30/07/2026
કામરેજ વિભાગ કેળવણી મંડળ સંચાલિત
શ્રી જે.પી. પટેલ એન્ડ કે.વી.કે.એમ. હાઈસ્કૂલ, કામરેજ ખાતે આજ રોજ નિલમ શિશુવિહાર અને પ્રાથમિક વિભાગમાં યોજાયેલી વેશભૂષા સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ પાત્રો ધારણ કરીને પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનું સુંદર પ્રદર્શન કર્યું.બાળકોમાં આત્મવિશ્વાસ, કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા, શિસ્ત અને સામાજિક જાગૃતિ જેવા ગુણો વિકસાવવાનું એક ઉત્તમ માધ્યમ છે.
વિદ્યાર્થીઓએ વિવિધ પાત્રો દ્વારા સમાજને દેશપ્રેમ, સ્વચ્છતા, શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, માનવતા અને સેવા જેવા સુંદર સંદેશો આપ્યા.
બાળકોની કલ્પનાને પાંખો મળે અને તેમની પ્રતિભાને યોગ્ય મંચ મળે એ જ આવી પ્રવૃત્તિઓનો સાચો હેતુ છે. સ્પર્ધાના અંતે પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી સત્યેનભાઈ પટેલે પ્રાસંગોચિત પ્રવચન આપ્યું હતું. આ સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે શર્મિલાબેન અને ધર્મિષ્ઠાબેને ફરજ બજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ડિપલબેન પટેલ અને મયુરીબેન પટેલે કર્યું.