Shri M N Vidhyalaya, Khadsupa Boarding

Shri M N Vidhyalaya, Khadsupa Boarding ESTABLISHED IN 1914 BY LATE SHRI MADHAVBHAI NARANJI PATEL

આપણી શાળા શ્રી એમ. એન. વિદ્યાલય, ખડસુપા-બોર્ડિંગ ખાતે 11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ...
21/06/2025

આપણી શાળા શ્રી એમ. એન. વિદ્યાલય, ખડસુપા-બોર્ડિંગ ખાતે 11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષક ગણ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લઈ પોતાની તંદુરસ્તીને જાળવવા માટે હમેશા યોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

ધી સુપા વિભાગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એમ. એન. વિદ્યાલય, ખડસુપા - બોર્ડિંગના નવા મકાનનાં બાંધકામ માટે 'ભૂમિ પૂજન '...
20/02/2025

ધી સુપા વિભાગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એમ. એન. વિદ્યાલય, ખડસુપા - બોર્ડિંગના નવા મકાનનાં બાંધકામ માટે 'ભૂમિ પૂજન ' દાતાશ્રી અને ટ્રસ્ટીશ્રી એવા મુરબ્બી રમેશભાઈ એન. પટેલ અને એમના ધર્મપત્ની રમીલાબેન આર. પટેલ (ખડસુપા)નાં વરદ્દહસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાતાશ્રી અને ટ્રસ્ટીશ્રી ઠાકોરભાઈ એન. પટેલ, ટ્રસ્ટીશ્રી સુરેશભાઈ આર. પટેલ તથા સંસ્થાના પ્રમુખશ્રી મિનેષભાઈ ડી. નાયક, ઉપપ્રમુખશ્રી પ્રફુલ્લાબેન બી. દેસાઈ, મંત્રીશ્રી કિશોરભાઈ આર. પટેલ, સભ્યશ્રી ડૉ. રમણભાઈ બી. પટેલ, શ્રી અમ્રતભાઈ બી. પટેલ અને શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વહીવટી કર્મચારીગણ તથા મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહી આ અનેરા અવસરને વધાવ્યો હતો.

શ્રી એમ.એન.વિદ્યાલય, ખડસુપા બોર્ડિંગ ખાતે આજરોજ 26મી જાન્યુઆરી 76માં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી....
26/01/2025

શ્રી એમ.એન.વિદ્યાલય, ખડસુપા બોર્ડિંગ ખાતે આજરોજ 26મી જાન્યુઆરી 76માં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ટ્રસ્ટી દાતાશ્રી આદરણીય ઠાકોરભાઈ નાથુભાઈ પટેલ (ગણેશ સિસોદ્રા)ના વરદ હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પર્વમાં ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ આર. પટેલ તથા મેનેજમેન્ટના પ્રમુખ શ્રી આદરણીય મીનેષભાઈ ડી. નાયક, ઉપપ્રમુખ શ્રી આદરણીય શ્રીમતિ પ્રફુલ્લાબેન બી. દેસાઈ, મંત્રી શ્રી આદરણીય કિશોરભાઈ આર. પટેલ, સહમંત્રીશ્રી આદરણીય ભરતભાઇ એન. રામાનંદી, આમંત્રિત મહેમાનો, શાળાના આચાર્યશ્રી તથા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) અને પ્રાથમિક વિભાગનો તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ હાજર રહી ઉમળકાભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.
સંસ્થાના પ્રમુખશ્રી મીનેષભાઈ નાયક દ્વારા હાજર સૌને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

30/09/2024
GURU PURNIMACELEBRATION-2024
23/07/2024

GURU PURNIMACELEBRATION-2024

શ્રી એમ.એન.વિદ્યાલય, ખડસુપા-બોર્ડિંગ ખાતે ‘ગુરુ પૂર્ણિમા ‘ અને ‘શિક્ષક સન્માન’ સમારોહની ઉજવણી  ખડસુપા    તા.૨૨-૦૭-૨૦૨૪ અ...
23/07/2024

શ્રી એમ.એન.વિદ્યાલય, ખડસુપા-બોર્ડિંગ ખાતે ‘ગુરુ પૂર્ણિમા ‘ અને ‘શિક્ષક સન્માન’ સમારોહની ઉજવણી
ખડસુપા
તા.૨૨-૦૭-૨૦૨૪
અમારી શાળા શ્રી એમ.એન.વિદ્યાલય ખડસુપા બોર્ડિંગ ખાતે ધી સુપા વિભાગ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ અષાઢી પૂર્ણિમાના રોજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ખુબ જ શ્રધ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવ્યો હતો.
ગુરુનું સ્થાન વિશ્વમાં અજોડ છે. જેની પાસેથી જ્ઞાન મેળવી બાળકો વિશ્વના ફ્લક પર ખુબ જ ખુમારીથી પગ મૂકે છે. એવા વિદ્યાગુરુઓના સન્માનમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આદરણીય મુરબ્બીશ્રી અમ્રતકાકા, પ્રમુખશ્રી મિનેષભાઈ નાયક, ઉપપ્રમુખશ્રી શ્રીમતી પ્રફુલ્લાબેન દેસાઈ અને મંત્રીશ્રી કિશોરભાઈ પટેલે ઉપસ્થિત રહી માધવ સંકુલના ગુરુજનોને પુષ્પ અર્પણ કરી ગુરુની મહતાને બિરદાવી હતી. ગત વર્ષે બોર્ડ પરીક્ષામાં 10૦% પરિણામ અપાવી શાળાની સિદ્ધિઓમાં ચાર ચાંદ લગાવનાર શિક્ષકોને સંસ્થાના પ્રમુખશ્રી મિનેષભાઈ નાયક તરફથી ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોને આવકાર શાળાના આચાર્યશ્રી સંદીપ લાડ દ્વારા કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી દિપ્તીબેન ઠાકોરે કર્યું હતું. અને આભારવિધિ શિક્ષકશ્રી સંજયભાઈ પટેલે કરી હતી.

04/05/2024
ANNUAL DAY CELEBRATION-2023-23 IN OUR SCHOOL.
14/01/2024

ANNUAL DAY CELEBRATION-2023-23 IN OUR SCHOOL.

NNUAL FUNCTION 2023-24 માં સૌ દાતાશ્રીઓ , ભૂતપૂર્વ વિધાર્થીઓ તથા ગ્રામજનોને કાર્યક્રમમાં પધારવા ભાવભીનું આમંત્રણ છે.
12/01/2024

NNUAL FUNCTION 2023-24 માં સૌ દાતાશ્રીઓ , ભૂતપૂર્વ વિધાર્થીઓ તથા ગ્રામજનોને કાર્યક્રમમાં પધારવા ભાવભીનું આમંત્રણ છે.

Address

Shree Supa Vibhag Education Society Campus
Navsari
396433

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri M N Vidhyalaya, Khadsupa Boarding posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shri M N Vidhyalaya, Khadsupa Boarding:

Shortcuts

Share

Category