Education Of Morbi

Education Of Morbi all activities reletive Of children helth,mind devlopment and education.

District lavel Innovation fairAt Aaryvat vidhyalaya Tankara
23/01/2023

District lavel Innovation fair
At Aaryvat vidhyalaya Tankara

ભારત સરકાર નાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા આપવામાં આવતા ઇન્સ્પાયર એવોર્ડ માટે મોરબી જિલ્લાના બાળકોએ નોમીનેશન ક...
09/01/2023

ભારત સરકાર નાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા આપવામાં આવતા ઇન્સ્પાયર એવોર્ડ માટે મોરબી જિલ્લાના બાળકોએ નોમીનેશન કરેલ જેમાં નીચેની શાળાના વિદ્યાર્થીઓની કૃતિ સિલેક્ટ થવા બદલ ભાગ લેનાર તમામ બાળકો અને માર્ગદર્શન શિક્ષક અને શાળા પરીવારને ખૂબખૂબ અભિનંદન......

આજ રોજ RMSA માધ્યમિક શાળા ઢવાણા ખાતે શાળાના 10 વર્ષ પૂર્ણ થતાં દશાબ્દિ મહોત્સવ ઉજવવામાં આવ્યો. તેમજ વિજ્ઞાન મેળો અને સાં...
07/01/2023

આજ રોજ RMSA માધ્યમિક શાળા ઢવાણા ખાતે શાળાના 10 વર્ષ પૂર્ણ થતાં દશાબ્દિ મહોત્સવ ઉજવવામાં આવ્યો. તેમજ વિજ્ઞાન મેળો અને સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્સાહ અને આનંદ ભેર ઉજવણી કરવામાં આવી .સમગ્ર કાર્યક્રમનું સુંદર અયોજન અને અમલીકરણ કરવામાં પૂરતું યોગદાન આપનાર શાળા શિક્ષકગણ અને ગ્રામજનોનો સુંદર સહયોગ

મોરબી જિલ્લા કક્ષાનું માઘ્યમિક ઉચ્ચ. માઘ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રદર્શન : રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત-વિજ્ઞાન અન...
07/01/2023

મોરબી જિલ્લા કક્ષાનું માઘ્યમિક ઉચ્ચ. માઘ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રદર્શન
: રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયોમાં રસ રુચી વધે તથા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું જીલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ, મોરબીના કન્વીનર સંજીવભાઈ જાવિયાના જણાવ્યા મુજબ આ વર્ષના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગ આપવામાં આવ્યા હતા, જે અનુસંધાને તા.૦૫/૦૧/૨૦૨૩થી તા.૦૭/૦૧/૨૦૨૩ ત્રણ દિવસ શ્રીમતી સી.એન.પટેલ વિદ્યાલય, ઘુંટુ ખાતે માધ્યમિક/ઉચ્ચ. માધ્યમિક વિભાગનું જીલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ ૨૬ કૃતિઓ – ૫૨ વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. દરેક વિભાગમા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર, શિલ્ડ અને મોમેન્ટો ભેટ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓની કૃતિ હવે પછી ઝોન કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. આ પ્રદર્શનમાં ૪ નિવૃત વિજ્ઞાન શિક્ષકો જેમાં અણદાણી, આડેસરા, ઠોરીયા અને ગઢીયા સાહેબે નિર્ણાયક તરીકે કામગીરી કરી હતી.

આ પ્રદર્શન નિહાળવા અલગ અલગ સ્કૂલના અંદાજે ૨૨૦૦ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો આવ્યા હતા. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઘૂંટુ ગામના અગ્રણીઓ, સરપંચ, સ્કૂલના ટ્રસ્ટીઓ વગેરે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ડી ઈ.ઓ. એન.વી રાણીપા તથા ડી.પી.ઈ.ઓ.પ્રવીણભાઈ અંબારીયા અને રાજકોટ ડાયટના વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શાળાના આચાર્ય વનિતાબેન ધોરિયાણી દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન એસ.વી.એસ. કન્વીનર સંજીવભાઈ જાવિયા અને સહ કન્વીનર ધર્મેન્દ્રભાઈ વિરમગામા દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ કૃતિ રજુ કરનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

આજ રોજ *RMSA સરકારી માધ્યમિક શાળા - અજિતગઢ, ઢવાણા,ચિરોડી તા - હળવદ* ખાતે ત્રણ માધ્યમિક શાળાઓમાં*સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્...
05/01/2023

આજ રોજ *RMSA સરકારી માધ્યમિક શાળા - અજિતગઢ, ઢવાણા,ચિરોડી તા - હળવદ* ખાતે ત્રણ માધ્યમિક શાળાઓમાં*સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ* અંતર્ગત હળવદ પોલીસ સ્ટેશન દ્વારા સાઇબર ક્રાઇમ અંગે વિદ્યાર્થીઓને વિગતે સમજણ આપવામાં આવી. આ સાથે સોશિયલ મીડિયા નો વિવેકપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

04/01/2023
આગામી ધો 10 અને 12 ની વાર્ષિક પરીક્ષાનું સમય પત્રક
04/01/2023

આગામી ધો 10 અને 12 ની વાર્ષિક પરીક્ષાનું સમય પત્રક

શ્રી બીલીયા પ્રાથમિક શાળાના 100 વર્ષ પ્રસંગે યોજાયો શતાબ્દી મહોત્સવ
03/01/2023

શ્રી બીલીયા પ્રાથમિક શાળાના 100 વર્ષ પ્રસંગે યોજાયો શતાબ્દી મહોત્સવ

Address

District Education Office
Morbi
363641

Telephone

+919879784033

Website

Alerts

Be the first to know and let us send you an email when Education Of Morbi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Education Of Morbi:

Shortcuts

Share