Svkm-Kadi

Svkm-Kadi *કર ભલા હોગા ભલા*

05/10/2023

The best teachers don't give you the answer, they spark within you the desire to find the answer yourself. Wishing you all a very happy world teachers' day.

29/09/2023
19/09/2023

Wishing you all a joyful and blessed Ganesh Chaturthi.

15/09/2023

Science and engineers together have made current life so much simpler and efficient for us and on the occasion of Engineer's Day, I want to congratulate and thank all the great engineers.

02/09/2023
09/02/2023

My dearest students and Sarva Vidyalaya Kelavani Mandal members,
The brutal aftermath of the deadly earthquakes in Syria and Turkey has left us all shaken in sorrow, as we all know how our own state of Gujarat had shaken in terror by the unforgettable earthquake in 2001.
Life lost in any city, any country, is still a human life lost. Each person is a valuable loved one for somebody somewhere.
Hold your loved ones a little closer today, and don’t forget to send a prayer for Mother Earth, who is also hurting by the loss of life.
With sincere love and prayers,
Vallabh M. Patel

24/01/2023
કેળવણીના કસબી, દીર્ઘદ્રષ્ટા,કર્તવ્યનિષ્ઠ, સમાજસેવી, ગુણવત્તા  સભર શિક્ષણ જગતના ભિષ્મપિતા,પરિવ્રાજક સંત, સર્વ વિદ્યાલય  જ...
12/01/2023

કેળવણીના કસબી, દીર્ઘદ્રષ્ટા,
કર્તવ્યનિષ્ઠ, સમાજસેવી, ગુણવત્તા
સભર શિક્ષણ જગતના ભિષ્મપિતા,
પરિવ્રાજક સંત, સર્વ વિદ્યાલય
જેઓની નસે-નસમાં વહેતું રહ્યું તેવું
સમર્પિત વ્યક્તિત્વ તથા શિક્ષણ એજ
સાચી સેવાના સંકલ્પસૂત્રને ચરિતાર્થ
કરનાર કર્મચૂડામણિ પરમ શ્રધ્ધેય
પૂજ્ય માણેકલાલ સાહેબને
૧૧ મી પૂણ્યતિથિ પ્રસંગે સદગત
શ્રી ચરણે ભાવપૂર્ણ શ્રધ્ધાસુમન...

પૂજ્ય છગનભાનું જીવનચરિત્ર એટલું તો પ્રેરણાદાયી અને સનાતન બન્યું છે કે વર્તમાનકાળના અને ભવિષ્યકાળના હરકોઈ ક્ષેત્રના કાર્ય...
22/12/2022

પૂજ્ય છગનભાનું જીવનચરિત્ર એટલું તો પ્રેરણાદાયી અને સનાતન બન્યું છે કે વર્તમાનકાળના અને ભવિષ્યકાળના હરકોઈ ક્ષેત્રના કાર્યકરોને, શિક્ષકોને, વિદ્યાર્થીઓને અને સમાજના ઘટકોને પથદર્શક બની રહેવાની ચિરંજીવિતા પ્રાપ્ત થઇ છે.
પૂજ્ય છગનભાના પુરુષાર્થથી પાંગરીને વિરાટ બનેલા વટવૃક્ષની શાખાપ્રશાખાઓરૂપ સર્વ વિદ્યાલય પરિવાર તરફથી ૮૨ મી પુણ્યતિથિએ પ્રજ્ઞાદીપ છગનભાને ભાવભરી શ્રદ્ધાંજલિ.

આગામી નૂતન વર્ષ સર્વે પ્રકારે નિરોગી, મંગલમય બને, સદાસર્વદા, યશ, ઓજસ, બળ, બુધ્ધિ તથા દીર્ધાયુ પ્રદાન કરે. સર્વે પરિવારને...
24/10/2022

આગામી નૂતન વર્ષ સર્વે પ્રકારે નિરોગી, મંગલમય બને, સદાસર્વદા, યશ, ઓજસ, બળ, બુધ્ધિ તથા દીર્ધાયુ પ્રદાન કરે. સર્વે પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અર્પે તથા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ બને એજ અંતરની શુભેચ્છા સહ સર્વે સ્નેહીજનોને દિવાળી પર્વની શુભેચ્છાઓ સાથે નૂતન વર્ષાભિનંદન...

સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે મહાત્મા ગાંધીની ૧૫૩ મી જન્મ જયંતિ પ્રસંગે સુતરની આંટી સાથે પુષ્પાંજલિ અર્પી વંદના કરાઈ.વિ...
02/10/2022

સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે મહાત્મા ગાંધીની ૧૫૩ મી જન્મ જયંતિ પ્રસંગે સુતરની આંટી સાથે પુષ્પાંજલિ અર્પી વંદના કરાઈ.
વિશ્વના નોબલ પારિતોષિક વિજેતાઓના જીવનમાં જેમનો ઊંડો પ્રભાવ રહેલો છે, તેવા વિશ્વ મહામાનવ અહિંસાના પૂજારી, સ્વચ્છતાના આગ્રહી, સાદગીના પ્રેરણામૂર્તિ મહાત્મા ગાંધીજીને સંસ્થાના સર્વે મંત્રીશ્રીઓ, વિવિધ શાળા/કોલેજના પ્રિન્સીપાલશ્રીઓ, કર્મચારીઓ અને NSS / NCC કેડેટ દ્વારા સૂતર આંટી સાથે પુષ્પાંજલિ અર્પી વંદના કરાઈ.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ૨૭ જુલાઈ ૧૯૨૯ ના રોજ રાષ્ટ્રીય સંસ્થા સર્વ વિદ્યાલય કેમ્પસ, કડીની પાવનધરામાં પગરણ થયા ત્યારે જેઓની દિવ્યવાણીના સંસ્મરણોએ હતા કે “તમારા બાળકોને અહીં મોકલો. તેઓ અહીં સારી કેળવણી પામશે” સંસ્થા સાથે આવા મધુર સંભારણાને આજના દિવસે યાદ કરતા હાજર રહેલ પ્રત્યેક વ્યક્તિને તે સમયે દાખવેલી આત્મીયતાનો સાક્ષાત્કાર થયો હોય તેવી લાગણી અનુભવાઈ હતી.
સંસ્થાના મંત્રીશ્રી ડૉ. મણીભાઈ પટેલ દ્વારા ગાંધી જયંતિની શુભેચ્છાઓ સાથે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
ગાંધીજીનાં વિચારો, સ્વચ્છતા, અહિંસા અને સત્ય જેવા આદર્શોની પ્રેરણા લઇ પોતાના જીવનમાં આચરણ કરવાના સંકલ્પ સાથે પ્રાર્થના કરવામાં આવી. (સર્વ વિદ્યાલય કેમ્પસ,કડી.)

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ૧૩મા યુથ ફેસ્ટીવલની ધમાકેદાર ઉજવણીયુથ ફેસ્ટીવલ સંગત-2022ને “પાવર ટુ એમપાવર”ની થીમ આધારિત વ...
18/09/2022

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ૧૩મા યુથ ફેસ્ટીવલની ધમાકેદાર ઉજવણી
યુથ ફેસ્ટીવલ સંગત-2022ને “પાવર ટુ એમપાવર”ની થીમ આધારિત વિદ્યાર્થીઓ પોતાના કલાને પ્રસ્તુત કરી. બે દિવસીય યુવા મહોત્સવની પ્રારંભિક શરૂઆત એલડીઆરપી કોલેજથી રેલીને યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગાર્ગી રાજપરા, રજીસ્ટ્રાર ડૉ. એસ.કે. મંત્રાલા, એમ.એમ. પટેલ કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. કેયુર શાહ, સહિત યુનિવર્સિટી સંચાલિત વિવિધ કોલેજોના ડાયરેકટરશ્રીઓ, પ્રિન્સિપાલોએ પ્રસ્થાન કરાવ્યું હતું.
નિરસ થઈ ગયેલી ગુજરાતી ફિલ્મોમાં પ્રાણ પૂરનાર અને ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર યશ સોનીએ દીપ પ્રાગટ્ય કરી યુથ ફેસ્ટીવલ ખુલ્લો મુક્યો હતો. પ્રસંગોચીત વકતવ્યમાં યશ સોનીએ સફળતાની ચાવી સ્વરૂપ પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સાથે શેર કરતા સફળતા માટે વ્યક્તિત્વમાં સરળતા જ જીવનનો મંત્ર છે. આ સાથે વિદ્યાર્થીઓએ યશ સોની સાથે પણ પોતાના પ્રશ્નોના સવાલ કરી જીવનમાં સફળ થવા માટે જે દિશામાં ઉજ્જવળ ભવિષ્ય બનાવું છે તેમાં ખંતથી મહેનત કરવાની જરૂર છે. યશ સોનીની હાજરીથી વિદ્યાર્થીઓમાં ભારે જોશ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો. જયારે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી વલ્લભભાઈ એમ. પટેલે ઓનલાઈન હાજર રહીને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, યુથ ફેસ્ટિવલએ આપના વ્યક્તિત્વને ખીલવવા માટે એક પાયાની કડી સમાન છે. અને આજનો પ્રસંગ આપના માટે યાદગાર બની રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ સાથે યજમાન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કેયુર શાહે બે દિવસીય યુવક મહોત્વમાં રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની ૩૨ જેટલી કોલેજોના ૧૧૦૩ જેટલા વિદ્યાર્થીઓએ આ યુવક મહોત્સવમાં ૨૯ જેટલી સ્પર્ધાઓમાં પોતાની કલા પ્રસ્તુત કરશે. આ સાથે તેઓએ ભાગ લેનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
કડી કેમ્પસના ખીમજીભાઈ વિસરામ હોલ ખાતે સંગત 2022નો સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા ટીમોને યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગાર્ગી રાજપરા, રજીસ્ટ્રાર ડૉ. એસ.કે. મંત્રાલા, એમ.એમ. પટેલ કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. કેયુર શાહ, યુથ ફેસ્ટિવલના ચીફ કૉ-ઓર્ડિનેટર ર્ડૉ. કપિલ ત્રિવેદી સહિત કોલેજના ડાયરેકટર તથા પ્રિન્સિપાલના હસ્તે મોમેન્ટો એનાયત કરવામાં આવી હતી. જયારે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગાર્ગી રાજપરાના હસ્તે બે દિવસી સ્પર્ધામાં મુખ્ય વિજેતા રહેલી એમ.એમ. પટેલ સાયન્સ એન્ડ રિસર્ચ કોલેજને વિજેતા ટીમની ટ્રોફી આપવામાં આવી હતી. આવતા વર્ષ ૨૦૨૩ માટે બી.પી. કોલેજ ઓફ બીઝનેશ એડ્મીનીસ્ટ્રેશન યજમાન પદે યોજાશે.

Address

Kadi
382715

Alerts

Be the first to know and let us send you an email when Svkm-Kadi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Svkm-Kadi:

Shortcuts

Share