Active Group Of Patan

Call Directions

Active Group Of Patan Active group of patan is a Non governmental non profit organization which helps needy people in all the way in patan city.

પાટણ નાગરિક સહકારી બેંક લી. ચૂંટણી 2026 માં ડીરેક્ટર તરીકે ચૂંટાઈ આવવા બદલએક્ટિવ ગ્રુપ સંસ્થાપક અને સલાહકાર શ્રી દિલીપકુ...
08/07/2026

પાટણ નાગરિક સહકારી બેંક લી. ચૂંટણી 2026 માં ડીરેક્ટર તરીકે ચૂંટાઈ આવવા બદલ
એક્ટિવ ગ્રુપ સંસ્થાપક અને સલાહકાર શ્રી દિલીપકુમાર અમથાલાલ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, અને એક્ટિવ સભ્ય શ્રી કનુભાઈ પટેલને ખૂબ ખુબ અભિનંદન.
Dilip Patel
Kanu Patel
patel

24/06/2026
વિશ્વ યોગ દિવસની ઉજવણી...
24/06/2026

વિશ્વ યોગ દિવસની ઉજવણી...

24/06/2026

ચોરમારપુરાની અંબાજીપુરા શાળાના 40...

24/06/2026

એક્ટિવ ગ્રૂપ દ્વારા રમત ગમત સંકુલ ખાતે...

પાટણ એકટીવ ગૃપ દ્રારા જીવદયાની ભાવનાને ઉજાગર કરવા અબોલ જીવો માટે નિશુલ્ક ચાટ વિતરણ કરાયું..એકટીવ ગૃપ ની માનવતાવાદી સેવાપ...
14/06/2026

પાટણ એકટીવ ગૃપ દ્રારા જીવદયાની ભાવનાને ઉજાગર કરવા અબોલ જીવો માટે નિશુલ્ક ચાટ વિતરણ કરાયું..

એકટીવ ગૃપ ની માનવતા
વાદી સેવાપ્રવૃતિ ની સાથે સાથે જીવદયાની સેવા પ્રવૃતિને પ્રબુદ્ધ નગરજનો એ સરાહનીય લેખાવી..

પાટણ તા. ૧૪
પાટણ શહેરમાં માનવસેવા
ની સાથે સાથે જીવ દયાની સેવા પ્રવૃતિ કરતી જાણીતી સ્વૈચ્છિક સંસ્થા એકટીવ ગૃપ પાટણ દ્રારા દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ જીવ
દયાની ભાવના ઉજાગર કરવાના સંકલ્પ સાથે રવિવારે શહેરના ત્રણ દરવાજા સમીપ આવેલ એકટીવ ભવન ખાતે અબોલ જીવ માટે નિશુલ્ક ચાટ વિતરણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
એકટીવ ગૃપ પાટણ દ્રારા આયોજિત આ સેવા પ્રવૃતિ
ના કાર્યમાં ગૃપ ના પ્રમુખ- મંત્રી સહિતના સેવાભાવી સભ્યોએ ઉપસ્થિત રહી અબોલ જીવો માટે ચાટ લેવા આવનાર શહેરના જીવદયા પ્રેમીઓને ચાટ વિતરણ કરી જીવદયાની ભાવના ને ઉજાગર કરવાના સંકલ્પ ને સાકાર કરી ધન્યતા અનુભવી હતી.
પાટણ એકટીવ ગૃપ ની માનવતાવાદી સેવાપ્રવૃતિ ની સાથે સાથે અબોલ જીવો માટે કરાતી નિસ્વાર્થ સેવાપ્રવૃતિ ને પાટણ ના પ્રબુદ્ધ નગરજનો એ સરાહનીય લેખાવી હતી.

આગામી તા. 3 જુનના રોજ વિશ્વ બાયસીકલ ડે નિમિત્તે સાયકલ રેલી નું આયોજન કરાયું..પાટણ રાઇડર્સ ઓફિસિયલ સાયકલિંગ ગ્રુપ દ્રારા ...
01/06/2026

આગામી તા. 3 જુનના રોજ વિશ્વ બાયસીકલ ડે નિમિત્તે સાયકલ રેલી નું આયોજન કરાયું..

પાટણ રાઇડર્સ ઓફિસિયલ સાયકલિંગ ગ્રુપ દ્રારા રોટરી ક્લબ પાટણ અને એક્ટિવ ગ્રુપ પાટણના સહયોગ થી આગામી તા. 3 જુનના રોજ વિશ્વ બાયસીકલ ડે નિમિત્તે સાયકલ રેલી નું આયોજન સવારે 5-30 કલાકે શહેરના રેલવે સ્ટેશન થી રાણીકીવાવ સુધી નું કરવામાં આવ્યું છે. આ સાયકલ રેલીમાં પાટણ ની જાહેર જનતા કે જે સાયકલ ચલાવી શકતાં હોય તેઓને જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે.આ સાયકલ રેલી માં પાટણ ના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ, પાટણ કલેકટર ડો.પ્રશાંત જિલોવા, પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ,ચીફ ઓફિસર હિરલ
બેન ઠાકર પણ જોડાવવાના છે. ત્યારે આ વિશ્વ બાયસીકલ ડે ની ઉજવણી ને યાદગાર બનાવવા પાટણ
ના સૌ સાયકલિસ્ટોને આ સાયકલ રેલીમાં જોડાવવા આયોજકો એ જણાવ્યું છે.

*એકટીવ ગ્રુપ પાટણ**પાટણ નગરપાલિકામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વિજેત...
05/05/2026

*એકટીવ ગ્રુપ પાટણ*
*પાટણ નગરપાલિકામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વિજેતા બનેલા મહેન્દ્રભાઈ ઉર્ફે મગનભાઈ પટેલનું તથા સતત એકલા હાથે પાટણ શહેર ની સેવાઓમા તતપર શ્રી કમલેશભાઈ મોદી ઓસીયા ફાઉન્ડેશન નું એકટીવ ગૂપ - પાટણ દ્વારા સન્માન કરવામાં આવ્યું તે બદલ કમલેશભાઈ ને ખુબ ખુબ શુભેચ્છાઓ
અને એક્ટીવ ગ્રૂપ - પાટણે સેવાની કદર કરી અને કમલેશભાઈ નું સન્માન કર્યું તે બદલ એક્ટીવ ગ્રૂપ દ્રારા સન્માન કરવામાં આવ્યું. તેઓ પાટણ શહેરની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી એક્ટિવ ગ્રુપ સંસ્થાના સક્રિય સભ્ય છે. આ સન્માન કાર્યક્રમ ગતરોજ ત્રણ દરવાજા સ્થિત એક્ટિવ ભવન ખાતે યોજાયો હતો.
એક્ટિવ ગ્રુપના સ્થાપક પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિત વર્તમાન પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો દ્વારા મહેન્દ્રભાઈનું સન્માન કરાયું. તેમને શ્રીફળ, સાકર અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે, આગામી પાંચ વર્ષમાં પાટણ શહેરના વિકાસમાં નગરપાલિકાના નગરસેવક તરીકે પ્રશંસનીય કામગીરી થકી એક્ટિવ ગ્રુપ પાટણનું નામ રોશન કરવા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી.
સન્માનનો પ્રત્યુત્તર આપતા મહેન્દ્રભાઈ ઉર્ફે મગનભાઈ પટેલે એક્ટિવ ગ્રુપના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે પાટણ શહેરને સાચા અર્થમાં સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાની સાથે ઐતિહાસિક નગરીને શોભે તેવી ગરિમા ઉજાગર કરવા માટે તમામ પ્રકારની વિકાસલક્ષી કામગીરીમાં સહભાગી બનવાની ખાતરી આપી.*

Address

Patan
Patan
384265

Telephone

+919879471074

Website

Alerts

Be the first to know and let us send you an email when Active Group Of Patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share