Lal Govind das

Lal Govind das

Share

So Krishna is within you. have faith in him..."You came empty handed, you will leave empty handed. So, whatever you do, do it as a dedication

What is yours today, belonged to someone else yesterday, and will belong to someone else the day after tomorrow.

20/02/2021
10/07/2017
10/07/2017
25/06/2017
Photos 25/06/2017

Not to be Missed

ISKCON Mira Road Ratha Yatra

Rath Yatra Route: ISKCON Miraroad - ICICI Bank - Shagun Hotel - Bank of India - MTNL Road - Silver Park - Mira Bhayender Road - S.K. Stone - Mira Road Station - Poonam Sagar complex - ISKCON Miraroad

03/06/2017
Photos 10/09/2015
Photos 14/05/2015

Apra Ekadashi ::--- Hari bol

સર્વ પાપો નષ્ટ કરનારી અપરા એકાદશી..............
પોતાના ઇષ્ટદેવનાં નામ, ગુણ, રૂપ, શક્તિ, સામર્થ્ય અને પ્રભાવ એનું મનન કરવામાં મન અને ઇન્દ્રિયોની સ્વાભાવિક તલ્લીનતા એ જ ભક્તિ છે
અપરા નામ રાજેન્દ્રે, અપરા ફલદાયિની ।
લોકે પ્રસિદ્ધતાં યાતિ, અપરાં યુસ્ત સેવને ।।
"હે ધર્મનંદન! વૈશાખ વદ અગિયારશનું નામ અપરા એકાદશી છે. અપરા એકાદશી અપાર ફળ પ્રદાન કરનારી છે. આ દિવસે ઉપવાસ કરનાર સમગ્ર સમાજમાં લબ્ધપ્રતિષ્ઠિત ગણાય છે.
અપરા એકાદશી વ્રત કરનારે ભક્તિને પ્રાધાન્ય આપવું જોઈએ. શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ એ ચાર મુક્તિનાં સાધન છે. એમાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે.
પોતાના ઇષ્ટદેવનાં નામ, ગુણ, રૂપ, શક્તિ, સામર્થ્ય અને પ્રભાવ એનું મનન કરવામાં મન અને ઇન્દ્રિયોની સ્વાભાવિક તલ્લીનતા એ જ ભક્તિ છે. આત્મ તત્ત્વનું ચિંતન એ ભક્તિ છે. એકાદશીના દિવસે માત્ર જાગરણ કરવું, તાળી પાડવી, વાજિંત્રો સહિત ભજન-કીર્તન કરવાં કે સુંદર રાગે તાલબદ્ધ ગાવું એ ભક્તિ નથી.

જીવનના અંતિમ ધ્યેયને સમજાવે એ ભજન છે. જીવન માટે સારરૂપ અને અસારરૂપ શું છે તે સમજાવે એ ભજન છે. ચિંરજીવ શાંતિ, સુખ અને આનંદના માર્ગે વાળે એ ભજન છે. વ્રતધારી માટે ભજનો ઉપદેશાત્મક, આદેશાત્મક અને પ્રેરણાત્મક હોવાં જોઈએ. મનને બહેકાવે કે બહેલાવે એવાં ગીતો કે ભજનો વ્રતીએ વર્જ્ય ગણવાં. આવાં ગીતો કે ભજનો મનને શાંતિ અને સ્થિરતા આપી શકતાં નથી. પ્રેરણાત્મક, હૃદયસ્પર્શી, ભાવસભર ભજનો મનને સ્થિર, શાંત અને આત્મા સાથે જોડાયેલું રાખે છે. મનને સ્થિર, શાંત અને મનનશીલ કરે એનું નામ ભક્તિ. આવી ભક્તિ જ વ્રતધારીમાં શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. વ્રત વિશે શ્રદ્ધા એ વ્રતીનું મોટામાં મોટું બળ છે, પૂરક બળ છે, વ્રતધારીએ આગળ વધવાનું સાધન અને વાહન છે. શ્રદ્ધા વિના ભક્તિ નહીં અને ભક્તિ વિના શ્રદ્ધા નહીં.

આ પ્રકારની શ્રદ્ધા એ ધ્યાનનું પ્રેરકબળ છે. ભક્તિ અને શ્રદ્ધાની પૂર્વભૂમિકા વિના ધ્યાન થઈ શકતું નથી, કારણ કે ધ્યાન એક અંતરયાત્રા છે, એકાગ્રતા છે, એક લક્ષ્યતા છે. ધ્યાન એ મનને મહાન અને શક્તિશાળી બનાવવાનું સાધન છે. ભક્તિ અને શ્રદ્ધા એ ધ્યાનની પૂર્વભૂમિકા છે.

ભક્તિ અને શ્રદ્ધાથી વ્રત કરનાર અપરા એકાદશીના પ્રભાવથી ઉત્તમ ગતિને પામે છે. આ વ્રત કરનારનો જન્મારો ફોગટ જતો નથી. આ દિવસે ઉપવાસ કરી ઇષ્ટદેવની પૂજા કરવી, તેનાથી સર્વ પાપો નષ્ટ થાય છે.

Want your school to be the top-listed School/college in Mumbai?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


Borivali
Mumbai