21/10/2024
લીંબડી મંડળ સંચાલિત શ્રી દેવાનંદ સ્વામી વિદ્યાલય બળોલ (ભાલ) નો આ નવો લોગો તૈયાર કરવામાં આવ્યો છે. આ લોગોમાં ભાલ પંથકના ઘઉં અને ચણાનું પ્રતિક છે તથા જે સહજાનંદ સ્વામી જેમને લેવાય એમના ગામ આવ્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે નંદ સ્વામી તરીકે નો સમૂહ ઓળખાય છે તેમાં સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત એવા શ્રી દેવાનંદ સ્વામીજી નું પણ પ્રતિક છે. શાળા અને શિક્ષણ નું મુખ્ય ધ્યેય જ્ઞાન છે, અને જ્ઞાન વિશે શ્રીમદ ભગવત ગીતાનો અધ્યાય 4 નો શ્લોક 38 માં સૌથી શ્રેષ્ઠ વાત કહેવામાં આવી છે *न हि ज्ञानेन सदृशं पवित्रमहि विद्यते ।।* અર્થાત્ જ્ઞાન સમાન પવિત્ર બીજું કશું નથી. આ સૂત્ર ને પણ લોગો માં શાળા ના મુખ્ય ધ્યેય સૂત્ર તરીકે વણી લેવામાં આવ્યું છે, તથા વિજ્ઞાન અને ટેકનોલોજી નાં પ્રતિક સમાન કોમ્પ્યુટર અને માઈક્રોસ્કોપ ને પણ લોગોમાં સ્થાન અપવમાં આવ્યું છે. અને સ્કૂલ ની સ્થાપના 15 જૂન 1963 ને પણ દર્શાવવામાં આવેલ છે. ટુંકમાં શાળા ના આ લોગોમાં શાળાના ભૌગોલિક, આધ્યાત્મિક, શૈક્ષણિક, વૈજ્ઞાનિક એમ બહુવિધ ખ્યાલો અને સંકલ્પનાઓને અભિવ્યક્ત કરે એવો સિમ્બોલ (લોગો) સર્જવામાં આવ્યો છે.