સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ - કેશોદ

  • Home
  • India
  • Keshod
  • સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ - કેશોદ

સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ - કેશોદ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ - કેશોદ, School, પી. ડબલ્યુ. ડી. ઓફિસ પાસે જૂનાગઢ રોડ કેશોદ, Keshod.

23/04/2026
આપણી શાળા.......સરકારી શાળા........આજરોજ સ્વયં શિક્ષક દિવસ નિમિત્તે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ - કેશોદ જી.જૂનાગઢ ખાતે ભવ્ય ઉ...
04/09/2025

આપણી શાળા.......સરકારી શાળા........
આજરોજ સ્વયં શિક્ષક દિવસ નિમિત્તે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ - કેશોદ જી.જૂનાગઢ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં આચાર્ય , શિક્ષક , ક્લાર્ક અને પટ્ટાવાળા સહિત શાળાના તમામ પદ પર એકદિવસીય કામગીરી કરવાની ભૂમિકા ભજવી ને વિદ્યાર્થિનીઓએ ખુબજ આનંદની લાગણીનો અનુભવ કર્યો હતો.
આ ઉજવણી પછી શાળા નાં તમામ વિદ્યાર્થિની ને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.અને છેલ્લે એક નાનકડા કાર્યક્રમ નું આયોજન કરેલ હતું જેમાં આજની ઉજવણી અંગે પ્રતિભાવો રજૂ કર્યા હતા અને છેલ્લે પ્રિ.નવરાત્રી સેલિબ્રેશન કરીને આજના દિવસની કામગીરી પૂર્ણ કરેલ હતી.
આ તકે શાળાના આચાર્યશ્રીએ સફળ આયોજન બદલ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્ય સરકારના મહિલા , બાળ વિકાસ અને કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત "નારી વંદન" કાર્યક્રમ અંતર્ગત સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ - કે...
02/08/2025

રાજ્ય સરકારના મહિલા , બાળ વિકાસ અને કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત "નારી વંદન" કાર્યક્રમ અંતર્ગત સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ - કેશોદ ખાતે જૂનાગઢ જિલ્લા નાં મહિલા અને બાળ વિકાસ એકમ દ્વારા 181 અભયમ ની કેશોદ ની ટીમ દ્વારા બેટી બચાવો , બેટી પઢાઓ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં 181 અભયમ નાં કાઉન્સેલર ભાવનાબેન મોભેરા તથા પોલીસ કોન્સ્ટેબલ ગરચર મેડમ દ્વારા શાળાની વિધાર્થીનીઓને 181 ની સેવા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તેમજ નારી સુરક્ષા અંગે સરકારની વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે મેળવી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે નારી સુરક્ષા અંગે જાગૃત બનવા અંગેના સૂચનો આપવામાં આવ્યા હતા.અને છેલ્લે આ અંગે પ્રશ્નોતરી યોજેલ હતી.કાર્યક્રમ માં શાળાના આચાર્યશ્રી , શિક્ષકો તેમજ શાળાની વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ ની શરૂઆત માં સ્વાગત પ્રવચન શાળા ના શિક્ષક શ્રી ડી.પી. કરમટા દ્વારા આપવામાં આવ્યું હતું.અને આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી એમ.પી.કરમટા દ્વારા કરવામાં આવી હતી. તેમ શાળાના શિસ્ત સમિતિની અધ્યક્ષ શ્રી ડી.પી. કરમટા ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આપણી શાળા .......સરકારી શાળા......સરકારની ઇમરજન્સી સેવા કે જે લોકો માટે વરદાન રૂપ સાબિત થઈ રહી છે ....જી હા....તમે બરાબર...
14/07/2025

આપણી શાળા .......સરકારી શાળા......
સરકારની ઇમરજન્સી સેવા કે જે લોકો માટે વરદાન રૂપ સાબિત થઈ રહી છે ....જી હા....તમે બરાબર સમજ્યા......હું વાત કરું છું 108 ની સેવાની.
આજરોજ સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ - કેશોદ ખાતે 108 ઇમરજન્સી સેવા અંગેની જાગૃતિ અને સારવાર ની માહિતી અંગે એક ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું.જેમાં 108 નાં સ્ટાફ મેમ્બર શ્રી જેઠવાભાઈ તેમજ પાઇલોટ વિજયભાઈ દ્વારા ઇમરજન્સી વખતે ફોન કઈ રીતે કરવો અને કઈ રીતે આ સેવા ઉપલબ્ધ થાય છે સાથે 108 માં ઉપલબ્ધ અલગ અલગ પ્રકારની સારવાર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
છેલ્લે વિદ્યાર્થીનીઓ સાથે પ્રશ્નોતરી કરી ને તેના સરળ ભાષામાં પ્રત્યુતર આપેલ હતા. શાળાના તમામ શિક્ષકો , આચાર્યશ્રી તેમજ વિદ્યાર્થીનીઓએ આ ડેમોસ્ટ્રેશન નિહાળ્યું હતું.તમામ વિદ્યાર્થીનીઓ તરફથી આ અંગે હકારાત્મક પ્રતિસાદ મળેલ હતો.
શાળા પરિવાર તરફથી આવેલ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરેલ હતો.

આપણી શાળા ......સરકારી શાળાતા.10/07/2025 ને ગુરુવારના દિવસે ગુરુપૂર્ણિમા નિમિત્તે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદ ખાતે ગુરૂ...
10/07/2025

આપણી શાળા ......સરકારી શાળા
તા.10/07/2025 ને ગુરુવારના દિવસે ગુરુપૂર્ણિમા નિમિત્તે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદ ખાતે ગુરૂપૂર્ણિમાની ખુબજ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં ભારત વિકાસ પરિષદ કેશોદ માંથી ડૉ.તન્ના સાહેબ અને ભટ્ટ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ ની શરૂઆતમાં ડૉ .તન્ના સાહેબ દ્વારા આપણી સંસ્કૃતિ ને અનુરૂપ આ ઉત્સવો ઉજવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન તેમજ માતા- પિતા નાં પૂજન કે આશીર્વાદ લેવા અંગે સમજણ આપી હતી. તેમજ શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળામાં પ્રથમ આવેલ બહેનોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
સાથે સાથે શાળાના દરેક શિક્ષકોનું વિદ્યાર્થિનીઓએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પૂજન કર્યું હતું.આ કાર્યક્રમ માં શાળાની વિશાળ સંખ્યા માં બહેનોએ વકતૃત્વ અને ગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો આજના કાર્યક્રમ નું તમામ સંચાલન પણ શાળાની દિકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.સાથે દિકરો દ્વારા તમામ વર્ગખંડ ને સુશોભિત કરી સરસ્વતી પૂજન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.મહેમાનોનું શાબ્દિક સ્વાગત ભટ્ટ સાહેબ દ્વારા અને આભારવિધિ કરમટા સાહેબ દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમ નાં અંતે પધારેલ મહેમાનોના હસ્તે શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- 2025 અંતર્ગત આજરોજ તા.28/06/2025 ના...
28/06/2025

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- 2025 અંતર્ગત આજરોજ તા.28/06/2025 નાં રોજ સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ- કેશોદ ,સરકારી કુમાર શાળા કેશોદ અને ડી.ડી. લાડાણી વિદ્યાલય - કેશોદ નાં સંયુકત ઉપક્રમે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ - કેશોદ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે શ્રી અવનીબેન જોષી (નાયબ સચિવ - કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર )હાજર રહ્યા હતા.આ ઉપરાંત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી , કેળવણી નિરીક્ષકશ્રી , શહેર ભાજપ પ્રમુખશ્રી , નગરપાલિકા ના સદસ્યો ,ભારત વિકાસ પરિષદ કેશોદના પ્રતિનિધિશ્રીઓ , S.M.C. ના સભ્યો , S.M.D.C. ના સભ્યો તેમજ વિશાળ સંખ્યામાં વાલીગણ , શિક્ષકો અને વિદ્યાર્થી ભાઈઓ - બહેનો હાજર રહ્યા હતા.
મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ત્યારબાદ આંગણવાડી નાં ભૂલકાઓ , પહેલાં ધોરણમાં પ્રવેશ લેનાર બાળકો તેમજ ધોરણ 9 અને 11 માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક અને કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ નું સફળ સંચાલન શાળાની વિદ્યાર્થિની કરમટા નિમિષા અને કોડિયાતર ઋષિતા દ્વારા કરવામાં આવ્યું હતું. શાબ્દિક સ્વાગત શાળાના શિક્ષક ભટ્ટ સાહેબ દ્વારા અને આભાર દર્શન શાળાના ઈ.આચાર્યશ્રી એમ.પી.કરમટા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ નાં અંતે શાળાના ઇકો ક્લબ ઇન્ચાર્જ શ્રી ડી.પી. કરમટા દ્વારા મહેમાનોના હસ્તે "એક પેડ માં કે નામ " અંતર્ગત વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Address

પી. ડબલ્યુ. ડી. ઓફિસ પાસે જૂનાગઢ રોડ કેશોદ
Keshod
362220

Alerts

Be the first to know and let us send you an email when સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ - કેશોદ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category