05/09/2018
રાજવી પ્રાથમિક વિદ્યાલય પાલનપુર
તરફથી આપ સૌને શિક્ષક દિવસ ની દરેક શીક્ષકો ને હાર્દીક શુભેચ્છા શિક્ષકો ને સન્માન આપવા નો દિવસ
શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષકની એ ધરા હોય છે, જે વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે.
તે પ્રેરણાના ફુવારાથી બાલક રૂપી મનને સીંચીને તેના પાયાને મજબૂત કરે છે અને તેના સર્વાગીણ વિકાસ માટે તેનું માર્ગદર્શન કરે છે. પુસ્તકી જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કાર રૂપી શિક્ષાના માધ્યમથી એક ગુરૂ જ શિષ્યના સારા ચરિત્રનું ઘડતર કરી શકે છે.
એક એવી પરંપરા આપણી સંસ્કૃતિમાં હતી, તેથી કહેવાય છે કે 'ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:. ઘણા ઋષિ મુનિયોએ પોતાના ગુરૂઓની તપસ્યાને શિક્ષાને મેળવીને જીવનને સાર્થક બનાવ્યુ. એકલવ્યએ દ્રોણાચાર્યને પોતાના માનસ ગુરૂ બનાવીને તેમની મૂર્તિને પોતાની સામે મુકીને ઘનુર્રવિદ્યા શીખી. આ ઉદાહરણ દરેક શિષ્ય માટે પ્રેરણાદાયક છે.
આજનો. વિદ્યાર્થી. પોતાનાં. ગુરુ. કે શિક્ષક થી સવાયો બને કુશળ અને મહાન ગ્યાંની બને તેજસ્વી બને અને પોતાના. ગુરુ. નું ગૌરવ. વધારી ને સફળતા ના ચાર ચાંદ લગાવે તેવી મહેચ્છા
.... રાજવી પ્રાથમિક વિદ્યાલય પરિવાર પાલનપુર