયાન સો ટકા હાજરી તથા વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકો, NMMS, PSE, CET, જ્ઞાનસાધના, નવોદય પાસ કરનાર બાળકોને ઇનામ અને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા. કાર્યક્રમના અંતે મીઠા લીમડાના ઝાડ રોપવામાં આવ્યા.
કાર્યક્રમના અંતે સમગ્ર સ્ટાફ તરફથી તમામ બાળકોને રસ પૂરીનું ભોજન કરાવવામાં આવ્યું.
આજના આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના સમગ્ર સ્ટાફની મહેનત રંગ લાવી. કાર્યક્રમમાં હાજર રહેનાર તમામ મહેમાનો, વડીલો, માતાઓ, ગ્રામજનો, વાલીગણનો હૃદયથી આભાર.🙏 બાળ દેવો ભવ 🙏

Address

Miyani
Port Porbandar
360579

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 7am - 11pm

Telephone

9624728880

Alerts

Be the first to know and let us send you an email when Shree miyani prathmik shala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree miyani prathmik shala:

Shortcuts

Share