Bhagini samaj high school, Udvada

Bhagini samaj high school, Udvada BHAGINI SAMAJ HIGH SCHOOL UDVADA 【 R.S 】TA PARDI DIST VALSAD

સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણઅધિકારી કચેરી વલસાડ‌ દ્વારા વોકેશનલ વિષયનું સ્કિલ કોમ્પિટિશન આજરોજ રાખવામાં આ...
12/12/2025

સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણઅધિકારી કચેરી વલસાડ‌ દ્વારા વોકેશનલ વિષયનું સ્કિલ કોમ્પિટિશન આજરોજ રાખવામાં આવેલું હતું. જેમાં ભગિની સમાજ હાઇસ્કુલ ઉદવાડા એ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.જે બદલ શાળા પરિવાર વતિ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.

ખૂબ ખૂબ અભિનંદન...
09/12/2025

ખૂબ ખૂબ અભિનંદન...

05/12/2025
કારકિર્દી સેમિનારતારીખ : 5 ડિસેમ્બર, 2025ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શનરૂપ બને તે હેતુથી અમારી સંસ્થા દ્વારા 5 ડિ...
05/12/2025

કારકિર્દી સેમિનાર
તારીખ : 5 ડિસેમ્બર, 2025

ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શનરૂપ બને તે હેતુથી અમારી સંસ્થા દ્વારા 5 ડિસેમ્બર, 2025ના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે કારકિર્દી નિષ્ણાત ડૉ. તુષારભાઈ પટેલ સર ઉપસ્થિત રહ્યા હતાં.
મુખ્ય વક્તાની સંક્ષિપ્ત ઓળખાણ આપવામાં આવી. ત્યાર બાદ ડૉ. તુષારભાઈ પટેલ સરે વર્તમાન સમયમાં ઝડપથી બદલાતી કારકિર્દીની તકો વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે આર્ટ્સ, કોમર્સના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ કોર્સ, તેમના ભવિષ્યમાં ઊપજતાં અવસર અને જરૂરી કુશળતાઓ વિશે સરળ અને સમજણસભર માર્ગદર્શન આપ્યું.
તેમણે ખાસ કરીને નવા ઉદયમાન ક્ષેત્રો જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સુરક્ષા, નવોત્થાન આધારિત સ્ટાર્ટઅપ્સ, મેનેજમેન્ટ, જેવા વિષયો અંગે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાવિ કારકિર્દી માટે માત્ર માર્ક્સ જ નહીં પરંતુ વ્યકિતગત કુશળતા, સંચાર કૌશલ્ય, સર્જનાત્મકતા અને ટેક્નોલૉજીની સમજણ પણ એટલી જ અગત્યની છે.
અંતે શાળાના શિક્ષક વતિ ડૉ. તુષારભાઈ પટેલ સરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓએ પણ તેમનું માર્ગદર્શન પ્રેરણાદાયક અને ઉપયોગી હોવાનું વ્યક્ત કર્યું.આ રીતે કારકિર્દી સેમિનાર સફળતાપૂર્વક પૂર્ણ થયો અને વિદ્યાર્થીઓ માટે ભવિષ્યના માર્ગદર્શનરૂપ બન્યો.

તારીખ 04 -12- 2025 ના રોજ ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની એથ્લેટીક્સની સ્પર્ધા શાહ એન.એચ.કોમર્સ કૉલેજ વલસાડ મુકામે યો...
04/12/2025

તારીખ 04 -12- 2025 ના રોજ ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની એથ્લેટીક્સની સ્પર્ધા શાહ એન.એચ.કોમર્સ કૉલેજ વલસાડ મુકામે યોજાઈ હતી.જેમાં ભગિની સમાજ હાઈસ્કૂલ ઉદવાડાની ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શ્રુતિકાબેન રાકેશભાઈ પટેલ ભાગ લઈ અને U- 17 ( 400 મી.દોડ )*માં દ્વિતીય ક્રમ મેળવી શાળાનું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર વતિ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.

( *હવે પછી આ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે.* )

તારીખ- 02-12-2025 SANDIP  UNIVERSITY, દ્વારા  ધોરણ-12 ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં ...
02/12/2025

તારીખ- 02-12-2025 SANDIP UNIVERSITY, દ્વારા ધોરણ-12 ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય વક્તા તરીકે સંકેતભાઈ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

ખેલ  મહાકુંભ (  U - 17 ) રસ્સા ખેંચ સ્પર્ધામાં  જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ  પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરવા બદલ ખુબ ખુબ ...
28/11/2025

ખેલ મહાકુંભ ( U - 17 ) રસ્સા ખેંચ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરવા બદલ ખુબ ખુબ અભિનંદન..💐

બંધારણ દિવસ ઉજવણીભારતનું બંધારણ સ્વીકાર્ય બન્યું તે ઐતિહાસિક દિવસની યાદમાં દર વર્ષના 26 નવેમ્બર ના રોજ સમગ્ર દેશમાં બંધા...
26/11/2025

બંધારણ દિવસ ઉજવણી

ભારતનું બંધારણ સ્વીકાર્ય બન્યું તે ઐતિહાસિક દિવસની યાદમાં દર વર્ષના 26 નવેમ્બર ના રોજ સમગ્ર દેશમાં બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે અમારી શાળામાં પણ બંધારણ દિવસ ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી.

કાર્યક્રમના પ્રારંભમાં શાળાની વિદ્યાર્થીઓનીએ ભારતના બંધારણના ઇતિહાસ અને તેનું મહત્વ વિગતે સમજાવ્યું. તેમણે જણાવ્યું કે ભારતનું બંધારણ માત્ર કાનૂની દસ્તાવેજ જ નહીં પરંતુ ભારતીય જનજીવનના મૂલ્યોનું પ્રતિબિંબ છે.

વિદ્યાર્થીઓ દ્વારા બંધારણના પ્રસ્તાવનાનો સમૂહમાં પાઠ કરવામાં આવ્યો. સાથે સાથે બંધારણના મૂળ અધિકારો, ફરજો અને સંવૈધાનિક મૂલ્યો અંગે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા.કેટલાંક વિદ્યાર્થીઓએ ડૉ. બી. આર. અંબેડકરની ભૂમિકા અને તેમના યોગદાન પર સુંદર રજૂઆત કરી.

કાર્યક્રમના અંતે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સંવૈધાનિક મૂલ્યોનું પાલન કરવા, લોકશાહી સંસ્કૃતિને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધવાની પ્રેરણા આપી....

કલા મહાકુંભ વર્ષ-2025-26  SVS કક્ષાએ વિજેતા થયેલા તમામ વિદ્યાર્થીઓને આચાર્યા શ્રીમતિ ચેતનાબેન પટેલ તેમજ શાળા પરિવાર વતિ ...
24/11/2025

કલા મહાકુંભ વર્ષ-2025-26 SVS કક્ષાએ વિજેતા થયેલા તમામ વિદ્યાર્થીઓને આચાર્યા શ્રીમતિ ચેતનાબેન પટેલ તેમજ શાળા પરિવાર વતિ ખુબ ખુબ અભિનંદન...🎍

RAJJU SHROFF ROFEL UNIVERSITY, VAPI દ્વારા  ધોરણ-12 ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ...
15/11/2025

RAJJU SHROFF ROFEL UNIVERSITY, VAPI દ્વારા ધોરણ-12 ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રો. દીપેશભાઈ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

તારીખ-15 - 11 - 2025

તારીખ -29 -09-2025 ના રોજ શાળામાં સાતમની પૂજા નું આયોજન કરવામાં આવ્યું.
29/09/2025

તારીખ -29 -09-2025 ના રોજ શાળામાં સાતમની પૂજા નું આયોજન કરવામાં આવ્યું.

સક્ષમ શાળા  એવોર્ડ કાર્યક્રમ વલસાડ સક્ષમ શાળા યોજના ભારત સરકારે શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા સુધારવા માટે શરૂ કરી છે. તેનુ...
12/08/2025

સક્ષમ શાળા એવોર્ડ કાર્યક્રમ વલસાડ

સક્ષમ શાળા યોજના ભારત સરકારે શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા સુધારવા માટે શરૂ કરી છે. તેનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને એવી રીતે વિકસાવવામાં આવે કે વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, સારો માહોલ અને આધુનિક સુવિધાઓ મળી શકે.આજ રોજ તારીખ-12-08-2025 ના રોજ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ આબ્રામા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વલસાડ જિલ્લામાં "સક્ષમ શાળા" કાર્યક્રમ હેઠળ બેઝલાઇન સર્વેના આધારે પસંદ કરાયેલી શાળાઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
સમગ્ર શિક્ષા, વલસાડ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ "સક્ષમ શાળા" એવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી. જેમા પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓનો સમાવેશ થાય છે.આ શાળાઓને "સક્ષમ શાળા એપ્લિકેશન" દ્વારા કરવામાં આવેલા બેઝલાઇન સર્વેમાં 4 અને 5 સ્ટાર રેટિંગ મળ્યા હતા.જેમાં ભગિની સમાજ હાઇસ્કૂલ ઉદવાડા તા-પારડી જી-વલસાડ ( પારડી તાલુકા કક્ષાએ માધ્યમિક શાળાઓમાં ગ્રામ્ય કક્ષાએ પ્રથમ ) અને જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પણ પ્રથમ આવી શાળાનું નામ રોશન કર્યું. હતું.જે બદલ આચાર્યાશ્રીમતિ ચેતનાબેન પટેલ એ તમામ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

Address

Pardi

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Bhagini samaj high school, Udvada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category