11/08/2023
V.M.Dave Primary and Secondary School
V.M.Dave Primary and Secondary School
11/08/2023
09/08/2023
Red Day Celebration ♥️ in primary school
07/08/2023
પ્રયોગ:- જળ અને પ્રકાશ std.8
19/07/2023
શ્રી વી એમ વ્યાસ પ્રાથમિક શાળા માય ફેવરેટ બે સેલિબ્રેશન આજરોજ શાળામાં જુનિયર કેજી તેમજ સિનિયર કેજી તેમજ બાલવાટિકાના વિદ્યાર્થીઓ ને લઈને સેલિબ્રેશન કરવામાં આવી તેમાં દરેક વિદ્યાર્થીએ પોતાનો ફેવરેટ ફ્રુટ પેપર પર દોરી અને તેના વિશે બોલવાનું હતું. શાળાના શિક્ષકો વર્ષાબેન પટણી, વૈશાલીબેન મોદી, અનિતાબેન જનસારી અને સ્નેહાબેન મોદીએ વિદ્યાર્થીઓને દરરોજ ના ખોરાક માં સફરજન અને કેળા તેમજ અન્ય ફ્રુટ નું સેવન અવશ્ય કરવું જોઈએ તે સમજાવ્યું હતું. શાળા સુપરવાઈઝર મમતાબેન ખમારે ફ્રુટ માં રહેલા વિટામીન્સ કેલ્શિયમ અને પ્રોટીન્સ ની સમજણ આપી હતી અને ફ્રુટ ખાવાના ફાયદા સમજાવ્યા હતા. પ્રેક્ષક વાલીઓને શાળાના સંચાલક શ્રી જયેશભાઈ વ્યાસે આવકાર્યા અને વિદ્યાર્થીઓને તંદુરસ્તી માટે ફ્રુટ નું સેવન કરાવવા માટે આગ્રહ કર્યો હતો.
14/07/2023
11/07/2023
*શ્રી વિ એમ વ્યાસ પ્રાથમિક શાળા, પાટણ*
*મોન્સૂન ડે સેલિબ્રેશન*
ભારતીય સંસ્કૃતિમાં ચોમાસાને ઋતુઓની રાણી કીધી છે. ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે આજુબાજુના વાતાવરણ ખૂબ જ ખીલી ઉઠે છે અને સર્વત્ર લીલોતરી છવાઈ જાય છે ત્યારે આની અસર માનવીના જીવન ઉપર પણ પણ અસર કરે છે ત્યારે આજરોજ શ્રી વિ એમ વ્યાસ પ્રાથમિક શાળામાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને ચોમાસાનું મહત્વ, વરસાદનું મહત્વ સમજાવીને શાળામાં અલગ અલગ પ્રવૃત્તિઓ અંતર્ગત રગીન પેપર માંથી છત્રી, હોડી, વાદળ કેવી રીતના બનાવવા તે શીખવ્યું હતું. વિદ્યાર્થીઓને આવ રે વરસાદ... જેવા વરસાદી બાળગીતો ખવડાવ્યા હતા. વર્ષાઋતુ ના ગીતો ઉપર નાના ભૂલકાઓ એ ડાન્સ રજૂ કર્યો હતો.
શાળાના હોલમાં વર્ષા ઋતુના ગીતો તેમજ વરસાદી વાતાવરણ ઊભું કરીને વિદ્યાર્થીઓને મનોરંજન કરાવવામાં આવ્યું. ખૂબ જ હર્ષ અને ઉલ્લાસપૂર્વક વિદ્યાર્થીઓએ મોનસુન ડે નું સેલિબ્રેશન શાળામાં કર્યુ હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રીટાબેન સથવારા, વર્ષાબેન પટણી, વૈશાલીબેન મોદી, શીતલબેન મેવાડા કપિલાબેન પ્રજાપતિ, કિંજલ દવે એ પ્રોત્સાહન પૂરું પાડીને માર્ગદર્શન આપ્યું હતું.
શાળા સુપરવાઈઝર મમતાબેન ખમારે વિદ્યાર્થીઓને વર્ષાઋતુ નો આગવું મહત્વ સમજાવીને દરેકે ને વરસાદી પાણીનો સંગ્રહ કરવા તેમજ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું અને પાણી બચાવો ઉપર ભાર આપ્યો હતો .
શાળા સંચાલક શ્રી જયેશભાઈ વ્યાસે શિક્ષકો અને વિદ્યાર્થીઓને આવકારીને ઋતુઓનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું.
06/07/2023
ગુરુપૂર્ણમાના દિવસે શાળામાં ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો. તેમાં કલાસમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું, તે ઉપરાંત શિક્ષક શ્રીધર્મેન્દ્રભાઈ સોલંકી ને લાંબી કારકિર્દી અંતર્ગત સર્ટીફીકેટ આપીને સન્માન કરવામાં આવ્યું.
01/07/2023
24/06/2023
21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
Patan
384265