આપણી મખદૂમ

આપણી  મખદૂમ આ પેજ મખદૂમ એજયુકેશન સોસાયટી દવારા ચાલતી શૈક્ષણિક અને સામાજીક પ્રવૃતિઓ ને રજૂ કરવા માટે છે

21/03/2026
Eid Mubarak
21/03/2026

Eid Mubarak

18/01/2025

*Admissions Open 2025-26!* ✨

સલામ,આજે સંસ્થાના પ્રમુખશ્રીએ   ધોરણ 10, 11 અને 12ના વર્ગોની મુલાકાત લીધી. તેમના વર્ગોમાં જઈ બાળકોને જરૂરી માર્ગદર્શન આપ...
26/12/2024

સલામ,
આજે સંસ્થાના પ્રમુખશ્રીએ ધોરણ 10, 11 અને 12ના વર્ગોની મુલાકાત લીધી. તેમના વર્ગોમાં જઈ બાળકોને જરૂરી માર્ગદર્શન આપ્યું તેમજ આવનારી પરીક્ષા માટે ખૂબ જ સારી એવી તૈયારી કરવાની સલાહ આપી.

વાલી મીટીંગ એ વાલીઓમાં શિક્ષણ અંગેની જાગૃતિ તથા તેમના બાળકો માટે શાળાકીય કક્ષાએ આગામી આયોજન કેવી રીતે થાય છે તેની જાણકાર...
16/12/2024

વાલી મીટીંગ એ વાલીઓમાં શિક્ષણ અંગેની જાગૃતિ તથા તેમના બાળકો માટે શાળાકીય કક્ષાએ આગામી આયોજન કેવી રીતે થાય છે તેની જાણકારી મળે તે માટે કરવામાં આવે છે...

26/08/2024

અસ્સલામો અલયકુમ
સતત વરસાદ ના કારણે સોસાયટી વિસ્તાર ના ઘરો માં કેડ સમા પાણી ભરાઇ ગયા હોઇ મોટી મુશ્કેલી ઊભી થ‌ઇ છે, આ પરિસ્થતી માં સૂવા ની તેમજ જમવાની કામચલાઉ વ્યવસ્થા માટે મખદૂમ મલ્ટીપરપઝ હોલ ખુલ્લો મુકવામાં આવેલ છે, પ્રભાવિત લોકો માટે મખદૂમ મલ્ટીપરપઝ હોલ માં સૂવા ની વ્યવસ્થા કરવામાં આવેલ છે

કોઇપણ મુશ્કેલી ના સમયે હર હંમેશ મદદ માટે તૈયાર રહેતા યુવા ગ્રુપ દ્વારા ૨૫૦ સબ્જી પૂલાવ ના પેકેટ તેમજ મોડાસા નગરપાલિકા માંથી મળેલ શાક અને પુરી ના ૧૫૦ પેકેટ એમ કૂલ મળી ૪૦૦ ફૂડ પેકેટ નુ વરસાદ થી પ્રભાવિત સોસાયટી વિસ્તાર માં વિતરણ કરવામાં આવેલ છે
વરસાદ થી પ્રભાવિત પરિવારો માટે યુવા ગ્રુપ દ્વારા આવતીકાલે પણ ૫૦૦ થી વધુ ફૂડ પેકેટ નુ વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે
*સમગ્ર વ્યવસ્થાઓ માં નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર ના મેમ્બર્સ પણ યુવા ગ્રુપ સાથે રહી ફૂડ પેકેટ તૈયાર કરવા અને વિતરણ કરવામાં મદદરુપ થયા
અલ્લાહ આશાન કરે,આમીન
દુઆ ની ગુજારીશ
આપના યુવા ગ્રુપ મેમ્બર્સ

11/04/2024
મખદૂમ એજ્યુકેશન સોસાયટી સંચાલીત મખદૂમ હાઇસ્કૂલ અને મખદૂમ પ્રાથમિક શાળા નો ૫૯ મોં વાર્ષિકોત્સવ સંસ્થા ના પ્રમુખ મેઘરેજી મ...
25/02/2024

મખદૂમ એજ્યુકેશન સોસાયટી સંચાલીત મખદૂમ હાઇસ્કૂલ અને મખદૂમ પ્રાથમિક શાળા નો ૫૯ મોં વાર્ષિકોત્સવ સંસ્થા ના પ્રમુખ મેઘરેજી મો. ન‌ઇમ યુસુફભાઇ નાઅધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો
સમારંભ માં અતિથી વિશેષ તરીકે જનાબ ઈમ્તીયાજ અહેમદ સુથાર (WISE PRESIDENT MRTC),સલીમ ભાઇ ટીંટોઈયા (M.D. SSB), ડો. આસીમ મન્સુરી (M.S.MCH,UROLOGY), ડો. મોં.મુજમ્મીલ કાઝી(M.S.ORTHO, asist Professor GMERS), હસનૈનરઝા ચુડગર(C.A.), મોં ઇસ્માઇલ મલેકજી (IIT INDORE ALUMNI ,youtuber, founder creatortube), ડો. મુબીન મનવા ( MBBS) ઉપસ્થિત રહ્યા
સંસ્થાના હોદ્દેદાર શ્રીઓ, કેમ્પસ ડાયરેકટર શ્રી ઓ તેમજ સેક્રેટરી જનાબ મોહસીન ભાઇ એ સ્ટેજ શોભાવ્યું
આખા વર્ષ માં બાળકોએ હાસીલ સિધ્ધીઓ બદલ પુરસ્કાર આપવામાં આવ્યા તેમજ મંત્રમુગ્ધ કરી દે તેવા બાળકોના પરફોર્મન્સ રજૂ થયા
ખુબજ મોટી સંખ્યા માં વાલી મિત્રો અને બાળકો ની હાજરી હતી
ચાલુ વર્ષે વય નિવૃતી ના કારણે રિટાયર્ડ થતાં શાળા ના આચાર્ય જનાબ આર. યુ મન્સુરી સાહેબ, જનાબ સૈયદ અલી સૈયદ તેમજ શિક્ષીકા ખાલક હબીબુન્નિશા બેન નું સન્માન પત્ર આપી, શાલ ઓઢાડી ,હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું
ઉદધોષક એચ. વાય સૈયદ સાહેબે સુંદર રીતે સભા નું સંચાલન કર્યું ,પ્રાથમિક શાળા ના આચાર્ય શાહીદભાઇ દાદુ , સુપરવાઇઝર ઓવેશ મિર્ઝા તેમજ શાળાના શિક્ષકો એ ખુબજ જહેમત ઊઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો

26/01/2024

આજના પ્રજાસત્તાક દિન નિમીતે મખદૂમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત મખદૂમ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ માં મખદૂમ એજ્યુકેશન સોસાયટી ના પૂર્વ પ્રમુખ તથા માધ્યમિક શિક્ષણ સમિતી ના ચેરમેન જનાબ સ‌ઇદભાઇ ભૂરા ના હસ્તે ફ્લેગ હોસ્ટીંગ કરવામાં આવ્યું
જનાબ સ‌ઇદભાઇ ભૂરા સાહેબે બાળકો તેમજ વાલી મિત્રો ને અંગ્રેજી નુ મહત્વ સમજાવ્યું અને પ્રેરણાત્મક ઉદબોધન કર્યું

આજના કાર્યક્રમમાં મખદૂમ પરિવાર ના સભ્યો, શિક્ષકો, વાલી મિત્રો અને બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો

આજના પ્રજાસત્તાક દિન નિમીતે મખદૂમ એજ્યુકેશન સોસાયટી ના કાયમી ટ્રસ્ટી તેમજ મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ ના ચેરમેન જનાબ સાજીદભા...
26/01/2024

આજના પ્રજાસત્તાક દિન નિમીતે મખદૂમ એજ્યુકેશન સોસાયટી ના કાયમી ટ્રસ્ટી તેમજ મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ ના ચેરમેન જનાબ સાજીદભાઇ ખાનજી દ્વારા મખદૂમ હાઇસ્કૂલ ખાતે ફ્લેગ હોસ્ટીંગ કરવામાં આવ્યું, જનાબ સાજીદભાઇ ખાનજી એ આજના સમય માં શિક્ષણ નું મહત્વ અને કેરિયર સંબંધી માહિતી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બાળકોને તૈયારીઓ કરવા આહવાન કર્યું
બાળકો ની પરેડ અને જુડો ના કરતબ તેમજ બાળકો એ કરેલ વર્ગ સુશોભન સરાહનીય હતા

આજના કાર્યક્રમમાં મખદૂમ પરિવાર ના સભ્યો, શિક્ષકો, વાલી મિત્રો અને બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો

Address

NEAR SARVODAY BANK
Modasa
383315

Alerts

Be the first to know and let us send you an email when આપણી મખદૂમ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category