Kheralu A& C College

Kheralu A& C College Arts & Commerce & Vocational and Professional Courses

12/08/2026
12/08/2026

ખેરાલુ કોલેજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ
Date : 11/08/2026
ખેરાલુ કોલેજ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં ખેરાલુ કોલેજના એન સી સી અને એન એસ એસ યુનિટ સહીત ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જોડાયા હતા. વંદેમાતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થયા એટલે તે અંગેની ઉજવણી પણ કરવામાં આવી હતી.કોલેજના પ્રિ. ડો. બાબુભાઇ ચૌધરીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. એન સી સી ના ડો. સંજયભાઈ ચૌધરી, એન એસ એસના ડો. હર્ષદભાઈ ચૌધરી, ડો. મેહુલભાઈ જયસ્વાલે તિરંગા યાત્રાનું સંચાલન કર્યું હતું. ખેરાલુ કોલેજ થી હાઇવે પર સિદ્ધપુર ચાર રસ્તા અને કોલેજમાં પરત આવ્યા હતા.

ખેરાલુ કૉલેજમાં અંગ્રેજી વિભાગ દ્વારા “રિમેમ્બરિંગ ધ બાર્ડ ઓફ બેંગાલ” કાર્યક્રમ યોજાયો.ખેરાલુની ધી કે. એન. એસ. બી. એલ. આ...
11/08/2026

ખેરાલુ કૉલેજમાં અંગ્રેજી વિભાગ દ્વારા “રિમેમ્બરિંગ ધ બાર્ડ ઓફ બેંગાલ” કાર્યક્રમ યોજાયો.
ખેરાલુની ધી કે. એન. એસ. બી. એલ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અંગ્રેજી વિભાગ દ્વારા તા. 10 ઓગસ્ટ, 2026ના રોજ “રિમેમ્બરિંગ ધ બાર્ડ ઓફ બેંગાલ: એ ટ્રિબ્યુટ ટુ ટાગોર્સ જર્ની” વિષય પર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓ ઉષા ચૌહાણ, ધ્રુવ સથવારા સરોજ, આસ્થા, કામિની, ચેહર, અમીષા, દક્ષા, તરુણા, જાનવી, પ્રિન્સ, કીર્તિ, આરતી અને નેહાએ રવીન્દ્રનાથ ટાગોરના જીવન, સાહિત્ય, વિચારધારા અને સર્જનાત્મક પ્રદાન અંગે PPT રજૂઆતો કરી હતી. કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. હીરલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં માનસી રાવલ અને વીણાબેન ચૌધરીએ સહયોગ આપ્યો હતો. કોલેજના આચાર્યશ્રી ડૉ. બાબુભાઈ ચૌધરીની ઉપસ્થિતિ અને પ્રોત્સાહનથી કાર્યક્રમને વિશેષ ઉર્જા મળી હતી. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ટાગોરના સાહિત્ય અને વિચારોને સમજવાની તેમજ પોતાનું રજૂઆત કૌશલ્ય વિકસાવવાની તક મળી હતી

સર્વે માટે જાહેર આમંત્રણ..... જય હિન્દ... વંદે માતરમ.....
10/08/2026

સર્વે માટે જાહેર આમંત્રણ..... જય હિન્દ... વંદે માતરમ.....

બેડમિન્ટનમાં ખેરાલુ કોલેજ રનર્સ અપ બની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ બેડમિન્ટન ભાઈઓની સ્પર્ધ...
07/08/2026

બેડમિન્ટનમાં ખેરાલુ કોલેજ રનર્સ અપ બની
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ બેડમિન્ટન ભાઈઓની સ્પર્ધા નુંઆયોજન શ્રી બી પી બ્રહ્મભટ્ટ આર્ટસ એન્ડ એમ એચ ગુરુ કોમર્સ કોલેજ ઊંઝા ખાતે કરવામાં આવ્યું તેમાં ધી કે એન એસ બી એલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુ ની ટીમ રનર્સપ બની કોલેજ નું ગૌરવ વધાર્યું ખેલાડીઓ ના નામ (૧) બહેલીમ સાનિફ મુસ્તકિમોદિન(૨) ચૌધરી દેવ ગાડાભાઇ (૩) પ્રજાપતિ વિશ્વ દિનેશભાઈ (૪) ચૌધરી જીગ્નેશ નરેશભાઈએ ભાગ લીધો હતો. જયારે બહેલીમ સાનીફનું સિલેક્શન નેશનલ માટે થયું હતું. કોલેજના પ્રિ. ડો. બાબુભાઇ ચૌધરીએ ચારેય ખેલાડીઓને અને કોચ મેનેજર ડો. મેહુલભાઈ જયસ્વાલને આ ગૌરવ અપાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

ખેરાલુ કોલેજમાં ક્રોસકન્ટ્રી સ્પર્ધા યોજાઈ Date: 30/31 July 2026હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ અને ધી કે એન...
31/07/2026

ખેરાલુ કોલેજમાં ક્રોસકન્ટ્રી સ્પર્ધા યોજાઈ
Date: 30/31 July 2026
હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ અને ધી કે એન એસ બી એલ આર્ટ્સ & કોમર્સ કોલેજ ખેરાલુના સંયુક્ત ઉપક્રમે ભાઈઓ અને બહેનોની આંતર કોલેજ ક્રોસકન્ટ્રી (દસ કિમિ દોડ) સ્પર્ધા ખેરાલુ કોલેજના યજમાનપદે યોજાઈ હતી જેમાં યુનિવર્સીટી સંલગ્ન કોલેજો માંથી ભાઈઓ માટે ઓગણચાલીસ કોલેજો અને બહેનો માટે વીસ કોલેજોએ ભાગ લીધો હતો જેમાં કુલ બસ્સો ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાગ લેનાર કોલેજોના પિસ્તાલીસ જેટલા કોચ મેનેજરશ્રીઓ અને રેફરી તેમજ સિલેકશન કમિટીના સભ્યો ઉપસ્થિત રહીને આ સ્પર્ધાના આયોજનમાં સહભાગી થયા હતા. સ્પર્ધાના અંતે ભાઈઓમાં સરકારી આર્ટ્સ & કોમર્સ કોલેજ વિજયનગરની ટીમ ચેમ્પિયન બની હતી જયારે આર્ટ્સ & કોમર્સ કોલેજ ઇડર રનર્સ અપ બની હતી. બહેનોના વિભાગમાં આર્ટ્સ & કોમર્સ કોલેજ વડનગરની ટીમ ચેમ્પિયન બની હતી અને ખેરાલુ કોલેજની ટીમ રનર્સ અપ બની હતી. તે જ રીતે વ્યક્તિગત વિજેતા પણ જાહેર કરવામાં આવ્યા હતા. કોલેજના ઓડિટોરિયમ હોલમાં યોજાયેલા સમાપન સમારંભમાં ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળના મંત્રીશ્રી પી એમ ચૌધરી, કોલેજના પ્રિ. ડો. બાબુભાઇ ચૌધરી તેમજ યુનિવર્સીટીના ઓફિસિયલ્સ દ્વારા વિજેતા ટીમોને ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી. આ સ્પર્ધાના આયોજન માટે કોલેજના ડો. મેહુલભાઈ એસ.જયસ્વાલ અને તેમની કમિટીએ તનતોડ મહેનત કરીને બે દિવસ યોજાયેલ સ્પર્ધાને સફળ બનાવી હતી. કોલેજના દરેક અધ્યાપકો અને વહીવટી સ્ટાફને જે ફરજ સોંપવામાં આવી હતી તેમાં બધા જ કોલેજ પરિવારે ઉત્તમ કામગીરી બજાવી હતી.બધા જ ખેલાડીઓ અને કોચ મેનેજરશ્રીઓ માટે કોલેજ દ્વારા રહેવા અને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

ખેરાલુ કોલેજમાં રોજગાર ભરતી મેળો યોજાયોDate: 21/07/2026જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણા અને ધી કે એન એસ બી એલ આર્ટ્સ ...
22/07/2026

ખેરાલુ કોલેજમાં રોજગાર ભરતી મેળો યોજાયો
Date: 21/07/2026
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણા અને ધી કે એન એસ બી એલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખેરાલુના સંયુક્ત ઉપક્રમે ખેરાલુ કોલેજમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ કંપનીઓ એલ & ટી વડનગર, ટાટા મોટર્સ સાણંદ, સમર્થ ડાયમંડ વિસનગર, લક્ષ્મી સીડ્સ એગ્રો વિસનગર અને એલ આઈ સી વડનગરના એચઆર વિભાગના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહીને વિધ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરીને તેમના બાયોડેટા લઈને ઇન્ટરવ્યુ લીધા હતા જેમાથી એલ & ટી વડનગર માટે 99, ટાટા મોટર્સ સાણંદ માટે 69, સમર્થ ડાયમંડ વિસનગર માટે 44, લક્ષ્મી સીડ્સ એગ્રો વિસનગર માટે 97 અને એલ આઈ સી વડનગર માટે 74 ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરીને કુલ 383 જેટલા ઉમેદવારોને જોબ ઓફર કરવામાં આવી હતી. આ રોજગાર મેળામાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણાથી ખાસ અધિકારીઑ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળના સહયોગથી કોલેજના પ્રિન્સિપાલ ડો. બાબુભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ જોબ ફેરમાં ડો. હર્ષદભાઈ ચૌધરી, ડો.અજયભાઇ ગામિત અને પ્રો. ગોપાલસિંહ રાઠોડે ઉત્તમ કામગીરી બજાવી હતી.

જિલ્લા રોજગાર કચેરી,મહેસાણા અને ધી કે એન એસ બી એલ આર્ટ્સ & કોમર્સ કોલેજ ખેરાલુ  દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં...
14/07/2026

જિલ્લા રોજગાર કચેરી,મહેસાણા અને ધી કે એન એસ બી એલ આર્ટ્સ & કોમર્સ કોલેજ ખેરાલુ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમા ઉમેદવારો એ નીચે આપેલ તારીખ અને સ્થળ પર પહોંચવા વિનંતી છે.

સ્થળ:- ધી કે એન એસ બી એલ આર્ટ્સ & કોમર્સ કોલેજ ખેરાલુ ,પ્રો. કેશુભાઈ દેસાઈ વિદ્યાસંકુલ
સિદ્ધપુર ચાર રસ્તા પાસે
અંબાજી હાઇવે
ખેરાલુ

ભરતીમેળાની તારીખ :-૨૧/૦૭/૨૦૨૬ (મંગળવાર)
સમય :- સવારે ૧૧:૦૦ કલાકે
રજિસ્ટ્રેશન લિંક-https://forms.gle/fCnLMnKX5heDC3kA8

ખેરાલુ કોલેજમાં પ્રવેશોત્સવ યોજાયો Date : 08/07/2026 બુધવાર ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળ સંચાલિત ધી કે એન એસ બી...
08/07/2026

ખેરાલુ કોલેજમાં પ્રવેશોત્સવ યોજાયો
Date : 08/07/2026 બુધવાર
ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળ સંચાલિત ધી કે એન એસ બી એલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખેરાલુમાં પ્રથમ વર્ષ બી એ અને બી કોમમાં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કેળવણી મંડળના મંત્રીશ્રી પી એમ ચૌધરીના અધ્યક્ષ પદે યોજાઈ ગયો. જેમાં કોલેજના પ્રિ. ડો. બાબુભાઇ ચૌધરીએ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને કોલેજની વિસ્તૃત માહિતી આપી હતી. મંત્રીશ્રી પી એમ ચૌધરીએ કેળવણી મંડળ અંગે માહિતી અને વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ડો. વી એમ પરમારે કોલેજની પ્રવૃતિઓ વિશે, ડો. ગીરીશભાઈ કાપડિયાએ લાઈબ્રેરી અંગે, ડો. સંજયભાઈ ચૌધરીએ એન સી સી, ડો. હર્ષદભાઈએ એન એસ એસ, ડો. મેહુલભાઈ જયસ્વાલે સ્પોર્ટ્સ વિશે માહિતી આપી હતી. ડો. શીતલબેન પ્રજાપતિએ સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને મહિલા સેલ, પ્રો. સુરેશભાઈ પ્રજાપતિએ કોમર્સ વિભાગની માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. વિનુભાઈ ચૌહાણે સુંદર રીતે કર્યું હતું.

ઇન્ટરનેશનલ યોગ દિવસ 2026ખેરાલુ કોલેજ
21/06/2026

ઇન્ટરનેશનલ યોગ દિવસ 2026
ખેરાલુ કોલેજ

Address

THE KNSBL ARTS & COMMERCE COLLEGE KHERALU
Kheralu
384325

Opening Hours

Monday 7:30am - 1pm
Tuesday 7:30am - 1pm
Wednesday 7:30am - 1pm
Thursday 7:30am - 1pm
Friday 7:30am - 1pm
Saturday 7:30am - 1pm

Telephone

+912761231096

Alerts

Be the first to know and let us send you an email when Kheralu A& C College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Kheralu A& C College:

Shortcuts

Share

Category