04/09/2025
*નવદીપ વિદ્યાલય, ખંડેરાવપુરા ખાતે શિક્ષક દિવસની ઉજવણી*
કડી તાલુકાના ખંડેરાવપુરા ગામમાં આવેલી *શ્રી નવદીપ વિદ્યાલય* માં ૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ, ત્યારબાદ વિદ્યાર્થીઓએ જ્ઞાનગોષ્ઠિ અને સુવિચારો રજૂ કર્યા. આ દિવસે, લગભગ ૧૬ જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી અને છ તાસનું શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. ધોરણ ૧૦ની વિદ્યાર્થીની દિવ્યા ઠાકોરે આચાર્ય તરીકેની જવાબદારી સંભાળી હતી.
કાર્યક્રમના અંતે, પ્રાર્થનાભૂમિ પર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આજના દિવસ વિશે તેમના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા. ત્યારબાદ, શાળાના શિક્ષક દિનેશભાઈ પટેલે શિક્ષકના કર્તવ્ય અને સમાજમાં તેના પ્રદાન વિશે પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું. તેમણે ડૉ. વિક્રમ સારાભાઈ, ચાણક્ય અને ડૉ. રાધાકૃષ્ણન જેવા મહાન ગુરુઓને યાદ કર્યા, જેમણે રાષ્ટ્રપતિ જેવા ઉચ્ચ પદને શોભાવ્યું હતું.
છેલ્લે, શાળાના આચાર્ય નંદુભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કરીને તમામ શિક્ષક ભાઈ-બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું અને તે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
Kadi Gujrat Mehsana City