27/06/2026
એસ. વી. & સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે "Work Ethics" વિષયક વિશેષ સત્ર યોજાયું
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સંચાલિત એસ. વી. & સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન, કડી ખાતે તા. 27/06/2026 ના રોજ B.Ed. ના તાલીમાર્થીઓ માટે Soft Skill અંતર્ગત "Work Ethics" વિષય પર વિશેષ સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં Dr. Dushyant Algotar, Assistant Professor, Shri C. H. Shah Maitri Vidyapeeth Mahila College of Education, Surendranagar રિસોર્સ પર્સન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં વ્યવસાયિક જીવનમાં પ્રામાણિકતા, જવાબદારી, સમયપાલન, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, ટીમવર્ક, વ્યવસાયિક નૈતિકતા અને સકારાત્મક કાર્યસંસ્કૃતિ જેવા મૂલ્યોનું મહત્વ સરળ અને વ્યવહારિક ઉદાહરણો દ્વારા સમજાવ્યું.
તેમણે જણાવ્યું કે, "જ્ઞાન વ્યક્તિને સફળ બનાવે છે, પરંતુ નૈતિકતા તેને શ્રેષ્ઠ બનાવે છે." આ વિચારને કેન્દ્રમાં રાખીને તેમણે તાલીમાર્થીઓને માત્ર સારા શિક્ષક જ નહીં, પરંતુ મૂલ્યનિષ્ઠ અને જવાબદાર વ્યાવસાયિક બનવા માટે પ્રેરિત કર્યા. સત્ર દરમિયાન સંવાદાત્મક ચર્ચા, જીવન સાથે જોડાયેલા પ્રસંગો અને પ્રેરણાદાયી ઉદાહરણો દ્વારા તાલીમાર્થીઓને વ્યવસાયિક મૂલ્યોને પોતાના જીવનમાં આત્મસાત્ કરવાની પ્રેરણા આપવામાં આવી.
તાલીમાર્થીઓએ સમગ્ર સત્રમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમને જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી તેમજ ભાવિ કારકિર્દી માટે અત્યંત ઉપયોગી ગણાવ્યો.
કાર્યક્રમનું સફળ આયોજન ડૉ. તેજસ એ. ઠક્કર દ્વારા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ભાવિક એમ. શાહ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.