Shree S.C Dani School

Shree S.C Dani School School provides a quality learning environment which challenges all students to achieve their personal best and develop a positive vision for their future

23/12/2025

Fun Fair 2025

20/12/2025

Fun Fair 27-12-2025

"વિધાર્થીઓના સર્વાંગી વિકાસ અને જીવન ઘડતર માટેનો અનોખો પ્રયાસ એટલે સ્ટેટ બેક"
05/12/2025

"વિધાર્થીઓના સર્વાંગી વિકાસ અને જીવન ઘડતર માટેનો અનોખો પ્રયાસ એટલે સ્ટેટ બેક"

અભિનંદન: શ્રી એસ.સી. દાણી પ્રાઇમરી સ્કૂલની ફૂટબોલ ટીમનું જિલ્લા કક્ષાએ ગૌરવપૂર્ણ વિજયશ્રી એસ.સી. દાણી પ્રાયમરી સ્કૂલ માટ...
12/08/2025

અભિનંદન: શ્રી એસ.સી. દાણી પ્રાઇમરી સ્કૂલની ફૂટબોલ ટીમનું જિલ્લા કક્ષાએ ગૌરવપૂર્ણ વિજય

શ્રી એસ.સી. દાણી પ્રાયમરી સ્કૂલ માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની, જ્યારે શાળાની અંડર-14 (ભાઈઓ) ફૂટબોલ ટીમે એસ.જી.એફ.આઈ. દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી સમગ્ર શાળાનું નામ રોશન કર્યું

આ સ્પર્ધામાં જિલ્લા લેવલે કુલ સાત શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં એસ.સી. દાણી પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક અને ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે દરેક મેચ જીતીને વિજય મેળવ્યો હતો.તેમના શિસ્તબદ્ધ રમતગમતના અભિગમ અને ટીમવર્કની પ્રશંસા કરવામાં આવી રહી છે

વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ તેમના અદમ્ય પરિશ્રમ, પ્રતિબદ્ધતા અને સતત મહેનત છે સાથે જ, શાળાના પી.ટી. શિક્ષકો તથા કોચે પણ યોગદાન આપ્યું છે જે પ્રશંસનિય છે તેમના માર્ગદર્શન અને તાલીમ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ તેમજ રમતગમત પ્રત્યેનો લગાવે અસરકારક દ્રષ્ટિ વિકસાવી છે

આ સિદ્ધિ માત્ર શાળાની નહીં પણ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે

શ્રી એસ.સી. દાણી પ્રાઇમરી સ્કૂલ પરિવાર તરફથી જીતેલી ટીમ તથા તેમના કોચને હાર્દિક શુભેચ્છાઓ તથા શુભકામનાઓ!

08/08/2025

તારીખ 08/08/2025 ને શુક્રવારના રોજ શ્રી એસ. સી દાણી સ્કૂલ માં આજે ભારતીય સંસ્કૃતિના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ભાઈ-બહેનના પ્રેમ, સંવેદના અને પરસ્પર રક્ષાના આદર્શને ઉજવતું આ પર્વ વિદ્યાર્થીઓ માટે એક અલૌકિક અનુભવ સાબિત થયું.

તા-14/07/2025 સોમવારના રોજ શ્રી એસ.સી દાણી શાળામાં ધોરણ -5 થી 8 માં કેશ ગૂંફન સ્પર્ધાનું  આયોજન કરવામાં આવ્યું હતું. જેમ...
18/07/2025

તા-14/07/2025 સોમવારના રોજ શ્રી એસ.સી દાણી શાળામાં ધોરણ -5 થી 8 માં કેશ ગૂંફન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 45 છોકરીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ પોતાની આવડત અને સર્જનાત્મકતાથી હેર સ્ટાઈલ અને મેકઅપ કરી તૈયાર કરી હતી. સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ધોરણ -5 અને 6 માં જોવા મળ્યું નાની બાળાઓએ ખૂબ જ સારી રીતે હેર સ્ટાઈલ કરી તૈયાર કરી હતી.

તા- 05/07/2025 ને શનિવારના રોજ શ્રી એસ. સી. દાણી પ્રાયમરી સ્કૂલમાં ભારતીય ચૂંટણી પ્રક્રિયાની થીમ અનુસાર શાળા પંચાયતની ચૂ...
06/07/2025

તા- 05/07/2025 ને શનિવારના રોજ શ્રી એસ. સી. દાણી પ્રાયમરી સ્કૂલમાં ભારતીય ચૂંટણી પ્રક્રિયાની થીમ અનુસાર શાળા પંચાયતની ચૂંટણી કરી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયામાં સૌ પ્રથમ શાળાના ધોરણ ત્રણ થી આઠ ના વર્ગમાં ચાર ગ્રુપ સત્યમ્, ધર્મમ, શૌર્યમ અને વિવેકમ માંથી આઠ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી તેમાંથી દરેક ગ્રુપમાંથી બે વિદ્યાર્થીઓને વર્ગના વિદ્યાર્થીઓએ મત આપી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા હતા. આવી રીતે ત્રણથી આઠના 32 વિદ્યાર્થીઓમાંથી ધોરણ આઠ ના પાંચ પ્રતિનિધિઓ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ઉભા રહ્યા હતા અને તેમણે એક દિવસનો સમય પ્રચાર પ્રસાર કરવા માટે આપ્યો હતો બીજા દિવસે પ્રાર્થના સભામાં પેટા ચૂંટણીનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મત આપવા માટે બોલેટ પેપર મત કુટીર , મતદાન પેટી તથા સુરક્ષા કર્મીઓ વગેરે જેવી વ્યવસ્થા કરી હતી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ ચૂંટણી પ્રક્રિયામાંથી પસાર થઈ મતદાન કર્યું હતું ત્યાર પછી મત ગણતરી કરી વિજેતા જાહેર કરાયા હતા વિજેતા વિદ્યાર્થીઓમાં ફરજિયાત એક છોકરો અને એક છોકરી ની પસંદગી કરવામાં આવી હતી .

મિત્ર મળ્યા, હસ્યા, ખિલ ખિલાયા પાઠ શીખતા, શીખતા રમી પણ ગયાશાળા છે મસ્તીનો મોહિત દેશ, જ્યાંથી શરૂ થાય સંસારનો સાચો પ્રવેશ...
21/06/2025

મિત્ર મળ્યા, હસ્યા, ખિલ ખિલાયા
પાઠ શીખતા, શીખતા રમી પણ ગયા
શાળા છે મસ્તીનો મોહિત દેશ,
જ્યાંથી શરૂ થાય સંસારનો સાચો પ્રવેશ.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ
તા-20/6/2025 શુક્રવારના રોજ શ્રી એસ.સી.દાણી શાળામાં ધોરણ -1 થી 8 ના નવા પ્રવેશ પામેલા બાળકોનો પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન વિનય કુમાર હસમુખભાઈ પટેલ ( જન ધન મેડિકલ સ્ટોર ) અને અતિથિ વિશેષ શ્રીમતી બીજલબેન બ્રિજેશભાઈ દરજી ( વાત્સલ્ય હોમિયોપેથી ક્લિનિક ) ઉપસ્થિત રહ્યા હતા ધોરણ -1 થી 8 ના નવા પ્રવેશ પામેલા તમામ વિદ્યાર્થીઓને ડ્રમના તાલ સાથે તિલક લગાવી ફુલ વરસાવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. પ્રાર્થના પછી મહેમાન શ્રી દ્વારા બાળકોને નોટ, પેન્સિલ પેન આપવામાં આવી હતી.

ધોરણ 10 (SSC Board) નું 98% પરિણામ..
13/05/2025

ધોરણ 10 (SSC Board) નું 98% પરિણામ..

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ઝળહળતું 88.88% પરિણામ..
13/05/2025

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ઝળહળતું 88.88% પરિણામ..

Address

KKM Campus, Dakor Road
Kapadwanj
387620

Alerts

Be the first to know and let us send you an email when Shree S.C Dani School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category