Vidhyalakshi Primary & Secondary School Palanpur

Vidhyalakshi Primary & Secondary School Palanpur Balmandir | Primary | Secondary School

02/05/2026
✨🏆 શૈક્ષણિક ગૌરવ 🏆✨ખૂબ જ આનંદ સાથે જણાવવાનું કે, 'દાદા લાધુરામ એજ્યુકેશન સેવા સમિતિ' અને 'ગુરુજી કી પાઠશાલા' દ્વારા આયોજ...
17/04/2026

✨🏆 શૈક્ષણિક ગૌરવ 🏆✨

ખૂબ જ આનંદ સાથે જણાવવાનું કે, 'દાદા લાધુરામ એજ્યુકેશન સેવા સમિતિ' અને 'ગુરુજી કી પાઠશાલા' દ્વારા આયોજિત 'એકલવ્ય પરીક્ષા-૨૦૨૫' માં આપણી શાળાના વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ ભાગીદારી અને શ્રેષ્ઠ માર્ગદર્શન બદલ શાળાને 📜'સન્માન પત્ર' 📜 અને 🏆 'ટ્રોફી' 🏆 એનાયત કરવામાં આવ્યા છે.

આ સાથે શાળાના આચાર્યશ્રી Sahil Khan Ghori ને પણ તેમની વિશેષ સેવાઓ અને કુશળ માર્ગદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.

આ ભવ્ય સફળતા બદલ તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ, મહેનતુ શિક્ષકો અને સહકાર આપનાર વાલીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન ! આપણો આ સંયુક્ત પ્રયાસ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હંમેશા કાર્યરત રહેશે.

29/03/2026
🏏 વિદ્યાલક્ષી પ્રાથમિક શાળાનો ભવ્ય વિજય! 🏏આંતર શાળાકીય મૌલાના આઝાદ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આપણી શાળાની ટીમે અદભૂત પ્રદર્શ...
13/02/2026

🏏 વિદ્યાલક્ષી પ્રાથમિક શાળાનો ભવ્ય વિજય! 🏏
આંતર શાળાકીય મૌલાના આઝાદ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આપણી શાળાની ટીમે અદભૂત પ્રદર્શન કરી સેમી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે!

મેચની હાઈલાઈટ્સ :

🎉 ટોસ : શાળાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

📊 સ્કોર : ટીમ દ્વારા ૫૯ રનનો સન્માનજનક સ્કોર બનાવવામાં આવ્યો હતો. જે આ ગ્રાઉન્ડ પર અત્યાર સુધીનો સૌથી વધુ છે.

🔥 બોલિંગ : સામેવાળી ટીમને માત્ર ૧૩ રનમાં ઓલ આઉટ કરી દીધી હતી.

🌟 સ્ટાર પ્લેયર : ખલીલ અહેમદ સૈયદએ શાનદાર પ્રદર્શન કરતા ૩૫ રન બનાવ્યા અને ૩ વિકેટ ઝડપી મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો.

આ ઐતિહાસિક જીત માટે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન ! હવે ટીમ સીટી હાઇસ્કુલ સામે સેમી ફાઈનલ મેચ રમશે.

જી.સી.આર.ટી, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર દ્વારા આયોજિત કરેલા જામપુરા ઝોનના "કલા મહોત્સવ" ત...
19/11/2025

જી.સી.આર.ટી, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર દ્વારા આયોજિત કરેલા જામપુરા ઝોનના "કલા મહોત્સવ" તારીખ : 19-11-2025 ના રોજ જામપુરા પ્રાથમિક શાળામાં આયોજિત કરેલ હતો.

✨ જેમાં આપણી વિદ્યાલક્ષી પ્રાથમિક શાળા, અલીગંજપુરા માંથી બે વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. તેમાંથી શેખ આલિયા શકીલભાઈ ચિત્રસ્પર્ધામાં દ્વિતીય નંબર સાથે વિજેતા થયેલ છે. તે બદલ તેમને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.

બચ્ચો કી દોસ્તી | बच्चो की दोस्ती | Children's Friendship
17/11/2025

બચ્ચો કી દોસ્તી | बच्चो की दोस्ती | Children's Friendship

15 August Celebration 2025
19/08/2025

15 August Celebration 2025

S.S.C. Result 2025
10/05/2025

S.S.C. Result 2025

08/05/2025

મોમીન એજ્યુકેશન વેલ્ફર ટ્રસ્ટ, પાલનપુર
સંચાલિત
વિદ્યાલક્ષી માધ્યમિક શાળા
અલીગંજપુરા (જામપુરા), પાલનપુર

SSC ફેબ્રુઆરી - માર્ચ : 2025 પરિણામ

રાજ્યનું પરિણામ - 83.08%
જિલ્લાનું પરિણામ - 89.29%
શાળાનું પરિણામ - 100%

⭐ શાળાના તેજસ્વી તારલાઓ ⭐

1) શેખ મોહંમદકામીલ મહંમદસાજીદ
547/600. P.R. - 96.89

2) સુણસરા સારા ઈમરાનભાઇ
530/600. P.R. - 94.40

3) મોમીન અમન રહીશમહંમદ
525/600. P.R. - 93.58

Sahil Khan Ghori
આચાર્ય
વિદ્યાલક્ષી માધ્યમિક શાળા
અલીગંજપુરા (જામપુરા), પાલનપુર

Address

G. I. D. C. Road, Aliganjpura (Jampura)
Palanpur
385001

Opening Hours

Monday 7:30am - 5:30am
Wednesday 7:30am - 5:30am
Saturday 7:30am - 5:30pm

Alerts

Be the first to know and let us send you an email when Vidhyalakshi Primary & Secondary School Palanpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category