Bhurgadh Anupam Primary School

Bhurgadh Anupam Primary School રણમાં ખીલતું ગુલાબ - ભુરગઢ અનુપમ પ્રા.શાળા

દીકરી નિર્મિતાના જન્મદિવસની ખુશીમાં, તેમના દાદાજી શ્રી વિરમાજી ચૌધરી તરફથી આપણી શાળાનાં બાળકો માટે ૧૭૫ ગ્લાસ અને વાટકી ભ...
13/01/2026

દીકરી નિર્મિતાના જન્મદિવસની ખુશીમાં, તેમના દાદાજી શ્રી વિરમાજી ચૌધરી તરફથી આપણી શાળાનાં બાળકો માટે ૧૭૫ ગ્લાસ અને વાટકી ભેટ આપવામાં આવ્યાં છે.
બાળકોના ઉજ્જ્વળ ભવિષ્ય અને સુવિધા માટેનો વિરમાજીનો આ ઉમદા વિચાર ખરેખર પ્રશંસનીય છે. ​દાતાશ્રીની આ ઉદારતા અને શિક્ષણ પ્રત્યેનો પ્રેમ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે. જે બદલ શાળાપરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર માને છે.
પ્રભુ દીકરી નિર્મિતાને લાંબુ અને નિરોગી આયુષ્ય અર્પે અને દાતાશ્રીના પરિવાર પર સદાય કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના...🕉️

🌸 ભુરગઢ શાળાના એક અણમોલ રતન "વિપુલભાઈ" ને ગૌરવભરી વિદાય 🌸"ખૂબ નસીબદાર હોય છે એ સંસ્થાઓ, જેમને વિપુલભાઈ જેવા નિષ્ઠાવાન અન...
02/01/2026

🌸 ભુરગઢ શાળાના એક અણમોલ રતન "વિપુલભાઈ" ને ગૌરવભરી વિદાય 🌸

"ખૂબ નસીબદાર હોય છે એ સંસ્થાઓ, જેમને વિપુલભાઈ જેવા નિષ્ઠાવાન અને જીવંત વ્યક્તિત્વ ધરાવતા શિક્ષક મળે છે."

આજે અમારો સ્ટાફ પરિવાર ભારે હૈયે પણ ગર્વ સાથે, અમારા વહાલા સાથી વિપુલભાઈ પ્રજાપતિ સાહેબને વિદાય આપી રહ્યો છે. તેમની વતન નજીક બદલી થઈ છે એ વાતનો આનંદ છે, પરંતુ એક નિખાલસ મિત્ર અને કર્મઠ સાથીના જવાથી હૃદયમાં એક ખાલીપો પણ છે.

ભૂરગઢ અનુપમ પ્રાથમિક શાળા આજે જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન ધરાવે છે, અને આ યશકલગીમાં વિપુલભાઈની મહેનત અને સમર્પણનું મોટું યોગદાન છે. તેમની શિસ્તબદ્ધ કાર્યશૈલી અને બાળકોના સર્વાંગી વિકાસ માટેની તેમની ધગશ હંમેશા પ્રેરણારૂપ રહેશે.

વિપુલભાઈ એટલે માત્ર એક શિક્ષક નહીં, પણ સ્ટાફ પરિવારની શાન. તેમનું હસમુખું વ્યક્તિત્વ અને દરેક પરિસ્થિતિમાં શાંત રહીને ઉકેલ લાવવાની ક્ષમતાએ અમને સૌને પ્રભાવિત કર્યા છે. શાળામાં થતી હસી-મજાક હોય કે શાળાના શૈક્ષણિક કાર્યો, તમારી હાજરીથી વાતાવરણમાં હંમેશા એક નવી ઊર્જા રહેતી.

સાહેબ, તમે વતન જઈ રહ્યા છો, પણ આ શાળાના કણે-કણમાં તમારી સુવાસ મહેકતી રહેશે. તમારી વિદાયથી અમારી આંખો ભલે ભરાઈ આવી હોય, પણ હૈયું ગર્વથી ફૂલાયેલું છે કે અમે તમારી સાથે કામ કર્યું. નવી શાળાના બાળકો અને સ્ટાફ ખરેખર નસીબદાર હશે જેમને તમારા જેવા 'શિલ્પી'નો સાથ મળશે.
"પગલાં ભલે બીજે પડે, પણ યાદો તો અહીં જ રહેશે,
તમારી દરેક વાત આ શાળાના આંગણે ગુંજતી રહેશે."

વિપુલભાઈ, તમારી આગામી સફર ખૂબ જ સુખદ, મંગલમય અને સફળ રહે તેવી અમારા સમગ્ર સ્ટાફ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ! 💐

ખૂબ યાદ આવશો સાહેબ... 🙏

🌿 તુલસી પૂજન 🌿આજે શાળામાં તુલસી (પ્રકૃતિ) પૂજનનું આયોજન કરવામાં આવ્યું. બાળકો બજારમાં મળતા પ્લાસ્ટિકના ફૂલ અને વૃક્ષોથી ...
24/12/2025

🌿 તુલસી પૂજન 🌿
આજે શાળામાં તુલસી (પ્રકૃતિ) પૂજનનું આયોજન કરવામાં આવ્યું. બાળકો બજારમાં મળતા પ્લાસ્ટિકના ફૂલ અને વૃક્ષોથી દૂર રહી હકીકતમાં વાસ્તવિક પ્રકૃતિનો ઉપયોગ, તેના ઔષધીય ગુણો અને અન્ય સજીવો સાથેનો સંબંધ જાણે, સમજે અને તેનું સંવર્ધન અને સંરક્ષણ કરતા થાય તે હેતુથી તુલસીના છોડનું પૂજન અને આરતી કરવામાં આવી.
આ પ્રસંગે બાળકોને તુલસીના ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આપણી સંસ્કૃતિના જતન અને પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે સૌએ તુલસીના છોડનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી. કાર્યક્રમમાં બાળકો એ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો અને બાળકોને ખૂબ મજા આવી.. 🙏✨
જય હિન્દ..

🌴હાજરી એવોર્ડ🌴નવેમ્બર-2025 માસનો હાજરી એવોર્ડ ધોરણ 2 નાં બાળકો 93.12% સાથે જીત્યાં.સમગ્ર શાળાની સરેરાશ હાજરી 91.90% રહી....
04/12/2025

🌴હાજરી એવોર્ડ🌴
નવેમ્બર-2025 માસનો હાજરી એવોર્ડ ધોરણ 2 નાં બાળકો 93.12% સાથે જીત્યાં.
સમગ્ર શાળાની સરેરાશ હાજરી 91.90% રહી.
હાજરી એવોર્ડ વિજેતા ધોરણ-2 નાં બાળકો, વર્ગશિક્ષક અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન... 💐

🎉જન્મદિવસની અનોખી ઉજવણી🎊શાળાના શિક્ષિકા બહેનશ્રી ભગવતીબેન જોષીએ પોતાના દીકરા વ્રજનંદનના જન્મદિવસના અવસરે શાળાનાં બાળકોને...
02/12/2025

🎉જન્મદિવસની અનોખી ઉજવણી🎊
શાળાના શિક્ષિકા બહેનશ્રી ભગવતીબેન જોષીએ પોતાના દીકરા વ્રજનંદનના જન્મદિવસના અવસરે શાળાનાં બાળકોને જામફળનો ફળાહાર કરાવી અનોખી રીતે ઉજવણી કરી હતી. શાળા પરિવારવતી દીકરા વ્રજનંદનને જન્મદિવસની અશેષ શુભકામનાઓ.. તથા દાતાશ્રી ભગવતીબેનનો નવતર પહેલ બદલ ખૂબ ખૂબ આભાર..🕉️

🌴ચેતનાસત્ર : ગીતાજયંતી🌴"ભગવદ્ ગીતા જયંતીના પાવન દિવસે આજે ભુરગઢ અનુપમ પ્રા. શાળામાં આધ્યાત્મિક ભાવનાથી છલકાતું અનોખું ચે...
02/12/2025

🌴ચેતનાસત્ર : ગીતાજયંતી🌴
"ભગવદ્ ગીતા જયંતીના પાવન દિવસે આજે ભુરગઢ અનુપમ પ્રા. શાળામાં આધ્યાત્મિક ભાવનાથી છલકાતું અનોખું ચેતનાસત્ર આયોજિત કરવામાં આવ્યું. સર્વપ્રથમ ગીતાપૂજનથી પાવન શરૂઆત કરવામાં આવી. બાદમાં મહાભારતનાં પાત્રોના એકપાત્રીય અભિનયનું આકર્ષક પ્રદર્શન થયું. જેમાં બાળકોએ વેશભૂષામાં સજ્જ થઈ સુંદર રીતે પાત્રપરિચય રજૂ કર્યો. ત્યારબાદ તે આધારિત પાત્ર ઓળખો પ્રવૃત્તિ અને પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ગીતાના શ્લોકોના પારાયણથી સમગ્ર માહોલને પવિત્ર બનાવ્યો. સાથે જ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા તથા ચિત્રકલા સ્પર્ધા જેવા વિવિધ સર્જનાત્મક કાર્યક્રમો દ્વારા બાળકોને તેમનું હુન્નર રજૂ કરવાની ઉત્તમ તક આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમ દ્વારા ગીતા જ્ઞાનનો સંદેશ શાળામાં પ્રસરી ઉઠ્યો."

13/08/2025
🌴દાતાશ્રીઓ તરફથી દિવાલ પંખાની ભેટ🌴દાતાની દિલાવરી જુઓ, છૂટ્ટે હાથે કરે દાન.દાતા થકી હર કાજમાં, ફૂંકાય છે ભ'ઈ પ્રાણ...  ભુ...
13/08/2025

🌴દાતાશ્રીઓ તરફથી દિવાલ પંખાની ભેટ🌴
દાતાની દિલાવરી જુઓ, છૂટ્ટે હાથે કરે દાન.
દાતા થકી હર કાજમાં, ફૂંકાય છે ભ'ઈ પ્રાણ...

ભુરગઢ અનુપમ શાળામાં પ્રાર્થના શેડ માટે ચાર દિવાલ પંખાની ભેટ આપવા બદલ દાતાશ્રીઓ (૧) ચૌધરી નરસિંહભાઈ મોડાજી (૨) ચૌધરી ભરતભાઈ ચમનાજી (૩) ચૌધરી અનાજી પ્રેમાજી અને (૪) ચૌધરી ભાવેશભાઈ વેનાજીનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

ભગવાન આપના જીવનમાં ખૂબ ધન, સંપત્તિ અને શાંતિ આપે તેવી પ્રાર્થના.... તથા આપ સૌના સહયોગ થકી આપણી શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવી શુભકામના...🕉️

ધોરણ-૫ : દીવાસળી વડે વિવિધ આકારો બનાવી ખૂણાની સમજ...
31/07/2025

ધોરણ-૫ : દીવાસળી વડે વિવિધ આકારો બનાવી ખૂણાની સમજ...

28/07/2025

આનંદદાયી શનિવાર....... ગાનસ્પર્ધા

28/07/2025

આનંદદાયી શનિવાર

Address

Agthala
Lakhni
385535

Alerts

Be the first to know and let us send you an email when Bhurgadh Anupam Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Bhurgadh Anupam Primary School:

Shortcuts

Share

Category