30/01/2026
તારીખ ૨૯-૦૧-૨૦૨૬ ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટી,ના કુલપતિ શ્રી તેમજ સંશોધન નિયામકશ્રી,ડો. ટી. આર. અહલાવત સાહેબ તેમજ સહ સંશોધન નિયામકશ્રી ડો. વી. આર. નાયક સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અત્રેના કૃષિ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી,માંગરોળ કચેરી ખાતે એક દિવસીય ખેડૂત શિબિર “શિયાળુ પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ તેમજ રોગ જીવાત નિયંત્રણ ” કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં ૪૦-૪૫ ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કર્યક્ર્મમાં કૃષિ તજજ્ઞ ડો. આર. એન. મન્સુરી,ડો. સચિન. આર. પટેલ,અને ડો. નરેન્દ્રસિહ દ્રારા માંગરોળ તાલુકામાં થતાં પાકોની વિવિધ જાતો તેમજ તેની વિજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને રોગ જીવાત નિયંત્રણ તથા જમીન ચકાસણી અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તે માટે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ વિસ્તરણ અધિકારી (ખેતી )દ્રારા ખેતીવાડી ની વિવિધ યોજનાઓ વિષે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.