09/03/2026
NATIONAL SEMINAR
Jointly Organized by
Knowledge Consortium of Gujarat (KCG) under the Promotion of Research Facilities Scheme of the Education Department, Government of Gujarat
&
IQAC, L. N. K. College of Education (CTE), Patan
(Affiliated to Hemchandracharya North Gujarat University, Patan and Managed by North Gujarat Education Society (NGES), Mumbai)
on the Theme
“NEP 2020: Transforming Education, Inclusion and Innovations through Indigenous Wisdom”
Venue:
Museum Hall, College Campus
Rajmahal Road, Patan – 384265, Gujarat
“Glimpses of the National Seminar”
07/02/2026
ગુરુવર્ય ડો. જે. એચ. પંચોલી સાહેબની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, પાટણ ખાતે Dr. Jay Dhruv [ CDO, NGES] ના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એલ. એન. કે. કોલેજ ઓફ એજ્યુકેશન ના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓ અને પ્રશિક્ષણાર્થીઓએ ભાગ લીધો હતો. ડોક્ટર જે. એચ. પંચોલી સાહેબને શ્રદ્ધાંજલિ સ્વરૂપે રક્તદાન કર્યું હતું.
26/12/2025
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ સંલગ્ન અને એન. જી. ઈ. એસ.(મુંબઈ) સંચાલિત એલ. એન. કે. કૉલેજ ઑફ ઍજ્યુકેશન (સી.ટી.ઈ.), પાટણમાં મેનેજમેન્ટ અને કેમ્પસ CDO શ્રી જય ધ્રુવ સરના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીના પરિપત્ર અનુસાર “વીર બાળ દિવસ” ની ઉજવણી તા. 26/12/2025ના રોજ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022થી ભારતમાં 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવાની શરૂઆત કરી છે. શીખ ધર્મના છેલ્લા અને 10માં ગુરુ ગુરુ ગોવિંદ સિહંના ચાર પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલી આપવા માટે 26 ડિસેમ્બર ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. શીખ સમુદાયમાં આ દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર શીખ ધર્મના અનુયાયીઓ માટે જ નહીં પરંતુ તમામ ભારતીયો માટે પ્રેરણાદાયી છે. સાહિબજાદાઓની બહાદુરી અને બલિદાનને યાદ કરીને આ દિવસે વિશેષ કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમર્પણ, ત્યાગ, રાષ્ટ્રપ્રેમ, વીરતા જેવા મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી એલ. એન. કે. કોલેજ ઓફ એજ્યુકેશન, પાટણ ખાતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફગણે, પ્રશિક્ષણાર્થીઓ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમમાં સેમેસ્ટર ૧ના કુલ ૬ પ્રશિક્ષણાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના અધ્યાપકશ્રી ડો. નીલેશ ગજ્જરએ બાળ વીરના બલિદાન વિષે શીખ આપી હતી. આચાર્યશ્રી ડો. ગંગારામ પ્રજાપતિએ વીર બાળના જીવન પ્રસંગ પરથી ધર્મ અને સમર્પણની વાત રજુ કરી હતી. તથા વિજેતા પ્રશિક્ષણાર્થીઓને અભિનદન પાઠવ્યા હતા. અધ્યાપક્શ્રી ડો. ગીરીશ ચૌહાણ અને ડો. મિનેશ પટેલએ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી. પ્રશિક્ષણાર્થીઓએ કાર્યક્રમ સંબધિત બોર્ડવર્ક કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અધ્યાપકશ્રી ડો. પ્રજ્ઞેશ પંચાલએ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.
11/12/2025
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ સંલગ્ન એલ. એન. કે. કૉલેજ ઑફ ઍજ્યુકેશન (સી.ટી.ઈ.), પાટણમાં એન. જી. ઈ. એસ.(મુંબઈ) સંચાલિત મેનેજમેન્ટના કેમ્પસ CDO શ્રી જય ધ્રુવ સરના માર્ગદર્શન હેઠળ CAWACH કેન્દ્ર, KCG- AHMEDABAD અને એલ. એન. કે. કૉલેજ ઑફ ઍજ્યુકેશન (સી.ટી.ઈ.), પાટણના IQAC અંતર્ગત સાયબર ક્લબ દ્વારા Cyber Security Awareness વિષય સંદર્ભે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, પાટણના સહકારથી તા ૧૦/૧૨/૨૦૨૫ના રોજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સેમિનારમાં કુલ ૯૨ પ્રશિક્ષણાર્થીઓ હાજર રહ્યા હતા. સંસ્થાના આચાર્યશ્રી ડો. ગંગારામ પ્રજાપતિએ મહેમાનશ્રીનું સ્વાગત કર્યું હતું. શ્રી એસ. કે. દેસાઈ, PSI, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, પાટણ આ સેમિનારમાં તજજ્ઞ તરીકે હાજર રહ્યા હતા. તેમણે પ્રશિક્ષણાર્થીઓને સાયબર ગુના સંબંધિત બાબતોથી માહિતગાર કર્યા હતા. સાયબર ગુનાથી બચવા માટે કયા પગલા લેવા તે વિષે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. સોશિયલ મીડિયાના ઉપયોગ સંબધે સાવચેતી રાખવા માટે જણાવ્યું હતું. તેમણે પ્રશિક્ષણાર્થીઓને સેમિનારની સાર્થકતા સિદ્ધ કરવા માટે કુટુંબ, સમાજમાં સાયબર ગુના રોકવા જાગૃતિ ફેલાવવા જણાવ્યું હતું. સમગ્ર સેમીનારનું આયોજન કોલેજના સાયબર કલબના કોઓર્ડીનેટર ડો. પ્રજ્ઞેશ એન. પંચાલે કર્યું હતું.
21/11/2025
Sardar@150......સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ વર્ષ ઉજવણીના ભાગરૂપે આજે કોલેજ ખાતે સરદાર સાહેબના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ દ્વારા પ્રશિક્ષણાર્થીઓને લોખંડી પુરુષના વ્યક્તિત્વ, કાર્યશૈલી અને રાષ્ટ્રીય એકતામાં આપેલા ઐતિહાસિક યોગદાન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમને વધુ અર્થસભર બનાવવા માટે કોલેજના અધ્યાપકશ્રી ડો. નીલેશ ગજ્જર અને ડો. પ્રજ્ઞેશ પંચાલ દ્વારા સરદાર પટેલના જીવન આધારિત પ્રાસંગિક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેઓએ સરદાર સાહેબના વિચારો અને રાષ્ટ્રીય એકતાના સંદેશ પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો.
ત્યારબાદ આયોજિત વકતૃત્વ સ્પર્ધામાં પ્રશિક્ષણાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સરદાર પટેલના જીવનમૂલ્યો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આચાર્ય ડો. ગંગારામ પ્રજાપતિએ સૌ પ્રશિક્ષણાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આવા કાર્યક્રમો રાષ્ટ્રીય ચેતનાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમ જણાવ્યું હતું.
07/11/2025
વંદે માતરમ: 150 વર્ષની ગૌરવગાથા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ સંલગ્ન અને એન. જી. ઈ. એસ.(મુંબઈ) સંચાલિત એલ. એન. કે. કૉલેજ ઑફ ઍજ્યુકેશન (સી.ટી.ઈ.), પાટણમાં મેનેજમેન્ટ અને કેમ્પસ CDO શ્રી જય ધ્રુવ સરના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીના પરિપત્ર અનુસાર “વંદે માતરમ: 150 વર્ષની ગૌરવગાથા” ની ઉજવણી તા. 07/11/2025ના રોજ કરવામાં આવી છે. આ ગીતની રચના બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા ૭ નવેમ્બર ૧૮૭૫ના રોજ કરવામાં આવી હતી. જેના કારણે 07/11/2025ના રોજ ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ખુદીરામ બોઝ અને ભગત સિંહ જેવા ક્રાંતિકારીઓ માટે આ ગીત પ્રેરણાનો સ્ત્રોત બન્યું હતું અને તેઓ આ નાદ સાથે શહીદી વહોરતા હતા. આજની યુવા પેઢી આ રાષ્ટ્રીય ગીતને માત્ર એક રચના ના સમજે પરંતુ ભારતની માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાનું પ્રતિક છે તેવી સમજ કેળવે તેવી ભાવના વિકસાવવા માટે એલ. એન. કે. કોલેજ ઓફ એજ્યુકેશન, પાટણ ખાતે કાર્યક્રમની ઉજવણીમાં કોલેજના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફગણે પ્રશિક્ષણાર્થીઓ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. સ્વદેશી વસ્તુઓનો મહતમ ઉપયોગ કરીને દેશને સમૃદ્ધ બનાવવા માટે સ્વદેશી સંકલ્પ શપથ લેવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય ગીત વંદે માતરમ વિષે આજની યુવા પેઢી ગૌરવ અનુભવે અને દિલમાં સ્થાન આપે તેવી લાગણી આચાર્યશ્રી ડો. ગંગારામ પ્રજાપતિએ રજુ કરી હતી. પ્રશિક્ષણાર્થીઓએ કાર્યક્રમ સંબધિત બોર્ડવર્ક કર્યું હતું.
11/10/2025
તારીખ: ૧૧/૧૦/૨૦૨૫
વિષય: ‘રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ’ ચિત્ર સ્પર્ધા
વિકાસ સપ્તાહ અંતર્ગત આજ રોજ કોલેજના સેમેસ્ટર ૧ ના કુલ ૫૫ પ્રશિક્ષણાર્થીઓ પૈકી કુલ 19 પ્રશિક્ષણાર્થીઓએ ‘રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ’ વિષય પર ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રશિક્ષણાર્થીઓએ ગુજરાત અને ભારતના વિકાસને દર્શાવતા સુંદર ચિત્રો દોર્યા હતા. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્યશ્રી ડો. ગંગારામ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અધ્યાપકશ્રી ડો. પ્રજ્ઞેશકુમાર એન. પંચાલએ કર્યું હતું. અધ્યાપક્શ્રી ડો. મિનેશ પટેલ અને ડો. ગીરીશકુમાર ચૌહાણએ પ્રશિક્ષણાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
10/10/2025
તારીખ: ૧૦/૧૦/૨૦૨૫
વિષય: ‘રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ...’ વકતૃત્વ સ્પર્ધા
વિકાસ સપ્તાહ અંતર્ગત આજ રોજ કોલેજના સેમેસ્ટર ૧ ના કુલ ૫૫ પ્રશિક્ષણાર્થીઓ પૈકી કુલ ૧૧ પ્રશિક્ષણાર્થીઓએ ‘રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ’ વિષય પર વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વકતૃત્વ સ્પર્ધામાં કોલેજના અધ્યાપક્શ્રી ડો. નિલેશ ગજ્જર અને ડો. ગીરીશ ચૌહાણએ નિર્ણાયક તરીકે ફરજ નિભાવી હતી.
09/10/2025
તારીખ: ૯/૧૦/૨૦૨૫
વિષય: ‘રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ વર્ષ: ૨૦૨૫ – મારી નજરે...’ નિબંધ સ્પર્ધા
વિકાસ સપ્તાહ અંતર્ગત આજ રોજ કોલેજના સેમેસ્ટર ૧ ના કુલ ૫૧ પ્રશિક્ષણાર્થીઓ માટે ‘રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ વર્ષ: ૨૦૨૫ – મારી નજરે...’ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિબંધ સ્પર્ધામાં કોલેજના અધ્યાપક્શ્રી ડો. મિનેશ પટેલ, ડો. પ્રજ્ઞેશ પંચાલ અને ડો. કંચન દુબે નિરીક્ષણ કાર્ય કરેલ. નિર્ણાયક તરીકે ડો. કંચન દુબેએ ફરજ નિભાવી હતી.
સંયોજકનું નામ: ડો. પ્રજ્ઞેશકુમાર એન. પંચાલમબ
આચાર્યશ્રી: ડો. ગંગારામ પ્રજાપતિ
08/10/2025
તારીખ: ૭/૧૦/૨૦૨૫
વિકાસ સપ્તાહ અંતર્ગત આજ રોજ રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, પાટણ દ્વારા આયોજિત “યુવા સશક્તિકરણ” અંતર્ગત વ્યાખ્યાનમાળામાં સદર કોલેજના પ્રશિક્ષણાર્થીઓએ હાજરી આપી પ્રોત્સાહિત થયા હતા.
સંયોજક: ડો. પ્રજ્ઞેશકુમાર એન. પંચાલ
આચાર્યશ્રી: ડો. ગંગારામ પ્રજાપતિ
04/10/2025
✨ *ગૌરવપૂર્ણ જાહેરાત* ✨
અમને આપ સૌને જણાવતા આનંદ છે કે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કોલેજ કેમ્પસ ને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ISO 21001:2018 ગ્લોબલ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે.
આ પ્રમાણપત્ર એજ્યુકેશનલ ઓર્ગેનાઈઝેશન મેનેજમેન્ટ સિસ્ટમ્સ માટેનું ઉચ્ચ કક્ષાનું આંતરરાષ્ટ્રીય માન્ય પ્રમાણપત્ર છે, જે NGES ના કાર્યને વૈશ્વિક વિશ્વાસ અને ગૌરવ આપે છે.
67 વર્ષની પરંપરા સાથે અને 10 કોલેજ તથા 3 શાળાઓ દ્વારા NGES હંમેશાં સમાવેશક, વિદ્યાર્થી-કેન્દ્રિત અને નવીન શિક્ષણ પદ્ધતિઓ માટે પ્રતિબદ્ધ રહ્યું છે. આ ક્ષણ પરિવાર ના સૌ પ્રિન્સિપાલ્સ, શિક્ષકો અને સ્ટાફ સભ્યો માટે ગૌરવપૂર્ણ છે, જેમના સમર્પણ અને મહેનતથી આ સિદ્ધિ શક્ય બની છે.