18/11/2023
વિઝન —2024 અંતર્ગત આજે લાભપાંચમ ના પવિત્ર દિવસે શ્રી દેવાનંદ સ્વામી વિદ્યાલય—બળોલ ખાતે સ્કૂલ રીનોવેશનનો શુભારંભ.
~~~~~~~~~~~~~~~~~
લીંબડી કેળવણી મંડળનાં સહમંત્રી અને વિઝન— 2024 પ્રોજેક્ટનાં સ્વપ્ન દ્રષ્ટા અને માર્ગદર્શક એવા શ્રી પ્રકાશભાઇ સોની સાહેબ દ્વારા લીંબડી કેળવણી મંડળની તમામ અગ્યાર સંસ્થાઓમાં નવીનીકરણ અને અત્યાધુનિકીકરણનાં પ્રોજેક્ટ હાથ ધરેલ છે, ત્યારે વધુ એક ખુશી અને આનંદ વ્યક્ત કરવાનો અવસર આજે લીંબડી કેળવણી મંડળનાં આંગણે પધારેલ છે, લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી દેવાનંદ સ્વામી વિદ્યાલય—બળોલ ખાતે આજે તા. 18/11/2023 લાભ પાંચમના પવિત્ર દિવસે સવારે 8:20 થી 9:42 શુભ ચોઘડિયે રીનોવેશનનું મુહૂર્ત કરી
શુભારંભ કરેલ છે.
👉 સ્કૂલના સમગ્ર ભવનનું નામકરણ અર્થે ₹. 1500,000/— ના દાનની રકમ જાહેર કરેલ, ભવનના નામકરણના દાનના દાતાશ્રી મળી ગયેલ છે. સ્કૂલનાં મુખ્ય ભવન ઉપર નામકરણ અર્થે દાતાશ્રીની તકતી મૂકવામાં આવશે.(દાતાની વિગત ટુંક સમયમાં રજુ કરીશું.)
👉 આ સંસ્થામાં એક સાયન્સ લેબ માટે નવા રૂમનું બાંધકામ કરવાનું થાય છે, તેના માટે ₹. 2,51,000/— દાનની અપેક્ષા હતી. જે દાન મળી ગયેલ છે. રૂમ ઉપર દાતાશ્રી ની તકતી મૂકાશે. (દાતાની વિગત ટુંક સમયમાં રજુ કરીશું.)
👉 આ સંસ્થામાં એક કોમ્પ્યુટર લેબ માટે રૂમના નિર્માણ માટે દાનની જરુર છે, દાનની રકમ ₹. 3,51,000/— રાખેલ છે, દાતાશ્રી આવકાર્ય છે. કોમ્પ્યુટર લેબ રૂમ ઉપર દાતાશ્રીની તકતી મૂકવામાં આવશે.
👉 આ સંસ્થામાં એક સ્ટાફ રૂમ નિર્માણ અર્થે દાનની જરુર છે, દાનની રકમ ₹. 2,51,000/— રાખેલ છે, દાતાશ્રી આવકાર્ય છે. સ્ટાફ રૂમ ઉપર દાતાશ્રી ની તકતી મૂકવામાં આવશે.
👉 આ સંસ્થામાં એક લાયબ્રેરીના નિર્માણ અર્થે દાનની જરુર છે, દાનની રકમ ₹. 1,51,000/—રાખેલ છે, દાતા શ્રી આવકાર્ય છે. લાયબ્રેરી રૂમ ઉપર દાતાશ્રી ની તકતી મૂકવામાં આવશે.
👉 આ સંસ્થામાં એક પ્રાર્થના ખંડ ના નિર્માણ અર્થે દાનની જરુર છે, પ્રાર્થના ખંડના નિર્માણ માટે દાનની રકમ ₹. 10,00,000/— (રૂ.દસ લાખ) રાખેલ છે, દાતા શ્રી આવકાર્ય છે. પ્રાર્થના ખંડનું નામકરણ દાતાશ્રીના નામ દ્વારા કરવામાં આવશે.
બળોલ એટલે મહાન સંત દેવાનંદ સ્વામીની જન્મભૂમિ. ભગવાન સ્વામિનારાયણનાં આશીર્વાદથી તેમની પાસે દિક્ષા લીધેલ. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા સંતોમાં તેમની ગણના છે.
બળોલ એટલે ભાલ.
બળોલ એટલે ઘઉં—ચણા.
બળોલ એટલે ચોમાસામાં પાણી અને ઉનાળાની ડમરીઓ.
ભાલ તો પછાત વિસ્તાર, શિક્ષણ એટલે નગણ્ય, ત્યાં લીંબડી કેળવણી મંડળે શૈક્ષણિક ઉત્થાન માટે સ્વામીજીના નામ ઉપરથી એક હાઈસ્કૂલની સ્થાપના કરી. શૈક્ષણિક સ્તર હાઈસ્કૂલનું ઘણું ઉંચુ. ચાલુ સાલની વાત કરીએ તો એસ.એસ.સી નું રિઝલ્ટ ૮ર ટકાથી પણ વધારે આવેલ છે. પરચુરણ રિપેરીંગ માટે ૨૦ થી ૨૫ લાખ ખર્ચ થાય તેવી ગણતરી છે. શાળાનાં બિલ્ડિંગ એટલે કે ભવનનું નામ રાખવા માટે દાતાશ્રી પાસે ૧૫,૦૦,૦૦૦ (પંદર લાખ) ની અપેક્ષા હતી, તે પૂર્ણ થયેલ છે. દાતા મળેલ છે.
આજ સુધી આવેલ દાન માટે આ શાળાના પૂર્વ આચાર્ય શ્રી મહોબતસિંહ દેવુભા સોલંકી એ
શાળા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જે નોકરી કે ઊંચા વ્યવસાય સાથે જોડાયેલ હોય અને ગામના અન્ય શ્રેષ્ઠી દાતાઓને દાન આપવા પ્રેરિત કરીને ઉપર્યુક્ત આવલે દાનની રકમ સંસ્થાને મેળવી આપેલ છે. શાળાના સર્વાંગી વિકાસમાં જેમનો સિંહ ફાળો છે, એવા શ્રી મહોબતસિંહ દેવુભા સોલંકી 31/10/2020 માં નિવૃત્ત થયેલ. ત્યારે વિઝન— 2022 નો કાર્યક્રમ ચાલુ કરેલ પણ ત્યાર બાદ તુરંત ના સમયે વૈશ્વિક મહામારી કોવિડ—19 એ દુનિયા સાથે ભારત ને પણ પોતાના ભરડામાં લીધેલ. તેને કારણે વિઝન—2022 નો કાર્યક્રમ માં વિલંબ પૈદા થતાં લીંબડી કેળવણી મંડળનાં સહમંત્રી અને વિઝન— 2024 પ્રોજેક્ટનાં સ્વપ્ન દ્રષ્ટા અને માર્ગદર્શક એવા શ્રી પ્રકાશભાઇ સોની સાહેબએ વિઝન—2022 ના કાર્યક્રમ ની રૂપરેખામાં વિશાળ ફેરફાર કરીને
લીંબડી કેળવણી મંડળ ની તમામ અગ્યાર સંસ્થામાં નવીનીકરણ અને શિક્ષણ માટે અત્યાધુનિકીકરણનાં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ.
કોરોના સમયે જ વય નિવૃત્તિ થયેલ શ્રી મહોબતસિંહ દેવુભા સોલંકી એ પ્રેરિત કરેલ દાતાશ્રીઓ પણ કોરોના કાળની અસર થી વેગળા ન રહી શક્યા પણ 31/10/2020 ને રોજ શ્રી મહોબતસિંહ દેવુભા સોલંકી ભલે નિવૃત્તિ થઈ ગયા, પણ જ્યાં 32 વર્ષ સુધી સેવા ફરજ બજાવી તેવી પોતાની માતૃસંસ્થામાં આજે પણ દાન મેળવવામાં, દાતાશ્રીનો સંપર્ક કરવામાં, શાળાના નવનિર્માણ અંગે સતત મદદ અને સહકાર માટે હરહંમેશ ખડે પગે રહી ને હાજર રહે છે. લીંબડી કેળવણી મંડળ તેમની માતૃસંસ્થા પ્રત્યેના ઋણ અદા કરવાના કાર્ય તત્પરતાનું સન્માન કરે છે. નિવૃત્તિ પછી પણ સંસ્થા માટે દાન માટે દાતાશ્રીઓને પ્રેરીત કરવાના પ્રયત્નો માટે શ્રી મહોબતસિંહ દેવુભા સોલંકી અન્ય ભૂતપૂર્વ કર્મચારીઓ માટે પણ પ્રેરણા સમાન છે.
હાલમાં લીંબડી કેળવણી મંડળના પ્રમુખશ્રી પ્રવીણભાઈ. જી શાહ સાહેબ (મુંબઈ)ની પ્રેરણાથી અને લીંબડી કેળવણી મંડળના સહમંત્રી શ્રી પ્રકાશભાઈ સોની સાહેબનાં નેતૃત્વમાં ઉપરોક્ત શાળા મકાનમાં આધુનિકીકરણની કામગીરી ચાલુ છે. દાતાઓ આવકાર્ય છે.
~~~~~~~~~~~~~~~~~
📞 સંપર્ક સૂત્ર: પ્રકાશભાઈ સોની —9825215092.