આથી આખજ ગામની જાહેર જનતાને જણાવવાનું કે સને ૨૦૨૦/૨૧ એટલે કે તા.૧/૦૪/૨૦૨૦ થી ૩૧/૦૩/૨૦૨૧ સુધીનાં પંચાયત વેરા મકાન વેરો,ખાસ પાણી વેરો ,સામાન્ય પાણી વેરો,લાઈટ વેરો,સફાઈ વેરો ,ગટર વેરો તથા સને ૨૦૨૦/૨૧ નું જમીન મહેસુલ તથા શિક્ષણ ઉપકર ભરવાનું બાકી હોય તેમણે સત્વરે ગ્રામ પંચાયતમાં વેરા ભરી જવાં નમ્ર વિનંતી છે. લિ.આખજ તલાટી
Akhaj Gram Panchayat
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Akhaj Gram Panchayat, School, Mehsana.
પવન ફૂંકાવાની અને હળવા વરસાદી ઝાપટાની શક્યતાઓ વચ્ચે પાક સલામતી માટે ખેડૂતોને માર્ગદર્શન
..................
માહિતી બ્યુરો, પાટણ
હવામાન વિભાગની પ્રાથમિક આગાહી અનુસાર આગામી એક-બે દિવસમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થનાર હોઇ પવન ફૂંકાવાની શક્યતા છે અને ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતાઓ રહેલી છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ પાક સંરક્ષણ, જણસીને સલામત રાખવા અને સુરક્ષા જાળવવા સહિતની કાળજી રાખવી જરૂરી છે. આ અંગે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
• -ખેડૂતોએ પોતાનો ઉત્પાદિત થયેલો પાક એટલે કે ખેત પેદાશ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો.
• -ઘાસચારો વિગેરે પણ ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવો અને તાડપત્રી હાથવગી રાખવી.
• -વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે ટેકાના ભાવે વેચાણ અર્થે લઈ જવાતી ખેત જણસીઓ ઢાંકીને લઈ જવી અને હવામાન ખાતાની આગાહી હોય તેવા સમયે ખેત જણસી વેચાણ શક્ય હોય તો ટાળવું.
• -એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા વેપારી મિત્રોને વિનંતી છે.
• -પશુઓ માટેના ઢાળિયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવનમાં ઊડે નહીં તે જોવું.
• -શક્ય હોય તો બાગાયતી પાકો માં પણ કાળજી લેવી જેમ કે શાકભાજી વગેરે તૈયાર હોય તો તુરંત ઉતારી લેવું.
• -નવા વાવેતર બાબતે જેવું કે બીટી કપાસનું વાવેતર વરસાદ કે પવન ની આગાહીઓને ધ્યાને રાખી કરવું જેથી વાવેતર નિષ્ફળ ન જાય.
• -ખેતી ઇનપુટ એટલે કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં પલડે નહીં તે મુજબ રાખવો.
• -ખેતરમાં કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય.
• -ઉભા પાકમાં હાલ તુરંત નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે કે યુરિયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવું.
• -વરસાદ કે પવનની આગાહી ધ્યાને લેતા મોબાઇલ ફોન ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા માટે કે સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવી.
.....................
ગામના તમામ ખેડૂત મિત્રો તથા સરપંચશ્રી ને જણાવવાનું કે ભારત સરકારશ્રી દ્વારા જણાવ્યા મુજબ પંજાબ અને રાજસ્થાન બાજુ ફરી વાર *તીડ* નું એક ટોળું જોવા મળેલ છે, જેથી બનાસકાંઠા, પાટણ, મહેસાણા વિસ્તાર બાજુ આવવાની શક્યતા નકારી ન શકાય એટલે તમામ ખેડૂતો જાગૃત રહેશો, જો ક્યાંય પણ તીડ નજરે પડે તો તરત જ થાળી-વેલણ, ઢોલ નગારા વગાડવા, મોટે થી અવાજ કરવો તેમજ ધુમાડો કરવા જેવી પ્રવૃત્તિ કરવી જેથી તીડ ભગાડી શકાય, તથા તેની જાણ ગ્રામસેવકશ્રી તેમજ તલાટીશ્રીને તાત્કાલિક કરવી..
લી... તલાટી આખજ
મહેસાણા જિલ્લામાં ચોરી-છુપીથી પ્રવેશનાર લોકો સામે સખ્ત પગલાં લેવાશે
અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવેલ વ્યક્તિઓની જાણ નહિ કરનાર દંડાશે
-----------------------------------------------
અન્ય જિલ્લા કે રાજ્યમાંથી આવેલ વ્યક્તિઓને આશ્રય આપનાર
વ્યક્તિ જાણ નહિ કરેતો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
-જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલ
-------------------
મહેસાણા
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મોલીપુર ગામ,સતલાસણા તાલુકાના સુદાસણા ગામ અને મહેસાણા તાલુકાના છઠીયારડા ગામોમાં કોવિડ-૧૯ના પોઝીટીવ કેસો મળી આવેલ છે.આવા કેસોના કોન્ટેક્ટ સર્વેલન્સ તેમજ વિગતવાર સંશોધનમાં માલુમ પડ્યુ છે કે લોકડાઉના સમયગાળા દરમિયાન મહેસાણા જિલ્લાની હદમાં બહારના જિલ્લામાંથી ચોરીછુપીથી પ્રવશેલા ચેપગ્રસ્ત ઇસમો તેમના પરીવારજનો તેમજ નજીકના વ્યક્તિગત સંપર્કવાળા વ્યક્તિઓ થકી કોરોના વાયરસ ફેલાયો છે.
મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલે કડકપણે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાની હદમાંથી પ્રવેશેલા ચેપગ્રસ્ત ઇસમો તેમજ તેમના પરીવારજનો કે જેમને લોકડાઉન દરમિયાન અવર-જવર ઉપર મુકાયેલા પ્રતિબંધોનો ભંગ કરી આશ્રય લીધો છે અને તંત્રને જાણ કરી નથી તેવા લોકો સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે
જિલ્લા કલેકટરશ્રીએ સ્પષ્ટતા કરી હતી કે અન્ય જિલ્લામાંથી કે અન્ય રાજ્યમાંથી મહેસાણા જિલ્લામાં પ્રવેશતી વ્યક્તિઓની જાણ આશ્રય લેતા હોય તેઓએ નજીકના પોલીસ સ્ટેશન,નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સંબધિત મામલતદારશ્રીને અચુક કરવાની રહેશે.જો આવી જાણ નહિ કરવાના કિસ્સામાં બહારથી ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ચેપગ્રસ્ત વ્યક્તિઓ મળી આવશે તો તેઓની સામે ફોજદારી કાર્યવાહી સાથે આશ્રય આપનારી વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી કરાશે.આ પ્રકારની જાણ નહિ કરનાર ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ તેમજ ધી એપેડેમિક ડીસીઝીસ એક્ટ ૧૮૯૭ તથા તે હેઠળ ઘડવામાં આવેલ ધ ગુજરાત એપીડેમિક ડીસીઝીસ કોવિડ-૧૯ નિયમો ૨૦૨૦ અનુંસાર શિક્ષાને પાત્ર થશે
જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલે ભારપૂર્વક અપીલ કરી કાયદેસર રીતે મહેસાણા જિલ્લાની હદમાં અન્ય રાજ્યમાંથી કે અન્ય જિલ્લામાંથી પ્રવેશેલા વ્યકિતિઓએ ફરજીયાત ૧૪ દિવસ માટે ચુસ્તતાપુર્વક હોમ ક્વોરન્ટાઇન અને સોશ્યલ ડિસ્ટન્સ સહિત સરકારે જાહેર કરેલ માર્ગદર્શિકાનું પાલન કરવા અનુંરોધ કર્યો છે.
જિલ્લામાં ગેરકાયદેસર રીતે પ્રવેશલી વ્યક્તિઓની જાણ જે ઘરમાં આશ્રય લીધો હોય તેવી વ્યક્તિઓ દ્વારા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમ નંબર ૦૨૭૬૨-૨૨૨૨૨૦,જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના ટેલીફોન નંબર ૦૨૭૬૨-૨૨૨૩૨૪ તથા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૬૨-૨૨૨૧૩ તેમજ ૧૦૦ ઉપર કરવાની રહેશે.
જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલે ઉમેર્યું હતું કે ૦૪ મે ૨૦૨૦ થી અમલમાં આવેલ લોકડાઉન મેઝર્સ દરમિયાન ગૃહમંત્રાલયની માર્ગદર્શિકા મુજબ ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓ,૧૦ વર્ષથી નીચેના બાળકો,સગર્ભા બહેનો તથા હયાત રોગથી પીડાતા વ્યક્તિઓને ઘરની બહાર નીકાળવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે .જેનું પાલન કરવાનું રહેશે.માત્ર ઇમરજન્સી કે તબીબી કારણો સિવાય ઘરની બહાર નીકળે નહિ તેમજ કાયદાનું પાલન કરી કોરોનાના સંક્રમણથી બચીએ તેમ જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું
05/05/2020
Gam ma bhar thi prvesh karta lokone sanitation gam ni Panchayat bank seva mandali dukano nu aje gram panchayat dvara sanitaijation
04/05/2020
આખજ તા.જી :- મહેસાણા ગામે કોરોના વાયરસ લોકડાઉન સમય દરમિયાન ઠંડા પીણા તેમજ exepir માલસામાન નો સ્વયંસેવક તથા પંચાયત દ્વારા તા.૦૪/૦૫/ા૨૦૨૦ ના રોજ નિકાલ આવ્યો.
કોરોના વાયરસ ની મહામારી ના વ્યાપ વધવા ના કારણોસર ને લઈ ને વધતા જતા સંક્રમણ થી કાળજી લેવા ના ભાગરૂપે આવતીકાલ તારીખ ૪-૫-૨૦૨૦ થી આખજ તા.મહેસાણા ગામે ગામ ની અંદર બહાર ગામ થી આવતા કોઈપણ વ્યક્તિ પ્રવેશ કરવા માટે ગ્રામ પંચાયત મા જાણ કરી તેઓ ની આરોગ્ય ચકાસણી કરાવ્યા સિવાય કોઈ એ પણ પ્રવેશ કરવો નહિ અને કોઈપણ વ્યક્તિ પરવાનગી સિવાય પ્રવેશ કરેલો ગ્રામ પંચાયત ને માલૂમ પડશે તો તેના વિરૂધ્ધ પોલિશ કાર્યવાહી કરવામાં આવશે ..આ પ્રવેશ નહિ આપવા બાબતે મામલતદાર વ ઇન્સિડન્ટ કમાન્ડર સાહેબ શ્રી મહેસાણા ના તારીખ ૩-૫-૨૦૨૦ થી થયેલ આદેશ મુજબ અમલ કરી તેનું રજીસ્ટર નિભાવવા નું થાય છે તો ગામ ના દરેક નાગરિકો એ આ આદેશ નો અમલ કરવા તથા કોઈ પણ વ્યક્તિ ગામ માં પરવાનગી સિવાય પ્રવેશ કરે તો તે અંગે ગ્રામ પંચાયત ને ધ્યાન દોરવા જાણ કરવામાં આવે છે. દરેક ગ્રામ જનો એ તારીખ ૧૭-૫-૨૦૨૦ સુધી ચુસ્તપણે લોક ડાઉન નો અમલ કરવાનો છે..
ઘર માં રહો ....સુરક્ષિત રહો....
હુકમથી કોવિડ ૨૦૧૯ અમલીકરણ અધિકારી શ્રી આખજ ગ્રામ પંચાયત તા.મહેસાણા
Akhaj game gram panchayat uma sankul na sahyog thi corona same rog pratikark sakti mate ukala vitran.......
આખજ ગ્રામ પંચાયત
તા.જી :- મહેસાણા
કોરોના વાયરસ COVID-19 લોકડાઉન ભાગ – ૨ અંગે જાહેર સુચના
આથી આખજ ગ્રામ પંચાયત તા.જી :- મહેસાણા ના વિસ્તારમાં આવતા તમામ ગ્રામજનોને તેમજ વ્યવસાયીક ધંધાદારીઓને હાલમાં ઉદભવેલ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ COVID-19 ને લઈને સરકારશ્રી દ્વારા હાલમાં લોક ડાઉન ભાગ -૨ નો અમલ તા.૧૫/૦૪/૨૦૨૦ થી ૦૩/૦૫/૨૦૨૦ ની મધ્યરાત્રી સુધી વધારેલ છે. તો સરદાર શ્રીની ગાઈદલાઈન નો ચુસ્તપણે અમલ કરવાનો થાય છે. તો આખજ ગ્રામ પંચાયત દ્વારા નીચે મુજબ ની સુચનાઓ આપવામાં આવે છે.
(૧) આવશ્યક સેવાઓ માટેની કરીયાણા,શાકભાજીની દુકાનો માટેની જેઓને પરવાનગી હશે તેઓ જ દુકાનો સવારે ૮:૦૦ થી
૧૧:૦૦ તથા સાંજે ૬:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકશે.
(૨) દરેક દુકાનદારો એ પોતે ગ્રાહકો પાસે સોશીયલ ડીસ્ટન્ટ જળવાઈ રહે તે રીતે વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ જે ભાવથી
માલસામાન વેચવાનો થતો હોય તેજ ભાવે વેચવાનો રહેશે. જો ભાવથી વધુ રકમ લેવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી
કરવામાં આવશે.
(૩) ગ્રામ પંચાયત વિસ્તારમાં દરેક નાગરીકો એ ફરજીયાત પણે મોઢા ઉપર માસ્ક,દુપટ્ટો કે રૂમાલ બાંધીને જ બહાર નિકળવાનું
રહેશે.
(૪) ગામમાં બહાર ગામથી આવેલ કોઈપણ વ્યક્તિ તીએ ટ્રાવેલ હીસ્ટ્રી છુપાવશે તો જાણ થયેથી તેની વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી
તથા રૂ.૫૦૦૦/- દંડ કરવામાં આવશે તેમજ તે વ્યક્તિ ને આખજ પ્રાથમિક શાળા અથવા આર.જે.પટેલ વિદ્યા વિહાર માં
તમામને એક જ રૂમમાં રાખવામાં આવશે.
(૫) હાલમાં લોકડાઉન નો અમલ હોઈ ગામની અંદર કોઈપણ વ્યક્તિ ને બહારગામ થી આવવા માગતો હોય તો તેને ગામમાં
પ્રવેશ આપવા દેવામાં આવશે નહી. આકસ્મિક સંજોગોમાં જરૂર જણાય તો સરપંચ ની પરવાનગી મેળવવાની રહેશે.
(૬) ફોજદારી કલમ ૧૪૪ હાલમાં લાગુ હોઈ ગામમાં કોઈપણ જગ્યાએ ૪ (ચાર) કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહી.જો
આ અંગે કોઈ ફરીયાદ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રૂ.૧૦૦૦/- દંડ પણ વસુલ કરવામાં આવશે.
(૭) હોમ ક્વોરોટાઈન કરેલ કોઈપણ વ્યક્તિ જો બહાર નીકળશે તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
(૮) કામ વગર બહાર બેસતા લોકો ના ફોટા પાડી મો. ૯૯૭૯૭ ૪૬૮૪૭ ઉપર વોટસ અપ કરવા નમ્ર વિનંતી. જેથી તેમની
વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકાય.
(૯) ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વડીલો તથા બાળકોની ખાસ કાળજી રાખવી.
(૧૦) જ્યાં સુધી કોરોના વાયરસનું નિયંત્રણ ના આવે ત્યાં સુધી ઠંડા પીણા બંધ રાખવા આ સુચના નું પાલન ન કરનાર ને પંચાયત
દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે.તથા પંચાયત દ્વારા રૂ.૧૦૦૦/- (અંકે રૂપિયા એક હજાર ) નો દંડ વસુલ કરવામાં
આવશે. તેમજ જાહેર માં થુંકનાર કે ગંદકી કરનાર ને રૂ.૫૦૦/- (પાંચસો ) દંડ કરવામાં આવશે.
(૧૧) કોઈએ પણ કોઈપણ પ્રકારના ધાર્મિક,સામાજીક ,રાજકીય શૈક્ષણિક મેળાવડા કે ફંકશન કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
(૧૨) આપ સૌ નાગરીકો દ્વારા આખજ ગ્રામ પંચાયત ની ઉભી કરેલ વ્યવસ્થા તથા સુચનાઓનું પાલન નહી કરવામાં આવે તો
અથવા અવ્યવસ્થા ઉભી કરવામાં આવશે તો દંડનીય કાર્યવાહી તેમજ પોલીસ ફરીયાદ કરવામાં આવશે.
વધુમાં જો કોઈપણ પ્રકારની તકલીફ હોય તો સરપંચશ્રી આખજ મો.૯૪૨૬૫ ૨૧૬૬૬ તથા તલાટીશ્રી આખજ મો.૯૯૭૯૭ ૪૬૮૪૭ તથા જે તે વોર્ડના સદસ્ય નો સંપર્ક કરવો.
નોવેલ કોરોના વાઈરસ (covid-19) ની મહામારીનો ફેલાવો અટકાવવા મોજે :- આખજ તા.જી :- મહેસાણા ગામની ગ્રામ્ય લેવલ કમિટી નીચે મુજબ છે.
અ.નં નામ હોદો સંપર્ક નંબર
૧ પટેલ પુરીબેન પ્રભુદાસ અધ્યક્ષ (સરપંચશ્રી) ૯૪૨૬૫ ૨૧૬૬૬
૨ સુથાર આનંદ.આર સભ્ય સચિવ (પંચાયત મંત્રીશ્રી) ૯૯૭૯૭ ૪૬૮૪૭
૩ પટેલ દિપેશકુમાર .વી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ૯૯૨૪૫ ૪૬૩૯૬
૪ પટેલ વિ.પી માધ્યમિક શાળાના આચાર્યશ્રી ૯૯૦૯૦ ૫૫૪૦૦
૫ સાગર ભરતભાઈ ડાહ્યાભાઈ ગ્રામ સેવક ૯૭૨૪૦ ૩૧૩૯૩
૬ પટેલ ગોરધનભાઈ મંગળદાસ પ્રમુખશ્રી દુ.ઉ.મં.લી ૯૭૩૭૬ ૭૬૯૨૫
૭
નાયી પરેશભાઈ આરોગ્ય વિભાગના કર્મચારીશ્રી(MPW) ૯૪૨૬૭ ૨૨૮૬૯
પટેલ લીલાબેન આરોગ્ય વિભાગના કર્મચારીશ્રી(FHW) ૯૦૯૯૯ ૬૩૫૦૧
૮ નાયી પ્રવિણાબેન બળવંતભાઈ આંગણવાડી કાર્યકરશ્રી ૭૪૩૩૯ ૭૪૪૮૩
રાવળ કોકિલાબેન ધીરૂભાઈ આંગણવાડી કાર્યકરશ્રી ૭૪૩૩૯ ૭૪૪૮૨
૯ ગુર્જર ભાવનાબેન ચંદુભાઈ આશાવર્કરશ્રી ૭૪૭૪૮ ૮૩૭૨૦
પ્રજાપતિ લત્તાબેન કમલેશભાઈ ૭૪૭૪૮ ૮૩૭૧૮
૧૦
પટેલ ભરતભાઈ વિષ્ણુભાઈ
ગામના સામાજીક આગેવાનો
૯૪૨૮૩ ૮૬૫૯૯
રાવળ કમસીભાઈ નાથાભાઈ ૭૩૫૯૨ ૯૯૦૨૮
રબારી કાનજીભાઈ ગણેશભાઈ ૯૭૧૪૦ ૯૦૭૨૪
પટેલ શૈલેષભાઈ પુંજીરામ ૯૭૨૬૧ ૩૬૯૫૭
પટેલ આશાબેન રશમીકાંન્ત ૯૯૨૫૯ ૬૮૦૨૧
રાવળ ભાવનાબેન મહેશભાઈ ૯૯૨૫૯ ૬૮૦૨૧
પટેલ ઈંદ્રવદન કનૈયાલાલ ૯૦૯૯૯ ૬૧૪૮૨
૧૧ પટેલ ચેતનકુમાર જયંતિલાલ સંચાલકશ્રી સેવા સહ.મંડળી ૯૭૩૭૬ ૭૬૯૨૬
કમિટીના આમંત્રિત સભ્યશ્રીઓ
અ.નં નામ હોદો સંપર્ક નંબર
૧ પટેલ મુકેશભાઈ જીલ્લા પંચાયત સદસ્યશ્રી ૯૯૨૫૩ ૧૦૩૮૦
૨ ઠાકોર ભાવનાબેન કનુજી તાલુકા પંચાયત સદસ્યશ્રી ૯૯૨૪૨ ૯૨૦૨૭
૩ પટેલ પ્રભુદાસ વિઠલદાસ ડીરેકટર APMC મહેસાણા
માજી ઉપસરપંચ ૯૪૨૬૫ ૨૧૬૬૬
સુથાર દિનેશભાઈ વિઠલદાસ
૯૪૨૭૬ ૭૬૭૨૦
આથી આખજ ગામની જાહેર જનતાને જણાવવાનું કે હાલમાં કોરોના વાયરસ COVID -19 ની વૈશ્વિક મહામારીમાં ગ્રામ પંચાયત દ્વારા નક્કી કર્યા મુજબ ગામમાં કોઈ બહારથી ઈસમ પ્રવેશ કરશે તો તેની ઉપર કાનુની કાર્યવાહી તથા રૂ.૫૦૦૦/- દંડ કરવામાં આવશે તેમજ તે વ્યક્તિ ને આખજ પ્રાથમિક શાળા અથવા આર.જે.પટેલ વિદ્યા વિહાર માં તમામને એક જ રૂમમાં રાખવામાં આવશે.
02/04/2020
મહેસાણાની આખજ સેવાભાવી સંસ્થા અક્ષય દ્વારા ઉમદા કાર્ય @LIVE24 મહેસાણાની આખજ સેવાભાવી સંસ્થા અક્ષય દ્વારા ઉમદા કાર્ય
Click here to claim your Sponsored Listing.
Location
Category
Telephone
Website
Address
Mehsana
384460