Kautilya Vidyalaya - Surat

Kautilya Vidyalaya - Surat Global education with Indian culture We don't teach, we EDUCATE. The children are ones who can make this world a better place to live in.

A school providing global education with Indian culture taking all the facilities into account to develop children's skills and intellectuality.

શિક્ષણ સાથે સંસ્કારનું ભાથું: કૌટિલ્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓની જન્મદિવસની અનોખી ઉજવણીતારીખ: ૨૧ માર્ચ ૨૦૨૬, શનિવારસ્થળ:  ...
26/03/2026

શિક્ષણ સાથે સંસ્કારનું ભાથું: કૌટિલ્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓની જન્મદિવસની અનોખી ઉજવણી
તારીખ: ૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર
સ્થળ: કૌટિલ્ય વિદ્યાલય
આજરોજ અમારી શાળામાં 'પરિશ્રમ પારિતોષિક પ્રદાન' અને 'વાલી વિમર્શ વ્યાખ્યાન સેમિનાર' નો ત્રિવેણી સંગમ રચાયો હતો. આ કાર્યક્રમમાં માત્ર શૈક્ષણિક સિદ્ધિઓને જ નહીં, પરંતુ માનવતા અને દેશપ્રેમને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

સેવા અર્પણ: "ફૂલ નહીં તો ફૂલની પાંખડી"

અમારી શાળાના વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસ પર ઉજવણીના ખોટા ખર્ચ ટાળીને, રાષ્ટ્રની રક્ષા કરતા ભારતીય સૈનિકો માટે સ્વેચ્છાએ યોગદાન આપે છે. આ પવિત્ર નિધિને આજે એક ગૌરવપૂર્ણ સમારોહમાં અર્પણ કરવામાં આવી હતી:

ગૌરવશાળી ઉપસ્થિતિ: શાળાના પ્રમુખશ્રી સવજીભાઈ હૂણ તથા કૌટિલ્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા રૂપિયા ૧૧,૦૦૦ /- નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

સ્વીકારકર્તા: “જય જવાન નાગરિક સમિતિ” ના અગ્રણી શ્રીકાનજીભાઈ ભાલાળા તથા શ્રીહરિભાઈ કથીરીયાએ આ ચેક સ્વીકારી બાળકોની રાષ્ટ્રભાવનાને બિરદાવી હતી.

"બાળકોના હૃદયમાં દેશના જવાનો પ્રત્યે જે આદર છે, તે જ આવતીકાલના સશક્ત ભારતનો પાયો છે."

મુખ્ય અંશો:

પરિશ્રમનું સન્માન: વર્ષ દરમિયાન મહેનત કરનાર તેજસ્વી તારલાઓને પારિતોષિક આપી નવાજવામાં આવ્યા.

વાલી વિમર્શ: બાળકોના સર્વાંગી વિકાસમાં વાલીઓની ભૂમિકા વિશે પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું.મુખ્ય વક્તા શ્રી કાનજીભાઇ ભાલાળા

સંસ્કારનું સિંચન: જન્મદિવસની ઉજવણી મોજ-મજાને બદલે દેશસેવા સાથે જોડીને એક નવો રાહ ચીંધ્યો.
શ્રી તેજલબેન ઢોલા
આચાર્ય
કૌટિલ્ય વિદ્યાલય,કામરેજ,સુરત

સુરતના કામરેજ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડની પરીક્ષામાં ૧૦૦% પરિણામ આપતી અમારી શાળા કૌટિલ્ય વિદ્યાલયના આચાર્યા તે...
16/02/2026

સુરતના કામરેજ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડની પરીક્ષામાં ૧૦૦% પરિણામ આપતી અમારી શાળા કૌટિલ્ય વિદ્યાલયના આચાર્યા તેજલબેન ઢોલાને સુરતના માનનીય કલેકટરશ્રી,સુરત ગ્રામ્ય એસ.પી.સાહેબ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની પ્રેરક ઉપસ્ચિતિમાં “ CERTIFICATE OF HONOUR “ અર્પણ કરવા બદલ શાળા પરિવાર હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે.
શાળાનું ૧૦૦% રીઝલ્ટ લાવવા માટે સતત પ્રયત્નશીલ શાળાના ક્ષિક્ષકમિત્રો અને પૂર્વ આચાર્યશ્રી મેહુલભાઇ હિરપરા તથા શોભનાબેન ગજેરા સૌને શાળાના ટ્રસ્ટી મંડળ વતી ખુબ ખુબ અભિનંદન.💐💐💐

22/10/2025
20/10/2025
અનેક રંગથી સજ્જ છે આ મોરપીંછછતાંય સહુ આકર્ષાય છે શ્યામ રંગ થી.....
12/08/2025

અનેક રંગથી સજ્જ છે આ મોરપીંછ

છતાંય સહુ આકર્ષાય છે શ્યામ રંગ થી.....

08/08/2025

આવે બેનડી , બાંધે વીરા ને રાખડી ,
વીરા ને ખુશ જોઈ ને ઠરે તેની આંખડી ,
અક્ષત થી વધાવે ને ઉતારે આરતી,
ઓવારણાં લઈ ને મો માં મુકે સાકર ની ગાંગડી .🌹HAPPY RAKSHA BANDHAN 🌹

08/08/2025

આવે બેનડી , બાંધે વીરા ને રાખડી ,
વીરા ને ખુશ જોઈ ને ઠરે તેની આંખડી ,
અક્ષત થી વધાવે ને ઉતારે આરતી,
ઓવારણાં લઈ ને મો માં મુકે સાકર ની ગાંગડી .
🌹HAPPY RAKSHA BANDHAN 🌹

Address

Kautilya Vidyalaya, Ridhhi Sidhhi Residensy, Canal Road
Kamrej
394185

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 3pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Kautilya Vidyalaya - Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category