Shri Govind Guru University

Shri Govind Guru University The objects of the University shall be to develop the knowledge of different branches of Higher, Tec The Head Quarter of the University is Godhra Panchmahals.

Shri Govind Guru University was established by the Government of Gujarat vide Gujarat Act No. 24/2015. The Jurisdiction of the University spread over Five District of Gujarat State i.e. Panchmahals, Dahod, Mahisagar, Chhota Udepur and Vadodara (Rural). All the colleges/institutions situated in the above districts are affiliated with this University. At present 172 colleges are affiliated with Shri Govind Guru University.

શબ્દોમાં રાષ્ટ્રભાવના, વિચારોમાં માનવતા અને જીવનમાં અવિરત સેવાસાધના…દેશના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, પ્રતિષ્ઠિત પત્રકા...
21/08/2026

શબ્દોમાં રાષ્ટ્રભાવના, વિચારોમાં માનવતા અને જીવનમાં અવિરત સેવાસાધના…

દેશના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, પ્રતિષ્ઠિત પત્રકાર, લેખક અને પ્રખર ચિંતક કાકાસાહેબ કાલેલકરજીની પુણ્યતિથિ પર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પરિવાર તરફથી વિનમ્ર શ્રદ્ધાંજલિ.

રાષ્ટ્રનિર્માણ, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે આપેલું તેમનું અમૂલ્ય યોગદાન સદૈવ પ્રેરણાનું અજવાળું પાથરતું રહેશે.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા કાર્યક્રમ અધિકારીઓ માટે આયોજિત બે દિવસીય ...
21/08/2026

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા કાર્યક્રમ અધિકારીઓ માટે આયોજિત બે દિવસીય કાર્યશાળામાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો.

રાષ્ટ્રીય સેવા યોજનાના માધ્યમથી યુવાનોમાં સેવાભાવ, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રનિર્માણની ભાવના વધુ સુદૃઢ બને તે દિશામાં કાર્યક્રમ અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કાર્યશાળાના સુંદર આયોજન બદલ સમગ્ર ટીમને અભિનંદન તથા તમામ સહભાગીઓને ઉજ્જવળ કાર્યયાત્રા માટે શુભેચ્છાઓ.

શ્રી બી. એન. પટેલ કોલેજ, આણંદ ખાતે ગુજરાત ખો-ખો લીગ મેચ-૨૦૨૬ ના સમાપન સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે માનનીય કુલપતિ શ્રી, ...
21/08/2026

શ્રી બી. એન. પટેલ કોલેજ, આણંદ ખાતે
ગુજરાત ખો-ખો લીગ મેચ-૨૦૨૬ ના સમાપન સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે માનનીય કુલપતિ શ્રી, પ્રો. હરીભાઈ કાતરીયા એ ઈનામ વિતરણ કાર્યક્રમ માં વિજેતા ઓને ટ્રોફી એનાયત કરી.

આઝાદ હિંદ ફૌજના નેતા અને ભારતના અમર ક્રાંતિવીર નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ પર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) ...
18/08/2026

આઝાદ હિંદ ફૌજના નેતા અને ભારતના અમર ક્રાંતિવીર નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ પર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) તરફથી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ. તેમનું જીવન અને રાષ્ટ્રભક્તિ આપણા યુવાનો માટે હંમેશાં પ્રેરણાસ્ત્રોત રહેશે.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) કેમ્પસ ખાતે અસીમ ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ૮૦મા સ્વતંત્રતા પર્વની ખૂબ જ ભવ્ય...
15/08/2026

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) કેમ્પસ ખાતે અસીમ ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ૮૦મા સ્વતંત્રતા પર્વની ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવી.

યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. હરિભાઈ કાતરિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફની ઉપસ્થિતિએ આ દિવસને વધુ સ્મરણીય બનાવ્યો.

આજે આઝાદીના ૮૦મા સ્વતંત્રતા દિવસના આ પાવન અને ગૌરવવંતા અવસરે, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પરિવાર તરફથી આપ સૌને હાર્દિક ...
15/08/2026

આજે આઝાદીના ૮૦મા સ્વતંત્રતા દિવસના આ પાવન અને ગૌરવવંતા અવસરે, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ! 🇮🇳✨

આપણા દેશના મહાન સ્વતંત્રતા સેનાનીઓના અતૂટ બલિદાન અને સંઘર્ષને નમન કરવાનો આ દિવસ છે. ચાલો, આજના આ પર્વ પર આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને શિક્ષણ થકી દેશના વિકાસમાં યોગદાન આપવા માટેનો સંકલ્પ કરીએ.

જય હિંદ! વંદે માતરમ! 🇮🇳

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન! 🇮🇳સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ...
13/08/2026

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન! 🇮🇳

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને રાષ્ટ્ર્વંદનાના ભાવ સાથે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલના વિશાળ કેમ્પસમાં આજે ‘હર ઘર તિરંગા’ અભિયાન ૨૦૨૬ અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.

અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય, અક્ષરધામ નિવાસી પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજજી ની પુણ્યતિથિ પ...
13/08/2026

અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય, અક્ષરધામ નિવાસી પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજજી ની પુણ્યતિથિ પર તેમને કોટી કોટી વંદન અને ભાવભીની શ્રદ્ધાંજલિ। 🙏✨

"પ્રમુખસ્વામી મહારાજ એટલે કે 'બીજાના ભલામાં આપણું ભલું છે' એ દિવ્ય મંત્રને જીવનમાં ઉતારનાર મહાપુરુષ.

આપના વિચારો અને આશીર્વાદ હંમેશાં આપણને સત્કાર્યની પ્રેરણા આપતા રહેશે

દેવાધિદેવ મહાદેવની ભક્તિના પવિત્ર શ્રાવણ માસની આપ સૌને અને આપના પરિવારને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ! ભગવાન ભોલેનાથની કૃપા...
13/08/2026

દેવાધિદેવ મહાદેવની ભક્તિના પવિત્ર શ્રાવણ માસની આપ સૌને અને આપના પરિવારને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ! ભગવાન ભોલેનાથની કૃપા આપના પર સદાય બની રહે તેવી પ્રાર્થના.

ભારતીય અવકાશ યુગના પ્રણેતા અને ઇસરોના સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈજીની જન્મજયંતિ પર તેમને કોટી કોટી નમન! 🚀તેમણે જોયેલું સ્વ...
11/08/2026

ભારતીય અવકાશ યુગના પ્રણેતા અને ઇસરોના સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈજીની જન્મજયંતિ પર તેમને કોટી કોટી નમન! 🚀

તેમણે જોયેલું સ્વપ્ન આજે ભારતને વૈશ્વિક સ્તરે અવકાશ સંશોધનમાં અગ્રેસર બનાવ્યું છે. તેમનું જીવન અને રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ હંમેશાં આપણને નવી ઊંચાઈઓ સર કરવા માટે પ્રેરિત કરતું રહેશે.

Address

Vinzol, Post, Godhra
Kakanpur
388713

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6am

Telephone

+912672255101

Alerts

Be the first to know and let us send you an email when Shri Govind Guru University posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shri Govind Guru University:

Shortcuts

Share