Bhojana Muvada

Bhojana Muvada Bhojana Muvada Gram Panchayat is the one which is going to launch its own Website in the Whole State. We are Very happy and glad to launch our website.

ગુજરાતના દરેક ગામડાઓ ઍ બોરસદ તાલુકાના ભાદરણ ગામ પાસેથી લેવા જેવું ઉદાહરણ...!!ગુજરાતના આ ગામમાં ક્યાંય નથી કાદવ કીચડ, કચર...
18/07/2015

ગુજરાતના દરેક ગામડાઓ ઍ બોરસદ તાલુકાના ભાદરણ ગામ પાસેથી લેવા જેવું ઉદાહરણ...!!
ગુજરાતના આ ગામમાં ક્યાંય નથી કાદવ કીચડ, કચરો કરનારને લાગે છે દંડ
પંચાયતની આવકનાં 50 ટકા સ્વચ્છતા માટે, 3000 કચરા પેટીનું પંચાયતે કરેલું વિતરણ, વ્યવસ્થા જાળવવા ટેકનોલોજીનો ઉપયોગ
સફાઇકર્મીઓની હાજરી માટે પંચાયતમાં ઇલેક્ટ્રિક મશીન મુકવામાં આવ્યું છે

ગામમાં પ્રવેશતાં જ તમામ માર્ગો પાકા અને બાજુમાં બ્લોક બેસાડેલાં જોવા મળે છે. ગામડું હોવા છતાં ક્યાંય ઉકરડાં કે કચરાંના ઢગ ખડકાયેલાં નથી. કાદવ-કિચ્ચડ તો ઠીક પાણીનું ખાબોચિયું પણ જોવા નહીં મળે. માર્ગ પર કચરો તો ઠીક માટી કે ધૂળ પણ નથી. કલ્પના ન કરી શકીએ એવા આણંદ જિલ્લાના ભાદરણ ગામોમાં સ્વચ્છતા વારસામાં મળેલી છે. બોરસદ તાલુકાના ભાદરણ ગામમાં 23 વોર્ડ અને 12 હજારની વસતિ છે.

પંચાયતના 25 સફાઇ કર્મીઓ દ્વારા સફાઇ કામ કરવામાં આવે છે. ભાદરણ ગામમાં પાકા માર્ગો બનાવવામાં આવ્યા છે. ગામમાં કોઈ પણ ખૂણે ધૂળ જોવા નહીં મળે. અને જાહેરમાં કચરો નાખનારાં પાસેથી દંડ વસૂલવામાં આવે છે. દેશમાં ભલે સ્વચ્છતા ઝૂંબેશ હમણાં હાથ ધરવામાં આવી હોય પણ અહીં વર્ષો અગાઉ અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ગામમાં પંચાયત દ્વારા જ સાફ-સફાઈ કામ કરાવવામાં આવે છે, જેમાં ગ્રામજનો સ્વચ્છતા જાળવવાની પોતાની જવાબદારી સમજીને આ ગામ ચોખ્ખાચણાંક રાખે છે. અલબત્ત, પંચાયતની સાથે અહીંના એનઆરઆઇ પણ ગામોને સમયે સમયે મદદરૂપ થતાં રહે છે.

ગામને ડસ્ટ ફ્રી બનાવ્યું

ગામના માર્ગો પાકા હતાં, પરંતુ માર્ગની બાજુમાંથી ધૂળ ઉપર ના આવે તે માટે દાતાઓ તરફથી મળેલાં રૂ. દોઢ કરોડના ખર્ચે તમામ જગ્યાએ બ્લોક પેવિંગ કરવામાં આવ્યું છે. ગામના કોઇપણ ખૂણે માટી કે ધૂળ જોવા નહીં મળે. જાહેરમાં કચરો નાખનારાં પાસેથી રૂ.100નો દંડ વસૂલવાનો નિયમ છે, પરંતુ એકપણ વ્યક્તિ દંડાયો નથી.

પંચાયતની આવકનાં 50 ટકા સ્વચ્છતા માટે

બોરસદ તાલુકાના ભાદરણ ગામમાં 23 વોર્ડ અને 12 હજારની વસતિ છે. આ ગામમાં 50 વર્ષ અગાઉ અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. તમામ માર્ગો પાકા છે અને માર્ગની બાજુમાં બ્લોક પેવિંગ કરવામાં આવ્યું હોવાથી કચરો તો ઠીક ક્યાંય માટી કે ધૂળ પણ જોવા મળતી નથી. ભાદરણને સ્વચ્છ અને સ્વસ્થ ગામનો રૂ.2.70 લાખનો અને સ્વર્ણિમ ગામનો રૂ.4 લાખનો પુરસ્કાર મળ્યો છે.

3000 કચરા પેટીનું પંચાયતે કરેલું વિતરણ

‘પંચાયત દ્વારા ગામના તમામ ઘર અને દુકાનોમાં 3000 કચરાંપેટી આપવામાં આવેલી છે. ગ્રામજનો ઘરની કે દુકાન આગળ મુકેલી કચરાંપેટીમાં જ કચરો નાખે છે. આ કચરો સફાઇ કર્મીઓ આવીને લઇ જાય છે. ગ્રામજનોએ સ્વયં સ્વચ્છતાના નિયમોનું પાલન કરે છે.’ -જલ્પેશ પટેલ, રહેવાસી, ભાદરણ

વ્યવસ્થા જાળવવા ટેકનોલોજીનો ઉપયોગ

‘પંચાયતના 25 સફાઇ કર્મીઓ દ્વારા સફાઇ કામ કરવામાં આવે છે. સફાઇ કામમાં નિયમિતતા જળવાય તે માટે સફાઇકર્મીઓની હાજરી માટે પંચાયતમાં ઇલેક્ટ્રિક મશીન મુકવામાં આવ્યું છે. દરરોજ 8થી 10 ટ્રેકટર ભરીને કચરાંનો ગામની બહાર ફાળવેલી જમીનમાં નિકાલ કરવામાં આવે છે. સ્વચ્છતા માટે સરકાર તરફથી મળેલી પુરસ્કારની રકમમાંથી જેટિંગ મશીન ભાડે લાવીને ડ્રેનેજની સફાઇ કરવામાં આવી હતી. જેથી ગટરલાઇન લીકેજ થવાનો કે ચોકઅપ થવાનો પ્રશ્ન ઊભો થતો નથી.’ -હંસાબેન રાણા, સરપંચ, ભાદરણ

09/07/2015

‘મારા બાપા ખરું કહેતા હતાં’ એવું માણસને જ્ઞાન થાય છે ત્યાં સુધીમાં તો એનો દીકરો એવું વિચારતો થઈ ગયો હોય છે કે ‘મારા બાપા ખોટા છે’
-ચાર્લ્સ વર્ડઝવર્થ

17/05/2015

જો તમારા મોબાઈલની બેટરી આખો દિવસ ચાલે, તો એનો મતલબ એ કે તમે ખરેખર જિંદગીને માણી રહ્યા છો...!

Address

Bhoja Na Muvada
Kapadvanj
387650

Alerts

Be the first to know and let us send you an email when Bhojana Muvada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category