02/06/2017
ફેસબુક-ગુગલથી કરી શકશો ઈન્કમ, બસ લેવાની રહેશે બે દિવસની ટ્રેનિંગ :>>
મોટા ભાગના લોકો હાલ ફેસબુક- ગુગલનો યુઝ કરતા હોય છે. જોકે તેનો ઉપયોગ પોસ્ટ કરવા કે દોસ્તોની પોસ્ટને લાઈક કરવા કે કોઈ નવી જાણકારી માટે જ કરતા હશો. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે તમે ફેસબુક-ગુગલ દ્વારા પણ કમાણી કરી શકશો. તમે ફેસબુક, ગુગલ, ટવિટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મિડિયામાંથી પાર્ટટાઈમ જ નહિ, પરમનન્ટ ઈન્કમ પણ કરી શકો છો, આ સિવાય તમે મંથલી હેન્ડસમ સેલેરી પણ લઈ શકો છો. જોકે આ માટે તમારે બે દિવસની ટ્રેનિંગ લેવાની રહેશે. આ ટ્રેનિંગ કોઈ પ્રાઈવેટ ઈનસ્ટીટયુટ નહિ, પરતું સરકાર આપે છે. તો ચાલો જાણીએ તમે કઈ રીતે આ ટ્રેનિંગ લઈ શકો છો અને તેના દ્વારા કઈ રીતે તમને ઈન્કમ થશે.
કેન્દ્ર સરકારનું અનુમાન છે કે અગામી વર્ષ 2018માં આ સેકટરમાં 2 લાખ લોકોને નોકરીઓ મળશે. આ જ કારણે સરકાર તેના સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત યુવાઓને સોશિયલ મિડિયા માર્કેટિંગની ટ્રેનિંગ આપવા પર ફોકસ કરી રહી છે. ટ્રેનિંગની જવાબદારી કેન્દ્ર સરકારની વિશ્વનીય સંસ્થા નિસબડની પાસે છે. મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપને આધીન કામ કરી રહેલું નિરબડ ઘણાં વર્ષોથી યુવાઓને ટ્રેનિંગ આપી રહ્યું છે. નિસબડે એન્ટરપ્રેન્યોરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ ઓન સોશિયલ મિડિયા માર્કેટિંગનું આયોજન 17 અને 18 જૂને કર્યું છે.
જેવા તમે ફેસબુક કે ટવિટર એકાઉન્ટ ચેક કરો છો તો કોઈ જાહેરાતો દેખાવવા લાગે છે. આવી જ જાહેરાતો જયારે તમે સર્ચ એન્જિન ગુગલ, યાહુ, યુટયુબ પર કઈક સર્ચ કરો ત્યારે દેખાવવા લાગે છે. કંપનીઓ હવે ન્યુઝ પેપર, રેડિયો, ટીવી સહિત સોશિયલ મિડિયા પર પણ જાહેરાતો આપવા લાગી છે. આ જ કારણે હાલ કંપનીઓ સોશિયલ મિડિયા માર્કેટિંગ પ્રોફેશનલ્સની ડિમાન્ડ કરવા લાગી છે અને એટલે આવા પ્રોફેશનલ્સની ડિમાન્ડ વધવા લાગી છે.
આ પ્રોગ્રામ અંતર્ગત સોશિયલ મિડિયા માર્કેટિંગમાંથી કમાવવું, સોશિયલ મિડિયાનો યુઝ કરીને પોતાનો બિઝનેસ શરૂ કરવો, યુ-ટયુબના માધ્યમથી ડોલર કમાવવા, ગુગુલ એડસન્સના માધ્યમથી કમાણી શરૂ કરવી, ફેસબુક અર્નિગ, બ્લોગસ્પોટના માધ્યમતી અર્ન કરવું, વ્હાઈટ-એપ માર્કેટિંગ, બી2બી લિન્કડિન નેટવર્કિંગ ટિપ્સ અને ટ્રિપ, લર્ન વાયરલ માર્કેટિંગ, ઈ-કોમર્સને સોશિયલ મિડિયાથી લિન્ક કરવું, ગુગલ એડવર્ડસ, ઈનસ્ટાગ્રામ એન્ડ પિનટરેસ્ટ, વિકીપિડિયા, ડેલીમોશન, સાઉથ કલાઉડનું ઈન્ટ્રોડકશન અને વર્ક ફોર હોમ, ઓનલાઈન ક્રાઉડ ફન્ડિંગ વિશે માહિતી આપવામાં આવશે.
આ ટ્રેનિંગ પ્રોગ્રામથી સ્ટુડન્ડસ, બિઝનેસ મેન, એન્ટરપ્રેન્યોર્સ, સ્ટાર્ટઅપ્સ, કોરપોરેટ, વર્કિંગ પ્રોફેશનલ, મિડિયા પ્રોફેશનલ, હાઉસ વાઈફ, રિટાયર્ડ, એનજીઓના સભ્ય ફાયદો લઈ શકે છે. નિસબડે આ પ્રોગ્રામની ફીસ 7000 રૂપિયા રાખી છે. જેમાં ટ્રેનિંગ સિવાય સ્ટડી મટિરિયલ પણ આપવામાં આવશે. આ ટ્રેનિંગ લેવા તમે જો માગતા હોય તો તમેhttp://www.niesbud.nic.in/docs/edp-on-social-media-marketing-17-june-2017.pdf પર ક્લીક કરો.