02/04/2026
આજે આપણી શાળાની ધોરણ 8ની વિદ્યાર્થીનીઓનો શાળા દિક્ષાંત સમારોહ શાળા કક્ષાએ ઉજવાયો, સમગ્ર કાર્યક્રમનું આયોજન ધોરણ 8ના વર્ગ શિક્ષક મિત્રો ભદ્રેશભાઈ પટેલ અને સ્નેહલબેન પટેલે હાથ ધર્યું હતું જેમાં સમગ્ર શાળા પરિવાર સહયોગી થયો હતો.
વિદ્યાર્થીનીઓએ શાળા સમયના પોતાના અનુભવો અને સંસ્મરણો વાગોળતા સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું.
શાળાની અન્ય ધોરણની વિદ્યાર્થીનીઓ અને સમગ્ર શાળા પરિવાર તથા શાળાના આચાર્ય જશીબેન પટેલ અને (અ)ભૂતપૂર્વ આચાર્ય હરજીભાઈ પ્રજાપતિ દ્વારા ધોરણ 8ની વિદ્યાર્થીનીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
28/03/2026
આપણી શાળા વિકસિત ગુજરાત@2047 થીમ આધારિત જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં સંગીત ગાયન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ઝળકી...🏆🎤
આપણી શાળાની તેજસ્વી વિદ્યાર્થીની પ્રજાપતિ દિયા નરેશકુમાર એ જિલ્લા કક્ષાના કલા ઉત્સવ 2025માં સંગીત ગાયન સ્પર્ધા માં પોતાની મધુર ગાયકી દ્વારા સમગ્ર જિલ્લામાં તૃતીય (૩જો) નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.
આ સફળતા માટે દિયા અને માર્ગદર્શક સંગીત શિક્ષક શ્રી શિવમભાઈ ઓઝાને શાળા પરિવાર ખૂબ-ખૂબ અભિનંદન પાઠવે છે...✨🌟
28/03/2026
વિકસિત ગુજરાત અંતર્ગત પાટણ તાલુકા કક્ષાએ યોજાયેલ કલા ઉત્સવ 2025/26 અંતર્ગત આપણી શાળાની વિદ્યાર્થીનીઓ પ્રજાપતિ દિયા નરેશકુમાર એ ગાયન સ્પર્ધામાં પ્રથમ નંબર અને ઠાકોર અન્વી અમિતકુમાર એ ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે બંને વિદ્યાર્થીનીઓ અને તેમના માર્ગદર્શક એવા શાળાના સંગીત શિક્ષક શિવમભાઈ ઓઝા અને આર્ટ એન્ડ ક્રાફ્ટ શિક્ષક મિતિબેન પટેલને શાળા પરિવાર વતી ખૂબ-ખૂબ અભિનંદન સહ જિલ્લા કક્ષા માટે શુભકામનાઓ...💐💐
28/03/2026
વનરાજ ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવ 2025/26માં આપણી શાળાની વિદ્યાર્થીનીઓ પટણી તેજલ શૈલેષભાઈ એ તબલા વાદન સ્પર્ધામાં પ્રથમ નંબર અને પ્રજાપતિ દિયા નરેશભાઈ એ ગાયન સ્પર્ધામાં તેમજ ઠાકોર અન્વી અમિતભાઈ એ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી શાળાને ગૌરવ અપાવેલ છે એ બદલ આ ત્રણેય વિદ્યાર્થીનીઓ અને તેમના માર્ગદર્શક સંગીત શિક્ષક શ્રી શિવમભાઈ ઓઝા અને આર્ટ એન્ડ ક્રાફ્ટ શિક્ષક મિતિબેન પટેલને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન સહ તાલુકા કક્ષા માટે શુભકામનાઓ...💐💐💐💐💐
08/03/2026
આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે આપણી કન્યાશાળા ઝળહળી.
ખેલ મહાકુંભ 2025 અંતર્ગત, પાટણ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા અંતગર્ત દ્વિતિય નંબરે આપણી શાળાની પસંદગી...
સરકારી પ્રાથમિક શાળા તરીકે આપણી ગૌરવપ્રદ સિદ્ધિ તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વચ્ચે આપણી શાળાએ મેળવી ઝળહળતી સિદ્ધિ. ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 1,00,000/-(અંકે રૂપિયા એક લાખ પુરા)ની ઈનામી રકમ આપણી શાળાને મળશે.
શાળાને આ સિદ્ધિ અપાવનાર આપણી શાળાના તમામ વિદ્યાર્થીઓ અને રમત-ગમત કોચ શ્રી નવીનભાઈ પુરોહિતને શાળા પરિવાર અને આચાર્ય બહેન શ્રી જશીબેન પટેલ તરફથી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન.
આ પ્રસંગે શાળા પરિવાર જિલ્લા રમત-ગમત અધિકારી શ્રી નરેશભાઈ ચૌધરી સાહેબ અને જિલ્લા રમત વિકાસ અધિકારી સાહેબશ્રીનો સાથ-સહકાર અને માર્ગદર્શન બદલ ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરે છે.
28/02/2026
શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી...
23/02/2026
આપણી શાળાની ટીમના તમામ વિદ્યાર્થીઓ અને કોચ બહેન શ્રી રીટાબેન પટેલને ખૂબ-ખૂબ અભિનંદન...💐💐💐💐
21/02/2026
CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) (જ્ઞાન સેતુ પરીક્ષા,ધોરણ -5) - 2025/26માં આપણી શાળાના સંભવિત 13 વિદ્યાર્થીઓ મેરિટ યાદીમાં સ્થાન મેળવે છે.
મેરિટમાં સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓ તથા આ પરીક્ષા આપેલ શાળાના તમામ વિદ્યાર્થીઓને અને તેમના માર્ગદર્શક ગુરુજી શ્રી નરેન્દ્રભાઈ દરજી તથા શાળા પરિવારના તમામ સભ્યોને ખૂબ-ખૂબ અભિનંદન સહ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ...💐💐💐
21/01/2026
શાળાને આ વર્ષે મળ્યું રાજ્યકક્ષાનું બીજું એક સિલ્વર મેડલ....
શાળાની યશ કલગીમાં વધુ એક મોરપીંછનો ઉમેરો, રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ-2025માં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આપણી શાળાની ધોરણ 6ની વિદ્યાર્થીની વિધિ દિનેશભાઈ રાણાએ મનો દિવ્યાંગ કેટેગરીમાં રાજ્યકક્ષાની બોસી રમત સ્પર્ધામાં સિલ્વર મેડલ(રજત ચંદ્રક) મેળવી બીજો નંબર પ્રાપ્ત કર્યો.
ઉપરાંત ગુજરાત સરકાર તરફથી રૂપિયા 6000/- (અંકે રૂપિયા છ હજાર)ની રકમ ઇનામ તરીકે મેળવી.
શાળામાં સમાવેશી શિક્ષણને સાર્થક કરતી આ સિદ્ધિ અને ગૌરવ અપાવવામાં અમારા ક્લસ્ટરના સ્પેશિયલ શિક્ષક મિત્ર શ્રી મૌલિકભાઈ દવેનું બહુમૂલ્ય માર્ગદર્શન મળ્યું તે બદલ શાળા એમની આભારી છે. ઉપરાંત શાળાના આચાર્ય શ્રી જશીબેન પટેલ અને શાળા પરિવારે વિદ્યાર્થીનીને સતત પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.
શાળા પરિવાર ગૌરવપ્રદ સિદ્ધિ માટે વિદ્યાર્થીની વિધિ દિનેશભાઈ રાણા અને સ્પેશિયલ શિક્ષક મિત્ર શ્રી મૌલિકભાઈ દવેને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવે છે અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપે છે...