Madresa Noorul Quran. Kosamba. Distt: Surat

Madresa Noorul Quran. Kosamba. Distt: Surat We have good experience of teaching Quran recitation, Hifz e Quran, Urdu speaking and writing skills, Arabic public speaking, Arabic Grammars.

Khalil Ahmed Nadawi
+91- 94087- 46664
+91- 63530- 80460

31/08/2025

Molana Qari Wasi Akhtar Sahab| Independence Day Program |15/August/2025| Iqra Primary School Dadari. Tarsadi. Kosamba| Qari Wasi Akhtar sahab| Janab Ibrahim Dawjee Sahab| Molana Qutbullah Khan Nadawi Sahab| M***i Humaidali Khan Falahi Sahab| Khalil Ahmed Lulat Nadawi| |


Day

On the proud occasion of India’s 79th Independence Day, we salute the great freedom fighters whose sacrifices gave us this priceless freedom.

This day reminds us to stay united and to work with dedication for the progress and prosperity of our country.

Janab Ibrahim Yunus Dawjee Sahab
Founder: Iqra Primary School. Dadri
Tarsadi. Kosamba. 394120

Independence Day Program| 15/August/2025| Iqra Primary School Dadari. Tarsadi. Kosamba.| Madresa Umar bin Khattab Kosamba| Takmil e Hifz e Quran Program | Masjid e Umar, Program Hall| Janab Ibrahim Yunus Dawjee Sahab| Iqra Primary School Dadari. Tarsadi. Kosamba| Deeniyat Class| Quranic Arabic Class| Quran recitation| How to teach Quranic Arabic|Dua Urdu translation word to word

















ઇકરા પ્રાઇમરી સ્કૂલ, કોસંબામાં ૭૯મો સ્વતંત્રતા દિવસ ભવ્ય રીતે ઉજવાયોકોસંબા, તા. ૧૫ ઓગસ્ટ: ઇકરા પ્રાઇમરી સ્કૂલ, દાદરી–તરસ...
18/08/2025

ઇકરા પ્રાઇમરી સ્કૂલ, કોસંબામાં ૭૯મો સ્વતંત્રતા દિવસ ભવ્ય રીતે ઉજવાયો

કોસંબા, તા. ૧૫ ઓગસ્ટ: ઇકરા પ્રાઇમરી સ્કૂલ, દાદરી–તરસાડી ખાતે ભારતના ૭૯મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ધ્વજારોહણ મુફ્તી હુમૈદ અલી ફલાહી સાહેબ (તડકેશ્વર)ના હસ્તે થયું. વિદ્યાર્થીઓએ હમદ, નાઅત અને દેશભક્તિ ગીતો રજૂ કરી દેશપ્રેમનો ઉમળકો પ્રગટાવ્યો.

મુખ્ય મહેમાન મૌલાના કુતબુલ્લાહ નદવી (અંકલેશ્વર)એ શિક્ષણ અને દેશપ્રેમના મૂલ્યો પર ભાર મૂક્યો. જનાબ ઇબ્રાહીમ દાઉજી સાહેબના ત્યાગ અને વિઝનથી ચાલતી આ સ્કૂલ ગરીબ બાળકો માટે આશીર્વાદરૂપ હોવાનું સઈદભાઈ પટેલે જણાવ્યું.

જનાબ ઇબ્રાહીમ યુનુસ દાવજી સાહેબ, મૌલાના ખલીલ અહમદ લુલાત નદવી સાહેબ , કારી વસી અખ્તર સાહેબ તથા અન્ય મહેમાનોની હાજરીએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો. અંતમાં રાષ્ટ્રની સમૃદ્ધિ અને એકતા માટે દુઆ કરવામાં આવી અને મીઠાઈ વિતરણ થયું.

Ibrahim Dawjee Mohammed Pila Mazahiri Mazhar Shaikh Ibrahim Kazi Khalid Kazi Tayyab Kazi Qutbullah Khan Qari Wasi Akhtar Shaikh Wasi Akhtar Munir Shaikh Shaikh Karim Humaidali Khan

















૧૦માં અને ૧૨માં ધોરણનું રિઝલ્ટ: દાવજી સ્કૂલનું સફળ પ્રદર્શન: દેશના ભવિષ્યનો પાયો!!!દાવજી સ્કૂલના હોનહાર વિદ્યાર્થીઓએ દસમ...
08/05/2025

૧૦માં અને ૧૨માં ધોરણનું રિઝલ્ટ: દાવજી સ્કૂલનું સફળ પ્રદર્શન: દેશના ભવિષ્યનો પાયો!!!

દાવજી સ્કૂલના હોનહાર વિદ્યાર્થીઓએ દસમા ધોરણના પરીક્ષા પરિણામમાં નીચે મુજબ ઝળહળતી સફળતા હાંસલ કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે. આ ઉજ્જવળ સિદ્ધિ માટે વિદ્યાર્થીઓની અથાક મહેનત, માતાપિતાનો અડગ સહયોગ, શિક્ષકોનું સમર્પિત માર્ગદર્શન અને સ્કૂલના સંસ્થાપક જનાબ ઈબ્રાહીમ દાવજી સાહેબની દૂરંદેશી, ખુલુસભરી મહેનત અને ત્યાગ હાર્દિક અભિનંદનના હકદાર છે.

વાસ્તવિકતા એ છે કે આ ફક્ત માર્કશીટના નંબરની સફળતા નથી, બલ્કે વિદ્યાર્થીઓએ નિષ્ઠા, સંયમ અને લગનથી પોતાનું શ્રેષ્ઠ આપી, ભવિષ્યના સપનાઓની પ્રથમ સીડી ચઢી છે. શિક્ષકોના દિશાનિર્દેશ અને માતાપિતાના વિશ્વાસે આ સફળતાને સાકારરૂપ આપ્યો છે, જ્યારે સ્કૂલની ફેકલ્ટી ટીમે આ પરિણામોનો મજબૂત પાયો નાંખ્યો છે.

આજે આપણો દેશ એવા મહેનતકશ, સમર્પિત, અને શિક્ષિત યુવાનોની ઝંખના રાખે છે, જે રાષ્ટ્રના વિકાસના ઝંડાને ઊંચે લઈ જાય. દાવજી સ્કૂલના આ તેજસ્વી તારલાઓ, જેમના હૃદયમાં જ્ઞાનની જ્યોત અને સેવાનો જુસ્સો ઝળહળે છે, દેશની આ જરૂરિયાતને ન માત્ર પૂર્ણ કરશે, પરંતુ એક આદર્શ નાગરિક બની, રાષ્ટ્રના ગૌરવને નવી ઊંચાઈએ પહોંચાડશે, એવી અપેક્ષા રાખું છું.

ખલીલ અહમદ લુલાત નદવી
08/ May/ 2025

08/03/2025

ઇકરા પ્રાઇમરી સ્કૂલ. દાદરી-તરસાડી, કોસંબા – એક એવી શાળા જ્યાં શિક્ષણ ક્યારેય એક સપનું નહીં રહે, પરંતુ હકીકત બનશે.

"સફળતા એ ફક્ત મોટી ઇમારતો કે સંપત્તિમાં નથી, પરંતુ સમાજના દરેક બાળકને શિક્ષણની તકો પૂરેપૂરી મળે એમાં છે!"

શિક્ષણ એ કોઈ એક વ્યક્તિનો નહીં, પણ સમગ્ર સમાજનો હક છે. દરેક બાળક ભણવા માટે સમર્થ બને, પોતાની ઓળખ બનાવી શકે અને પોતાના સ્વપ્નોને સાકાર કરી શકે – આ જ વિચાર સાથે ઈબ્રાહીમ દાવજી સાહેબ એક મિશન લઈને આગળ આવ્યા અને બાળકો માટે ફી વગર નિશુલ્ક શિક્ષણની વ્યવસ્થા કરી.

બધી જગ્યાઓ પર આવી ફિકરો થાય અને બાળકો ને ભણવાની સારી તકો મળે અને માસૂમ બાળકો ના સપના સાકાર થાય તે માટે આવી સ્કૂલો શહેર શહેર, ગામડે ગામડે ખોલવામાં આવે, એવું મિશન દાવજી સાહેબ લઈને ચાલી રહ્યા છે.

આપણે બધા દુઆ કરે કે અલ્લાહ તબારક વ તઆલા એમના મિશનને કામયાબ કરે. આમીન

24/02/2025

કોસંબાની ઈ. ઈ. દાવજી મેમોરિયલ સ્કૂલમાં ફી મેગા મેડિકલ કેમ્પનું આયોજન|| ગુજરાત વકફ બોર્ડના ચે૨મેન જનાબ ડોક્ટર મોહસીન લોખંડવાલા સાહેબનું કોસંબા આગમન|| સાઉથ ગુજરાત એસોસીએશન ઓફ મુસ્લિમ ડોક્ટર્સ ના ૪૮ જેટલા નિષ્ણાત તબીબોએ નિશુલ્ક સેવા બજાવી||

સાઉથ ગુજરાત એસોસીએશન ઓફ મુસ્લિમ ડોક્ટર્સ તથા ઈકરા પ્રાયમરી સ્કુલ. દાદરી-તરસાડી અને ઈ. ઈ. દાવજી મેમોરીયલ સ્કૂલ. તરસાડી. કોસંબાના સંયુકત ઉપક્રમે તારીખ : ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫ને રવિવારના રોજ ઈ. ઈ. દાવજી મેમોરીયલ સ્કુલ. તરસાડી. કોસંબા ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યેથી બપોરે ૧:૦૦ વાગ્યાં સુધી ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં જનરલ ફીઝીશ્યન, ચામડીના સ્પેશ્યાલીસ્ટ, ફીઝીયોથેરાપીસ્ટ, આંખના રોગોના નિષ્ણાત, ફેમીલી ફીઝીશ્યન, ઓર્થોપેડીક સર્જન, ગાયનેકોલોજીસ્ટ, ડાયોબીટોલોજીસ્ટ, કાન-નાક ગળાના સ્પેશ્યાલિસ્ટ, દાંતના રોગોના નિષ્ણાત તબીબોએ સેવા બજાવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના નામાંકિત, પ્રતિષ્ઠિત રેડિયોલોજીસ્ટ તેમજ ગુજરાત વકફ બોર્ડના ચે૨મેન જનાબ ડોક્ટર મોહસીન લોખંડવાલા સાહેબ અને સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટર્સ ના જનરલ સેક્રેટરી ડૉ. એજાઝ ઘોઘારી સાહેબે ખાસ હાજરી આપી કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરો અને દાવજી સાહેબ ની ટીમની કોશિશોને બિરદાવી હતી.

સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટરના ડૉ. અયાઝ ઘોઘારી, ડૉ. રમીઝ મેમણ, ડૉ. ઝાકિર કાનુગા, ડૉ. એઝાઝ બીડીવાલા, ડૉ. અદીબ કાનુગા, ડૉ. બિલાલ હિદાયત, ડૉ. બિલાલ મોતાલા, ડૉ. કલીમ સૈયદ, ડૉ, ક્રુતિ મહેતા, ડૉ. સૌરભ ભાટી, ડૉ. સલમાન કાઝી, ડૉ. ઝુલ-કૈફ માંઝુ, ડૉ. શગુફતા મોતાલા, ડૉ. અનવર મોતાલા, ડૉ. અશરફ માસ્ટર, ડૉ.સા'દ કાનુગા સહિતના લગભગ ૫૦ જેટલા તબીબોએ આટલી મોટી સંખ્યામાં હાજરી આપી ઇન્સાનિયત ના ખાતર પોતાના કિંમતી સમય આપી નિખાલસ ભાવે હસતાં મુસ્કુરાતા ચેહરે લોકોની સમસ્યાઓ સાંભળી એમના રોગોનું નિદાન કરી કેમ્પમાં નિશુલ્ક સેવા બજાવી ઇન્સાનિયતની જ્યોત પ્રગટાવી હતી. આ પ્રસંગે કોસંબા અને આજુબાજુના ગામો તથા અંકલેશ્વર, કીમના ૧૦૦૦ ઉપરાંત દર્દીઓએ કેમ્પમાં ફ્રી કંસલ્ટેશન, દવાઓ, ચશ્મા મેળવ્યા હતા.

ઇકરા પ્રાયમરી સ્કૂલ. દાદરીના શમા મન્સૂરી, શહેરીઝ શેખ, અરુણા મેડમ, શબાના શેખ, તનવીરા કાગદી, સાલેહા બાદશાહ, તબસ્સુમ ભાટી, મૌલાના મુહમ્મદ પીલા, કારી મુહમ્મદ સા'દ લુલાત તથા સ્કૂલ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી, જ્યારે ઇ. ઇ. દાવજી મેમોરિયલ સ્કૂલના સજીલા નાયર, યાસમીનબેન કાગદી, કલ્પનાબેન કટારીયા, શબીના બેન શેખ, પરવીન જમાદાર સહિત ગુજરાતી અને ઇંગ્લીશ માધ્યમ થી ૩૦ જેટલા ટીચર્સના સ્ટાફે કેમ્પમાં ખડે પગે સેવાઓ બજાવી ખૂબ જ સુંદર રીતે ટીમ વર્ક કરી એક સરસ ઉદાહરણ આપ્યું હતું. જ્યારે મૌલાના કુત્બુલ્લાહ નદવી, મૌલાના ઉબેદુલ્લાહ નદવી તથા કારી વસી અખ્તર, હનીફ દૂધા સાહેબે મેહમાન તરીકે ઉપસ્થિતી આપી પોતાના કિંમતી મશવેરાઓ અને દુઆઓ થી નવાજ્યા હતા.

વિશેષ રૂપે નઇ દિશાએ ચેરિટેબલ ટ્રસ્ટ, દાદરી ના સભ્યો: આરિફ શમશેર પઠાણ, ઈમ્તિયાઝ મુહમ્મદ મનસુરી, અબ્દુલ કરીમ ઉમર શેખ, સૈયદ અબ્દુલ મુક્તદિર સાહેબ, સલીમ ભાઈ મામુ, રફિકભાઈ મલેક ભાઈજાન, નાવેદ જાવેદ પઠાણ અને એમની ટીમે ઘેર ઘેર દા'વત પહોચાડવા અને કેમ્પને સફળ બનાવવા ખૂબ જ તકલીફોનો સામનો કર્યો હતો અને નિખાલસ ભાવે ખિદમતો આપી હતી. એવી જ રીતે શાકિર ટોપિયા, મૌલાના અબ્દુલ સમદ ટોપિયા, મૌલાના ઇમરાન પટેલ તેમજ સૈફ શેખ, મઝહર શેખ અને એમની ટીમે પણ ખૂબ જ મહેનત કરી પ્રોગ્રામને કામયાબ કરવામાં સારો એવો પ્રયાસ કર્યો હતો.

આ પ્રસંગેકેમ્પના મુખ્ય આયોજક તથા ઇ. ઇ. દાવજી મેમોરિયલ સ્કૂલ તથા ઇકરા પ્રાયમરી સ્કૂલના સંસ્થાપક જનાબ ઇબ્રાહિમભાઈ દાવજી સાહેબે તમામનો આભાર વ્યક્ત કરી જણાવ્યુ હતું કે પધારેલા તમામ ડોક્ટરોએ ખુબ જ સારી રીતે સેવા બજાવી દર્દીઓની સેવા કરી છે અને આ કેમ્પનો ગરીબ લોકોએ લાભ લીધો જેથી આ કેમ્પ સફળ થયો છે. જેથી હું મારી સ્કૂલોના સ્ટાફ તેમજ શિક્ષકો અને મારા સાથી મિત્રો જેમણે ખડે પગે સેવા બજાવી છે તેમનો આભાર વ્યક્ત કરૂં છું.

વર્ષ ૨૦૨૫- ૨૦૨૬: એડમીશન માટે એલાનદીની તાલીમ સાથે ધોરણ ૧૦ સુધી શિક્ષણની વ્યવસ્થામદરસા નુરુલ ઇસ્લામ, બચ્ચો કા ઘર, ઝરણા: દા...
17/02/2025

વર્ષ ૨૦૨૫- ૨૦૨૬: એડમીશન માટે એલાન

દીની તાલીમ સાથે ધોરણ ૧૦ સુધી શિક્ષણની વ્યવસ્થા
મદરસા નુરુલ ઇસ્લામ, બચ્ચો કા ઘર, ઝરણા: દાખલા એલાન

અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહી વ બરકાતુહ!!

મદરસા નુરુલ ઇસ્લામ, બચ્ચો કા ઘર, ઝરણા, તાલુકો: નેત્રંગ, જીલ્લો: ભરૂચ એ ગુજરાતનો ખૂબ જ જુનો, જાણીતો, પ્રખ્યાત, પ્રસિદ્ધ અને મશહૂર મદરસો છે, જેની સ્થાપના ૧૯૭૩ માં દેશના આગ્રણી નેક-દિલ વડીલો અને મો'તબર, મુત્તકી, પરહેઝગાર ઉલેમાના હાથો કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં એવી જગ્યા પર આ મદ્રેસો કાયમ છે જ્યાં ના આસપાસના ગામડાઓમાં મુસલમાનોની વસ્તી ઘણી ઓછી છે. એમની ઇસ્લામી શનાખ્ત અને પહેચાન બાકી રાખવા માટે અને ઇસ્લામી તાલીમ સાથે જોડી રાખવા માટે ઝરણા ગામનો આ મદ્રેસો હમેશાં ફિકરમંદ રહે છે અને એમની તાલીમ વ તરબિયતની જીમ્મેદારી નિભાવવાના કારણે આજે નેત્રંગ તાલુકાના ગામડાઓ માટે એક દીની તાલીમી મરકઝની હેસિયત રાખે છે.

પ્રાથમિક દરજાતના બાળકો માટે નાઝરા કુરાન, દિનીયાત અને હિફઝ ક્લાસની તાલીમની વ્યવસ્થા છે. સંસ્થાના બુલંદ મુકામ અને ઉચ્ચ સ્થાનને કારણે દેશના વિવિધ ઇલાકાઓથી મોટી સંખ્યામાં તલબાઓ એ મદરસા માં દાખલો લઈ તાલીમ હાંસિલ કરી પોત પોતાના ઇલાકાઓ માં દીની ખિદમત આપી રહ્યા છે.

⚪ મદરસાની ખુસિસિયાત ⚪

▫️ સ્વચ્છ, સુંદર, આકર્ષક અને વિશાળ ક્લાસ-રૂમોં
▫️ દીની ઇસ્લામી તાલીમ સાથે આઘુનિક દુન્યવી તાલીમની વ્યવસ્થા
▫️ ધોરણ ૧૦ સુધી રેગ્યુલર સ્કૂલની વ્યવસ્થા અને તે પછીના ધોરણો માટે પરીક્ષાની તૈયારી કરાવવી
▫️ તાણમુક્ત ભાર વિનાનુ તાલીમી માહૌલ
▫️ વ્યક્તિગત દરેક તાલિબે ઇલ્મ પ્રત્યે વિશેષ ધ્યાન
▫️ માતા-પિતા સાથે સતત સંપર્ક
▫️ દીની તાલીમ સાથે અખલાકી તરબિયત પર ખુસૂસી તવજ્જુહ
▫️ બાળકોના શારીરિક અને માનસિક વિકાસને ધ્યાનમાં રાખી યોગ્ય પ્લે ગ્રાઉન્ડ

🟡 મદરસાના હેતુઓ તથા મકાસિદ 🟡

▪️ કૌમના બાળકોને ઇલ્મ, હુનર તથા દીની, દુન્યાવી તાલીમથી શણગારવા અને એ મકસદ માટે દરેક જગ્યાએ મદરસાઓ, દીની મકતબો તેમજ તાલીમી બ્રાંચો કાઇમ કરવી અથવા જ્યા ચાલે છે તેઓની મદદ કરવી
▪️સમાજના બદલાતા પડકારોનો સામનો કરવાની પ્રેરણા આપી આત્મ વિશ્વાસ પૈદા કરી તલબાને દીનના દાઈ અને મુબલ્લિગ બનાવવું
▪️ દીની અને આધુનિક તાલીમનાં નિષ્ણાત, મહેનતુ તથા અનુભવી ઉસ્તાદો અને શિક્ષકોની નિમણૂક
▪️ રીસર્ચ સ્કોલરઝ, એજ્યુકેશનલ એકસ્પર્ટ, વિદ્વાનો અને માહિરીને તાલીમનાં અનુભવોથી ઇસ્તિફાદા (લાભ ઉઠાવવા) માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન

🔘 એક ખુશખબરી 🔘

ખૂશીની વાત એ છે કે હવે આપણા આ ઈદારામાં તાલીમ વ તરબિયતના મે'અયારને બુલંદ કરવા માટે, નિઝામે તા'લીમને વધું મજબુત બનાવવા માટે અને ઇદારાના કામ-કાજમાં તજદીદી રૂહ ફૂંકવા માટે મદ્રેસાના તા'લીમી નિઝામની જીમ્મેદારી દારૂલ ઉલૂમ ફલાહે દારેન, તડકેશ્વરના ઉસ્તાદે ફિકહ વ હદીસ, હઝરત મૌલાના મુફ્તી સુલેમાન શાહવી સાહબ દામત બરકાતુહુમને સોંપવામાં આવી રહેલ છે. ૨૦૨૫ના વર્ષથી નવી પદ્ધતિથી તાલીમ શરૂ કરવામાં આવશે. ઇન-શા અલ્લાહ!!

◼️ દાખલા કાર્યવાહીનુ એલાન ◼️

આપણા મદરસામાં નાઝરા, દીનિયાત અને હિફઝ ક્લાસના વિદ્યાર્થીઓના દાખલા સ્વીકારવામાં આવશે. ખ્વાહિશ-મંદ તલબા (વિદ્યાર્થીઓ) નાં વાલીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ સુવર્ણ-તકનો લાભ લઈ, શક્ય તેટલી વહેલી તકે તેમના બચ્ચાંઓનાં દાખલાની ફિક્ર કરે અને તેમના ભવિષ્યને સુધારવાનું વિચારે.

🧾 ફોર્મ સબમિટ કરવા માટે અપીલ

૧/ જૂનથી તાલીમી વર્ષની શરૂઆત કરવામાં આવશે, તેથી મદ્રેસામાં દાખલા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બાળકોનાં વાલીઓથી ગુઝારિશ કરવામાં આવે છે કે ઓફિસથી ફોર્મ મેળવી તેને ભરવા પછી મદ્રેસાની ઓફિસમાં સબમિટ કરી દેવા મહેરબાની કરે, જેથી નિઝામમાં સહુલત રહે, એવી આજીઝાના ગુઝારિશ છે.

વસ્સલામ...

📝મિન જાનિબ:

જનાબ મૌલાના શૌકત ઝરણા સાહેબ
સંચાલક: મદરસા નુરુલ ઇસ્લામ
બચ્ચો કા ઘર, ઝરણા
તાલુકો: નેત્રંગ, જીલ્લો: ભરૂચ
મોબાઈલ નં: +91 99094 19123

જનાબ મૌલાના મુફ્તી સુલેમાન શાહવી સાહબ
સરપરસ્ત : મદરસા નુરુલ ઇસ્લામ,
બચ્ચો કા ઘર. ઝરણા.
તાલુકો: નેત્રંગ, જીલ્લો: ભરૂચ
+91 70694 28409

06/02/2025
Winner of Islamic Quiz CompetitionE. E. Dawjee Memorial School. Kosamba Date- 02/02/2025Rank 1 - IQRA PRIMARY SCHOOL - (...
04/02/2025

Winner of Islamic Quiz Competition
E. E. Dawjee Memorial School. Kosamba
Date- 02/02/2025

Rank 1 - IQRA PRIMARY SCHOOL - (297 points)

Rank 2 - MADRESA NURUL QURAN (282 points)

Rank 3 - Al-Amin School
&
Falahe Inshani Pre-School (277 points)

Rank 4 - E.E.Dawjee Memorial School (Eng. Medium)
&
Welfare High School , Nani Naroli. (274 points)

Rank 5 -The Model School , Kapodara (263 points)

04/02/2025

મુસ્લિમ રાઇટર્સ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ઇકરા સ્કૂલ દાદરી નાં સંયુક્ત ઉપક્રમે તરસાડી કોસંબા ખાતે ઇ. ઇ. દાઉજી મેમોરિયલ સ્કૂલમાં ઇસ્લામિક ક્વિઝ સ્પર્ધાનું આયોજન

તરસાડી, કોસંબા ખાતે ઇ. ઇ. દાઉજી મેમોરિયલ સ્કૂલમાં મુસ્લિમ રાઇટર્સ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ઇકરા સ્કૂલ દાદરી નાં સંયુક્ત ઉપક્રમે ધોરણ ૬ થી ૧૦ ના બાળકો વચ્ચે એક ઈસ્લામિક તેમજ જનરલ નોલેજ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. કોસંબા તથા આસપાસનાં ગામોથી એનો સારો એવો પ્રતિસાદ મળ્યો અને ૧૪ સ્કૂલોના બાળકોએ ભાગ લીધો હતો.

સ્પર્ધાનો વખત બે વાગ્યાથી લઈને ૩:૦૦ વાગ્યા સુધી એક કલાક જ રાખવામાં આવ્યો હતો, પરંતુ બાળકોની તૈયારી, ઉત્સાહ અને જોશ ના કારણે સ્પર્ધાનાં આયોજક મોહતરમા નાઝનીન બેન સાહેરવાલા સાહેબા અને જનાબ ઇબ્રાહીમ દાઉજી સાહબ ની પરવાનગી થી ટાઈમ વધારવામાં આવ્યો હતો. ૨:૦૦ વાગ્યાં થી લઇ સાંજનાં ૬:૦૦ વાગ્યા સુધી ચાર કલાક આ સ્પર્ધા ખૂબ જ રોચક, મનોરંજક અને દિલચસ્પ તરીકા થી ચાલી હતી. સ્પર્ધાને ૩ રાઉન્ડમાં વહેચવામાં આવી હતી. પહેલા રાઉન્ડમાં લેખિત ૨૫ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. બીજા રાઉન્ડમાં ટીમના સાથ સહકાર સાથે ૩ મૌખિક સવાલો નાં જવાબો આપવાનાં હતા અને ત્રીજો રાઉન્ડ રેપિડ ફાયર નો હતો જેમા એક વિદ્યાર્થી ની ટીમ દ્વારા પસંદગી થવા બાદ સ્પીડ સાથે આવનાર લગાતાર દસ સવાલો નાં પ્રશ્નો ખૂબ જ હાજર દિમાગી સાથે આપવાના હતા. ભાગ લેનાર દરેક સ્કૂલનાં વિદ્યાર્થીઓએ ખુબ જ સરસ અને સુંદર પ્રદર્શન કરી હાજર જનોને આશ્ચર્યચક્તિ કરી આપ્યા હતા. એ માટે ભાગ લેનાર તમામ શાળાઓનો ઇકરા સ્કૂલ, દાવજી સ્કૂલ અને મુસ્લિમ રાઇટર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અભિનંદન પાઠવ્યામાં આવ્યુ હતું.

ઇસ્લામિક ક્વિઝ સ્પર્ધાના વિજેતા
તારીખ: ૦૨/૦૨/૨૦૨૫

પહેલો નંબર:
ઇકરા પ્રાથમિક શાળા કોસંબા- (૨૯૭ માર્કસ)

બીજો નંબર: મદ્રેસા નુરુલ કુરાન. કોસંબા (૨૮૨ માર્કસ)

ત્રીજો નંબર:
અલ-અમીન સ્કૂલ. દાદરી. કોસંબા (૨૭૭ માર્કસ)
ફલાહે ઈન્સાની પ્રાથમિક શાળા, રવિદ્રા (૨૭૭ માર્કસ)

ચોથો નંબર:
ઇ. ઇ. દાઉજી મેમોરિયલ સ્કૂલ (ઇંગ્લિશ માધ્યમ) કોસંબા (૨૭૪ માર્કસ)
વેલ્ફેર હાઇસ્કુલ નાની નરોલી. (૨૭૪ માર્કસ)

પાંચમો નંબર:
ધ મોડલ સ્કૂલ, કાપોદરા (૨૬૪ માર્કસ)

સ્પર્ધા માટે સ્કૂલના કો-ઓર્ડીનેટર શબીના શૈખ અને તેમની ટીમ દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામમાં જજ તરીકે ત્રણ ટીમ હતી જેમા મોલાના ખલીલ અહમદ લુલાત નદવી, મોલાના મુહમ્મદ પીલા મઝાહિરી, મોલાના મુઅવ્વિઝ વસ્તાનવી, કારી સા'દ લુલાત, શબીનાં શેખ મેડમ, શેહરીઝ શેખ મેડમ, શમાં ઇકબાલ મન્સૂરી, પરવીન મેડમ, યાસ્મીન મેડમ, કુલસુમ મેડમ, સુફિયા મેડમ, અસ્માં અચ્છા મેડમ જેવાં નામો ઉલ્લેખનીય અને નોંધપાત્ર છે.

27/01/2025

Let us all pledge to maintain national integrity, unity and pride on this grand occasion of the world's largest democracy. Heartiest greetings of 76th Republic Day to all the citizens of the country.

Janab Ibrahim Yunus Dawjee Sahab
Founder: Iqra Primary School. Dadri
Tarsadi. Kosamba. 394120

Republic Day Program 26/January/2025: Iqra Primary School Dadari. Tarsadi. Kosamba.|Madresa Umar bin Khattab Kosamba|Takmil e Hifz e Quran Program: 23/ October /2024|Masjid e Umar, Program Hall| Janab Ibrahim Yunus Dawjee Sahab| Iqra Primary School Dadari. Tarsadi. Kosamba| Deeniyat Class| Quranic Arabic Class| Quran recitation| How to teach Quranic Arabic|Dua Urdu translation word to word

Khalil Ahmed Lulat Nadawi














કોસંબા ખાતે મદરસા ઉમર બિન ખત્તાબ (રદી.) માં તકમીલે હિફઝે કુરઆનનો એક શાનદાર જલસોઆજ રોજ તારીખ: ૨૨/જાન્યુઆરી/૨૦૨૫ બુધવારનાં...
23/01/2025

કોસંબા ખાતે મદરસા ઉમર બિન ખત્તાબ (રદી.) માં તકમીલે હિફઝે કુરઆનનો એક શાનદાર જલસો

આજ રોજ તારીખ: ૨૨/જાન્યુઆરી/૨૦૨૫ બુધવારનાં દિવસે ઝોહરની નમાજ બાદ કોસંબા ખાતે બજાર વિસ્તારમાં આવેલ મદરસા ઉમર બિન ખત્તાબ (રદી.) માં તકમીલે હિફઝે કુરઆનના જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨ તલબાએ કુરઆન શરીફનાં હિફઝનો આખરી સબક મહેમાનો સામે પઢી હિફઝની તકમીલ કરી હતી.

આ જલસામાં ૧૫ થી વધારે વિદ્યાર્થીઓએ નાત, નઝમ, તકરીર અને બીજા પ્રોગ્રામો શાનદાર અંદાજમાં રજૂ કરી હાજર-જનોને મંત્રમુધ કરી મુક્યા હતા. પ્રોગ્રામની સદારત દારુલ ઉલૂમ ફલાહે દારૈન, તડકેશ્વરનાં ઉસ્તાઝ મૌલાના કારી નાઝિર હુસૈન ફલાહી હથોડવી સાહેબ દ્વારા કરવામાં આવી હતી. મૌલાના એ હાફિઝ થનાર તલબાનાં વાલીઓ તેમજ મદરસાના જિમ્મેદાર અને સંસ્થાપક જનાબ ઇબ્રાહીમ યુનુસ દાઉજી સાહેબ અને મદ્રેસાના નાઝિમ મૌલાના ખલીલ અહમદ લુલાત નદવી સાહબને શુભેચ્છા પાઠવી પોતાની નેક ખ્વાહિશાતનો ઈઝહાર કર્યો હતો.

જામિયા ઇસ્લામિયા રહમતુલ લિલ આલમીન. શાંતી નગર. અંકલેશ્વરનાં સંસ્થાપક હજરત મૌલાના કુતબુલ્લાહ નદવી સાહેબે બધા મહેમાનોનો હાજરી આપવા બદલ શુક્રિયા અદા કર્યો અને જલ્સામાં શરીક થનાર બધા જ લોકોને મદ્રેસા પ્રત્યે ધ્યાન રાખવા અને એનાં જીમ્મેદારોથી જોડાયેલા રહવા માટે આહવાન કર્યું હતું.

દારુલ ઉલૂમ મરકઝે ઇસ્લામી, અંકલેશ્વરથી ગુજરાતનાં મશહૂર ના'ત-ખ્વાં કારી વસી અખ્તર સાહેબ તશરીફ લાવી બેહતરીન લેહજા અને ખૂબસૂરત શૈલીમાં ના'ત પઢી જલસાનો માહૌલ બનાવી દીધો હતો.

જોગેશ્વરી, મુંબઈથી પધારેલ મદરસાનાં ટ્રસ્ટી જનાબ સલીમ ભાઈ ગંગાત સાહેબે કહ્યું કે આજનો આ પ્રોગ્રામ અને એમાં આટલા મોટા મહાનુભાવોની હાજરી આપણા મદરેસા તેમજ કોસંબાનાં ઇલાકા માટે ઘણી સઆદતની વાત છે.

પ્રોગ્રામના અંતમાં દારુલ ઉલૂમ હિદાયતુલ ઇસ્લામ. આલીપુરનાં શૈખુલ હદીસ સાહેબે હાફિઝ થનાર તલબાને તેમની જીમ્મેદારીયોંથી અવગત કરાવી ખૂબ જ જરૂરી અને કીંમતી નસીહતો ફરમાવી હતી.

આમંત્રિત મહેમાનોમાં મૌલાના અરશદ મીર સાહેબ, મૌલાના ખાલિદ બેગ ફલાહી , મુફતી મુહમ્મદ ઝકરિયા લુલાત, મૌલાના મુઅવ્વિઝ વસ્તાનવી સાહેબ (મોહતમિમ: મદરસા બાગે સઆદત. કોસંબા, કારી મુહમ્મદ કૈફ સાહેબ, મૌલાના મુહમ્મદ પીલા મઝાહિરી, મૌલાના અમીન સાહેબ ઉસ્તાદ: દારુલ ઉલૂમ મરકઝે ઇસ્લામી, અંકલેશ્વર અને જનાબ મૌલાના અદનાન એમ.પી. સાહેબ ખુસૂસી તોર પર હાજર રહ્યા હતા.

Address

Madresa Noorul Qur'an. Near Ahl E Hadees Masjid. Kosamba
Kosamba
394120

Telephone

+919408746664

Website

Alerts

Be the first to know and let us send you an email when Madresa Noorul Quran. Kosamba. Distt: Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Madresa Noorul Quran. Kosamba. Distt: Surat:

Shortcuts

Share

Category