Shri K N Shah Modasa Highschool, Modasa

Shri K N Shah Modasa Highschool, Modasa Std 6 to 12 School

Permanently closed.
23/09/2026

ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી શરૂ થયેલ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજ રોજ શ્રી કે. એન. શાહ મોડાસા હાઈસ્કૂલ, મોડાસમાં લગભગ ૭૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા માનવ સાંકળ રચી ભારત દેશનું 70×60 મીટરનું ખૂબ સુંદર માન ચિત્ર બનાવવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાનની વિચારધારાને પ્રગટ કરતુ સૂત્ર સેવાના રંગ, રાષ્ટ્રને સંગ લખી તથા રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રસેવાની ભાવના અભિવ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ડૉ. ઉષાબેન ગામીત અને મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બીપીનભાઈ શાહ બાળકોને પ્રોત્સાહિત કરવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ યાદગાર પળનું મહાકાલી ડીજીટલ સ્ટુડિયોના માલિક અને શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ અચલ આર. પટેલ અને ગોપાલ એમ. સોલંકીના સૌજન્યથી ડ્રોન શુટિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ મોડાસા કેળવણી મંડળ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા.

તા.૧૫-૦૮-૨૦૨૬ ના રોજ મોડાસા કેળવણી મંડળ સંચાલિત શાળાઓ દ્વારા ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી.  આ રાષ...
15/08/2026

તા.૧૫-૦૮-૨૦૨૬ ના રોજ મોડાસા કેળવણી મંડળ સંચાલિત શાળાઓ દ્વારા ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી.

આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બિપીનભાઈ આર. શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના સૌ પદાધિકારીશ્રીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનો, મંડળ સંચાલિત શાળાઓના આચાર્યશ્રીઓ અને શિક્ષક ભાઈ-બહેનો તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રમુખશ્રી દ્વારા અપાયેલ વક્તવ્યમાં ભારત દેશની સિદ્ધિઓ, આવનાર સમયમાં દેશને સફળતા અપાવવા માટે આપણું યોગદાન, પર્યાવરણનું જતન, જળ એજ જીવન, આરોગ્ય અને રમત-ગમત દ્વારા બાળકોનો વિકાસ અને દેશની સમૃદ્ધિ કેવી રીતે વધારી શકાય તેના પર મનનીય અને અસરકારક વાત કરી. મંડળ સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નૃત્યો રજુ કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે મોડાસા કેળવણી મંડળના આદ્યસ્થાપક અને આ પંથકના ગાંધી એવા શ્રી મથુરદાસ લાલજીદાસ ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી તથા પુષ્પ અર્પણ કરી આઝાદી માટેના તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું. આમ ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સફળતા પૂર્વક સંપન્ન થઇ.

તા.૩૦-૦૬-૨૦૨૬ ને મંગળવારના રોજ મોડાસા કેળવણી મંડળનો ૧૦૮ મો સ્થાપના દિન અને સરસ્વતી વંદના કાર્યક્રમ અંતર્ગત તેજસ્વી તારલા...
30/06/2026

તા.૩૦-૦૬-૨૦૨૬ ને મંગળવારના રોજ મોડાસા કેળવણી મંડળનો ૧૦૮ મો સ્થાપના દિન અને સરસ્વતી વંદના કાર્યક્રમ અંતર્ગત તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
મોડાસા કેળવણી મંડળ ૧૯૧૯ થી પોતાની શૈક્ષણિક વિકાસ યાત્રાને આગળ ને આગળ ધપાવતું રહ્યું છે. ૧૦૭ વર્ષમાં મોડાસા કેળવણી મંડળે ઘણી બધી શૈક્ષણિક સિદ્ધિઓ અને સફળતાને પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. વર્તમાન સમયમાં મોડાસા કેળવણી મંડળ સંચાલિત ચાર શાળાઓ જેમાં શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ, શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કૂલ, કલરવ સ્કુલ અને બી-કનાઈ સ્કૂલ કાર્યરત છે. અને દર વર્ષે SSC અને HSC ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવે છે. ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ એટલે “સરસ્વતી વંદના” આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે શ્રી મયુરભાઈ પટેલ (પ્રમુખશ્રી, અરવલ્લી જિલ્લા પંચાયત, મોડાસા) ઉપસ્થિત રહ્યા હતા. સમારંભ અધ્યક્ષ તરીકે બિપીન ર. શાહ (પ્રમુખશ્રી, મોડાસા કેળવણી મંડળ) અને કેળવણી મંડળના સૌ પદાધિકારીશ્રીઓ, કેળવણી મંડળ સંચાલિત સૌ આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈ-બહેનો, વિદ્યાર્થી ભાઈ-બહેનો, ઇનામને પાત્ર વિદ્યાર્થી ભાઈ-બહેનો અને એમના વાલીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટકશ્રી મયુરભાઈ પટેલ દ્વારા અને સમારંભ અધ્યક્ષ બિપીન ર. શાહ દ્વારા મનનીય વક્તવ્ય આપવામાં આવ્યા હતા. આમ સમગ્ર કાર્યક્રમ ખુબ સફળ રીતે પરિપૂર્ણ થયો હતો.

તારીખ ૨૪/૦૬/૨૦૨૬ બુધવારના રોજ શ્રી  કે એન શાહ મોડાસા હાઇસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો. આ...
24/06/2026

તારીખ ૨૪/૦૬/૨૦૨૬ બુધવારના રોજ શ્રી કે એન શાહ મોડાસા હાઇસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રસંગે મા.શ્રી ડૉ ટી નટરાજન (એડીશનલ ચીફ સેક્રેટરીશ્રી ફાયનાન્સ ડીપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર) શ્રી જે.આઈ દેસાઈ (ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી) શ્રી નૈનેશભાઈ દવે (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, અરવલ્લી) શ્રી દશરથભાઈ નિનામા (શિક્ષણ નિરીક્ષણશ્રી, અરવલ્લી) શ્રી રોહિતભાઈ પટેલ (દાતાશ્રી, પૂર્વ ઉપપ્રમુખ, મોડાસા નગરપાલિકા) શ્રી પંકજભાઈ બુટાલા (ઉપપ્રમુખ, મોડાસા કેળવણી મંડળ) ડૉ આર સી મહેતા (માનદમંત્રીશ્રી, મોડાસા કેળવણી મંડળ) તથા શ્રી નીરવભાઈ ચૌધરી (સી.આર.સી., ઇસરોલ) શ્રી વિમલભાઈ પટેલ (સી.આર.સી., ટીંટોઈ) ઉપસ્તિથ રહ્યા હતા. આ પ્રસંગે ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના વિદ્યાર્થી ભાઈ બહેનોને પાઠ્યપુસ્તકો અર્પણ કરી પ્રવેશ આપવામાં આવ્યો. જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદાન કર્યું હોય તેમને પણ મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. બાળકો દ્વારા કન્યા કેળવણી અને સરકારશ્રીની શિક્ષણ સંલગ્ન વિવિધ યોજનાઓ સંદર્ભે અસરકારક વક્તવ્ય આપવામાં આવ્યા. મહેમાનશ્રીઓ દ્વારા શાળામાં ઉપલબ્ધ સુવિધાઓની અને શૈક્ષણિક તથા સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓની ભરપેટ સરાહના કરવામાં આવી અને શાળા હજુ પણ ઉત્તરોત્તર શ્રેષ્ઠતાના શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્વાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો.

સતત ૧૦૭ વર્ષથી પ્રતિવર્ષ શ્રેષ્ઠતા સાબિત કરતી જીલ્લાની એક માત્ર શાળા.
07/05/2026

સતત ૧૦૭ વર્ષથી પ્રતિવર્ષ શ્રેષ્ઠતા સાબિત કરતી જીલ્લાની એક માત્ર શાળા.

Aravalli Edu-Fest 2026
29/03/2026

Aravalli Edu-Fest 2026

Aravalli Edu Fest 2026
23/03/2026

Aravalli Edu Fest 2026

12/01/2026
Aapnu Modasa Arvalli આપણું મોડાસા અરવલ્લી
24/12/2025

Aapnu Modasa Arvalli આપણું મોડાસા અરવલ્લી

આજ રોજ તા.૨૪-૧૨-૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી મોડાસા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલમાં રાષ્ટ્રીય ગ્રાહક ...
24/12/2025

આજ રોજ તા.૨૪-૧૨-૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી મોડાસા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સમારંભ અધ્યક્ષ તરીકે શ્રી બિપીનકુમાર ર.શાહ (પ્રમુખશ્રી, મોડાસા કેળવણી મંડળ), મુખ્ય વક્તા તરીકે શ્રી ડૉ.અશોકભાઈ એમ.શ્રોફ (ચેરમેનશ્રી, બોર્ડ ઓફ લીગલ સ્ટડીઝ, HNGU), પ્રેરક ઉપસ્થિતિ જેમની રહી તેવા શ્રી ભદ્રેશભાઈ જે.પટેલ (ચીફ ઓફિસરશ્રી, મોડાસા નગરપાલિકા), મોડાસા કેળવણી મંડળના સૌ પધાધિકારીશ્રીઓ, વિશાળ સંખ્યામાં શાળાના બાળકો અને આચાર્યશ્રી તથા સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વક્તાઓ દ્વારા ગ્રાહકોના હક અને અધિકારની વાત કરવામાં આવી હતી. આપણે ક્યાં અને કેવી રીતે છેતરાઈએ છીએ, તેના સદ્રષ્ટાંત ઉદાહરણ આપી બાળકોને અવગત કર્યા હતા. સાથે સાથે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી, તેના હેલ્પલાઈન નંબર પણ આપવામાં આવ્યા હતા.

Address

BUS STATION Road MODASA
Modasa
383315

Alerts

Be the first to know and let us send you an email when Shri K N Shah Modasa Highschool, Modasa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shri K N Shah Modasa Highschool, Modasa:

Shortcuts

Share

Category