DPEO PATAN

Directions Website Contact the school

DPEO PATAN જિલ્લા શિક્ષણ સમિતિ-પાટણ

16/07/2026
શિક્ષણ વિભાગના Back_To_School કાર્યક્રમ અંતર્ગત આજરોજ મસાલી ગામની મુલાકાત દરમ્યાન ધોરણ 8 માંથી 9માં પ્રવેશ ના મેળવનાર 6 ...
16/07/2026

શિક્ષણ વિભાગના Back_To_School કાર્યક્રમ અંતર્ગત આજરોજ મસાલી ગામની મુલાકાત દરમ્યાન ધોરણ 8 માંથી 9માં પ્રવેશ ના મેળવનાર 6 છાત્રાઓને તથા તેમના વાલીઓને રૂબરૂ મળી અભ્યાસ બાબતે પડતી મુશ્કેલીઓની ચર્ચા કરી શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને પુનઃ શિક્ષણ શરૂ કરવા બાબતે ભારપૂર્વક સમજૂત કર્યા.દિકરીઓ તથા વાલીઓ ફરીથી અભ્યાસ માટે ધોરણ 9 માં પ્રવેશ મેળવવા સંમત થયા.




.information
https://www.instagram.com/p/Da0b72CDE0j/?igsh=cnUxZ3BqNTN5b3U3

એક જાણીતી ફિલ્મ Andro Dreams જે વર્ષ 2023 માં રિલીઝ થઈ હતી .જે મણિપુર રાજ્યના ગ્રામીણ વિસ્તારની દીકરીઓ ફૂટબોલમાં નેશનલ ક...
14/07/2026

એક જાણીતી ફિલ્મ Andro Dreams જે વર્ષ 2023 માં રિલીઝ થઈ હતી .જે મણિપુર રાજ્યના ગ્રામીણ વિસ્તારની દીકરીઓ ફૂટબોલમાં નેશનલ કક્ષાએ રમે છે . આપણને સૌને પ્રેરણા આપતી અદભૂત વાર્તા છે.

આ ફિલ્મને વાસ્તવિક રીતે જોવી હોય તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ મહાદેવપુરા ગામની મુલાકાત લેવી જોઈએ.
મહાદેવપુરા શાળાના શિક્ષક રંગતજી ઠાકોરે આજથી ૧૫ વર્ષ પહેલાં એક દિવાસ્વપ્ન જોયું હતું. જેમાં આ વિસ્તારની દીકરીઓના મૂળભૂત કૌશલ્યોને નિખારવા. જે દીકરીઓ શાળામાં પણ અનિયમિત આવતી અને કેટલીક સામાજિક રૂઢિચુસ્તતાઓથી ઘેરાયેલી હતી. આવી વિપરીત પરિસ્થિતિઓમાં રંગતજીએ ગામના બાવળની ઝાડીઓ સાફ કરાવી મેદાન બનાવડાવીને દીકરીઓને ફૂટબોલ રમવા પ્રોત્સાહિત કરી.

અવિરત ૧૫ વર્ષથી દરરોજ સવારે બે કલાક અને સાંજે બે કલાક પોતે મેદાન પર રહી દીકરીઓને કોચિંગ આપી રહ્યા છે. જેના કારણે આ આંતરિયાળ ગામની ૫૧ દીકરીઓ નેશનલ કક્ષાએ ફૂટબોલ રમેલ છે.

શિક્ષકના આ કાર્યને બિરદાવવા માટે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી ડૉ. નરેન્દ્રસિંહ ચાવડા સાહેબે આજે તારીખ ૧૪/૦૭/૨૦૨૬ ના રોજ શાળાની રૂબરૂ મુલાકાત લઈ શિક્ષકને શાલ અને પુસ્તક અર્પણ કરી પ્રોત્સાહિત કરેલ હતા. આ ઉપરાંત દીકરીઓ સાથે તેમની તૈયારી અને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરી હતી.

અત્રે નોંધનીય બાબત એ છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી જિલ્લાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ની પ્રતિભાઓને સન્માનવા માટે અવિરત શાળાઓની મુલાકાત લઈ તેઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

27/06/2026
07/06/2026

નમસ્કાર સ્નેહી કેળવણીકારશ્રી,શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો, સી.આર.સી. તથા બી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ અને વહાલા વાલીઓ...
આવતીકાલથી આપણા પાટણ જિલ્લામાં એક નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ નવું સત્ર આપણા બાળકોના જીવનમાં જ્ઞાન, પ્રગતિ અને નવી આશાઓ લઈને આવે તેવી મંગલ કામના.
નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી જ શાળા પરિવાર બાળકોને આવકારવા માટે સંપૂર્ણ ઉત્સાહ અને તૈયારી સાથે જોડાય તે અત્યંત જરૂરી છે. આપણી શાળાઓ માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પણ બાળકોના સર્વાંગી વિકાસનું પાવન ધામ છે.
આ નવી શૈક્ષણિક યાત્રાને અભૂતપૂર્વ બનાવવા માટે મારો આપ સૌને નમ્ર અનુરોધ છે કે, આપણે સૌ સાથે મળીને, ખાસ કરીને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યોની મદદ લઈ એવા પ્રયાસો કરીએ જેથી શાળાના પ્રથમ દિવસથી જ દરેક બાળકની ૧૦૦% હાજરી સુનિશ્ચિત થાય. એક પણ બાળક શિક્ષણના આ મહોત્સવથી વંચિત ન રહેવો જોઈએ.
આવો, આપણે સૌ સાથે મળીને એક મજબૂત ટીમ તરીકે કાર્ય કરીએ અને પાટણ જિલ્લાના શિક્ષણને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. આપ સૌના સહિયારા પ્રયાસો જ આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે.
નવા સત્રની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ!
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને
ટીમ એજ્યુકેશન - પાટણ

Address

Patan
Patan
384265

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm

Alerts

Be the first to know and let us send you an email when DPEO PATAN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to DPEO PATAN:

Shortcuts

Share

Category