BRC Bhavan Kodinar

BRC Bhavan Kodinar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BRC Bhavan Kodinar, Educational consultant, Kodinar.

12/04/2026

સરકારી શાળા એજ શ્રેષ્ઠ શાળા
શ્રી દુદાણા પ્રાથમિક શાળા






28/03/2026

ગુજરાતમાં સૌથી નાની ઉંમરે "શતસુભાષિતપંડિત "પુરસ્કાર મેળવતી તેમજ શિક્ષણમંત્રી દ્વારા અનન્ય પ્રેમ પ્રાપ્ત કરતી લાડલી દિકરી "શ્રી ઝાલા"

"ખૂબ ખૂબ અભિનંદન "શ્રી"
સૌથી નાની ઉંમરે 'શતસુભાષિતપંડિત' પુરસ્કાર મેળવીને માત્ર પરિવારનું જ નહીં, પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સંસ્કૃત પ્રત્યેની આ લગન અને અદભૂત સ્મરણશક્તિ ખરેખર પ્રેરણાદાયી છે. જીવનમાં આવી જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ!"


#શતસુભાષિતપંડિત







#શ્લોકશક્તિ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત નારી વંદના કાર્યક્રમ પે સેન્ટર શાળા વેલણ પીએમ શ્રી ગુજરાત ૮મી માર્ચ૨૦૨૬ના રોજ શ્રી વેલણ...
26/03/2026

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત નારી વંદના કાર્યક્રમ
પે સેન્ટર શાળા વેલણ પીએમ શ્રી ગુજરાત

૮મી માર્ચ૨૦૨૬ના રોજ શ્રી વેલણ પે સેન્ટર શાળામાં 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' અંતર્ગત 'નારી વંદના' કાર્યક્રમનું ધ યુથ સ્પોર્ટ્સ ક્લબ વેલણ તથા GSYB યોગ ગ્રુપ વેલણ દ્વારા જિલ્લા યોગ કોર્ડીનેટર શ્રી શારદાબેન બાંભણીયા ના માર્ગદર્શન હેઠળ અત્યંત ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સ્ત્રીઓના યોગદાનને બિરદાવવાનો અને વિદ્યાર્થીઓમાં નારી શક્તિ પ્રત્યે આદરભાવ જગાડવાનો હતો.
આ પ્રસંગે માધ્યમિક શાળાના આચાર્યશ્રી, વેલણ પે.સેન્ટર શાળાના આચાર્યશ્રી, ક્લસ્ટરન સી.આર.સી કોઓર્ડીનેટર શ્રી, કોળી સમાજના પ્રમુખશ્રી, ઉપસરપંચ શ્રી, તેમજ ગામની મહિલા આગેવાનો તથા શાળાના સ્ટાફગણ ની ઉપસ્થિતિમાં શાળાના મહિલા શિક્ષકો અને બિન-શૈક્ષણિક મહિલા કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
આ ઉપરાંત ગામની દીકરીઓ જેમણે રમતગમત અને અન્ય ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરેલી છે તેમને સન્માનિત કરવામાં આવી.
કાર્યક્રમના મુખ્ય વક્તાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે, "નારી એ શક્તિનું સ્વરૂપ છે. આજના આધુનિક યુગમાં સ્ત્રીઓ શિક્ષણ, વિજ્ઞાન અને રમતગમત જેવા દરેક ક્ષેત્રમાં પોતાનું લોખંડી મનોબળ સાબિત કરી રહી છે." તેમણે વિદ્યાર્થીઓને દરેક મહિલાનું સન્માન કરવાની પ્રેરણા આપી હતી.
"યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ"







(વર્ષ મુજબ)







​ #નારી_વંદના #મહિલા_દિવસ

09/03/2026


શ્રી ઘાંટવડ કન્યા પ્રા.શાળા માં શાળા સલામતી તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું​ શ્રી ઘાંટવડ કન્યા પ...
25/02/2026

શ્રી ઘાંટવડ કન્યા પ્રા.શાળા માં શાળા સલામતી તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

​ શ્રી ઘાંટવડ કન્યા પ્રા શાળા
તા.કોડીનાર જી.ગીર સોમનાથ
​શાળામાં અભ્યાસ કરતી દીકરીઓની સુરક્ષા અને અણધારી આફતો સામે પૂર્વતૈયારીના ભાગરૂપે શ્રી ઘાંટવડ કન્યા શાળામાં 'શાળા સલામતી' વિષય પર એક વિશેષ તાલીમ અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ તેમજ લોકોમાં સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
શાળા સલામતી ની જવાબદારી શાળા ના શિક્ષક શ્રી જીતુભાઈ સોલંકીના માર્ગદર્શન ​હેઠળ તાલીમ દરમિયાન જુદા જુદા વિષય અન્વયે શાળા ના શિક્ષક મિત્રો દ્વારા મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર સવિસ્તર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું:
​અગ્નિશમન (Fire Safety): આગ લાગે ત્યારે ગભરાયા વગર 'ફાયર એક્સટિંગ્યુશર' (Fire Extinguisher) નો ઉપયોગ કેવી રીતે કરવો તેનું પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવ્યું.
​ભૂકંપ અને પૂર સામે સાવચેતી: કુદરતી આપત્તિઓ સમયે 'ડ્રોપ, કવર અને હોલ્ડ' જેવી પદ્ધતિઓ વિશે સમજૂતી આપવામાં આવી.
​પ્રાથમિક સારવાર (First Aid): ઈજાના સમયે તાત્કાલિક ધોરણે કરી શકાય તેવી પ્રાથમિક સારવાર અને ફર્સ્ટ એઈડ બોક્સના ઉપયોગ વિશે જાણકારી આપી.
​રોડ સેફ્ટી: શાળાએ આવતા-જતા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
​કાર્યક્રમના અંતે એક 'મોક ડ્રીલ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અચાનક આપત્તિ સમયે શાળાના બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બહાર કેવી રીતે નીકળવું (Evacuation Plan) તેનો અભ્યાસ કરવામાં આવ્યો. દીકરીઓએ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આ ડ્રીલમાં ભાગ લીધો હતો.
​આ તાલીમ દ્વારા શ્રી ઘાંટવડ કન્યા શાળાની વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ બની છે. શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
સલામતી એ માત્ર નિયમ નથી, પણ જીવન જીવવાની રીત છે.







22/02/2026

શ્રી દેવલપુર પ્રાથમિક શાળા, તા. કોડીનાર, જિ. ગીર સોમનાથ...
શ્રી દેવલપુર પ્રાથમિક શાળામાં ૨૧ ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ માતૃભાષા દિન’ ની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે આ દિવસ શનિવારે હોવાથી, શાળાના સાપ્તાહિક કાર્યક્રમ ‘આનંદદાયી શનિવાર’ સાથે આ ઉજવણીનો સમન્વય સાધીને બાળકો માટે દિવસને વધુ યાદગાર બનાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શિક્ષકો દ્વારા માતૃભાષા ગુજરાતીનું જીવનમાં મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું:
* વક્તવ્ય સ્પર્ધા: બાળકોએ માતૃભાષાના ગૌરવ અને તેની જાળવણી વિશે મનનીય વક્તવ્યો રજૂ કર્યા હતા.
* નિબંધ લેખન: ‘મારી માતૃભાષા-મારી ઓળખ’ વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના મૌલિક વિચારો કાગળ પર ઉતાર્યા હતા.
* ચિત્રકલા: બાળકોએ ગુજરાતી મૂળાક્ષરો અને ભાષા પ્રેમને દર્શાવતા સુંદર અને સર્જનાત્મક ચિત્રો દોર્યા હતા.
* કાવ્યગાન: માતૃભાષાના મહિમાનું ગાન કરતા કાવ્યોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ભાષામય બની ગયું હતું.
માતૃભાષાનું મહત્વ...
માતૃભાષાએ માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનો વારસો છે. જે રીતે માતાનું સ્થાન કોઈ લઈ શકતું નથી, તેવી જ રીતે માતૃભાષાનું સ્થાન પણ અજોડ છે.
‘આનંદદાયી શનિવાર’ અંતર્ગત યોજાયેલી આ પ્રવૃત્તિઓમાં બાળકોએ અભ્યાસના ભાર વગર ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો.આ રીતે, શ્રી દેવલપુર પ્રાથમિક શાળામાં માતૃભાષા પ્રત્યે આદર અને પ્રેમ જગાડવાના ઉમદા હેતુ સાથે પ્રવૃતિઓનું આયોજન થયું...





કડવાસણ પ્રાથમિક શાળા તાલુકો કોડીનાર બાલવાટિકા ના બાળકો ના હાથમાં મહેંદી દ્વારા મૂળાક્ષરોનું લેખન કરાવવામાં આવે છે જેથી બ...
19/02/2026

કડવાસણ પ્રાથમિક શાળા તાલુકો કોડીનાર બાલવાટિકા ના બાળકો ના હાથમાં મહેંદી દ્વારા મૂળાક્ષરોનું લેખન કરાવવામાં આવે છે જેથી બાળકના હાથમાં લાંબા સમય સુધી મહેંદી રહે તેથી તેને મૂળાક્ષરો ઓળખવામાં ખૂબ અનુકૂળતા પડે છે બાલવાટિકા ના શિક્ષિકાબેન શ્રી નો અનોખો પ્રયાસ જેના દ્વારા બીજી શાળાઓને પણ આ ઉપયોગી થઈ શકે


19/02/2026

છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી
શ્રી દુદાણા પ્રાથમિક શાળા




17/02/2026

Singing practice
PMSri velan primary school




16/02/2026

શ્રી વડનગર પ્રાથમિક શાળા 1
વિજ્ઞાનના પ્રયોગો







17/10/2024
વિજ્ઞાન મેળો મ્યુ ગર્લ્સ હાઇસ્કુલ કોડીનાર ખાતે
04/10/2024

વિજ્ઞાન મેળો મ્યુ ગર્લ્સ હાઇસ્કુલ કોડીનાર ખાતે

Address

Kodinar
362710

Website

Alerts

Be the first to know and let us send you an email when BRC Bhavan Kodinar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share