Tatva Institute of Technological Studies

Tatva Institute of Technological Studies Tatva Institute of Technological Studies (T**S), Modasa is one of the Premier Institutes of North Gu

13/05/2025
Advertisement
18/04/2025

Advertisement

ADMISSION OPEN-2025KEY SCHEDULE C TO D ADMISSION
18/04/2025

ADMISSION OPEN-2025
KEY SCHEDULE
C TO D ADMISSION

11/04/2025

તમારા બાળકે ધોરણ પાંચ પછી CET-25 ની પરીક્ષા પાસ કરી હોય અને રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો સત્વરે
"તત્વ ફાઉન્ડેશન સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ" , મોડાસા
કલેકટર ઓફિસ ની સામે, મોડાસા શામળાજી રોડ, મોડાસા નો સંપર્ક કરવો.
સંપર્ક નંબર-૯૯૦૪૬૧૦૬૪૬

08/04/2025

Must Watch....

08/04/2025

તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ,મોડાસા સંચાલિત *જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સ* મોડાસા માં શરૂ થઈ ગયેલ છે.
આપના બાળક ને સેટ(CET)ની પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન..
ચાલુ વર્ષે સરકાર દ્વારા તત્વ કેમ્પસ, મોડાસા માં જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ શરૂ કરવામાં આવેલ છે... તો ચોઇસ ફીલિંગ ની પ્રક્રિયામાં તત્વ ફાઉન્ડેશન સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલની પસંદગી કરી સારી શાળાનો લાભ લઈ શકશો...
ચોઈસ ફીલિંગ સ્કૂલમાંથી કરી આપવામાં આવશે.
ગુજરાત સરકારશ્રી માન્ય તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ,મોડાસા સંચાલિત *જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સ*
કલેક્ટર કચેરી સામે,મોડાસા શામળાજી રોડ, મોડાસા...
સ્કૂલ જોવા માટે આપ શ્રી ને પણ આમંત્રણ છે.
આભાર સહ....
*જયદત્તસિંહ પુવાર*
*કેમ્પસ ડાયરેક્ટર,તત્વ કેમ્પસ....*
૯૦૯૯૦૬૩૪૮૭

*ગુજરાત સરકારના ડ્રીમ પ્રોજેક્ટ જ્ઞાન શક્તિ શાળાની તત્વ કેમ્પસમાં મંજૂરી*   મોડાસાની નામાંકિત તત્વ ઇજનેરી કોલેજ કેમ્પસ ખ...
07/04/2025

*ગુજરાત સરકારના ડ્રીમ પ્રોજેક્ટ જ્ઞાન શક્તિ શાળાની તત્વ કેમ્પસમાં મંજૂરી*
મોડાસાની નામાંકિત તત્વ ઇજનેરી કોલેજ કેમ્પસ ખાતે ગુજરાત સરકાર ના સમગ્ર શિક્ષા અભિયાન પ્રોજેક્ટ હેઠળ, તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટને સંપૂર્ણ સરકારી અને ગ્રાન્ટેબલ શાળાના ધોરણ પાંચ પાસ થયેલ વિદ્યાર્થીઓને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા મફત શિક્ષણ આપતી નિવાસી શાળા *જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ* ની મંજૂરી આપવામાં આવી છે.
આ શાળાની મંજૂરી મળવાથી અરવલ્લી અને આજુબાજુના જિલ્લાના ધોરણ પાંચ પાસ થયેલ અને મેરીટ માં સમાવેશ થનાર વિદ્યાર્થીઓને સરકારી નિયમોને આધીન આ સંસ્થામાં રહેવા જમવા અને ભણવાની સંપૂર્ણ મફત વ્યવસ્થા સાથેની સગવડ ઉપલબ્ધ થનાર છે.
ધોરણ 1 થી 5 સુધી સરકારી પ્રાથમિક શાળામાં અથવા ગ્રાન્ટેબલ શાળામાં ભણેલ વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવનાર છે.
જેમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ નું રહેવાનું,જમવાનું તથા ભણવાનું તદ્દન મફત પૂરું પાડવામાં આવશે.
છેલ્લા 15 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત એવી તત્વ કોલેજના ડાયરેક્ટર જયદતસિંહ પુવાર ના જણાવ્યા અનુસાર વિવિધ માપદંડો અને સરકારી ધારાધોરણ અને લક્ષ્યાંકો પૂર્ણ થતા અમોને આ સંસ્થાની મંજૂરી મળેલ છે. જેનાથી ગરીબ, મધ્યમ વર્ગીય અને ઉચ્ચ મેરીટ ધરાવતા લાયક વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને આ યોજનાથી ખૂબ જ લાભ થનાર છે અને સમગ્ર ગુજરાત રાજ્ય ના વિદ્યાર્થીઓ ને અને એમાં પણ ખાસ કરીને અરવલ્લી અને આજુબાજુના જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓને આ શાળામાં પ્રવેશ મેળવી આધુનિક સુવિધાઓ અને ઉચ્ચ અને વિશિષ્ટ લાયકાત ધરાવનાર શિક્ષકો દ્વારા અપાનાર શિક્ષણ નો લાભ મેળવવા હાકલ કરી હતી....
સમગ્ર ગુજરાત રાજ્યમાં અગાઉ આવી 40 સંસ્થાઓ કાર્યરત હતી અને ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ના તત્વ કેમ્પસ ખાતે આ શાળાની શરૂઆત થતાં વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશી અને આનંદની લાગણી ઊભી થયેલ છે.
વિદ્યાર્થીઓની શિક્ષણ ફી તેમ જ તેમને રહેવા માટે હોસ્ટેલની ફી જમવા સાથેની સગવડ નો તમામ ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે.. શિક્ષણની સાથે શિસ્ત, સંયમ અને સમયસૂચકતા ના પાઠ લાગણીસભર અને આહલાદક વાતાવરણ, પર્યાવરણ અને ભાવાવરણ ના મિશ્રણથી આ સંસ્થામાં પીરસવા માટેની સરકારની નેમ મુજબ આ સંસ્થા કાર્ય કરશે...
ધોરણ ૬ થી ૧૨ ની શાળાની મંજૂરી મળેલ છે.
ધોરણ ૧૧-૧૨ માં આર્ટસ કોમર્સ અને સાયન્સ વિદ્યા શાખાના વિકલ્પ સાથે વિદ્યાર્થીઓ ભણી શકશે.
વિદ્યાર્થીઓમાં રહેલ પ્રખરતા શોધી
તેઓ માં JEE અને NEET જેવી જાહેર પરીક્ષાઓ માટેના સ્પર્ધાત્મક કૌશલ્યનો વિકાસ કરતી તકો પૂરી પાડવામાં આવશે.
વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક અને ગણવેશ પણ શાળા તરફથી આપવામાં આવશે.
મોડાસાના શિક્ષણ જગતના માંધાતાઓ અને શિક્ષણવિદોએ તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન રણવીરસિંહ પુવાર વાઇસ ચેરમેન પ્રભુદાસ પટેલ રસિકભાઈ પટેલ અને મંત્રી ધર્મેન્દ્રભાઈ પટેલ ની સાથે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર
જયદત્તસિંહ પુવાર ને અભિનંદન આપેલ હતા.

Address

Modasa

Opening Hours

9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Tatva Institute of Technological Studies posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Tatva Institute of Technological Studies:

Shortcuts

Share

Category