Shree V F Chaudhari Sec & High Sec School, Mandvi

Shree V F Chaudhari Sec & High Sec School, Mandvi EDUCATION

અત્રેની શાળાના શિક્ષક મિત્રોએ આજ રોજ યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું, જે માટે શાળા પરિવાર ખૂબ ગર્વની લાગણી અ...
16/09/2025

અત્રેની શાળાના શિક્ષક મિત્રોએ આજ રોજ યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું, જે માટે શાળા પરિવાર ખૂબ ગર્વની લાગણી અનુભવે છે તેમજ લોક સેવાની ભાવનાને બિરડાવે છે.
સૌ કર્મનિષ્ઠ શિક્ષક મિત્રોનો હદયપૂર્વક આભાર.

શ્રી પ્રફુલ્લત્તા સેવા કર્મ ટ્રસ્ટ, વ્યારા સંચાલિત શ્રી વી.એફ.ચૌધરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવી.ખાતે, તારીખ...
28/06/2025

શ્રી પ્રફુલ્લત્તા સેવા કર્મ ટ્રસ્ટ, વ્યારા સંચાલિત શ્રી વી.એફ.ચૌધરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવી.ખાતે, તારીખ:-૨૮/૦૬/૨૦૨૫ ને શનિવારના રોજ " કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025" કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શુભ શરૂઆત મુખ્ય મહેમાનશ્રી માનનીય મંત્રીશ્રી, કુંવરજીભાઈ હળપતિ (આદિજાતિ અને શ્રમ રોજગાર મંત્રાલય ગુજરાત સરકાર, ગાંધીનગર) અને મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અને શાળાના પ્રિન્સિપાલ અતુલકુમાર બી.ચૌધરી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આવેલ તમામ મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. માનનીય મંત્રીશ્રી ના હસ્તે ધોરણ ૯ માં ૩૦૪ અને ધોરણ ૧૧ માં ૧૮૦ એમ કુલ ૪૮૪ વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રવેશ કરાવ્યો હતો. તથા ધોરણ ૯ થી ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓને અને વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને તેમજ વર્ષ દરમિયાન ૧૦૦ ટકા હાજરી હોય તેવા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. માનનીય મંત્રીશ્રી દ્વારા આ કાર્યક્રમને અનુરૂપ પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું. તેમજ સૌને માર્ગ સલામતી અને મિશન લાઈફ વિશે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, શ્રી આર.બી.બારડ સાહેબ (મદદનીશ કમિશનરશ્રી આદિજાતિ વિકાસ સુરત), શ્રી ઓ.એમ.પરમાર સાહેબ (આદિજાતિ વિકાસ અધિકારી સુરત), એજ્યુકેશન ઇન્સ્પેક્ટરશ્રી નરેન્દ્રભાઈ વસાવા, માંડવી તાલુકા મામલતદારશ્રી મિસ્ત્રી સાહેબ, માંડવી તાલુકાના બી.આર.સી, લાઇઝન અધિકારીશ્રી, શાળાના કેમ્પસ ડાયરેક્ટર નાનસિંગભાઈ ચૌધરી તથા અન્ય અધિકારીશ્રીઓ અને વિવિધ ગામના સરપંચશ્રીઓએ અને વાલી મિત્રોએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમના અંતે શાળાના સુપરવાઇઝર શ્રી સુરેશભાઈ ચૌધરી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના ઓ.એસ. શ્રી હરીશભાઈ ચૌધરી અને તમામ શિક્ષક મિત્રોએ સહયોગ આપ્યો હતો અને મહેમાનશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો.

21/06/2025

વિશ્વ યોગ દિવસની ઉજવણી

વિશ્વ સિકલસેલ દિવસ ઉજવણીના ભાગ રૂપે આજ રોજ અત્રેની શાળામાં સરકારી હોસ્પિટલના HOD ડૉ. નરેન્દ્રભાઈ તેમજ એમની સમગ્ર ટીમે શા...
19/06/2025

વિશ્વ સિકલસેલ દિવસ ઉજવણીના ભાગ રૂપે આજ રોજ અત્રેની શાળામાં સરકારી હોસ્પિટલના HOD ડૉ. નરેન્દ્રભાઈ તેમજ એમની સમગ્ર ટીમે શાળામાં આવી, વિદ્યાર્થીઓને સિકલ સેલ વિશે સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. જેથી બાળકો તેમજ સમાજમાં સિકલસેલ રોગને કંટ્રોલ કરવામાં માટેના પગલાં લઇ શકાય. તેમજ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિગ પણ કરવામાં આવ્યું હતું.

18/06/2025
આજ રોજ શ્રી પ્રફુલ્લત્તા સેવા કર્મ ટ્રસ્ટ વ્યારા સંચાલિત શ્રી વી એફ ચૌધરી માં. અને ઉ.માં. શાળા માંડવી ખાતે માતુશ્રી હરિભ...
16/06/2025

આજ રોજ શ્રી પ્રફુલ્લત્તા સેવા કર્મ ટ્રસ્ટ વ્યારા સંચાલિત શ્રી વી એફ ચૌધરી માં. અને ઉ.માં. શાળા માંડવી ખાતે માતુશ્રી હરિભાઈ ગોટી ટ્રસ્ટ દ્વારા સુરત શહેરના જાણીતા મોટીવેશનલ સ્પીકર શ્રી દેવરાજભાઈ ચૌધરી દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને સફળતાનાં સોપાનો પર કાર્યક્રમ યોજાયો હતો.

ગત રોજ શાળામાં "સંસ્કાર અને મૂલ્ય આધારિત શિક્ષણ તેમજ સર્વાંગી સ્વાસ્થ્ય" વિશે માનનીય રાજ્યપાલશ્રીનું વકતવ્યને નિહાળતા શા...
13/06/2025

ગત રોજ શાળામાં "સંસ્કાર અને મૂલ્ય આધારિત શિક્ષણ તેમજ સર્વાંગી સ્વાસ્થ્ય" વિશે માનનીય રાજ્યપાલશ્રીનું વકતવ્યને નિહાળતા શાળાના વિદ્યાર્થીમિત્રો.

Address

Ambaji Naka
Mandvi
394160

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree V F Chaudhari Sec & High Sec School, Mandvi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category