Krishna - The School of Commerce , Keshod

Krishna - The School of Commerce , Keshod ધ સ્કૂલ ઓફ કોમર્સ કેશોદ તાલુકાની સર્વશ્રેષ્ઠ સેલ્ફ ફાઈનાન્સ કોમર્સ સ્કૂલ છે.

Congratulations ISRO , Congratulations India - Maa Bharti... Abhinandan... We have done it... We are the Best Space Powe...
23/08/2023

Congratulations ISRO , Congratulations India - Maa Bharti... Abhinandan... We have done it... We are the Best Space Power...

19/07/2023

આવતીકાલ તારીખ 20 જુલાઈ - ગુરુવારના રોજ DEO કચેરી ની સૂચના મુજબ સ્કૂલમાં રજા રાખેલ છે... Management , Krishna School Group - Keshod

30/10/2022
Opening Ceremony.... અમારી ક્રિષ્ના પ્રાઈમરી સ્કૂલ નાં renovated building નું...
01/05/2022

Opening Ceremony.... અમારી ક્રિષ્ના પ્રાઈમરી સ્કૂલ નાં renovated building નું...

સનાતન ધર્મ આ વિષ્ણુ મૂર્તિનું શિલ્પ છે, જે પૃથ્વીને પકડી રાખે છે (અંડાકાર આકારમાં) સોમનાથ મંદિર ખાતે આવેલું છે પુરાતત્વવ...
29/04/2022

સનાતન ધર્મ
આ વિષ્ણુ મૂર્તિનું શિલ્પ છે, જે પૃથ્વીને પકડી રાખે છે
(અંડાકાર આકારમાં)
સોમનાથ મંદિર ખાતે આવેલું છે
પુરાતત્વવિદોએ પુષ્ટિ કરી કે આ 1300 વર્ષ જૂનું છે
ભારતીયો જાણતા હતા કે પૃથ્વી અંડાકાર છે વર્ષો પહેલા

27/04/2022

બીલી :

બીલી વૃક્ષ અન્ય વૃક્ષની તુલનામાં વધારે પ્રમાણમાં ઓક્સિજન વાતાવરણમાં છોડે છે. તેમજ રાસાયણિક પ્રદૂષકો માટે ફિલ્ટર તરીકે પણ કામ કરે છે. બીલી એક ચમત્કારીક વૃક્ષ છે , કારણ કે વૃક્ષના દરેક ભાગ જેવા કે ફળો (કાચા અને પાકા બંને), પાંદડા, ફૂલ, બીજ, છાલ વગેરેમાં ફાયદાકારક પોષકતત્વો તથા બાયોએક્ટિવ સંયોજનો રહેલા છે. બીલી પોષકતત્વોથી ભરપૂર છે.

બીલીનું ઉદ્દભવસ્થાન એશિયા છે, જેમાં મુખ્યત્વે ભારત ઉપરાંત શ્રીલંકા, મ્યાનમાર, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, થાઇલેન્ડ, વિયેતનામ અને કંબોડિયાનો સમાવેશ થાય છે. ભારતમાં ઓરિસ્સા, ઝારખંડ, મધ્યપ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન વગેરેમાં બીલીના વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય રીતે આ વૃક્ષ બાગ બગીચાઓ, મંદિરના બગીચા, રસ્તાની બાજુ પર અને ઘરના વાડામાં ઉગાડવામાં આવે છે.

તાજેતરમાં, રાજય કૃષિ યુનિવર્સિટીઓ તેમજ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા બીલીની કેટલીક જાતો વિકસાવવામાં આવેલ છે. જેમાં પંત શિવાની, પંત અપર્ણા, પંત ઉર્વશી, પંત સુજાતા, નરેન્દ્ર બીલી 5, નરેન્દ્ર બીલી - 9, સી.આઈ.એસ.એચ. - બી - 1, સી.આઈ.એસ.એચ. - બી - 2 વગેરેનો સમાવેશ થાય છે.

• બીલીના ગુણો :
બીલીના પાન, ફળ, છાલ તેમજ મૂળમાં વિવિધ ઉપયોગી રસાયણો જેવા કે આલ્કલોઇડઝ, કુમેરીન, સ્ટીરોઇડ, થાયામીન, રીબોફલેવીન તથા વિટામીનો પણ સારા પ્રમાણમાં રહેલા છે.

૦ બીલી ફળ :
બીલી ફળ અંડાકાર અથવા ગોળાકાર આકારનું હોય છે અને તેનું કદ (વ્યાસ) 5 થી 25 સે.મી. જેટલું હોય છે. ફળમાં સખત, લાકડા જેવો બાહ્ય ભાગ હોય છે અને અંદર એક મીઠો, ઘટ્ટ અને સુગંધિત માવો (પલ્પ) હોય છે. માવાનો રંગ તેજસ્વી નારંગી જેવો પીળો હોય છે, જે કુદરતી એન્ટિઓકિસડન્ટ અને બાયોએક્ટિવ સંયોજનોનો પ્રાકૃતિક સ્ત્રોત માનવામાં આવે છે.

> બિલી ફળના લાભો :
હૃદય અને મગજ માટે ઔષધિ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે.

• બીલીના ફળો પાચન ક્રિયાને પ્રોત્સાહન આપે છે તેમજ આંતરડાના ચેપમાં લાભદાયી છે.

• મરડો, અતિસાર, અલ્સર અને પાઇલ્સમાં દવા તરીકે પણ ઉપયોગી છે.

• કોલેસ્ટેરોલ અને મધુપ્રમેહને નિયંત્રણમાં રાખે છે.

• વિવિધ બીમારીઓ જેવી કે તાવ, વાઈ, કેન્સર, લોહીનું શુદ્ધિકરણ, કોલેરા, પાંડુરોગ તથા અસ્થમાં જેવી શ્વસન સમસ્યાઓમાં ખૂબ જ લાભદાયી છે.

• ત્વચા રોગમાં : ફળના પાઉડરનો ઉપયોગ દાઝવાથી થયેલ ઈજાને મટાડવા પણ થાય છે.

બીલીમાંથી મૂલ્ય વર્ધિત બનાવટો જેવી કે જ્યુસ, બેવરેજ, કેન્ડી, જામ, પાઉડર, પંજરી વગેરે બનાવી શકાય છે. આ બનાવટમાંથી જ્યુસ અને કેન્ડી બજારમાં ઉપલબ્ધ છે. બીલીમાંથી મેળવેલા ઉત્પાદનો ખૂબ પૌષ્ટિક તેમજ તંદુરસ્ત છે.

૦ બીલીપત્ર :
બીલીપત્ર સુગંધિત, ત્રણ પાંદડાનું ઝૂમખું હોય છે, જે શંકર ભગવાનના પુજનમાં ચડાવવામાં આવે છે.

> બીલીપત્ર (પાનનો અર્ક) ના લાભો :
• આંખના રોગોમાં બીલીના પાન વાટીને આંજવામાં આવે છે.

• દશમૂળ નામની આયુર્વેદિક બનાવટમાં બીલીના પાન વપરાય છે.

• અલ્સરમાં પાંદડાઓનો અર્ક વપરાય છે વિવિધ બીમારીઓ જેવી કે મધુપ્રમેહને નિયંત્રણમાં રાખવા, પીઠનો દુઃખાવામાં રાહત, ઉલટી, હૃદયની નબળાઇ, શ્વાસનળીનો સોજો, અતિસાર, જલોદર, વિટામિન બી 1 ની ઊણપથી થતો રોગ (બેરીબેરી) વગેરેમાં ઉપયોગી છે.

• શરીરની ઈજા જેમ કે કપાયેલ ભાગ તથા પ્રાણીઓ દ્વારા થતી ઇજાઓમાં પાનનો અર્ક રૂઝ લાવવામાં ઉપયોગી છે.

• બીલીના પાનનો તાજો રસ રેચક છે.

• બીલીપત્રમાંથી નીકળેલું તેલ શરદી અને ખાંસીથી રક્ષણ આપે છે અને વાળ માટે ટોનિક તરીકે ખૂબ જ ઉપયોગી છે.

• બીલીપત્ર પશુચિકિત્સામાં ઘા અને ઘાસચારા માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે.

૦ બીલીના વૃક્ષની છાલ :
છાલ નિસ્તેજ બદામી અથવા ભૂખરા રંગની, સરળ, લાંબી સીધી કરોડરજ્જુથી સજ્જ હોય છે.

> બીલીના વૃક્ષની છાલના (છાલનો અર્ક) લાભો :
• મૂળની છાલની અલ્કોહોલિક અર્ક હાઈપોગ્લાયકેમિઆ (લો બ્લડ શુગર) માં લાભદાયી છે.

• અર્ક શરીરના વિવિધ રોગો (તાવ, સંધિવા, હૃદયના વિકારો, ગેસ્ટ્રિક મુશ્કેલીઓ વગેરે ) મટાડવામાં ઉપયોગી છે.

• હૃદયના ધબકારા અને મેલાકોલિયા (ઉદાસીની લાગણી) ના ઉપાયમાં વપરાય છે.

• કુતરાના કરડવાથી થતા વિકારોમાં પણ ફાયદાકારક છે.

ઘણીવાર કાપેલા ભાગોમાંથી પાતળો સત્વ (ગુંદર) નીકળે છે. છાલનો ગુંદર જે કપાયેલ શાખાઓમાંથી મળે છે અને લાંબા સેરમાં લટકે છે, ધીમે ધીમે નક્કર બને છે. જેનો ઉપયોગ અલ્સર અને મરડામાં થાય છે.

૦ બીલીના ફૂલો :
ફૂલ મોટા ભાગે પાંચ પાંખડીવાળા મીઠી સુગંધ ધરાવતા અને સફેદ રંગના હોય છે.

> બીલીના ફૂલો (ફૂલોનો અર્ક) ના લાભો :

• ફૂલોની નિસ્યંદન પ્રક્રિયાથી મળતું અર્ક પેટના રોગોમાં, મરડો, મધુપ્રમેહ, ડાયફોરેટિક (ખૂબ પરસેવો થવો) વગેરેમાં ઉપયોગી છે.

• ફૂલોનો અર્ક સ્થાનિક એનેસ્થેટિક તરીકે પણ વપરાય છે.

• વાઈના ઇલાજ તથા ઉધરસમાં અર્ક ઘણો લાભદાયી છે.

૦ બીલી ફળના બીજ :
ખૂબ જ કઠણ, પાતળા, પારદર્શક ચીકણા ગૂંદરથી ઘેરાયેલા હોય છે, જે સૂકાઈ જાય ત્યારે સખત બને છે. બીજ તેલ બાહ્ય જગ્યા પર જીવાણુનાશક અને ફૂગનાશક ગુણ ધરાવે છે.

બીલીનો ઉપયોગ હજી પણ માત્ર મર્યાદિત ક્ષેત્રમાં કરવામાં આવી રહ્યો છે અને મૂલ્યવર્ધિત બનાવટોની બાબતમાં તેના વ્યાપારીકરણ માટે વધારે ભાર આપવાની જરૂરિયાત છે. બીલીના 'વૃક્ષના વિવિધ હેતુઓ માટે વ્યાપક સંભાવના પર ધ્યાન આપતા, આ વૃક્ષને મોટા પાયે ખાસ કરીને બિનઉત્પાદક અને ઓછી ફળદ્રુપ જમીન પર ઉગાડવું યોગ્ય છે. કેમ કે તે પ્રતિકૂળ કૃષિ - આબોહવાની પરિસ્થિતિમાં પણ વિકાસ કરી શકે છે, જેથી કરીને આવી જમીનનો ઉપયોગ થઈ શકે અને તેનો ઉપયોગ ઔષધિય ઘટકો તરીકે મોટા પાયે થઈ શકે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને તેનો પ્રચાર અને પ્રસાર કરવાની ખાસ જરૂરિયાત છે. જેનાથી ઔષધિય ઉત્પાદન કરતા એકમોને પણ પૂરતા પ્રમાણમાં ઉપલબદ્ધતા થઈ શકે અને તેનો ઉપયોગ ભવિષ્યમાં મનુષ્યના જુદા જુદા રોગો માટે વ્યાપક પ્રમાણમાં થઈ શકે

27/04/2022

ધો. 11 સાયન્સ મા પ્રવેશ પ્રક્રિયા ચાલુ થયેલ છે.

તા. 25/04/22 થી 8/05/22 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

તા. 9/05/22 સોમવાર થી ધો. 11 સાયન્સ ના રેગ્યુલર ક્લાસ શરૂ થશે.

સંપકૅ સ્થળ :
1) ક્રિષ્ના સાયન્સ સ્કૂલ - કેશોદ
નહેરુ નગર - સિધ્ધિ વિનાયક મંદિર સામે, સવોદય ગાડૅન ની પાછળ

2) DDL વિધાલય - આંબાવાડી કાપડ બજાર - કેશોદ
સંપકૅ સમય : સવારે - 8:00 થી 1:00
બપોરે - 3:00 થી 5:00
બોયઝ અને ગલ્સૅ બંનેની અધતન અલગ- અલગ હોસ્ટેલ ઉપલબ્ધ છે.

તો આજે જ સંપકૅ કરો... કેશોદ તાલુકા ના એક વિશાળ સાયન્સ રેસીડેન્સીયલ સંકુલ નો....

PVM SCIENCE & KRISHNA SCIENCE SCHOOL - KESHOD

કોન્ટેક્ટ : અજય ગોધાસરા - 99982 40040
ચંદુભાઈ ગોઠી - 98790 22969
વિરલ રામાણી - 98245 00853

26/04/2022

પુષ્ટિ માર્ગ પ્રવર્તક જગદગુરૂ શ્રીમદ્ વલ્લભચાર્યજી - શ્રી મહાપ્રભુજી નાં 545માં પ્રાકટ્ય ઉત્સવ ની સર્વેને વધાઈ...

24/04/2022

કરવા જેવું કામ એટલે “પર્યાવરણ સંરક્ષણ”
ઉચ્ચ નાગરિક સંસ્કારોનું સિંચન કરવા માટેપર્યાવરણ જાગૃતિ માટેપર્યાવરણ સંરક્ષણ નો વિષય સમાજમાં મુકવો જોઈએ તે અન્વયે (૧) જલસંરક્ષણ (૨) જમીન સંરક્ષણ (૩) જંગલ સંરક્ષણ એમ ત્રણ વિભાગમાં આ વિષય ને મુકવો જોઈએ.
(અ) જલસંરક્ષણ:-
(૧) ઘરનું પાણી ઘરમાં અને વરસાદી પાણીનો સંગ્રહ (૨) એસી અને આર.ઓ નું પાણી ફરીથી ઉપયોગમાં લેવું (૩) નળ માં ફીણ વાળી જાળી નાખવી જેથી ૬૦%પાણી ની બચત થાય છે (૪) ઘર માં પાણી પીતા કે કોઈ ને આપતી વખતે અડધો પાલો ભરવો. આ ઉપરાંત બીજી અનેક રીતે પાણી ની બચત કરી શકાય છે
( બ) જમીન સંરક્ષણ:-
(૧) પ્લાસ્ટિક થેલીઓ નો કચરો બહાર ન ફેંકવો પણ પ્લાસ્ટિક ની બોટલ માં આ પ્લાસ્ટિક ઝબલા થેલીઓ દબાવી ને ભરી દેવી જેને ઈકો બ્રિક્સ ( પ્લાસ્ટિક ઈંટ) કહીએ છીએ (૨) ઘરનો લીલો કચરો ઘરના કિચન ગાર્ડન માં નાંખવો જે ઉત્તમ ખાતર નું કામ કરશે (૩) ઘરમાં પંખા એસી લાઈટ બંધ કરવાની ટેવો પાડવી ઈલેક્ટ્રીસીટી ની બચત કરવી અને સોલાર વિજળી ની પેનલ લગાવી ને ગ્રીન એનર્જી મેળવવી.
(ક) જંગલ સંરક્ષણ:-
(૧) વૃક્ષારોપણ કરવું અને એ વાવેલા વૃક્ષોની રક્ષા કરી પાણી ખાતર થી તેનું સંવર્ધન કરવું (૨) ઘર માં અથવા ઘરની આસપાસ અને સોસાયટીમાં અને આપણી દેખરેખ માં હોય એવી જગ્યાએ વૃક્ષો વાવવા અને તેને સાચવવા (૩) સમયાંતરે એ વૃક્ષોનું દર્શન કરવા જવું (૪) રક્ષા બંધન ના તહેવારો ઉપર એ વૃક્ષોને રક્ષા-રાખડી બાંધી ને તેની આરતી ઉતારી ને ઉત્સવ ઉજવણી કરવી (૫) પ્રકૃતિ પુજન ના સામુહિક પરિવાર સાથે કાર્યક્રમ યોજવા અને જંગલ માં જઈને વૃક્ષો નું પુજન કરવું
આજે સમાજમાં દેશમાં ઘરમાં દરેક જગ્યાએ “પર્યાવરણ બચાવો” “પર્યાવરણ બચાવો” એવી વાતો આપણે સાંભળીએ છીએ પ્રકૃતિ નારાજ થઈ છે તે પણ આપણે જોઈએ છીએ અને અનુભવીએ છીએ પર્યાવરણ ની સાથે છેડછાડ કરવાથી પ્રકૃતિનુ સમતુલન બગડે છે એવું પણ સહુ જાણીએ છીએ.
બ્રહ્માંડ માં ઘણા ગ્રહો છે એમાંનો પૃથ્વી ગ્રહ એ આપણું નિવાસસ્થાન છે પૃથ્વી ઉપર અનેક જીવો વસે છે મનુષ્ય ની સાથે અનેક જીવો એમાં વસે છે એમાં સંખ્યા ની દ્રષ્ટિએ મનુષ્ય ૦.૦૧ ટકા સંખ્યા છે જ્યારે બીજા જીવો ૯૯.૯૯ ટકા છે છતાં એ જીવો પ્રકૃતિ ને નુકસાન નથી કરતા પણ મનુષ્ય એ ૮૩% જંગલો ખતમ કરી નાખ્યા છે એમાં પણ પ્લાસ્ટિક આવતા પૃથ્વી બહુજ દુઃખી થઈ ગઈ છે જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક ના ઝબલા ઉડે છે ધરતી ઢંકાઈ જાય એટલું પ્લાસ્ટિક આપણે પાથરી દીધું છે વળી પાણી ની વાત કરીએ તો મનુષ્ય જ એવું કામ કરે છે કે પાણી નો ખુબ દુરુપયોગ કરે છે બીજા જીવો પાણી નો માત્ર સદઉપયોગ કરી ને પોતાનું જીવન જીવે છે એટલે આવી બધી પર્યાવરણ ની વાતો ને આપણે સમજી શકીએ છીએ અને એના નિવારણ માટે અને ઉચ્ચ નાગરિક સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ હેતુથી દુનિયા ને પરમ વૈભવી બનાવવા માટે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ શરૂ કરવામાં આવી છે તો આવો આપણે સહુ ભારતમાતા ના સંતાનો પર્યાવરણ નું રક્ષણ કરીએ અને પૃથ્વી ના પર્યાવરણ નું સંરક્ષણ કરી ને દેશ અને દુનિયા ને પરમ વૈભવે લઈ જઈએ.

Address

બગીચા પાસે
Keshod
362220

Opening Hours

Monday 7am - 1pm
Tuesday 7am - 1pm
Wednesday 7am - 1pm
Thursday 7am - 1pm
Friday 7am - 1pm
Saturday 7am - 1pm

Telephone

+919909198891

Website

Alerts

Be the first to know and let us send you an email when Krishna - The School of Commerce , Keshod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Krishna - The School of Commerce , Keshod:

Shortcuts

Share

Category