The Ambika Highschool, Gadat

The Ambika Highschool, Gadat This is Official Page Of The Ambika High School, Gadat. - Work towards humanity.

રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષાસૂત્ર બંધન કાર્યક્રમ          અંબિકા હાઈસ્કૂલ ગડત  ખાતે તા:19-8-26 ને બુધવારે રક્ષાબંધન પર્...
19/08/2026

રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષાસૂત્ર બંધન કાર્યક્રમ

અંબિકા હાઈસ્કૂલ ગડત ખાતે તા:19-8-26 ને બુધવારે રક્ષાબંધન પર્વની ઉજવણી નિમિત્તે આધ્યાત્મિક અને ભાવસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થા ગણદેવીના બ્રહ્માકુમારી પન્નાબેન શાળામાં પધાર્યા હતા.

બ્રહ્માકુમારી પન્નાબેને રક્ષાબંધન પર્વનું આધ્યાત્મિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે સૌને રક્ષાબંધનના પવિત્ર સંદેશ સાથે રક્ષાસૂત્ર બાંધી શુભકામનાઓ પાઠવી હતી. રક્ષાસૂત્ર દ્વારા પ્રેમ, પવિત્રતા, સદભાવના અને પરસ્પર સ્નેહ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી જીગ્નેશભાઈ ટેલરે પોતાના વક્તવ્યમાં બ્રહ્માકુમારી સંસ્થામાંથી પધારેલ બહેનોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર સ્ટાફના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્માકુમારી પન્નાબેન દ્વારા આપવામાં આવેલા પ્રેરણાદાયી સંદેશથી સૌમાં આધ્યાત્મિકતા અને સદભાવનાની ભાવના જાગૃત થઈ હતી.

સમગ્ર કાર્યક્રમ ભાવપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી છાયાબેન નાયકે કર્યું હતું.

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ....       ધી અંબિકા હાઈસ્કૂલમાં તા:19-8-26 ને બુધવારે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓન...
19/08/2026

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ....

ધી અંબિકા હાઈસ્કૂલમાં તા:19-8-26 ને બુધવારે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણનો સેવાભાવી કાર્યક્રમ યોજાયો હતો. રામકૃપા વસનજી નાયક પરિવાર, ગંગામા સાર્વજનિક ટ્રસ્ટના સહયોગથી શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગંગામા સાર્વજનિક ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ અં. ગ્રા. કે. મંડળ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખશ્રી અમ્રતભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને યુનિફોર્મ અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાથમિક વિભાગના સુપરવાઇઝર શ્રી કિશોરભાઈ પટેલ
દ્વારા શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી હતી. તેમણે દાતાશ્રીઓના સેવાભાવી કાર્યને બિરદાવતાં જણાવ્યું હતું કે, આવી સેવાભાવનાથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ શિક્ષણ તરફ વધુ પ્રેરાય છે.

કાર્યક્રમના અંતે શિક્ષિકા શ્રીમતી રેણુકાબેન પટેલે આભારવિધિ કરી હતી. તેમણે રામકૃપા વસનજી નાયક પરિવાર, ગંગામા સાર્વજનિક ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી, વિદ્યાર્થીઓના હિતમાં કરવામાં આવેલી આ સેવા બદલ સૌની પ્રશંસા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી છાયાબેન નાયકે કર્યું હતું. શાળાના શિક્ષકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

નશામુક્તિ કાર્યક્રમ    ધી અંબિકા હાઇસ્કૂલ, ગડતમાં તારીખ: 17- 8- 26 ને સોમવારે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓમાં...
17/08/2026

નશામુક્તિ કાર્યક્રમ

ધી અંબિકા હાઇસ્કૂલ, ગડતમાં તારીખ: 17- 8- 26 ને સોમવારે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા માટે "નશામુક્તિ કાર્યક્રમ"નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને નશાના દુષ્પરિણામોથી માહિતગાર કરી સ્વસ્થ અને વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો હતો.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. કિશોરભાઈ નાયકે ઉપસ્થિત રહી નશાના શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને નશાથી દૂર રહી પોતાના જીવનને ઉજ્જવળ બનાવવા તથા સમાજમાં નશામુક્તિનો સંદેશ ફેલાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ ટેલરે મુખ્ય મહેમાનનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. અં. ગ્રા. કે. મંડળના પ્રમુખશ્રી અમ્રતભાઈ નાયકે શાળાપરિવાર વતી સ્મૃતિભેટ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન અં. ગ્રા. કે. મંડળના મંત્રીશ્રી પરિમલભાઈ નાયક, શિક્ષકમિત્રો તેમજ બ્રહ્માકુમારી સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પણ નશાથી દૂર રહેવા અને અન્ય લોકોને પણ જાગૃત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અંતે શાળાના શિક્ષકશ્રી શિવદાસભાઈએ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. આખા કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી છાયાબેન નાયકે કર્યું હતું.

ધી અંબિકા હાઇસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી ધી અંબિકા હાઇસ્કૂલ, ગડતમાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કર...
15/08/2026

ધી અંબિકા હાઇસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી
ધી અંબિકા હાઇસ્કૂલ, ગડતમાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના સિનિયર શિક્ષક શ્રી ભરતભાઈ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને તેમણે પ્રસંગોચિત ઉદબોધન દ્વારા દેશપ્રેમ તથા રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો હતો.
શાળાના આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓને દેશભક્તિનો મહિમા સમજાવવામાં આવ્યો તેમજ દેશના સ્વાતંત્ર્ય માટે શહીદ થયેલા વીર સપૂતોના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશભક્તિના ગીતો, રાષ્ટ્રગાન અને **‘વંદે માતરમ્’**ના ગાનથી સમગ્ર શાળાનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, આનંદ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ભરપૂર રહ્યો હતો.

હર ઘર તિરંગા 2026 ઝુંબેશનું સફળ આયોજનઆઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા 2026’ અભિયાન અંતર્ગત ધી અંબિકા હાઇસ્કૂ...
13/08/2026

હર ઘર તિરંગા 2026 ઝુંબેશનું સફળ આયોજન
આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા 2026’ અભિયાન અંતર્ગત ધી અંબિકા હાઇસ્કૂલ, ગડત ખાતે વિવિધ દેશભક્તિમય કાર્યક્રમોનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું.
અભિયાન અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન સૌએ દેશભક્તિના નારા સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો તથા **‘વંદે માતરમ્’**નું સામૂહિક ગાન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવના વિકસે તે હેતુથી ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી દેશભક્તિ અને તિરંગા આધારિત કૃતિઓનું ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું, જેને સૌએ ઉત્સાહપૂર્વક નિહાળ્યું.
આ ઉપરાંત ડિજિટલ અભિયાન અંતર્ગત શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે સેલ્ફી પાડી ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સક્રિય સહભાગી બની રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. આ સમગ્ર આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિની ભાવના વધુ મજબૂત બની.

07/08/2026
"કેરિયર ગાઈડન્સ" કાર્યક્રમ....                   તારીખ 20- 7- 26 ને સોમવારે શાળામાં રોટરી ક્લબ ઓફ ગણદેવીના સહયોગથી ધોરણ ...
20/07/2026

"કેરિયર ગાઈડન્સ" કાર્યક્રમ....

તારીખ 20- 7- 26 ને સોમવારે શાળામાં રોટરી ક્લબ ઓફ ગણદેવીના સહયોગથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે "કેરિયર ગાઈડન્સ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને તેની ક્ષમતા, રસ અને લક્ષ્ય અનુસાર યોગ્ય કારકિર્દી પસંદગી માટે પ્રેરિત કરવાનો છે. આ પ્રસંગે શાળામાં મુખ્ય વક્તા શ્રી રણજીતભાઈ દત્તા સાહેબ, રોટરી ક્લબ ઓફ ગણદેવીના પ્રમુખ શ્રીમતી ફાલ્ગુનીબેન નાયક, ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ નાયક, રોટેરિયન મિત્રો, અં. ગ્રા. કે. મં. ટ્રસ્ટ બોર્ડના મંત્રીશ્રી પરિમલભાઈ નાયક, મંત્રીશ્રી સંદિપભાઈ નાયક શિક્ષક શિક્ષકમિત્રો તેમજ વિદ્યાર્થીમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Address

The Ambika High School Gadat
Navsari

Opening Hours

Monday 10:40am - 5pm
Tuesday 10:40am - 5pm
Wednesday 10:41am - 5pm
Thursday 10:40am - 5pm
Friday 10:40am - 5pm
Saturday 7:55am - 11:20pm

Telephone

+919925160298

Alerts

Be the first to know and let us send you an email when The Ambika Highschool, Gadat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to The Ambika Highschool, Gadat:

Shortcuts

Share

Category