htr_mayur

htr_mayur જ્યારે મળીએ .....દિલ થી મળીએ..

02/02/2024

આજનું આચમન....

સમસ્યાના સાગર તરી જાણજે,
મળ્યું છે જીવન તો જીવી જાણજે…

પરીક્ષા પ્રભુનેય દેવી પડે,
થઇ અગ્નિમાં કંચન, તપી જાણજે…

ફુલોથી ઘણું શીખવાનું મળે,
પીસાઇનેતું અત્તર બની જાણજે…

તફાવત તું સારાં બૂરાનો સમજ,
દીવાદાંડી જગની, બની જાણજે…

વિધાતાનો કેવો આ ઉપહાર છે,
તું બુધ્ધિની લ્હાણી કરી જાણજે…

પ્રલોભનથી રહીને નિરાળો ‘રવિ’!
જીવન તો છે ઠીક, પણ મરી જાણજે.

02/02/2024

મતિવાક્ય:-
જે પ્રકાશ આપે છે તેને અંદર થી બળતા રહેવું પડે છે,જે સર્જન કરે છે તેને અંદરથી તૂટતા રહેવું પડે છે..

01/02/2024

આજનુંઆચમન.....

કેમ વળતી આંખમાં ઝાંખપ તે પૂછ,
કેટલી તારા વગર ઓછપ તે પૂછ.

મેં બધું પાલવમાં સંકોરી લીધું;
સાચવી જે આજ લગ વ્હાલપ, તે પૂછ.

વિસ્તરી ઘેરી વળ્યાં’તા રણ પછી;
રેતમાં કેવી હતી લીલપ, તે પૂછ.

છે તરસ આકંઠ દરિયાને હજુ,
કાં વળી કાંઠે પછી ખારપ, તે પૂછ.

ક્યાય ના મળવું, હતું એવું નસીબ !
મેં કરેલું ક્યાં જઈને તપ, તે પૂછ.

👌👌

01/02/2024

મતિવાક્ય:-
જો આપણે કોઈનું કંઈ ના બગાડીએ ને,
તો કોઈ આપણું કંઈ ના બગાડી લે !!

17/12/2023

મતિવાક્ય:-
ધાર્યુ ના થઇ શકે તો કંઈ નહિ,
કયારેક....અણધાર્યું પણ અફલાતુન થઈ જતું હોય છે.☺️👍

સદવાચન પર્વ  #૨૦૨૩પુસ્તક:-૧૨મનનનીતા કોટેચા👀 👀સમાચારપત્રોમાં આવતી ગુજરાતી ટુંકી વાર્તા સંગ્રહ સમ આ પુસ્તિકા નીતા કોટેચાની...
04/06/2023

સદવાચન પર્વ #૨૦૨૩
પુસ્તક:-૧૨
મનન
નીતા કોટેચા
👀 👀
સમાચારપત્રોમાં આવતી ગુજરાતી ટુંકી વાર્તા સંગ્રહ સમ આ પુસ્તિકા નીતા કોટેચાની સાહિત્ય જગત માં પા પા પગલી છે... વાર્તાઓ નું કથાવસ્તુ લાજવાબ ... પણ સ્પાર્ક મને ન દેખાયો ....(સાલું... કદાચ મોપાસા, ઓ હેનરી, કે મન્ટો ને વાંચ્યા પછી નું હેંગઓવર પણ હોય)
હા... વાર્તા માં સત્યતા મબલખ લાગી... સ્વપ્નિલ, ચૂંદડી, બુરખો જેવી વાર્તાઓ ખૂબ ગમી....
૪/૫
👌👌👌👌

સદવાચન પર્વ  #૨૦૨૩પુસ્તક:-૧૧હિમાલયનાં ચાર ધામસ્વામી સચ્ચિદાનંદ👀 👀જીવનમાં શક્ય હોય તો એક વાર હિમાલયનાં દર્શન જરૂર કરવાં. ...
04/06/2023

સદવાચન પર્વ #૨૦૨૩
પુસ્તક:-૧૧
હિમાલયનાં ચાર ધામ
સ્વામી સચ્ચિદાનંદ
👀 👀
જીવનમાં શક્ય હોય તો એક વાર હિમાલયનાં દર્શન જરૂર કરવાં. કોઈ વસ્તુને જોવી અને દર્શન કરવાં તેમાં અંતર છે. જ્યારે તમે કોઈ વસ્તુ કે વ્યક્તિને માત્ર આંખો અને બુદ્ધિથી જુઓ છો ત્યારે તે માત્ર જોવાનું જ થાય છે, પણ જ્યારે તમે કોઈ વસ્તુ કે વ્યક્તિને શ્રદ્ધા અને અહોભાવથી જુઓ છો ત્યારે તે દર્શન થાય છે. માત્ર જોનારને જ્ઞાન મળે છે. પણ શ્રદ્ધા સાથે જોનારને જ્ઞાનની સાથે પ્રસાદ પણ મળે છે, ધન્યતા મળે છે. ધર્મ, શ્રદ્ધા આધારિત હોય છે અને શ્રદ્ધાનાં જુદાં-જુદાં કેન્દ્રો હોય છે. એ બધાં કેન્દ્રોમાં એક કેન્દ્ર છે ‘તીર્થ'. આપણા પૂર્વજોએ તીર્થોની રચના કરી છે. જેમાં પર્વત, નદીઓ, સરોવરો, સમુદ્ર, જન્મસ્થાનો, મૃત્યુસ્થાનો, જ્ઞાનસ્થાનો વગેરેને વણી લીધાં છે. તીર્થો ભારતભરમાં ફેલાયેલાં છે. આના કારણે સામાન્ય માણસ પણ પૂરા ભારતનું દર્શન કરી શકે છે. જો આ તીર્થો ન હોત તો ભારત ભ્રમણ કોણ કરત ? તો આ એકતા કેવી રીતે થાત ! પ્રત્યેક હિન્દુને પોતાનાં તીર્થો ફરવાની અદમ્ય ઝંખના રહેતી હોય છે. જ્યારે તેને તીર્થાટન કરવાનો યોગ મળે છે તે ધન્ય ધન્ય થયાનો અનુભવ કરે છે. તીર્થોમાં ઘણો બગાડ હતો અને છે, પણ તે આપણી અક્ષમતા અને અવ્યવસ્થાથી છે. તેને દૂર કરવો જોઈએ. તીર્થો સુધારવાં જોઈએ. તેનો ઉચ્છેદ કરવાનો ન હોય. જે વસ્તુ ઉપર ડાઘ પડ્યો છે તેને દૂર કરવાનો હોય, વસ્તુને જ બાળી નાખવાનીન હોય...
હિમાલયનાં ચાર ધામો નું વર્ણન અને માહિતી આ પુસ્તકમાં નથી પણ યાત્રા નો આનંદ જોર શોર થી બોલે છે... મજા આવી...
(૪.૫/૫)
👌👌👌👌👍

03/06/2023

Happy journey
💐💐😍😍
Bangluru

05/03/2023
12/10/2022

શરદપૂનમ ની મોજ

Address

Madhapar
370020

Alerts

Be the first to know and let us send you an email when htr_mayur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to htr_mayur:

Shortcuts

Share

Category