Banas Medical College and Hospital

Banas Medical College and Hospital Welcome to the Official Page of Banas Medical College & Research Institute, Palanpur.

Established in 2017, we offer the MBBS degree and are committed to excellence in medical education, healthcare & research in the heart of North Gujarat.

15/07/2025

ગરવી ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ઈશ્વર આપશ્રીને મા ભારતીની સેવામાં રત રહેવા અપાર ઊર્જા, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એજ પ્રાર્થના.

પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામના રહેવાસી શ્રી ચૌધરી( ભુરીયા) રઘજીભાઈ મનજીભાઈનું અવસાન થયા બાદ એમના પરિવારે બનાસ મેડીકલ કો...
15/05/2023

પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામના રહેવાસી શ્રી ચૌધરી( ભુરીયા) રઘજીભાઈ મનજીભાઈનું અવસાન થયા બાદ એમના પરિવારે બનાસ મેડીકલ કોલેજ મોરિયામાં મૃતદેહને દાન કરીને તબીબી શિક્ષણ પ્રાપ્ત કરતાં વિદ્યાર્થીઓને અભ્યાસ સંદર્ભે અને ભવિષ્યમાં સર્જાતી બીમારીઓ સામે ટકી રહેવા સંશોધન કરવામાં મહત્વપૂર્ણ મદદ કરી છે.

પરિવારે વૃદ્ધના અવસાન બાદ તેમના દેહનું દાન કરીને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મરણ બાદ પણ પોતાની કાયા સમાજને ઉપયોગી બની રહે અને મેડિકલના વિધાર્થીઓને માનવ દેહના અભ્યાસમાં તેમની કાયા મદદરૂપ થશે.

બનાસકાંઠા માટે ગૌરવભરી ક્ષણબનાસ ડેરીના પાંચ લાખ કરતાં વધુ પશુપાલક પરિવારોના આર્થિક યોગદાન થકી ચાલતી દેશની એકમાત્ર ખેડૂતો...
06/04/2023

બનાસકાંઠા માટે ગૌરવભરી ક્ષણ

બનાસ ડેરીના પાંચ લાખ કરતાં વધુ પશુપાલક પરિવારોના આર્થિક યોગદાન થકી ચાલતી દેશની એકમાત્ર ખેડૂતોની માલિકીની બનાસ મેડીકલ કોલેજની ૨૦૧૮ની પ્રથમ બેન્ચનું પરિણામ ૯૩.૭૫ ટકા આવ્યું છે તેમજ કોલેજની વિદ્યાર્થીની શ્રી અક્બાની નગમા રફીકભાઈએ ૯૦૦ ગુણમાંથી ૬૫૭ ગુણ મેળવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પરિવાર સહિત બનાસ મેડીકલ કોલેજનું નામ રોશન કર્યું છે, જેના થકી જિલ્લાના શિક્ષણ ક્ષેત્રની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. શ્રી શંકરભાઈ ચૌધરીએ તબીબી સેવા, શિક્ષણ અને વ્યવસ્થા સંદર્ભે કરેલી ચિંતા તથા કાર્યોનું આ સરાહનીય પરિણામ છે.

પશુપાલકોના બાળકો તેમજ અન્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ખેડૂતોની સંસ્થામાં તબીબી શિક્ષણ પ્રાપ્ત કરી ઉજ્જવળ ભવિષ્ય બનાવે, સમાજનું નામ રોશન કરે તે માટે બનાસ મેડીકલ કોલેજ કટીબદ્ધ છે

સમાજના હિતમાં ડીસાના એક પરિવારે દેહદાન અંગે જાગૃત બનીને એક કદમ આ દિશામાં આગળ વધતા પોતાના ઘરના વડીલ સ્વ. ખાનાભાઈ હીરાભાઈ ...
06/03/2023

સમાજના હિતમાં ડીસાના એક પરિવારે દેહદાન અંગે જાગૃત બનીને એક કદમ આ દિશામાં આગળ વધતા પોતાના ઘરના વડીલ સ્વ. ખાનાભાઈ હીરાભાઈ શ્રીમાળીના પવિત્ર દેહનું બનાસ મેડીકલ કોલેજ મોરિયા ખાતે દાન કરી શરીર જેટલું જીવિત અવસ્થામાં કામ લાગે છે, એટલું જ મૃત અવસ્થામાં પણ ઉપયોગી નીવડે છે એનું ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે.

દેહદાન ભવિષ્યમાં માનવજાતિને અલગ અલગ બીમારીઓથી બચાવવા માટે નવી નવી શોધ કરવામાં અને મેડિકલના વિધાર્થીઓને અભ્યાસ માટે મદદરૂપ બનશે.

બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ હેતુ દેહદાન કરતા, વાસણા ગોળીયા ગામના આગેવાન, પ્રથમ શિક્ષક સ્વ. શ્રી રણછોડજી તલસ...
24/01/2023

બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ હેતુ દેહદાન કરતા, વાસણા ગોળીયા ગામના આગેવાન, પ્રથમ શિક્ષક સ્વ. શ્રી રણછોડજી તલસાજી સોલંકી(માળી) ને કોટિ કોટિ નમન. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે.🙏

આવા ઉમદા વિચારનો અમલ કરી મનુષ્ય જીવન ને મદદ કરવા બદલ સ્વર્ગીયશ્રીના પરિવારનો વંદન સહ આભાર.

05/12/2022

સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે... 🗳

મતદાન કરીએ...ફરજ નિભાવીએ...

05/10/2022
01/10/2022
વાવ તાલુકા બ્રહ્મ સમાજના પીઢ આગેવાન સ્વ.શ્રી રાજારામભાઈ ગામોટની વિદાયથી મને વ્યક્તિગત ક્ષતિ પહોંચી છે‌. સાથોસાથ સમાજ અને...
17/08/2022

વાવ તાલુકા બ્રહ્મ સમાજના પીઢ આગેવાન સ્વ.શ્રી રાજારામભાઈ ગામોટની વિદાયથી મને વ્યક્તિગત ક્ષતિ પહોંચી છે‌. સાથોસાથ સમાજ અને સમગ્ર પંથકે આજે એક કોઠાસૂઝવાળા પીઢ આગેવાન ગુમાવ્યા છે.
પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના કે એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે.

સ્વ. રાજારામબાના પાર્થિવ દેહનું આપણી બનાસ મેડિકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું છે. આપણા વિસ્તાર માટે આ પ્રથમ પહેલ છે. રાજારામબાનો જે દેહદાનનો સંકલ્પ હતો એ સાકાર કરવા બદલ એમના પુત્રોને ખુબ ખુબ અભિનંદન.

આપનો
શંકરભાઈ ચૌધરી.

Address

Banas Medical College, Moriya
Palanpur

Alerts

Be the first to know and let us send you an email when Banas Medical College and Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Banas Medical College and Hospital:

Shortcuts

Share

Category