18/06/2026
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશહિતને સર્વોપરી રાખીને વડાપ્રધાન પદે ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે અને સતત જનપ્રેરણા તથા સકારાત્મક નેતૃત્વના સ્ત્રોત તરીકે કાર્યરત છે.
આ અવસરે આજે ભાજપના મંત્રી શ્રીમતી આશાબેન નકુમ તેમજ ભવદીપભાઈ પંડ્યા સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી. મુલાકાત દરમિયાન રાષ્ટ્રનિર્માણ, સર્વાંગી વિકાસ તેમજ કલા અને હસ્તકળા દ્વારા નારી શક્તિને ઘરબેઠાં અર્થતંત્ર સાથે જોડીને આત્મનિર્ભર બનાવવાની મુહિમ અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું. દેશના વિકાસમાં મહિલાઓની સક્રિય ભાગીદારી કેવી રીતે વધુ મજબૂત બને તે અંગે પણ અર્થપૂર્ણ ચર્ચા થઈ.