The Undel High School Undel

The Undel High School Undel It is a school which stands only for Better Education in minimum Cost.

MGVCL ડિવિઝન ઓફિસ પેટલાદ તથા ઉંદેલ સબ ડિવિઝન ઓફિસ દ્વારા ENERGY CONSERVATION AND ENERGY EFFICIENCY MONTH DEC-2025 ની ઉજવ...
17/12/2025

MGVCL ડિવિઝન ઓફિસ પેટલાદ તથા ઉંદેલ સબ ડિવિઝન ઓફિસ દ્વારા ENERGY CONSERVATION AND ENERGY EFFICIENCY MONTH DEC-2025 ની ઉજવણી અંતર્ગત આયોજિત ડ્રોઈંગ, સ્લોગન, ક્વિઝ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ સદર સ્પર્ધાઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. સાથે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન ઈનામ તેમજ ઉપાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે Undel MGVCL ઓફિસ માંથી ડેપ્યુટી ઇજનેર શ્રી રવિકુમાર શાહ સાહેબ, શ્રી કાર્તિકભાઈ ચૌધરી સાહેબ, જયેશભાઈ પટેલ સાહેબ તથા શ્રી જયાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહી તેમના દ્વારા વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું, આ પ્રસંગે શ્રી શાહ સાહેબ દ્વારા બાળકો માં વીજ વપરાશ, વીજ બચત, વીજ સાવધાની બાબતે એક શિસ્ત કેળવાય તેવું પ્રેરણાત્મક ઉદબોધન કરવામાં આવ્યું હતું.આ તબક્કે ઉંદેલ શાળા પરિવાર ઉંદેલ સબ ડિવિઝન ઓફિસને આવા ઉમદા આયોજન બદલ ધન્યવાદ પાઠવે છે.

કલા ઉત્સવ (૨૦૨૫-૨૬) અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા બનેલ વિધાર્થીઓને આજ રોજ તેમના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ...
06/12/2025

કલા ઉત્સવ (૨૦૨૫-૨૬) અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા બનેલ વિધાર્થીઓને આજ રોજ તેમના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. સૌને ઉત્કૃષ્ટ દેખાવ બદલ હાર્દિક શુભેરછાઓ. 💐

આજ રોજ શાળામાં દેવભૂમિ હરિદ્વાર સ્થિત શ્રી ગાયત્રી શક્તિપીઠ,શાંતિકુંજ દ્વારા આયોજિત અખંડ જ્યોતિ કળશ રથ નું આગમન,સ્વાગત આ...
28/11/2025

આજ રોજ શાળામાં દેવભૂમિ હરિદ્વાર સ્થિત શ્રી ગાયત્રી શક્તિપીઠ,શાંતિકુંજ દ્વારા આયોજિત અખંડ જ્યોતિ કળશ રથ નું આગમન,સ્વાગત આરતી એવમ દર્શનનો અનુપમ લ્હાવો શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓને મળ્યો.સાથે પધારેલા પરિવ્રાજક દ્વારા વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરે,દેશનું ગૌરવ વધારે, તેજસ્વી બને તેવું પ્રેરણાત્મક ઉદબોધન સાથે તેમના ઉજ્વળ ભવિષ્ય માટે શુભાશિષ પાઠવ્યા હતા.

આજ રોજશાળામાં વંદે માતરમ ગીતની રચનાને 150 વર્ષ પૂર્ણ થતા સૌ પ્રથમ લખાયેલ વંદેમાતરમ ગીતના સ્મરણોત્સવના ભાગરૂપે સમૂહ ગાન ક...
07/11/2025

આજ રોજશાળામાં વંદે માતરમ ગીતની રચનાને 150 વર્ષ પૂર્ણ થતા સૌ પ્રથમ લખાયેલ વંદેમાતરમ ગીતના સ્મરણોત્સવના ભાગરૂપે સમૂહ ગાન કરવામાં આવ્યું હતું તેમજ માનનીય વડાપ્રધાન શ્રી અને રાજ્ય સરકારના આહવાન મુજબ સ્વદેશી વસ્તુઓ વાપરવા અંગે ( Vocal for Local ) પ્રતિજ્ઞા પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.

નમ્ર નિવેદન:આદરણીય સૌ વાલી મિત્રો, આવતીકાલ ખંભાત તાલુકા કક્ષા નું સામુહિક રક્તદાન અભિયાનનું ખંભાતમાં એસ ઝેડ વાઘેલા હાઈસ્...
15/09/2025

નમ્ર નિવેદન:
આદરણીય સૌ વાલી મિત્રો,
આવતીકાલ ખંભાત તાલુકા કક્ષા નું સામુહિક રક્તદાન અભિયાનનું ખંભાતમાં એસ ઝેડ વાઘેલા હાઈસ્કૂલ ખાતે સવારે 7 થી સાંજે 5 સુધી આયોજન કરવામાં આવ્યું છે. સદર સેવા યજ્ઞમાં જિલ્લા, તાલુકાની તમામ શાળાઓનો શૈક્ષણિક કર્મચારી ગણ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ,સરકારી કચેરીઓનો સ્ટાફ રક્તદાન કરવા જઈ રહ્યો છે ત્યારે આપના મોટા ભાઈ, બહેન, માતાપિતા સર્વ ને નમ્ર અરજ છે કે આપ પણ આપનો કિંમતી સમય ફાળવી આ મહા રક્તદાન દ્વારા જરૂરિયાત મંદ વ્યક્તિ માટે અમૂલ્ય યોગદાન આપી શકો છો, એક ઐતિહાસિક સેવા દિવસના હિસ્સેદાર બની શકો છો.
જય જય ગરવી ગુજરાત 🙏
જય હિન્દ 🙏

આજ રોજ રાસ મુકામે આયોજિત જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટમાં જિલ્લા ચેમ્પિયન બનતી શાળાની ટીમ. શાળા પરિવાર વિજેતા ટીમના...
15/09/2025

આજ રોજ રાસ મુકામે આયોજિત જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટમાં જિલ્લા ચેમ્પિયન બનતી શાળાની ટીમ. શાળા પરિવાર વિજેતા ટીમના ખેલાડીઓ તેમજ તેમના કોચ શ્રી સુરેશભાઈ, મયુરભાઈ ને અભિનંદન, શુભકામનાઓ પાઠવે છે. 💐

03/09/2025

Let's all teachers join hands & support the mega Blood Donation Drive held by the Government of Gujarat & make our honorable PM's birthday a special & unique community celebration.

આપણી શાળામાં કાર્યરત SPC (Students Pilice Cadets )પ્રોગ્રામ અંતર્ગત આજરોજ બધા Police Cadets ને જિલ્લા પોલીસ અધિકારી કચેર...
02/09/2025

આપણી શાળામાં કાર્યરત SPC (Students Pilice Cadets )પ્રોગ્રામ અંતર્ગત આજરોજ બધા Police Cadets ને જિલ્લા પોલીસ અધિકારી કચેરી, આણંદ દ્વારા યુનિફોર્મ કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

29/08/2025

આજે 29 th August એટલે આપણો રાષ્ટ્રીય ખેલકુદ દિવસ ( National Sports Day )જે આપણા વિશ્વ પ્રસિદ્ધ હોકી પ્લેયર સર મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ.આવા મહાન યશસ્વી રમત વીર ની જન્મ જયંતિની ઉજવણી ના ઉપલક્ષ્યે ખંભાત તાલુકાના TDO અધિકારી શ્રી તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં શાળામાં બે દિવસીય (તા.29 & 30)ના રોજ ભવ્ય રમતોત્સવ યોજાયો છે.શાળાના ધો. 9 થી 12 ( Arts, Commerce અને Science stream) ના વિદ્યાર્થીઓએ વિવિધ રમતો જેવી કે રસ્સાખેચ, કોથળા દોડ, સિક્કાશોધ,100 મીટર દોડ, Slow Cycle, Long Jump, સંગીત ખુરશી, One Minute, લીંબુ ચમચી, બેડા બેલેન્સ, ટ્રીપગી દોડ,ગોળા ફેંક, વોલીબૉલ જેવી અનેક રમતો માં હર્ષભેર ભાગ લઇ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.લગભગ બધા બાળકો એ તેમની મનપસંદ રમત માં ભાગ લઇ જાણે શાળાનો "પ્રત્યેક વિદ્યાર્થી, એક ખેલાડી "જેવો માહોલ દ્રષ્યમાન થાય છે.

15/08/2025

ધી ઉંદેલ હાઈસ્કૂલ ઉંદેલ શાળાના પ્રાંગણમાં આજરોજ ૭૯ માં "સ્વાતંત્ર દિન પર્વની "ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં આજરોજ સમસ્ત શાળા પરિવાર વતી સુંદર સમૂહ દેશભક્તિ ગીતનુ સુંદર ગાન કરવામાં આવ્યું. આહ લાદક વાતાવરણ વચ્ચે દેશની આઝાદી ની ઉજવણીના ભાગરૂપે સમસ્ત શાળા પરિવાર, કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, સહમંત્રી શ્રી, અન્ય કારોબારી સભ્યશ્રીઓ તેમજ ઇનામ વિતરણ ના દાતાશ્રી પટેલ પિનાકીનભાઈ જયંતીભાઈ ની ઉપસ્થિતિમાં દર વર્ષે છપાતો શાળાનો અંક "ઊર્જા "નું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું, ઇનામ વિતરણના દાતા શ્રી તરફથી શાળામાં તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ, આ પર્વ નિમિત્તે શાળાના પ્રાંગણમાં તિરંગા રાષ્ટ્રધ્વજ રૂપે બાળકોને બેસાડી મનોરમ્ય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું.
જેમાં કેળવણી મંડળના સભ્યશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, તેમજ સમસ્ત શાળા પરિવાર ઉત્સાહથી ભાગ લીધો.

15/08/2025

ધી ઉંદેલ હાઈસ્કૂલ ઉંદેલ શાળાના પ્રાંગણમાં આજરોજ ૭૯ માં "સ્વાતંત્ર દિન પર્વની "ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં આજરોજ સમસ્ત શાળા પરિવાર વતી સુંદર સમૂહ દેશભક્તિ ગીતનુ સુંદર ગાન કરવામાં આવ્યું. આહ લાદક વાતાવરણ વચ્ચે દેશની આઝાદી ની ઉજવણીના ભાગરૂપે સમસ્ત શાળા પરિવાર, કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, સહમંત્રી શ્રી, અન્ય કારોબારી સભ્યશ્રીઓ તેમજ ઇનામ વિતરણ ના દાતાશ્રી પટેલ પિનાકીનભાઈ જયંતીભાઈ ની ઉપસ્થિતિમાં દર વર્ષે છપાતો શાળાનો અંક "ઊર્જા "નું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું, ઇનામ વિતરણના દાતા શ્રી તરફથી શાળામાં તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ, આ પર્વ નિમિત્તે શાળાના પ્રાંગણમાં તિરંગા રાષ્ટ્રધ્વજ રૂપે બાળકોને બેસાડી મનોરમ્ય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું.
જેમાં કેળવણી મંડળના સભ્યશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, તેમજ સમસ્ત શાળા પરિવાર ઉત્સાહથી ભાગ લીધો.

Address

Khambhat
388640

Alerts

Be the first to know and let us send you an email when The Undel High School Undel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share