21/09/2026
કોલેજની પ્રવાસ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે કેદારનાથ અને તુંગનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કુલ 13 વિદ્યાર્થીઓ તથા 3 સ્ટાફ સભ્યો જોડાયા હતા. સમગ્ર યાત્રાનું નેતૃત્વ ડૉ. વિનય સર દ્વારા કરવામાં આવ્યું હતું.
કેદારનાથ પવિત્ર યાત્રાધામમાં કેદારનાથ મહાદેવના દર્શનની અભિલાષા સાથે નીકળેલા દર્શનાર્થીઓએ અત્યંત મુશ્કેલ ગણાતી આ યાત્રાના અનેક પડકારોને ભગવાન શ્રી મહાદેવની કસોટી સમજીને ધીરજ, શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક પાર કર્યા હતા.
તા. 12/09/2026ના રોજ યાત્રાળુઓએ કેદારનાથ ધામ ખાતે યોજાતી સાંજની આરતીમાં ભાવપૂર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ તા. 13/09/2026ના રોજ કેદારનાથ મહાદેવના સ્પર્શ દર્શન કરીને વિદ્યાર્થીઓ ભાવવિભોર અને અભિભૂત થયા હતા. આ પવિત્ર અનુભવ સમગ્ર યાત્રાનું સૌથી યાદગાર સંભારણું બની રહ્યું.
યાત્રા દરમિયાન પંચ કેદાર પૈકીના એક અને આશરે 13,500 ફૂટની ઊંચાઈએ આવેલા તુંગનાથ મહાદેવના દર્શન કરવાનો પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. વિદ્યાર્થીઓએ તુંગનાથ મહાદેવના દર્શન કરી ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા.
આ યાત્રા વિદ્યાર્થીઓ માટે માત્ર ધાર્મિક યાત્રા જ નહીં, પરંતુ સાહસ, ધીરજ, એકતા, શિસ્ત અને આધ્યાત્મિક અનુભૂતિથી સમૃદ્ધ એક અવિસ્મરણીય શૈક્ષણિક પ્રવાસ બની રહી.