કેળવણી સહાયક મંડળ સોજીત્રા

  • Home
  • India
  • Petlad
  • કેળવણી સહાયક મંડળ સોજીત્રા

કેળવણી સહાયક મંડળ સોજીત્રા Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from કેળવણી સહાયક મંડળ સોજીત્રા, Education, Bhaikaka bhavan at sojitra, Petlad.

🙏🙏🙏ખૂબ ખૂબ આભાર🙏🙏🙏 આજ રોજ અમારી શાળા જે.એસ. પટેલ હાઇસ્કુલ ફોર ગર્લ્સ સોજીત્રા ખાતે આદરણીય દાતાશ્રી મહેન્દ્રભાઈ સોમાભાઈ પ...
14/05/2026

🙏🙏🙏ખૂબ ખૂબ આભાર🙏🙏🙏

આજ રોજ અમારી શાળા જે.એસ. પટેલ હાઇસ્કુલ ફોર ગર્લ્સ સોજીત્રા ખાતે આદરણીય દાતાશ્રી મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ તથા કિરણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કેળવણી સહાયક મંડળના પ્રમુખશ્રી અતિનભાઈ ભાનુભાઈ પટેલ સાહેબે પુષ્પગુચ્છથી તેમનું ઉમળકાપૂર્વક સ્વાગત કર્યું હતું. દાતાશ્રી તરફથી શાળામાં સોલર સિસ્ટમ પ્રોજેક્ટ 10 KV નાખવા માટે સોલાર એજન્સીને 398000 જેટલી માતબર રકમનો ચેક અર્પણ કર્યો હતો. કેળવણી સહાયક મંડળ તથા જે.એસ.પટેલ હાઈસ્કૂલ ફોર ગર્લ્સ સોજીત્રા શાળા પરિવાર દાતાશ્રીનો સોલાર પ્રોજેક્ટ માટે અંતઃ કરણ પૂર્વક આભાર વ્યક્ત કરે છે. સદર પ્રોજેક્ટ તારીખ 30/05/2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

મંડળ ના પ્રમુખશ્રી અતિનભાઈ બી. પટેલ દાતાશ્રીનો હૃદય પૂર્વક આભર વ્યક્ત કરે છે..

જે. એસ. પટેલ ગર્લ્સ હાઈસ્કુલ તથા એમ. એમ. હાઈ સ્કુલ , સોજીત્રા મા ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ તથા તે...
04/05/2026

જે. એસ. પટેલ ગર્લ્સ હાઈસ્કુલ તથા એમ. એમ. હાઈ સ્કુલ , સોજીત્રા મા ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ તથા તેમના વિષય શિક્ષકો ને ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

07/03/2026

💐🙏આભાર આભાર આભાર 💐🙏
અમારી શાળા જે .એસ. પટેલ હાઇસ્કુલ ફોર ગર્લ્સ સોજીત્રામાં આદરણીય દાતાશ્રી મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ દ્વારા જે .એસ. પટેલ હાઇસ્કુલ ફોર ગર્લ્સ સોજીત્રામાં 10 કિલો વોટ સોલાર સિસ્ટમ આપવાની જાહેરાત કરી . આ પ્રસંગે કેળવણી સહાયક મંડળ ના પ્રમુખશ્રી અતિનભાઈ ભાનુભાઈ પટેલ દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું અને દાતાશ્રી નો આભાર વ્યક્ત કર્યો આદરણીય દાતાશ્રી દ્વારા શાળાને 10 કિલો વોટ સોલાર સિસ્ટમ આપવાની જાહેરાત કરવા બદલ કેળવણી સહાયક મંડળ સોજીત્રા તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માને છે .

આજરોજ અમારી શાળા જે .એસ. પટેલ હાઇસ્કુલ ફોર ગર્લ્સ સોજીત્રામાં આદરણીય દાતાશ્રી મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમ...
07/03/2026

આજરોજ અમારી શાળા જે .એસ. પટેલ હાઇસ્કુલ ફોર ગર્લ્સ સોજીત્રામાં આદરણીય દાતાશ્રી મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી કોકીલાબેન મહેન્દ્રભાઈ પટેલની તિથિ નિમિત્તે તિથિભોજન રાખવામાં આવ્યું હતું. તથા આજરોજ શ્રી મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ દ્વારા જે .એસ. પટેલ હાઇસ્કુલ ફોર ગર્લ્સ સોજીત્રામાં 10 કિલો વોટ સોલાર સિસ્ટમ આપવાની જાહેરાત કરી . આ પ્રસંગે કેળવણી સહાયક મંડળ સંચાલિત તમામ ભગીની સંસ્થાઓના આચાર્યશ્રી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ તથા વિદ્યાર્થી ગણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેળવણી સહાયક મંડળના પ્રમુખશ્રી અતિનભાઈ ભાનુભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી અશોકભાઈ હર્ષદભાઈ પટેલ , આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી રજનીકાંતભાઈ જશભાઈ પટેલ તેમજ શ્રીમતી કીર્તિબેન અતિનભાઈ ભાનુભાઈ પટેલ અને સંતરામ મંદિર સોજીત્રાના મહંતશ્રી શરણદાસજી મહારાજ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. કેળવણી સહાયક મંડળ તથા જે .એસ. પટેલ હાઇસ્કુલ શાળા પરિવાર વતી દાતાશ્રીનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. કેળવણી સાહેબ મંડળના પ્રમુખ શ્રી અતિનભાઈ ભાનુભાઈ પટેલ દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું અને દાતાશ્રી નો આભાર વ્યક્ત કર્યો તેમજ મહંત શ્રી શરણદાસજી મહારાજ દ્વારા સૌને આશીર્વાદ વચન આપવામાં આવ્યા. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ, કર્મચારીગણ અને મહેમાનશ્રીઓએ ભોજન ગ્રહણ કર્યું. આદરણીય દાતાશ્રી મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ દ્વારા શાળાને 10 કિલો વોટ સોલાર સિસ્ટમ આપવાની જાહેરાત કરવા બદલ કેળવણી સહાયક મંડળ સોજીત્રા તથા જે. એસ. પટેલ હાઇસ્કુલ ફોર ગર્લ્સ સોજીત્રા તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માને છે .

*તા: ૨૬/૦૨/૨૦૨૬, ગુરુવાર**શરૂ થયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા અંતર્ગત ...
26/02/2026

*તા: ૨૬/૦૨/૨૦૨૬, ગુરુવાર*
*શરૂ થયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા અંતર્ગત સોજીત્રા શહેર મુકામે એમ.એમ.હાઈસ્કૂલ ખાતે સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ સાહેબ તેમજ કેળવણી સહાયક મંડળ સોજીત્રા ના પ્રમુખશ્રી અતિનભાઈ બી.પટેલ સાહેબ ઉપસ્થિત રહી ફૂલ અર્પણ કરી મોં મીઠુ કરાવી સોજીત્રા શહેર તેમજ તાલુકાના પરિક્ષા આપતા તમામ વિધાર્થી ભાઈઓ તથા બહેનોને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી*.

27/09/2025

આજ રોજ અમારી શાળામાં નવરાત્રી પર્વ અંતર્ગત શાળાકીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેળવણી સહાયક મંડળના પ્રમુખશ્રી અતિનભાઈ પટેલ તેમજ શ્રીમતી કિર્તીબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.સૌ પ્રથમ માતાજીની આરતી કરવામાં હતી.ત્યારબાદ કેળવણી સહાયક મંડળના પ્રમુખશ્રી અતિનભાઈ પટેલ, શ્રીમતી કિર્તીબેન પટેલ,શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ સર તેમજ શાળાના તમામ કર્મચારીઓ સામુહિક ગરબામાં જોડાયા હતા અને તમામ ક્ષેત્રે શાળા પ્રગતિ કરી તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.સામુહિક ગરબા મહોત્સવ માં શાળાની તમામ વિદ્યાર્થીનીઓ ખૂબ જ ઉત્સાહથી ગરબામાં જોડાયા હતા.

આજ રોજ અમારી શાળામાં નવરાત્રી પર્વ અંતર્ગત શાળાકીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેળવણી સહાયક મંડળના પ્રમુખશ્...
27/09/2025

આજ રોજ અમારી શાળામાં નવરાત્રી પર્વ અંતર્ગત શાળાકીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેળવણી સહાયક મંડળના પ્રમુખશ્રી અતિનભાઈ પટેલ તેમજ શ્રીમતી કિર્તીબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.સૌ પ્રથમ માતાજીની આરતી કરવામાં હતી.ત્યારબાદ કેળવણી સહાયક મંડળના પ્રમુખશ્રી અતિનભાઈ પટેલ, શ્રીમતી કિર્તીબેન પટેલ,શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ સર તેમજ શાળાના તમામ કર્મચારીઓ સામુહિક ગરબામાં જોડાયા હતા અને તમામ ક્ષેત્રે શાળા પ્રગતિ કરી તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.સામુહિક ગરબા મહોત્સવ માં શાળાની તમામ વિદ્યાર્થીનીઓ ખૂબ જ ઉત્સાહથી ગરબામાં જોડાયા હતા.

એમ.એમ.હાઇસ્કુલમાં આજે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.તેમાં ધોરણ 1 થી 12 નાકુલ ૬૮ વિદ્યાર્થીઓશિક્ષક બન્યા હતા..૧૩ વિધાર્થી...
04/09/2025

એમ.એમ.હાઇસ્કુલમાં આજે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.

તેમાં ધોરણ 1 થી 12 ના
કુલ ૬૮ વિદ્યાર્થીઓ
શિક્ષક બન્યા હતા..
૧૩ વિધાર્થીઓ
સેવક ભાઈ બન્યા હતા.

ધોરણ 12ના વિદ્યાર્થી એ આચાર્ય અને
ધોરણ 10 ના વિદ્યાર્થી એ વાઇસ પ્રિન્સિપાલની
ભૂમિકા ભજવી હતી.
અમુક વિદ્યાર્થીઓએ
ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં પોતાના વિચારો અને આજના શિક્ષક દિનના પ્રતિભાવો રજૂ કર્યા.

પ્રી-પ્રાઇમરી
પ્રાથમિક
માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક માં સારું ભણાવનાર શિક્ષકોને
પ્રથમ અને દ્વિતીય ક્રમ આપીને
ઇનામ તેમજ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.

ભાગ લીધેલ તમામ સેવક ભાઈઓને ઇનામ તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા.
આ પ્રસંગે અમો
કેળવણી સહાયક મંડળ સોજીત્રાના પ્રમુખ શ્રી અતિનભાઈ બી પટેલ નો પણ એમના માર્ગદર્શન અને સૂચન બદલ
આભાર વ્યક્ત કરીએ છે..

કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ સ્ટાફ મિત્રોનો આભાર માનીએ છીએ..

તારીખ 30 8 2025 તથા તારીખ 31 8 2025 ના રોજ આણંદ જિલ્લા કલામાકુંભ નું આયોજન એડીઆઇટી કોલેજ ન્યુ વલ્લભ વિદ્યાનગર માં કરવામા...
04/09/2025

તારીખ 30 8 2025 તથા તારીખ 31 8 2025 ના રોજ આણંદ જિલ્લા કલામાકુંભ નું આયોજન એડીઆઇટી કોલેજ ન્યુ વલ્લભ વિદ્યાનગર માં કરવામાં આવ્યુ હતું. તેમાંજે.એસ.પટેલ હાઇસ્કુલ ફોર ગર્લ્સ,સોજીત્રા ની વિદ્યાર્થી નીઓએ ખુબજ સુંદર રીતે પોતાની કૃતિ રજૂ કરી હતી.
જેમાં એક પાત્રીય અભિનય માં જિલ્લા કક્ષામાં દ્વિતીય નંબર 💐💐
લગ્ન ગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષામાં તૃતીય નંબર 💐💐
ગરબા સ્પર્ધામાં જિલ્લા કક્ષામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે. 💐💐
વિજેતા તમામ વિદ્યાર્થીનીઓને કેળવણી સહાયક મંડળ ના પ્રમુખશ્રી અતિનભાઈ પટેલ, સહમંત્રી શ્રી વિમલભાઈ પટેલ તમામ કારોબારી સભ્ય શ્રી તેમજ સમગ્ર શાળા પરિવાર વતી શાળાના શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ હાર્દિક અભિનંદન પાઠવે છે. 💐💐💐💐💐

આજરોજ અમારી શાળામાં જેએસ.પટેલ હાઈસ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.જેમાં પ્રાર્થના સભામાં તમામ શિક્ષકો એ ડૉ. સર્વપલ...
04/09/2025

આજરોજ અમારી શાળામાં જે
એસ.પટેલ હાઈસ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.જેમાં પ્રાર્થના સભામાં તમામ શિક્ષકો એ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની પ્રતિમા ને હાર તથા પુષ્પગુચ્છ અર્પણ કર્યા. શિક્ષકદિનની ઉજવણીમાં11 વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો હતો. ધોરણ=12ની વિદ્યાર્થીની એ આચાર્ય ની ભૂમિકા સરસ રીતે ભજવી હતી.તથા તમામ શિક્ષકો એ સ્માર્ટ બોર્ડ ના ઉપયોગ થી વિદ્યાર્થીની ઓ ને શિક્ષણકાર્ય કરાવ્યું હતું.બિનશૈક્ષણિક સ્ટાફની કામગીરી પણ સારી રહી હતી.

તારીખ 5/8/2025 ના રોજ NCERT, ન્યુ દિલ્હી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર આયોજિત આણંદ જિલ્લા કલા ઉત્સવ 2025 નું આયોજન એચ કે પ...
06/08/2025

તારીખ 5/8/2025 ના રોજ NCERT, ન્યુ દિલ્હી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર આયોજિત આણંદ જિલ્લા કલા ઉત્સવ 2025 નું આયોજન એચ કે પટેલ હાઇસ્કુલ સામરખામાં કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓએ તાલ વાદ્ય સંગીત તથા કંઠ્ય સંગીત ગાયન, ચિત્રકલા,નૃત્ય સોલો , નૃત્ય ગ્રુપ, દ્રશ્ય કલા, પરંપરાગત વાર્તા વાંચન માં જિલ્લા કક્ષાએ પોતાનામાં રહેલ વિવિધ કલાને ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરી .
જેમાં અમારી શાળાની વિદ્યાર્થીનીઓને પરંપરાગત વાર્તા વાંચન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે.
વળી દ્રશ્યકલામાં આણંદ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કેળવણી સહાયક મંડળ સોજીત્રા તથા જેએસ પટેલ હાઈ સ્કૂલ ફોર ગર્લ્સ, સોજીત્રાનું નામ રોશન કરેલ છે. જેથી કેળવણી સહાયક મંડળના પ્રમુખશ્રી અતિનભાઈ પટેલ, સહમંત્રી શ્રી બિમલભાઈ પટેલ , તમામ કારોબારી સભ્ય શ્રી તેમજ શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી શૈલેષભાઈ પટેલ સાહેબે તમામ સ્પર્ધકો ને સમગ્ર શાળા પરિવાર વતી શુભેચ્છા તથા અભિનંદન પાઠવેલ છે. 💐💐💐💐

Address

Bhaikaka Bhavan At Sojitra
Petlad
387240

Website

Alerts

Be the first to know and let us send you an email when કેળવણી સહાયક મંડળ સોજીત્રા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category